🙏🏻નવ નિયુક્ત #શિક્ષણમંત્રીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે #સાવચેતીભરી_ટકોર🙏🏻
આશા રાખું છું અમારા જેવા શિક્ષણના શુદ્ધિકરણ સાથે સંકળાયેલા ક્રાંતિકારીની ટીકા કે આલોચનાને તમે સકારાત્મક રીતે લેશો. અમારે વ્યક્તિગત કોઈ સાથે રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ છે નહીં, અમે ખોટી સિસ્ટમના વિરોધમાં ચોક્કસ છીએ જેના શુદ્ધિકરણ માટેની અમારી આ લડાઈ છે.
🛑તમારે પ્રથમ ગ્રાસે મક્ષિકા ન આવે તે માટે એક #સાવચેતીભરી_ટકોર👇🏻
શિક્ષણમંત્રીશ્રી,
તમારા જ વિભાગમાં હાલ ચાલી રહેલી #કચ્છ_સ્પેશિયલ_શિક્ષક_ભરતી પ્રક્રિયામાં ગંભીર અનિયમિતતાઓ સામે આવી છે જેમાં નિયમોનું ખૂલ્લેઆમ ભંગ કરીને ભરતી થઈ રહી છે. કચ્છ સ્પેશિયલ શિક્ષક ભરતી પ્રક્રિયામાં શિક્ષણ વિભાગના સ્થાપિત નિયમો અને નામદાર હાઇકોર્ટના આદેશોનું ગંભીર અને #શંકાસ્પદ ઉલ્લંઘન થયેલ હોવાનું ધ્યાન પર આવેલ છે,આ ભરતીમાં જ્ઞાન સહાયક (અથવા ચાલુ નોકરી દરમિયાન) ફરજ સાથે મેળવેલ રેગ્યુલર માસ્ટર ડિગ્રીના ગુણ ઉમેરો કરીને અનીતિ અને નિયમ વિરોધ નોકરી મેળવવાનો કારસો રચાયો છે. શિક્ષણ વિભાગના સ્પષ્ટ આદેશો અને નામદાર હાઇકોર્ટના ચુકાદા મુજબ - કરાર કે કાયમી નોકરી તરીકેની ફરજ બજાવવાના સમયગાળા દરમિયાન કોઈપણ ઉમેદવારે મેળવેલ રેગ્યુલર માસ્ટર ડિગ્રી (M.A./M.Sc..) શિક્ષક ભરતીના મેરિટ માટે માન્ય ગણી શકાતી નથી.
📌બંને પ્રવૃત્તિઓ (ફુલ-ટાઇમ નોકરી અને રેગ્યુલર ડિગ્રી અભ્યાસ) એકસાથે કરી શકાતી નથી. નામદાર હાઇકોર્ટના આદેશ અનુસાર સામાન્ય TET અને TAT ભરતીમાં આ નિયમ અમલ કરવામાં આવ્યો હતો. પરંતુ કચ્છની ભરતીમાં આ મૂળભૂત નિયમને #જાણીજોઈને_અવગણવામાં આવ્યો છે.સૂત્રો દ્વારા મળતી માહિતી આધારે આશરે ૧૫૦+ જેટલા ઉમેદવારોએ નોકરીની ફરજ બજાવતા રેગ્યુલર માસ્ટર ડિગ્રી મેળવી, અને તેના ગુણ પોતાના મેરિટમાં ઉમેરાવી લીધા છે - અર્થાત્
"ફુલ-ટાઇમ નોકરી પણ, ફુલ-ટાઇમ ડિગ્રી પણ!"
❓ આ ગેરરીતિના કારણે ખરેખર લાયક ઉમેદવારોનો હક છીનવાઈ રહ્યો છે, અને "શિક્ષણ વિભાગ તમામ બાબતો જાણતો હોવા છતાં આંખ આડા કાન કેમ છે તે શંકાનો પ્રશ્ન છે ?!"
📢અને હા, એવું પણ નથી કે જાગૃત ઉમેદવારોએ શિક્ષણ અધિકારીને જાણ નથી કરી, લેખિત અને મૌખિક બંન્ને જાણ કરવા ઉમેદવારો પહોંચ્યા હતા તો ઊલટાનું અધિકારીઓએ #નફ્ફટાઈથી રજૂઆત કરવા આવેલ ઉમેદવારો પાસેથી પુરાવા માંગ્યા, મોઢા તોડી લીધા, ધમકાવ્યા અને અપમાનિત કરી રોફ જમાવી હડધૂત કરી કાઢી મૂક્યા....
🙏🏻આપ શ્રી ધારાસભ્ય માંથી શિક્ષણમંત્રી બન્યા અને આપ પણ જાણો છો #પુરાવા આપવાની જવાબદારી કોઈ ઉમેદવારની ન હોય, કોઈ વ્યક્તિ શિક્ષણ વિભાગને સંદેહ વ્યક્ત કરે છે તો તપાસ કરવાની જવાબદારી ચોક્કસ શિક્ષણ વિભાગની બંને છે, સામાન્ય ભરતીમાં જે રીતે કડકાઇથી ચેક કરીને આવા લોકોને દૂર કરવામાં આવ્યા છે તો સ્પેશિયલ કચ્છ શિક્ષક ભરતીમાં કેમ દૂર કરવામાં નથી આવતા ? શું આ ઉમેદવારો કોઈ અધિકારીના સ્પેશિયલ છે ?🤔
🧾વાત રહી પુરાવાની👇🏻
સૌથી ગંભીર બાબત એ છે કે, શિક્ષણ વિભાગ પાસે તમામ ઉમેદવારોના જ્ઞાન સહાયકની સેવા (હાજરીનો રેકોર્ડ) અને તેમની શૈક્ષણિક લાયકાત (માર્કશીટ, ડિગ્રી) ના સંપૂર્ણ ડેટા ઉપલબ્ધ છે. તેમ છતા વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારનું સ્વયંસંચાલિત અને પારદર્શી ક્રોસ-વેરિફિકેશન (#Cross_Verification) કરવામાં આવ્યું નથી,
🙏🏻મંત્રશ્રી, મેરિટની ખરાઈ કરવી, યુનિવર્સિટી અને શાળાના રેકોર્ડનું વેરિફિકેશન કરવું એ સંપૂર્ણપણે શિક્ષણ વિભાગની વૈધાનિક અને નૈતિક જવાબદારી (#Accountability) છે.તમામ સરકારી મશીનરી અને ક્રોસ ચેક કરવા માટેના આધાર પુરાવા ઉપલબ્ધ હોવા છતાં, વિભાગ દ્વારા ઉમેદવારો પાસેથી પુરાવા માંગવા એ પ્રક્રિયાની પારદર્શિતા અને વિભાગના ઇરાદા સામે ગંભીર શંકા ઊભી કરે છે. શું વિભાગ સ્વયં તપાસ કરવા અસમર્થ છે કે પછી તેમાં પણ કોઈ આંતરિક મિલીભગત છુપાયેલી છે, તેની તપાસ થવી પણ અનિવાર્ય છે.
🙏🏻મંત્રીશ્રી, તમારા દામન ઉપર આ કાળા છાંટા ઉડાડવા કેટલાક અધિકારીઓ તત્પર છે, અધિકારીઓના વાંકે શિક્ષણમંત્રીના કાર્યકાળની શરૂઆતમાં જ તમને #કાળી_ટીલી લાગી શકે છે, જો સમયસર તપાસ નહીં થાય, તો આવતીકાલે આ શિક્ષણ વિભાગની વિશ્વસનીયતા માટે કાળો અધ્યાય બની જશે.
👆🏻અમારા જેવા કોઈ જાગૃત નાગરિક આ બધું ઉઘાડું પાડશે તો શિક્ષણ વિભાગના અધિકારીઓ આમાં બદનામ નહીં થાય, આમાં #બદનામ મંત્રીશ્રી તમે થશો,અધિકારીઓ તો ગમે તે #અંડાકંડા કરીને ગોળી પીવડાવી દેશે.
👆🏻શિક્ષણ વિભાગમાં ‘#અધિકારીરાજ’ એટલો હાવી છે કે તમારા પૂર્વગામી મંત્રીશ્રી કુબેરભાઈ હોય કે પ્રફુલભાઈ - બંને પાસે પણ ઈરાદો હતો કંઈક સકારાત્મક કરવાનો, પરંતુ શિક્ષણ વિભાગના કેટલાક અધિકારીરાજના બેફામ વલણને કારણે અનેક મહત્વનાં નિર્ણય અધૂરા રહી ગયા. પરિણામે તેમને ફક્ત વિભાગના આંતરિક ષડયંત્રો નહીં, પણ મુખ્યમંત્રી સુધીના ઠપકા પણ ખાવા પડ્યા.
✍🏻 યુવરાજસિંહ જાડેજા
#TransparencyNeeded
#EducationDept
@Rivaba4BJP@drpradyumanvaja
📢 6 થી 8 નું મેરીટ નીચું લાવવા માટે એક નમ્ર વિનંતી 🙏🏻
🪔 આ દીવાળીએ જરૂરિયાતમંદ મિત્રોના ઘરમાં રોજગારનો દીવો પ્રગટાવવાનો અવસર આપણે જ આપી શકીએ છીએ.
💢 જિલ્લા પસંદગી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા 💢
📌 જેમને 9 થી 12માં મળી ગયુ છે, તેઓ 6 થી 8 માં ન લેતા.
📌 જેમને 1 થી 5 માં મળી ગયુ છે, તેઓ ફરી 6 થી 8 માં ન લેતા.
📌 જેમને માત્ર કચ્છ જિલ્લા જ લેવાનો ઈરાદો હોય, તેઓ સીટ બ્લોક ન કરતા (અલગ ભરતી થવાની જ છે).
📌 જેમનું મેરીટ ખૂબ ઊંચું છે અને 9 થી 12 માં વેઇટિંગમાં નંબર છે, તેઓ પણ 6 થી 8 માં ન લેતા.
📌 હાલ નોકરીમાં હોય તેવા મિત્રો પણ કૃપા કરીને 6 થી 8 માં ન લેતા.
🌱 જનરલ કેટેગરીમાં લઈ શકતા મિત્રો, પહેલા જનરલમાંથી જ પસંદ કરો, જેથી તમારી જાતની કેટેગરીના મિત્રોને સીટ મળે.
🛑 સૌથી અગત્યનું: જો તમારે જિલ્લા પસંદગી પછી શાળા/સ્થળ પસંદગી માટે જઈ અને નોકરી કરવાની ન જ હોય તો મહેરબાની કરીને નામ માત્ર અખતરો કરવા ન આવતા (સીટ બ્લોક ન કરતા) કેમ કે અહીંયા એક એક સીટ માટે લોકો તરસી રહ્યા છે.
🙏 ભાઈઓ-બહેનો, બે હાથ જોડીને વિનંતી: ઉપરના મુદ્દા ધ્યાનમાં રાખીને જિલ્લા પસંદગી કરો, જેથી કોઈ પણ મિત્ર રોજગારીથી વંચિત ન રહે.
🔥 ચાલો, સૌ સાથે મળીને જરૂરિયાતમંદ મિત્રોની આ દિવાળી રોજગારથી ઉજળી કરીએ. 🔥
🦁 જય હો વિદ્યા સહાયક પરિવારની...
🇮🇳 જય હિન્દ… જય ભારત… 🇮🇳
👉 આ મેસેજને વધુમાં વધુ મિત્રો સુધી પહોંચાડજો. 🙏
@tejasmajithiya5@hardev_vala@YAJadeja@AcharyaJay22_17@JournoJayesh@hdraval93@Janak_Sutariyaa@nidhirpatel6@devanshijoshi71@toralkavi@chetan_pagi@chintanbhogayta@Vivekdoza
નામ. વડી અદાલતમાં દાખલ થયેલ સ્પે.સિ.એ.નં. ૮૧૬૯/૨૦૨૫ અને સંલગ્ન પીટીશનમાં તા.૨૪/૦૭/૨૦૨૫ ના રોજ આપેલ ઓરલ ઓર્ડર અન્વયે જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિર્યામત અભ્યાસથી લાયકાત મેળવેલ ઉમેદવારોને રૂબરૂ સાંભળવા માટે સમિતિની રચના કરવામાં આવેલ હતી. આ સમિતિ દ્વારા તા.૧૩/૦૮/૨૦૨૫ થી તા.૨૩/૦૮/૨૦૨૫ દ૨મ્યાન ઉમેદવારોને રૂબરૂ સુનાવણી અંગેની પ્રક્રિયા પૂર્ણ કરી તેનો વિગતવાર અહેવાલ તા.૧૫/૦૯/૨૦૨૫ના રોજ ગુજરાત રાજ્ય પ્રામિક શિક્ષણ પસંદગી સમિતિને સોંપેલ હતો.
📌ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિએ તા.૧૬/૦૯/૨૦૨૫ ના રોજ સ૨ક્યુલર ઠરાવથી ઉક્ત અહેવાલને ગ્રાહ્ય રાખવાનો નિર્ણય કરેલ છે.
📌ઉક્ત નિર્ણય આધારે #સામાજિક_વિજ્ઞાન વિષયના ઉમેદવારોની સુધારા-વધારા સાથેની નવી ફાઈનલ મેરીટયાદી અને જિલ્લા પસંદગી માટેના કોલલેટર આજ રોજ તા.૧૮/૦૯/૨૦૨૫ સાંજે ૬:૦૦ કલાકે વેબસાઈટ ઉપર પ્રસિધ્ધ ક૨વામાં આવનાર છે. જ્યારે ભાષાઓ (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત) તથા ગણિત વિજ્ઞાન વિષયના ઉમેદવારોની સુધારા-વધારા સાથેની નવી ફાઈનલ મેરીટયાદી અને જિલ્લા પસંદગી માટેના કોલલેટર હવે પછી તબક્કાવાર પ્રસિધ્ધ ક૨વામાં આવનાર છે. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
@kuberdindor@CMOGuj@PMOIndia@InfoGujarat ભરતી કરવાની દાનત ન હોય તો રાજીનામું આપી દેવાય. બાકી ફાંકા ઠોકવામાંથી નવરા પડો એવું લાગતું નહી. બોલતા સારું સારું આવડે છે પણ કામ કયું સારું કર્યું એ કયો એકેય કામ કર્યું નહી આવતી ચૂંટણી માં #ભાજપસરકાર ના @kuberdindor ના કારણે મત તૂટશે એ નક્કી છે. શિક્ષક કભી સાધારણ નહીં હોતા.....
🔥ધોરણ ૬ થી ૮ સૂચના🔥
🛑નામ. વડી અદાલતમાં દાખલ થયેલ સ્પે.સિ.એ.નં. ૮૧૧૯/૨૦૨૫ અને સંલગ્ર પીટીશનમાં તા.૨૪/૦૭/૨૦૨૫ ના રોજ આપેલ ઓરલ ઓર્ડર અન્વયે જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસથી લાયકાત મેળવેલ ઉમેદવારોને રૂબરૂ સાંભળવા માટે સમિતિની રચના ક૨વામાં આવેલ હતી. આ સમિતિ દ્વારા તા.૧૩/૦૮/૨૦૨૫ થી તા.૨૩/૦૮/૨૦૨૫ દ૨મ્યાન ઉમેદવારોને રૂબરૂ સુનાવણી અંગેની પ્રક્રિયા પૂર્ણ થયેલ છે.
📍ઉક્ત સુનાવણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને આનુષાંગિક કાર્યવાહી હાલ પ્રગતિમાં હોઈ તે પ્રક્રિયા પૂર્ણ થયેથી વિદ્યાસહાયક ભરતી (ધોરણ ૬ થી ૮ ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૪ના ઉમેદવારોની મેરીટયાદી પ્રસિધ્ધ કરી જિલ્લા પસંદગીની પ્રક્રિયા સત્વરે હાથ ધરવામાં આવશે. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
📍વધુમાં ઉકત પ્રક્રિયા અંગેની તમામ વિગતો વેબસાઈટ ઉપર મુકવામાં આવનાર હોઈ તમામ ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી નિયમિત રીતે વેબસાઈટ જોવા જણાવવામાં આવે છે.
☝️વિદ્યા સહાયક 6થી8 હાલની પરિસ્થિતિ મુજબ જોવા જઈએ તો 21 ઓગસ્ટ સુધી કેસને લઈને સાંભળવા બોલાવ્યા છે તો ત્યાં સુધી 6થી8 માં નવું કશું આવવાનું નથી તો મહેરબાની કરીને નવા સૂત્રો ઊભા ન કરો અને શાંતિથી વાર તહેવારની ઉજવણી કરજો...
આગળની પ્રોસેસ ચાલુ મહિનાના અંતમાં થઈ શકે છે.✍️🙏🏻👍
મુદ્દો સાચો કે ખોટો ?
પ્રશ્ન સાચો કે ખોટો ?
👆🏻ચાલો જે હોય તે, પણ પોલીસ દરેક વખતે ન્યાયાધીશ કેમ બની જાય છે ?🤔
શું સાચું કે શું ખોટું ?
નક્કી કોણ કરશે !?🤔
તે નક્કી ભરતી બોર્ડ કરશે કે પોલીસની લાઠી ?
📌કેમ દરકે વખતે સંવાદ ના સ્થાને દમનગિરી જ જોવા મળે છે ?🤔
📌મુદ્દો સાચો ખોટો હોય શકે છે પણ આવું વર્તન કેટલું યોગ્ય છે ??🤔
@GujaratPolice
#TAT પાસ ઉમેદવારોનો શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયામાં #બીજો_રાઉન્ડ તાત્કાલિક જાહેર કરવા માગ સાથે ગાંધીનગરમાં દેખાવ
ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ટાટ પાસ ઉમેદવારોએ તેમની પડતર માંગણીઓને લઈને ધરણા પ્રદર્શન કરી રહ્યા છે.
@kuberdindor@Bhupendrapbjp@prafulpbjp@hdraval93
#TET_2 (ધોરણ 6 થી 8)ની અટકેલી ભરતી પ્રક્રિયા 15 દિવસમાં શરૂ થઈ શેક છે.
📌કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.
"સાચો રહી નહીં જાય અને ખોટો લઈ નહીં જાય"
#Gujarat#TET