નવી પેઢીના સ્વસ્થ અને સશક્ત ભવિષ્ય માટે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અંગે માન. રાજ્ય શિક્ષણ મંત્રી શ્રીમતી રીવાબા જાડેજા સાથે માહિતીસભર સંવાદ..
જુઓ આજે રાત્રે 08:00 વાગ્યે
#CMBreakfastScheme#CMBreakfastSchemePAN
શિક્ષણ સાથે પોષણ,
ગુજરાત સરકારની પ્રતિબદ્ધતા..!!
'મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના' અંતર્ગત રાજ્યમાં 40 લાખથી વધુ બાળકોને મળી રહ્યો છે શિક્ષણ સાથે પોષણનો લાભ...
#GoodGovernancePAN#GoodGovernanaceGuj
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં અન્નદાતાઓના આર્થિક ઉત્કર્ષ અને સુખાકારી માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
કિસાન પરિવારોની સુખાકારી માટેની અત્યંત મહત્ત્વની યોજના એટલે- કિસાન સૂર્યોદય યોજના.
જે અંતર્ગત, રાજ્યના 98% ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ ગઈ છે. અને બાકીની કામગીરી પણ ખૂબ ટૂંકા સમયમાં પૂર્ણ થવાની છે.
જેના લીધે, તેમનું કૃષિ ઉત્પાદન વધ્યું છે, અને આર્થિક સદ્ધરતા વધી છે.
#GoodGovernanceGuj
માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં કિસાન સૂર્યોદય યોજના ખેડૂતો માટે બની વરદાનરૂપ...
આ યોજના અંતર્ગત ગુજરાતમાં 19 લાખથી વધુ ખેડૂતો મેળવી રહ્યા છે દિવસે વીજળી...
#GoodGovernanceGuj#GoodGovernancePAN
માનનીય મોદીજીના પ્રયાસોથી ગુજરાત આજે ટુરીઝમ ના વૈશ્વિક નકશે ચમકતું થયું છે. તેમની દૂરંદેશી થકી આપણું કચ્છનું સફેદ રણ વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પોલીસ વિભાગની બે દિવસીય રાજ્યસ્તરીય ક્રાઈમ કોન્ફરન્સનો નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસનો સેતુ વધુ સુદ્રઢ થાય અને પ્રજાને પોલીસ સાથે જોડાવામાં કોઈ તકલીફ ન રહે તેવા સંગીન વાતાવરણન નિર્માણ માટે રાજ્ય પોલીસ દળના વરિષ્ઠ અધિકારીઓને આહવાન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ શાંતિ, સલામતી અને સુરક્ષાના પરિણામે ગુજરાતને મળેલ વિકાસના રોલ મોડલ અને ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ હબની ઓળખ માટેનું શ્રેય રાજ્ય પોલીસની સતર્કતા, ફરજ નિષ્ઠા અને કર્તવ્ય ભાવનાને આપી પોલીસ દળને અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ પોલીસ દળની પ્રજાલક્ષી નીતિઓ, પોલીસિંગ સહિતની વ્યવસ્થાઓનો છેક ગ્રામ્ય સ્તર સુધી સમાન રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવા આહવાન કર્યું હતું. તેમણે આ રાજ્યસ્તરીય ક્રાઈમ કોન્ફરન્સને પ્રજાજનોની સલામતિ અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે નવા વિચાર, ચિંતન, મંથન પૂરું પાડનારું આયોજન ગણાવી AI સહિતની અત્યાધુનિક ટેક્નોલોજીના ઉપયોગ, કોસ્ટલ એરિયાની સિક્યોરિટી, સાયબર ક્રાઈમ તેમજ ડ્રગ્સના દૂષણને અટકાવવાની શ્રેષ્ઠ કામગીરી અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.
અટલ નેતૃત્વ, અવિરત વિકાસ
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'આત્મનિર્ભર ભારત'ના નિર્માણ તરફની યાત્રાનું મુખ્ય ચાલક બળ એટલે આપણા યુવા સ્ટાર્ટ-અપ્સ અને ઇનોવેટર્સ.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની સ્ટાર્ટ-અપને પ્રોત્સાહન આપતી વિવિધ નીતિઓ ઉપરાંત યુવાશક્તિના ‘Ideas to Enterprise’ના ધ્યેયને નવીન દિશા આપવાનું ઉત્તમ માધ્યમ બન્યું છે i-Hub.
આવો, આજના 'સ્ટાર્ટ-અપ સંવાદ' પોડકાસ્ટમાં રાજ્યમાં સ્ટાર્ટ-અપ ક્ષેત્રે થયેલ અભૂતપૂર્વ પ્રગતિ તેમજ યુવાઓની સ્ટાર્ટ-અપ સફર વિશેની પ્રેરક જાણકારી મેળવીએ.
#GoodGovernanceGuj
અથાક પરિશ્રમથી જગતની ભૂખ ભાંગનાર ધરતીપુત્રોને રાષ્ટ્રીય કિસાન દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
જેમના સ્મરણમાં આ દિવસની ઉજવણી થાય છે એ અગ્રણી કિસાન નેતા, પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહજીને તેમની જન્મજયંતીએ સાદર નમન.
આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના દિશાદર્શનમાં આધુનિક ટેકનોલોજી અને કિસાન કલ્યાણની વિવિધ યોજનાઓ થકી ખેડૂતોનું જીવનધોરણ ઊંચું આવ્યું છે. વિકસિત ભારતના નિર્માણમાં અન્નદાતાઓ સૌથી મહત્ત્વનો આધારસ્તંભ બનશે.
સુશાસનથી આકાશ આંબતી ડ્રોન દીદી...
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ડ્રોન દીદીના રૂપમાં નારી શક્તિની નવી ઓળખ; ટેકનોલોજીના ઉપયોગથી ખેતી અને મહિલાઓ બની રહી છે આધુનિક...
#GoodgovernanceGuj#GoodgovernancePAN@CollectorGodhra