તા.૨૪/૦૬/૨૦૨૬ના રોજ માન.નિયામકશ્રી દ્વારા મનરેગા યોજના અંતર્ગત ઈચ્છાપોર ગામ ખાતે તળાવ ઊંડું કરવાની કામગીરીની મુલાકાત લીધી. મુલાકાત દરમ્યાન તાલુકા સ્ટાફ તેમજ શ્રમિકો સાથે ચર્ચા કરી અને કાર્યને વધુ અસરકારક તથા ગુણવત્તાસભર રીતે પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
તા. 23/6/2026ના રોજ મનરેગા યોજના હેઠળ જિલ્લા ટીમ દ્વારા જલાલપોર તાલુકાના મોજે. ભીનાર અને દેલવાડા ગામે મનરેગા યોજના હેઠળ ચાલુ કામોની સ્થળ મુલાકાત કરી કામની ગુણવત્તા, પ્રગતિ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
તા.૨૩/૦૬/૨૦૨૬ના રોજ માન.નિયામકશ્રી દ્વારા મનરેગા યોજના અંતર્ગત રહેજ ગામ ખાતે તળાવ ઊંડું કરવાની કામગીરીની મુલાકાત લીધી. મુલાકા�� દરમ્યાન તાલુકા સ્ટાફ તેમજ શ્રમિકો સાથે ચર્ચા કરી અને કાર્યને વધુ અસરકારક તથા ગુણવત્તાસભર રીતે પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે નવસારી જિલ્લાના કુલ - ૭૮ અમૃત સરોવરો ખાતે તાલુકા સ્ટાફ, ગ્રામ પંચાયતના પ્રતિનિધ��ઓ અને ગ્રામજનો દ્વારા યોગાભ્યાસ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.
#internationalyogaday
તા. ૨૦/૬/૨૬ના રોજ મનરેગા અને PMAY-G કન્વર્જન્સ હેઠળ જિલ્લા ટીમ દ્વારા ગણદેવી તાલુકાના મોજે.અભેટા અને પાટી ગામમાં PMAY-G આવાસના લાભાર્થીઓની સ્થળ મુલાકાત કરી આવના બાંધકામની ગુણવત્તા, પ્રગતિ તથા મસ્ટર ઇસ્યૂ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
તા. ૨૦/૬/૨૦૨૬ના રોજ માન. નિયામકશ્રીના અધ્યક્ષ સ્થાને મનરેગા યોજના હેઠળ માનવદિનની કામગીરી સબબ તાલુકાના ફિલ્ડ કક્ષાના સ્ટાફની VCથી સમીક્ષા કરી જેમાં જિલ્લાના પર્ફોમન્સ કરતા ઓછી કામગીરીવાળા કુલ - ૩૭ GRSને માનવદિનની કામગીરીમાં જરૂરી પ્રગતિ કરવા સૂચનાઓ આપવામાં આવી.
તા. -18/06/2026 ના રોજ ખેરગામ તાલુકાના આછવણી ગામે મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને માન મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગામના જાહેર સ્થળ પર સફાઈ કરવામાં આવી હતી સાથે સફાઈ કર્મચારીઓનું સન્માન કરી સ્વચ્છતાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
#SwachhtaHiSeva