@BHOIBHAVESHBHA1@Rivaba4BJP@Bhupendrapbjp@sanghaviharsh@hdraval93 માનનીય સાહેબશ્રી તમે ૧ થી ૫ વાળા ઉમેદવારો ને ખુશ કર્યા તો અમને ૬ થી ૮ વાળાને પણ ખુશ કરોને.અમે ૬ થી ૮ વાળા અળખામણા છીએ.ચાલુ ભરતીમાં જગ્યાઓનો વધારો કરો કે જેથી કરીને જે રહી ગયેલા ઉમેદવારોને રોજગારી મળે.નવી ભરતી બહાર પાડશો તો ઉચ્ચ મેરીટ ધરાવનાર જ રિપીટ થશે વતનનો મોહ ધરાવનાર.
ઐતિહાસિક અને મેગા ભરતી વર્ષો બાદ આવી છે ત્યારે વય મર્યાદા વટાવી ચૂકેલા ઉમેદવારો માટે @Rivaba4BJP જી છૂટછાટ આપજો. ભૂતકાળની છેલ્લી ભરતીમાં ઉમેદવારો જ પ્રાપ્ત થયા નહોતા. @Bhupendrapbjp દાદા ૨૪ દિવસના કારણે હુ શિક્ષક ન બની શકું તો આ આઘાત સહન થાય એમ નથી.
@sanghaviharsh@hdraval93
@BHOIBHAVESHBHA1@Bhupendrapbjp@Rivaba4BJP@sanghaviharsh@CMOGuj@drpradyumanvaja@hdraval93 માનનીય મુખ્યમંત્રી સાહેબ તેમજ માનનીય શિક્ષણમંત્રી સાહેબ/શ્રીમતી રીવાબા મેડમ તમે ૧ થી ૫ માં ૧૧,૦૦૦ ભરતી બહાર પાડી છે જેથી કરીને ૧ થી ૫ વાળા હર્ષ અનુભવે છે.પરંતુ જે ઉમ્મર વટાવી ગયા છે તે ઉમેદવારો દુ:ખી છે.કોરોનાજેવી મહામારીનાલીધે વચ્ચે પરીક્ષા પણ ના લેવાય તો એમની વેદના સમજો.
@tejasmajithiya5 માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રી તેમજ માનનીય શિક્ષણમંત્રી સાહેબશ્રી/શ્રીમતી રીવાબા મેડમ ૧ થી ૫વાળાની તમે વેદનાઓને તમે વાચા આપી તો અમને ૬ થી ૮વાળાને કેમ અન્યાય કર્યો છે.ગણા ઉમેદવારો ૬ થી ૮ માં રહી ગયા છે તો અમારી વેદનાઓને સમજી ચાલુ ભરતીમાં જગ્યાઓનો વધારો કરો તો ઉમેદવારોને રોજગારી મળે
📢 #TET_1 પાસ ઉમેદવારો માટે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર!📢
📌ટેટ 1 માટે ઐતિહાસિક 10,000+ ભરતી આવી રહી છે.
📌ગુજરાતી માધ્યમમાં TET-1 પાસ ઉમેદવારો માટે ૧૦,૦૦૦+ નવી જગ્યાઓ પર ભરતીની ગતિવિધિ તેજ થઈ ગઈ છે. ટૂંક સમયમાં જ સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.
📌જે મિત્રો લાંબા સમયથી ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે ખુશીના સમાચાર આવી રહ્યા છે.
📌#એપ્રિલ મહિનો ફળદાયી નીવડશે..
@BHOIBHAVESHBHA1@hdraval93@tejasmajithiya5@YAJadeja@dave_janak માનનીય મુખ્યમંત્રીશ્રી સાહેબશ્રી તેમજ માનનીય શિક્ષણમંત્રી સાહેબશ્રી/માનનીય શ્રીમતી રીવાબા મેડમ બેરોજગાર યુવાનો અને યુવતીઓની વેદનાઓને અને લાગણીઓને વાચા આપી ચાલુ ભરતીમાં જગ્યાઓનો ઉમેરો કરો કે જેથી તેમને રોજગારી મળે.આટલી અઘરી પરીક્ષા પાસ કરીને પણ ઉમેદવારો નોકરીથી વંચિત રહે છે.
"કિંમત એની નથી હોતી જે જીત્યા પછી હાર પહેરે છે,
કિંમત તો એની છે જે બીજાની જીત માટે રણમેદાનમાં જીવ રેડે છે!"
👤#મયુર_ચુડાસમા : શિક્ષક ભરતીના સંગ્રામનો એક 'નિઃસ્વાર્થ' સારથિ✊🏻
ગુજરાતની શિક્ષક ભરતીના ઇતિહાસમાં જ્યારે પણ સંઘર્ષની વાત આવશે, ત્યારે એક નામ સુવર્ણ અક્ષરે લખાશે "મયુર ચુડાસમા".
(વર્તમાન શિક્ષક ભરતીમાં લાગી ગયેલ શિક્ષકો કદાચ હવે આને ઓળખતા પણ નહીં હોય તે કડવી વાસ્તવિકતા છે.)
આ એક એવા યોદ્ધા છે જેણે ક્યારેય પોતાના માટે મેદાન નથી માર્યું, પણ હજારો પરિવારોમાં રોજગારીનો દીવો પ્રગટે એ માટે પોતાની જાતને સંઘર્ષના અગ્નિમાં હોમી દીધી છે.
આ લડાઈ કોઈ નોકરી માટે નહોતી.
આ લડાઈ કોઈ પદ, પ્રતિષ્ઠા કે નેતાગીરી માટે પણ નહોતી.
આ લડાઈ હતી ન્યાય માટે, પારદર્શક શિક્ષક ભરતી માટે, અને આવતી પેઢીના અધિકાર માટે.
મયુર ચુડાસમા એ વ્યક્તિ છે, જેને પૂરેપૂરી ખબર હતી કે,
જો શિક્ષક ભરતી સાચી રીતે થશે,
જો પ્રક્રિયા સંપૂર્ણ ન્યાયસંગત રહેશે,
તો જ સાચા અને હકદાર વ્યક્તિને નોકરી મળશે,
પોતાને નોકરી મળવાની કોઈ લાલસા નહીં.
સ્વાર્થ નહીં, પણ સમર્પણની પરાકાષ્ઠા
દુનિયામાં ઘણા લોકો લડાઈ લડે છે, પણ મોટાભાગની લડાઈઓ પાછળ 'સ્વ' રહેલો હોય છે. કોઈને નેતા બનવું હોય છે, કોઈને પોતાનો ચહેરો ચમકાવવો હોય છે, તો કોઈને માત્ર પોતાની નોકરી મેળવવી હોય છે. પરંતુ મયુરભાઈનો કિસ્સો સાવ અલગ છે. તેઓ એ સત્યથી વાકેફ હતા કે ગમે એવડી શિક્ષક ભરતી આવે તો પણ તેમને વ્યક્તિગત રીતે કોઈ સીધો ફાયદો નથી મળવાનો. તેમ છતાં, તેમણે આ લડાઈને પોતાની બનાવી લીધી અને બેખોફ રીતે પરિણામ કે કેસની પરવાહ કર્યા વગર લડાઈ લડ્યા, આને જ ખરા અર્થમાં 'પરમાર્થ' કહેવાય.
આંદોલનના મેદાનમાં ઊભા રહેવું સહેલું નથી,
ખાસ કરીને ત્યારે, જ્યારે સામે તંત્ર ઊભું હોય.
ગાંધીનગરના રસ્તાઓ સાક્ષી છે કે મયુર ચુડાસમાએ કેટલી વખત પોલીસના ડંડા ખાધા છે. જ્યારે તંત્રના અધિકારીઓ ગેરવર્તન કરતા, જ્યારે પોલીસ અટકાયત કરતી અને જ્યારે જેલની કોટડીઓ ડરાવવાનો પ્રયત્ન કરતી, ત્યારે આ વ્યક્તિ પર્વતની જેમ અને લોખંડી મનોબળ સાથે તંત્રના અત્યાચાર સામે અડીખમ રહ્યો.
ત્યાં ઘણા 'મોસમી નેતાઓ' પબ્લિસિટી માટે આવતા. જ્યારે પોલીસના દંડા ચાલતા ત્યારે મહિલાઓના પલ્લુ પાછળ સંતાઈ જનારા પણ આ ભરતી એ જોયા છે. પણ એ ભીડમાં મયુર ચુડાસમા અને એના જેવા અન્ય બીજા બાહોશ યોદ્ધાઓ, શરીરે ભલે દુબળા હોય પણ, કાળજું વાઘ અને સિંહ જેવું રાખતા.. જે છાતી ઠોકીને આગળ ઉભા રહ્યા. તેમણે માત્ર શારીરિક પીડા જ નથી સહન કરી, પણ આર્થિક અને માનસિક સંઘર્ષ પણ વેઠ્યો છે.
(મયુર ચુડાસમા આજે પણ ખાનગી નોકરી જ કરે છે.)
મયુર ચુડાસમા એ વાતનું જીવંત ઉદાહરણ છે કે ક્રાંતિ લાવવા માટે પદ કે હોદ્દાની જરૂર નથી હોતી, માત્ર એક સાફ નિયત અને મજબૂત #કાળજું જોઈએ. પોતાનો ખર્ચ, પોતાનો સમય અને પોતાની શક્તિ બધું જ તેમણે ગુજરાતના ભાવિ શિક્ષકો માટે અર્પણ કરી દીધું.
સમાજની જવાબદારી :
જેને પોતે કશું મળવાનું નથી,છતાં પણ જે બધાને મળવા માટે લડે એ નેતા નથી, એ યોદ્ધા છે. ઈતિહાસ એવા લોકોને તરત ઓળખતો નથી, મયુર ચુડાસમા જેવા બાહોશ યોદ્ધાઓ ઈતિહાસમાં બહુ ઓછા મળે છે. તેઓ એ પ્રેરણા છે જે શીખવે છે કે જ્યારે બધા મૌન હોય, ત્યારે અન્યાય સામે અવાજ ઉઠાવવો એ જ સૌથી મોટો ધર્મ છે. ગુજરાતના હજારો શિક્ષકો જે આજે નોકરી કરી રહ્યા છે કે જેઓ આવતીકાલે પણ જોડાશે, એ દરેકના પગારમાં અને ગૌરવમાં મયુર ચુડાસમાના સંઘર્ષનું એક ટીપું તો એક ટીપું રેડાયેલું છે.
જ્યારે ઘણા લોકો “મને શું મળે?” એ હિસાબમાં વ્યસ્ત હતા,
ત્યારે મયુરે એક જ સવાલ કર્યો
“ગુજરાતના બેરોજગાર યુવાનોને શું મળે?”
🙏🏻મયુરભાઈ, તમારી આ નિઃસ્વાર્થ લડતને દરેક સમાજ અને ગુજરાતનો યુવા વર્ગ આદરપૂર્વક વંદન કરે છે.સલામ છે તારી વીરતાને, સલામ છે તમારા નિઃસ્વાર્થ પ્રેમને!🙏🏻
"વીર એ નથી જે પોતાના માટે લડે છે, વીર તો એ છે જે અન્યના આંસુ લૂછવા માટે આખી સલ્તનત સામે અડીખમ ઉભો રહી જાય." @_Mayur_Chudasma
✍🏻 યુવરાજસિંહ જાડેજા
#MayurChudasama
#નિસ્વાર્થ_યોદ્ધા #સાચો_સંઘર્ષ #સિદ્ધાંતની_લડાઈ
મહાન ક્રાંતિકારી સરદાર ઉધમસિંહજીની જન્મજયંતીએ તેમને સાદર વંદન.
જલિયાંવાલા બાગના નરસંહારના અન્યાય સામે લડવાનો તેમનો મક્કમ નિર્ધાર અને દાયકાઓ સુધીની તેમની ધીરજ એ ભારતીય ક્રાંતિના ઈતિહાસનું બેજોડ પ્રકરણ છે.
દેશની આઝાદી અને ગૌરવ માટે તેમણે આપેલ આહુતિ દરેક ભારતીયના હૃદયમાં રાષ્ટ્રભક્તિ અને સાહસની જ્યોત પ્રજ્વલિત કરતી રહેશે.
@tejasmajithiya5 ભાઈ પરીક્ષા આપીને થાકી જવાય છે.પાસ કરીને પણ થોડા માટે રહી જતા હોય છે તો ચાલુ ભરતીમાં જગ્યાઓનો વધારો થાય તો દરેક ટેટ -ટાટ પાસવાળા ઉમેદવારોનું ભાવિ ઉજ્જવળ થાય. શું ઉમેદવારોનું જીવન પરીક્ષા આપવા માટે જ હોય છે ? બીજું એમના જીવનમાં હોતું જ નથી.
💫મળતી માહિતી મુજબ વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક ભરતી 2024/25 માં બાકી રહેતી સ્પેશિયલ #કચ્છ ભરતી અંતર્ગત ગણિત વિજ્ઞાનની પ્રકિયા અને #વેઇટિંગ માટે #જાન્યુઆરી_2026 નું પ્રથમ સપ્તાહ શુભ રહે તેવી શુભકામનાઓ તેમજ નવી #TAT પરીક્ષાની તૈયારી કરતા મિત્રોએ મહેનત ચાલુ કરી દેવી જોઈએ અને રીડિંગ ચાલુ હોય તો શકય બને એટલી વખત વધુને વધુ રિવિઝન વધારી દેવું જોઈએ એવું અંગત માનવું છે..💐💐
અટલ નેતૃત્વ, અવિરત વિકાસ
સર્વે સન્તુ નિરામયા: ના મંત્ર સાથે નાગરિકોની સ્વાસ્થ્ય સુરક્ષાનો સંકલ્પ એ જ સાચું સુશાસન.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા મળતી ₹5 લાખ સુધીની વિનામૂલ્યે તબીબી સારવારમાં રાજ્ય સરકાર દ્વારા વધારો કરીને આયુષ્યમાન કાર્ડ ધારકો માટે ₹10 લાખ સુધીની નિ:શુલ્ક આરોગ્ય સારવાર.
#GoodGovernanceGuj
આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબની વિકાસ યાત્રાને અડગતાથી આગળ ધપાવનાર આદરણીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબની આગેવાની હેઠળની સરકારે સફળતાપૂર્વક ત્રણ વર્ષ પૂર્ણ કર્યાં છે, તે બાબતે હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું.(1/2)