આજ રોજ શાળા પ્રવેશોત્સવનો પહેલો દિવસ હતો. આ દરમિયાન મારા મતવિસ્તારની દાભવણ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ કરાવ્યો સાથે બાલ વાટિકા અને આંગણવાડીઓમાં અને સરકારી શાળાઓની મુલાકાત લીધી.
સરકાર શાળા પ્રવેશોત્સવ કરાવશે, વિશ્વગુરુ બનવાની વાતો કરશે, પરંતુ સવાલ એ થાય છે કે, નર્મદા જિલ્લામાં 100 જેટલી શાળાઓ ફક્ત એક શિક્ષકથી ચાલે છે, 100 જેટલી શાળા ઓમાં વિદ્યાર્થીઓને બેસવા માટે ક્લાસરૂમ નથી, આજે ગુજરાતમાં 1,600 જેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે, આ એક શિક્ષક તમામ વર્ગના બાળકોને ભણાવે છે અને સાથે સાથે તમામ સરકારી કામો પણ કરે છે. સમગ્ર ગુજરાતમાં 1456 જેટલી શાળાઓમાં બાળકોને બેસવા માટે ઓરડાઓ નથી. કેટલી જગ્યાએ બાળકો ભાડાના મકાનમાં ભણે છે, ઓટલા પર બેસીને ભણે છે, કે ક્યાંક ઝાડ નીચે બેસીને ભણે છે, તો ક્યાંક ગ્રામ પંચાયતમાં બેસીને ભણે છે કે પછી કોઈ સરકારી આવાસમાં બેસીને ભણે છે. ગુજરાત સરકારે આ ગુજરાતની વરવી વાસ્તવિકતા સ્વીકારવી પડશે.
30 વર્ષના શાસન બાદ આપણે જો વિશ્વ ગુરુ બનવાની વાત કરતા હોય અને શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરવાની વાત કરતા હોય તો હાલ જે ગુજરાતની વરવી વાસ્તવિકતા છે, તેને પણ ગુજરાત સરકારે સ્વીકારવી પડશે. સરકાર એક બાજુ ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપી રહી છે અને સરકારી શાળાઓ બંધ કરી રહી છે. છેલ્લા કેટલાક સમયમાં જ સરકારે 525 સરકારી શાળાઓ બંધ કરી દીધી. હવે સરકારે નવા આપેલા આંકડાઓ અનુસાર વિદ્યાર્થીઓ નહિવત હોવાને કારણે સરકાર 5912 શાળાઓ બંધ કરવા જઈ રહી છે. 2015માં એમણે ગૃહમાં આંકડો આપ્યો હતો કે ખાનગી શાળાઓ 12,502 હતી જે વધીને 2024-25 માં 13490 થઈ છે. જેની સામે સરકારી શાળાઓ 35,122 હતી જે ઘટીને 34,497 થઈ છે. આ આંકડા દર્શાવે છે કે સરકાર ને #ખાનગીકરણ માં વધારે રસ છે.
બીજી બાજુ ગરીબ, આદિવાસી અને સરહદી વિસ્તારમાં રહેતા બાળકો સારી શાળાઓમાં ભણી શકે તેવી કોઈ વ્યવસ્થા નથી. શાળાઓમાં યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાના કારણે દેશના ભવિષ્ય સમાન આ બાળકોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. અમે સરકારને વિનંતી કરી રહ્યા છે કે #ટેટ_ટાટ પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરવામાં આવે. આટલું મોટું બજેટ હોવા છતાં પણ ગુજરાત સરકાર શિક્ષકોની ભરતી નથી કરી રહી, નથી જ્ઞાન સહાયકોની ભરતી થતી કે નથી શાળાઓના ઓરડા બની રહ્યા. #શાળા_પ્રવેશોત્સવ ના કાર્યક્રમો તો થશે પરંતુ સરકારે શિક્ષકોની ઘટ છે તેને પૂરી કરવી જોઈએ અને સાથે સાથે ઓરડાની જે અછત છે તેને પણ પૂરી કરવી જોઈએ આંગણવાડીઓના મકાનો નથી તે મકાનો પણ સરકારી તાત્કાલિક ધોરણે બનાવવા જોઈએ એવી અમારી સરકાર સમક્ષ માંગણી છે.
@BJP4Gujarat@Bhupendrapbjp@kuberdindor@YAJadeja@AAPGujarat@EduMinOfIndia
#કાયમી_શિક્ષકની_ભરતી_કરો #જ્ઞાન_સહાયક #કાયમી_ભરતી_કરો
#गुजरात_मांगे_स्थाई_शिक्षक
#we_want_permanent_teachers
આજે કોમન ઉમેદવારો સીટો લઈને વાતો કરતા હતા કે 6થી8 ફરીથી જિલ્લો પસંદ કરીશ અને લાસ્ટમાં વિચારીશ કે કઈ જગ્યાએ જઈશ!?... આપ બંને પરીક્ષા આપની મહેનતથી પાસ કરી છે સારી વાત છે જેમને હું સલામી આપું છું પણ આપ કોઈ એક જગ્યાએ જ સીટ લેશો તો કોઈ એક ગરીબ માં બાપના દીકરા/દીકરી ને રોજગારી મળશે.😭🙏
ખૂબ જ સંઘર્ષ પછી આટલી ભરતી આવી છે તો ભરતીની ઈજ્જત અને કદર હોવી જોઈએ....આપ સૌ મિત્રોને મસ્તક નમાવીને અરજ કરું છું કે કોમન ઉમેદવાર સીટ ન બગાડશો.... આપનું આ સીટ ન બગાડવાનું ઋણ અમે આજીવન નહીં ભૂલીએ....plz સપોર્ટ આપો.🥹🥺🙏
કુદરત,સરકાર અને વિભાગે તો આટલી મોટી ભરતી આપી દીધી હવે આપ કોમન ઉમેદવાર જ અમારા સૌ કોઈના તારણહાર હોય....આપ જ અમારા દાતા છો.... સીટ ન બગાડી કોઈના ઘરે જ્યોત પ્રજ્વલિત કરો.🙌🙌
કોઈને બે ઓર્ડર હાથમાં રાખી સ્ટેટ્સ મૂકવાના ચક્કરમાં ગરીબ ઘરના દીકરાને રડતા અમે જોયા છે ભરતી બોર્ડની બહાર.....આપ સાથ આપો બસ કોઈપણ હાલે સીટ રિપિટ ન કરો.... આપને એક મા સમાન સ્તર એવા માસ્તરની ઉપાધિ આપી અરજ કરું છે કે સીટ ન બગાડતા...*🙏
#અનુભવની_કલમે✍️
સમજાય તેને વંદન બાકીના ને અભિનંદન
મેસેજને સાથી મિત્રો સુધી શેર કરજો.🙏
🛑આજે બધાએ શિક્ષણ સહાયક ભરતી પ્રેસનોટ મુજબ એપ્રિલના અંત સુધીમાં ૯થી૧૨ ભરતી પૂર્ણ કરવાની વિભાગે વાત કરી હતી એમને લઈને બધાએ એક video કોમન લખાણ મોકલીએ એની સાથે ટ્વિટ કરવાનું છે✍️🙌
૯થી૧૨ ની ક્રમિક રીતે જલ્દીથી પૂર્ણ કરી દે તો વિદ્યા સહાયક ભરતીમાં ઉપરના કોઈ ઉમેદવાર રીપીટ ન થાય માટે
જેમ આપ શ્રી @kuberdindor સાહેબે કહ્યું કે દાદા શ્રી @Bhupendrapbjp નો આદેશ છે કે સંપૂર્ણ મહેકમ ભરવું તો ધોરણ 1 થી 5 માં 31/5/2025ની સ્થિતિએ 21354 જગ્યાઓ ખાલી છે તો વિધ્યાસહાયક ના ઉમેદવારોએ શું ગુનો કર્યો છે તેમને પણ ન્યાય આપી ચાલુ ભરતીમાં જગ્યા વધારો આપો સાહેબ
આ ત્રણ ચેહરા ને કોણ ઓળખે છે ?🤔🤔
છે આ #પડતર_ચહેરા, પણ છે #પાયાના_પથ્થર
👇કદાચ આ ચેહરા બહુ સામાન્ય હસે, સામાન્ય રીતે બહુ ઓળખતું પણ નહીં હોઈ. પરંતુ વર્તમાન માં જે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક ની જે (કાયમી શિક્ષક) ભરતી આવી છે ને એમાં સંઘર્ષના #પાયાના_પથ્થર આ ત્રણ છે.
#પરોપકાર માટે બહુ જૂજ લોકો જ કામ કરે, બાકી સ્વાર્થ માટે તો પૂરી દુનિયા કામ કરતી હોઈ છે. પરમાર્થ અને ભલમનસાઇ નાં જે પાયાના પથ્થર છે તેટલા માટે આજે આ ત્રણેય ને યાદ કરવા જરૂરી છે.
(૧) #નેહા
(૨) #સૂરજ
(૩) #દિલીપ
☝️ધારત તો પોતાની "#અન્ય_માધ્યમ_ની_ભરતી" માટે લડી ને પોતાની જાહેરાત લાવી શકે તેટલા સક્ષમ હતા, પરંતુ એને બધાનું વિચારી #નિસ્વાર્થ ભાવે લડત શરૂ કરી, સૌપ્રથમ તો દરેક ને #જગાડવાનું કામ કર્યું, લોકોને #જાગૃત કર્યા મોટી ભરતી આવશે નહિ લાવવી પડશે. કોઈ ઘરે બેસીને નોકરી આપી નહિ જાય લડવું પડશે. #રેલી, યાત્રા, ધરણાં, પ્રદર્શન,ટ્વીટર અભિયાન, પત્ર વ્યવહાર, સામજીક-રાજકીય-ધાર્મિક તમામ આગેવાનો ને પણ લડત માં જોડ્યા, લડત મુજબૂત બનાવવાના અવનવા પ્રયોગો કર્યા, ક્યારેક નિષ્ફળ તો ક્યારેક એક એક સ્ટેપ લડત માં આગળ વધ્યા....💪
આમ કરીને લડત માં પ્રાણ પૂર્યા...🤗
📌ખાસ કરીને મારી મુલાકાત તો લગભગ આજથી 1.5 વર્ષ પહેલાં થઈ, જ્યારે ઉમેદવારો નાસીપાસ થઈને લડાઈ છોડી રહ્યા હતા, ગાંધીનગર માં આવીને આ બન્ને ઉમેદવારે(સૂરજ અને દિલીપ) ભરતી ની ઊંડાણ થી વાત કરી ઉમેદવારો ને જગાડવા અને સરકારને જંજોડવા શું કરી શકાય ? કેમ વધારે ને વધારે ભરતી લાવી શકાય ? સરકાર ને મજબૂર કરવા શું કરવું પડે ? આવી બધી ચર્ચાઓ થઈ અને પછી પ્લાનિંગ ઘડી તે દિવસ થી આજ દિન સુધી #સતત_સંઘર્ષ કર્યો.... 🥲પોલીસ ની અગણિત #અટકાયત, પોલીસ ની ગાળો, અધિકારીઓ - મંત્રીઓ નો ધુત્કાર, પારિવારિક પ્રશ્નો, વ્યક્તિગત મુશ્કેલીઓ........ તમામ નો સામનો કરી સતત ગાંધીનગર અને તમામ રચનાત્મક કાર્યક્રમ માં સક્રિય ભૂમિકા ભજાવી.🤯
📌આ જે ભરતી જાહેર થઈ છે તેના માટે દિવસ રાત મહેનત કરી છે, મને આજે હજી એ દિવસ યાદ છે કે આ ઉમેદવારો ગાંધીનગર સચિવાલય રજૂઆત કરવા જતાં હતાં અને પોલીસે અટકાયતી પગલાં લીધા ત્યાં પોલીસ સાથે ઘર્ષણ થયું ને એક નો હાથ(#સૂરજ) અને એકનો પગ અને હાથ(#દિલીપ) ભાંગ્યો. નિર્દય કોઈ હોસ્પિટલ સુધ્ધા ન લઈ ગયું, બન્ને ભાઈઓ ને તો એક મહિના જેટલો ફરજિયાત #બેડ_રેસ્ટ આવ્યો. ખબર કાઢવા તો 10 15 મિત્રો જ હતા, બાકી કોઈ ચક્કલું પણ ફરકતું નહીં, #નેહા_રાજપુત વીરાંગના ની જેમ ભરતી માટે લડતી, પોતાની તાર્કિક વાતો થી બધાને મંત્રમુગ્ધ કરી દેતી અને વિચારતા કરી દેતી, ને શિક્ષક દિવસ નાં દિવસે રોડ ઉપર ધસડવામાં આવી, અમાનવીય વર્તન થયું, એક મહિલા હોવાને કારણે બીજા ઘણા પ્રશ્નો ઉભા થતા હોય છે એટલે આજથી 6 મહિના પહેલા નેહા એ જાહેર માધ્યમો સામે આવવાનું ટાળ્યું પરંતુ પળદા પાછળ તો ખૂબ મદદ કરી. આ બન્ને ભાઈઓ તો અવિરત સતત પોતાની લડત ગ્રાઉન્ડ ઉપર શરૂ રાખી VSK હોઈ કે શિક્ષણ વિભાગ કે શિક્ષણમંત્રી ની કેબિન, એક અઠવાડિયું એવું નહિ હોઈ કે ત્યાં મુલાકાત લઈને ઉઘરાણી નહીં કરી હોઈ..🤗
☝️એવું બિલકુલ પણ નાં સમજતા કે ફક્ત આ જ બે કે ત્રણ લોકો લડ્યા અને તેને કારણે આ ભરતી આવી છે. #અસંખ્ય નામી અનામી લોકોનો સંઘર્ષ છે. "આ ફક્ત #પાયાના_પથ્થર છે" એટલે એમને અને એમના જેવા તમામ લોકોને યાદ કરવા જરૂરી છે. બાકી યોગદાન તો બધાનું જ છે, આ કોઈ ફક્ત બે કે ત્રણ ની લડત હતી પણ નહિ, એટલે આભાર તો કોઈ એક દિવસ સંઘર્ષ માં આપ્યો હોઈ એમનો પણ અને એક મિનિટ આપી એમનો પણ.
📌🤗આ તત્રણેય ને આજે એટલે માટે યાદ કર્યા કે... ઈમારત બની ગયા પછી જે પાયા માં જે ધરબાઈ જાય છે ને એને કોઈ યાદ નથી કરતું, એટલે પાયાના પથ્થર ને યાદ કરવા જરૂરી લાગ્યા, એવું પણ નથી કે ફક્ત આ ત્રણ જ છે, આનાથી વધારે પણ લોકો પાયાના પથ્થર હસે ! હું શાયદ ઓળખતો પણ નહીં હોવ.
🚩ઝંડો લઈને નીકળવું સેહલું નથી....અગણિત પડકારો અને વિઘ્ન સંતોષી ની ગાળો અને ઘણું સામનો કરવાનું હોઈ છે. ટ્વીટર કે યુ ટ્યુબ માં આવીને તો #બુદ્ધીબુઠ્ઠા ટ્રોલરિયા ગમે એમ આવીને લખી દે છે, આવા લોકો ફક્ત સ્વાર્થી હોઈ છે ક્યારેય કોઈનું પરહિત જોતા નથી.આવા લોકોને પણ સામનો કરીને લડવાનું હોઈ છે,પહેલા લડવાનું તો હંમેશા પોતાની સામે જ થાય છે.
🤗દરેક #ભાવિ_શિક્ષકોને કહેવાનું જો 24700 ની સંપૂર્ણ ભરતી ઇચ્છતા હોવ તો અને એક પણ સીટ નો કોળિયો સરકાર નાં કરે તેવી ઈચ્છા રાખતા હોય તો એના માટે #ક્રમિક_ભરતી નો આગ્રહ રાખજો. બાકી સ્વાર્થ માં વિચાર્યું "આપણું કામ થવું જોઈએ, બીજા નું જે થવું હોય તે થાય, તો યાદ રાખજો થઈ રહ્યું....
#ડરો_મત_લડો સૂત્ર ને સાકાર કરનાર...આ ત્રણેય ત્રિપુટી અને એના જેવા તમામ નામી અનામી #પાયાનાં_પથ્થર" મિત્રો ને અભિનંદન.🥰🤗
@indiasoni9@RajputD47372
શુભ સવાર
આજે સવારે સપનું આવ્યું કે નરેન્દ્ર મોદી સાહેબે #ફિક્સ_પે અને #આઉસોર્સિંગ વાળા માટે એમના હિત માં નિર્ણય કર્યો
#fixpay દૂર કરવામાં આવ્યો અને #આઉસોર્સિંગ માં પોસ્ટ સમકક્ષ પગાર આપવામાં આવ્યો #જ્ઞાન_સહાયક રદ કરી રેગ્યુલર ભરતી કરવાનું કહ્યું વધુમાં #OPS માં નિર્ણય કરતા હતા ને હું જાગી ગયો
શું લાગે સાહેબ આ બધું કરશે
🙏🏻નમસ્કાર આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ🙏🏻
💐ગુજરાતમાં આપનું ભાવભર્યું સ્વાગત છે 💐
અમારા જેવા સામાન્ય નાગરિકોને તો તમારા સુધી પોહ્ચવા જ નહીં દેતા પરંતુ આ #પત્ર રૂપી વર્તમાન ગુજરાતની સાચી તસવીર, વેદના અને દર્પણ તમારા સુધી પોહ્ચે એવી અપેક્ષા રાખું છું.🙏🏻
✍🏻લી. યુવરાજસિંહ જાડેજા (યુયુત્સુ)
@narendramodi@PMOIndia
આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતમાં આપનું ભાવભર્યું સ્વાગત છે,💐 આપ ગુજરાતમાં છો તો એકવાર સરકારી કચેરીમાં પાયા રૂપ કાર્ય કરતા #કર્મયોગી ની વ્યથા પણ સાંભળો તેવી અપેક્ષા.
આપ ગુજરાતમાં છો તો #ફિકસ_પગાર ની નીતિ દૂર કરવાનો આદેશ કરજો.જેથી ફિકસ પે કર્મચારીઓની દિવાળી સુધરી શકે.
છેલ્લા 12 વર્ષ થી ફિક્સ પે નો કેસ પેન્ડિંગ છે ત્યારે આપના આદેશ થી સરકાર શ્રી એફિડેવિટ રજૂ કરી આ નીતિ દૂર કરી શકે છે.
📌 વર્ષ ૧૯૯૮થી આજ સુધી જે ફિક્સ- પેમાં નિયુક્ત થયા તેઓ હાલમાં જે પગાર લઈ રહ્યા છે, તેમાં બેઝિક પગાર પછીના પાંચમાં ક્રમે આવતો બેઝિક મુજબ પગારની બાંધણી થાય. જેથી આગામી ૧૦ વર્ષ સુધી સરકાર #એરિયર્સની રકમ ભરપાઈ કરી શકશે
☝🏻📌 ઉપર મુજબ ગણતરીથી મળનારા એરિયર્સની કુલ રકમને આગામી ૧૦ વર્ષ માટે, ૧૨૦ હપ્તામાં ચૂકવવામાં આવે તો સરકારની તિજોરી પર ભારણ વગર સરળતાથી એરિયર્સ ભરપાઈ થઈ શકે છે. આ બંને વિકલ્પથી ભારણ પડતું હોય તો ત્રીજો વિકલ્પ પણ છે.
📌 જૂની પેન્શન યોજના પુનઃ બહાલ કરી #GPF ખાતા ખોલી એરિયર્સની રકમ પગાર તરીકે આપવાને બદલે GPFમાં જમા કરાવે. જેથી એરિયર્સની રકમ નિવૃતિ સુધી ઉપાડી નહી શકાય. સરકાર પોતે તેનો ઉપયોગ કરી શકશે. ભારણ એક સાથે નહીં પડે કે તેનુ સાતત્ય ઘટશે.
#Team_Remove_Fixpay
#RemoveFixPay
#RestoreOPS
#Remove_Fix_Pay_Gujarat
#We_Want_OPS
#wewantOPS
#पुरानी_पेंशन_बहाल_करो
#RestoreOldPension
@Bhupendrapbjp
24700 #શિક્ષકો ની ભરતી જાહેર કરવાની માંગ સાથે #શિક્ષણ દિન ના દિવસે ઉમેદવારો #ગાંધીનગર માં રોડ પર ઉતારવા મજબૂર થયા
જે શિક્ષકો શાળા માં શોભે એમને રોડ પર એમના હક માટે લડવા મજબૂર કર્યા એમની વાત સાંભળવામાં આવતી નથી ન્યાય મળતો નથી કેટલા સમય થી માંગ કરે છે શિક્ષણ મંત્રી @kuberdindor 1 તારીખે ભરતી બહાર પાડશું એવું કહેલ પરંતુ એ લોલીપોપ જ હતો
#teachersday2024 #teacher #Teachers #કાયમી_ભરતી_જાહેર_કરો #Gujarat
@narendramodi@CMOGuj