મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અમદાવાદ કોમ્પ્યુટર મર્ચન્ટ એસોસિએશન (ACMA) દ્વારા સાયન્સ સિટી, અમદાવાદ ખાતે આયોજિત Tech Expo 2025નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર દેશમાંથી પધારેલા 104થી વધુ ટેક પ્રદર્શકોના સ્ટોલ્સની મુલાકાત લઈ તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું તેમજ અત્યાધુનિક ટેકનોલોજીની રસપૂર્વક જાણકારી મેળવી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આજે મળેલી મંત્રીમંડળની બેઠકમાં નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ એમ રાજ્યની કુલ 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકા તરીકે રચનાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે.
આ ઐતિહાસિક નિર્ણયના કારણે હવે રાજ્યમાં મહાનગરપાલિકાઓની સંખ્યા 17 અને નગરપાલિકાઓની સંખ્યા 149 થશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ઉત્તર ગુજરાતને 2025ના વર્ષના પ્રથમ દિવસે નવા જિલ્લાની ભેટ રૂપે હાલના બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવો વાવ-થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ વસ્તી, વિસ્તાર અને તાલુકાઓનું ભારણ ઘટે અને લોકોને સરકારી સવલતો વધુ સુગમતાથી મળી રહે તે માટે વિશાળ જનહિતમાં આ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવાનો નિર્ણય લીધો છે.
નવા રચાનારા વાવ-થરાદ જિલ્લામાં 8 તાલુકાઓ અને 4 નગરપાલિકાઓનો સમાવેશ થશે તેમજ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રહેશે.
મુખ્યમંત્રીશ્રીના આ મહત્ત્વપૂર્ણ નિર્ણયથી અગાઉ વાવ-થરાદ જિલ્લા બાજુના આઠ તાલુકાઓને મુખ્ય મથક પાલનપુર જવા માટે જે અંતર લાગતું હતું તેમાં સરેરાશ 35 થી 85 જેટલા કિ.મી. અંતરમાં ઘટાડો થશે તથા સમય અને ઈંધણની બચત થશે. આ ઉપરાંત, સરકાર તરફથી મળતું ભંડોળ/ગ્રાન્ટમાં પણ વધારો થવાથી જિલ્લાના વિકાસને વેગ મળશે.
આ નવા બનનારા વાવ-થરાદ જિલ્લા સાથે રાજ્યના કુલ જિલ્લાઓની સંખ્યા 34 થશે.
Happy 2025! 🎉
May this year bring joy, success, and prosperity to all. Let us work together towards a Viksit Bharat and a Viksit Gujarat, paving the way for progress, unity, and a brighter future for everyone.
#Happy2025
આજરોજ જિલ્લાના મહેસૂલી અધિકારીશ્રીઓ સાથે વિવિધ મહેસૂલી મુદ્દાઓ સંદર્ભે સમીક્ષા બેઠક યોજી CM ડેશબોર્ડ, iRCMS, iORA, E-dhara, વિવિધ ઓનલાઇન પોર્ટલ તથા મહેસુલી મુદ્દાઓ સંબંધે વિગતવાર સમીક્ષા કરી નિકાલ અંગે જરૂરી સૂચના આપી.
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શ્રેષ્ઠ, સુઆયોજિત અને સુગ્રથિત શહેરી વિકાસ થકી નાગરિકોના ‘ઇઝ ઓફ લિવિંગ’માં વધારો કરતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
ઘાટલોડિયા તાલુકાના સોલા, ઓગણજ અને છારોડી ગામોની મુલાકાત લેવામાં આવી. સરકારી વિભાગો દ્વારા જમીન માગણીઓ સદર્ભે સ્થળ તપાસ કરવામાં આવી.સરકારી જમીનો પર દબાણો ના થાય તે બાબતે સૂચનાઓ આપવામાં આવી. @CMOGuj@Bhupendrapbjp@CollectorAhd
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં રાજ્યના પ્રતિભા સંપન્ન ખેલાડીઓને શ્રેષ્ઠ તાલીમ મેળવીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ રમતોમાં પોતાની પ્રતિભા સિદ્ધ કરવાની તક મળી છે, ત્યારે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પોર્ટ્સ કલ્ચરના નિર્માણ માટેની પ્રતિબદ્ધતા અને પ્રોત્સાહન ખેલાડીઓ/કોચ માટે બનશે #પ્રેરણા_શક્તિ