‘કાકા-બાપા’ "મામા-ફોઇ" અને ‘લકી ડ્રો’ યોજના:
ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્ક ભરતીનો ભવ્ય મહોત્સવ!
ગુજરાત સરકારનો પેપર લીક રોકવાનો 'માસ્ટરસ્ટ્રોક':
#કેન્દ્રીયકૃત_પરીક્ષા જ બંધ કરી દો, ઝંઝટ જ પૂરી!
વાહ! સરકારનો આ 'નવતર વિચાર' દાદ માંગે એવો છે.
જો કેન્દ્રીયકૃત પરીક્ષા લઈએ, તો પેપર લીક થાય, તો પરીક્ષા જ ન લો! સંચાલકોને કહી દો કે તમને જે ગમે એને ક્લાર્ક બનાવી દો!
'ડાયરેક્ટ ભરતી' કે 'ડાયરેક્ટ સેટિંગ' ? તે તો કઈ રીતે થાય છે આપ બધા ભૂતકાળ જાણો જ છો.
📝રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ૪૦૦૦ જેટલી #ક્લાર્કની ખાલી જગ્યાઓ ભરવા માટેનો 'ઐતિહાસિક' અને 'વિચારપૂર્વકનો' નિર્ણય આવી ગયો છે.
🧐 #કેન્દ્રીયકૃત_પરીક્ષા વગરની ડાયરેક્ટ ભરતીનો સીધો અર્થ એ થાય છે કે:
📌પેપર લીક રોકવાના નામે કૌભાંડનું સરનામું બદલાયું: પહેલા પેપર લીક કરનારા કાળું નાણું કમાતા હતા, હવે સંચાલકો "ટેબલ નીચેથી" લાખો રૂપિયા કમાશે!
📌મેરિટનું મરણ: રાત-દિવસ એક કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લાખો ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળશે.
📌સરકારી તિજોરી પર બોજ, પણ સત્તા ખાનગી હાથમાં: પગાર તો પ્રજાના ટેક્સમાંથી જ ચૂકવાશે, પણ નોકરી કોને આપવી એ નક્કી સંચાલકના બંગલે થશે!
📌"પેપર લીક રોકવાનો આ ઉપાય નથી, પણ જવાબદારીમાંથી હાથ ધોઈ નાખવાનો રસ્તો છે." : જો સરકાર એવું વિચારતી હોય કે કેન્દ્રીયકૃત પરીક્ષા ન લેવાથી પેપર લીક બંધ થઈ જશે, તો આ તો "માથાનો દુખાવો મટાડવા માટે માથું જ વાઢી નાખવા" જેવો અજીબ તર્ક છે!
હવે શાળા સંચાલકો પોતાની રીતે ભરતી કરશે!
આનાથી મોટા 'ખુશખબર' #સંચાલકો માટે બીજા શું હોઈ શકે ?
સરકારે સીધો '#મેનેજમેન્ટ_કોટા' જ ઓપન કરી દીધો લાગે છે!
🧐વિશ્વસનીયતા ? સંચાલકના પોતાના સગા-સંબંધીઓ કરતાં વધારે વિશ્વસનીય આ દુનિયામાં વળી બીજું કોણ હોય ?
🧐હવે તો ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તકો છોડીને સંચાલકોના ઘરના આંટા મારવાનું અને "કાકા, બાપા, મામા, ફોઈ"ના સંબંધો શોધવાનું શરૂ કરશે. જેનું સગપણ મજબૂત અને જેનું પાકીટ ગરમ, એ જ શાળાનો "ક્લાર્ક" !
🧐"કેન્દ્રીયકૃત સ્પર્ધાત્મક પરીક્ષા આપીને પાસ થાઓ તો તલાટી બનો, પણ સંચાલકના ચરણ સ્પર્શ કરો તો સીધા ગ્રાન્ટેડમાં ગોઠવાઈ જાઓ!"
🧐આ પદ્ધતિથી તો "#પેઢીવાદ 2.O"નો શુભારંભ જ થવાનો છે.
🛑જો સરકાર ખરેખર યુવાનોના હિત અને ભરતીની પારદર્શિતા પ્રત્યે ગંભીર હોય, તો આ 'કાકા-બાપા ગોઠવણ નીતિ' બંધ થવી જોઈએ.
🛑#સેન્ટ્રલાઈઝડ_ભરતી: આ ભરતી કોઈપણ ટ્રસ્ટ કે સંચાલકના હાથમાં આપવાને બદલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) જેવી મધ્યસ્થ સંસ્થા દ્વારા જ લેવાવી જોઈએ.
🛑સ્પર્ધાત્મક પરીક્ષા: યોગ્યતા અને મેરિટના આધારે જ નિષ્પક્ષ પરીક્ષા યોજીને દરેક સામાન્ય ઉમેદવારને સમાન તક મળવી જોઈએ.સંચાલકોના ઘર ભરવા માટે યુવાનોના ભવિષ્યનો બલિડાણ આપવાનું બંધ કરો!
🛑"જો પેપર લીક થવાના ડરે સરકાર #કેન્દ્રીયકૃત પરીક્ષા જ ન લે અને સીધી ભરતી સંચાલકોને સોંપી દે, તો એ તો રોગ મટાડવાને બદલે દર્દીને જ ઘરમાંથી બહાર કાઢી મૂકવા જેવી વાત થઈ!"
🛑યુવાનોના ભવિષ્ય સાથે થતા આ રમત-તમાશા બંધ થવા જોઈએ. ૪૦૦૦ ક્લાર્કની જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા યોજીને, મેરિટના આધારે અને સેન્ટ્રલાઇઝડ પદ્ધતિથી જ ભરાવી જોઈએ!
🛑"જો સિસ્ટમમાં લીકેજ હોય તો લીકેજ બંધ કરાય, પાઇપ જ તોડી ન નંખાય! ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્કની ભરતી માત્ર ને માત્ર સેન્ટ્રલાઇઝડ સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા જ થવી જોઈએ."
✍🏻 યુવરાજસિંહ જાડેજા
@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u@dmpatel1961
દેશમાં કેન્દ્રીય સ્તરે અને વિવિધ રાજ્ય સરકારોમાં સમાન સંવર્ગમાં કર્મચારીઓ માટે ક્યાંય પણ આ પ્રકારની ૫ વર્ષની લાંબી ફિક્સ પે ની નીતિ અમલમાં નથી.સમાન કામ, અસમાન વેતન
દિવાળી સુધારશે સરકાર ?
#Remove_Fixpay_in_gujarat#REMOVE_FIX_PAY_IN_GUJARAT
Cut off- 68
Status-Rejected
Cut off- 41
Status- Selected
In 2025, we’re hiring medical officers with 41 marks over candidates with 68 marks.
These officers will make life-and-death decisions & this is how we are hiring!
@desire4honesty Shame on @IMFunding for supporting Atankistan. Don't you able to listen the heartfelt crying of Innocent people killed in Pahalgam attack?