ગુજરાત સરકાર અને શિક્ષણમંત્રી શ્રીને ગુરૂ પૂર્ણિમા નિમિતે નમ્ર વિનંતી છે કે 11000 #વિધ્યાસહાયક/#શિક્ષક ભરતીની જાહેરાત થયે 6 મહિના જેટલો સમય નીકળી ગયો અને ગ્રામ્ય વિસ્તારમાં જે ગરીબ,શોષિત,વંચિત બાળકોને સત્વરે શિક્ષકો આપવા જોઈએ અને સત્વરે ભરતી પૂર્ણ થાય એવું કરો.
#Tet1@Rivaba4BJP
#2026_વિદ્યાસહાયક_ભરતી_11000#OBCRights#SocialJustice#Gujarat_BJP
ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી ૧૧,૦૦૦ વિદ્યાસહાયક ભરતી એ હજારો શિક્ષિત બેરોજગાર યુવાનો માટે આશાનું કિરણ છે. પરંતુ આ ભરતી પ્રક્રિયામાં OBC માટે બંધારણીય જોગવાઈ મુજબનું પૂરું ૨૭% અનામત યોગ્ય રીતે ફાળવવામાં આવે તે અત્યંત જરૂરી છે.
સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે શાસનવ્યવસ્થામાં વિભિન્ન સમુદાયો વચ્ચે "ઓરમાનભર્યું વલણ" કે બેવડી નીતિ અપનાવવામાં ન આવે. સરકારી ભરતીઓ અને પ્રમોશન માટે જાહેર કરવામાં આવેલા રોસ્ટર ક્રમમાં વ્યાપક ક્ષતિઓ અને વિસંગતતાઓ જોવા મળી રહી છે.હાલમાં ભરતી પ્રક્રિયાના રોસ્ટર ક્રમમાં ચારેય તરફ વ્યાપક વિસંગતતાઓ અને ભૂલો જોવા મળી રહી છે. જેના કારણે ઓ.બી.સી. (OBC) સમુદાયને મળવાપાત્ર ન્યાયિક જગ્યાઓ અને હક આપવામાં ભારે ઉદાસીનતા સેવવામાં આવી રહી છે, જે અત્યંત ચિંતાજનક છે.
★ રોસ્ટર પદ્ધતિમાં રહેલી તમામ ભૂલોની તટસ્થ તપાસ કરી તેને સત્વરે સુધારવામાં આવે.
★ નીતિઓનું ઘડતર કરતી વખતે કોઈ પણ સમુદાય સાથે ઓરમાનભર્યું વલણ ન રાખવામાં આવે.
★ ઓ.બી.સી. સમુદાયના કાયદેસરના અધિકારોનું રક્ષણ કરી તેમને 27% ઓબીસી સમુદાયની યોગ્ય જગ્યાઓ ફાળવવામાં આવે.
આ વિષયે સમુદાય દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તેનું યોગ્ય આકલન થયું નથી. આશા છે કે સરકારશ્રી આ બાબતની ગંભીરતા સમજીને વહેલી તકે યોગ્ય અને ન્યાયપૂર્ણ નિર્ણય લેશે.
@EduMinOfIndia@EduMinOfGujarat@EducationGujGov@CMOGuj@sanghaviharsh@Bhupendrapbjp@Rivaba4BJP@drpradyumanvaja@dpradhanbjp@iarjunsinhbjp@ChaudhryShankar@arjunmodhwadia@kunvarjibavalia@posolanki@iJagdishBJP@DhavalsinhZala_@AlpeshThakor_@ketanInamdarMla@kuberdindor@prafulpbjp
ટેટ-1 ભરતીના ઉમેદવારો 4 મહિનાથી રાહ જોઈ રહ્યા છે. કોર્ટે કોઈ સ્ટે આપ્યો નથી, છતાં ભરતી કેમ અટકાવી રાખી છે? સરકાર આંદોલનની રાહ જોઈ રહી છે કે શું? તાત્કાલિક ભરતી પ્રક્રિયા શરૂ કરો અને PML જાહેર કરો. #TET1#Gujarat#Recruitment
જો આંદોલન કર્યા પછી જ સરકારને કામ કરવુ હોઈ તો અમે હવે એ પણ કરવા તૈયાર છીએ
એક આંદોલનના જ કારણે દેશના શિક્ષણમંત્રી ને રાજીનામુ આપવુ પડ્યુ હતુ.
અમારી ધીરજની પરીક્ષા ન લો
ઝડપથી વિદ્યાસહાયક ભરતી પૂર્ણ કરો
@drpradyumanvaja@Rivaba4BJP#કાયમી_વિદ્યાસહાયકોની_ભરતી_પૂર્ણ_કરો
ટેટ 1 PML જાહેર કરવામાં આવે નહી તો ટૂંક જ સમયમાં વાલીઓ સાથે ગાંધીનગર માં ઉગ્ર આંદોલન કરવાં માં આવશે.. દ્વારકા જિલ્લામાં એટલું નહી છેવાડા બધાં જિલ્લા માં શિક્ષકો નથી સત્વરે ભરતી પૂર્ણ કરવામાં આવે એવી અમારી માંગ છે @Rivaba4BJP@Bhupendrapbjp