આ દેશમાં ગરીબ હોવું એ જ સૌથી મોટો ગુનો છે!
ગુજરાતના નાયબ મુખ્યમંત્રીના વતન સુરતમાં, 30 મે 2026ના રોજ એક સાથે અનેક ભૂતો ઊતરી પડ્યા અને 100 કરતા વધુ ઘરોનું ડિમોલિશન કરી નાખ્યું! ગરીબ પરિવારો બેઘર થયા છે. કોઈ પ્રી-નોટિસ આપવામાં આવી ન હતી.
કતારગામ વિસ્તારના નાસીરનગર સ્લમ વિસ્તારમાં આ ડિમોલિશન થયું. સરકારની જેમ જ ભૂતોને પણ સ્લમ એરિયા પસંદ નથી!
સવાલ એ છે કે ભૂતને આ સ્લમ સામે શું વાંધો હશે? શું ભૂતનું અસ્તિત્વ હોય છે ખરું? પોલીસ/ સુરત મહા નગરપાલિકા/ સુરત કલેક્ટર એ કહી શકતા નથી કે કોના હુકમથી 100 કરતા વધુ ઘરોને ધરાશાયી કરી નાખ્યા?
એ તો સારું છે કે જે ઘરો ધરાશયી થયા તે બધાં મુસ્લિમોના હતા, એટલે પોલીસ/ સુરત મહા નગરપાલિકા/ સુરત કલેક્ટર/ ગુજરાત સરકાર/ ગુજરાત હાઇકોર્ટને Ghost Demolitionની જરાય ચિંતા નથી! વળી ગરીબ મુસ્લિમોના ઘર હોય તો પ્રિ-નોટિસ આપવાની જરુર પણ શી? માથે ચોમાસું છે, ક્યાં આશરો લેશે?
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર M. Nagarajan અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન Rajan Patelએ સ્પષ્ટ કહ્યું કે SMCએ કોઈ ડિમોલિશન ઓર્ડર આપ્યો નથી અને કાર્યવાહીમાં તેમનો કોઈ રોલ નથી. તેઓ માત્ર લેન્ડ ડિમાર્કેશન (માપણી) માટે સ્થળે ગયા હતા.
સુરત પોલીસ કમિશનર કહેતા નથી કે કોની સૂચનાથી ભૂતિયા ડિમોલિશન માટે પોલીસ બંદોબસ્ત ફાળવેલ હતો? કલેક્ટર પણ ચૂપ છે. નાયબ મુખ્યમંત્રી ચૂપ છે! નાગરિકો ચૂપ છે!
JCB કોન્ટ્રાક્ટર Teju Rajput (SMC સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટર) પર આંગળી ચીંધાઈ રહી છે. તેમણે મશીનો ભાડે લીધા હતા અને કાર્યવાહી કરી હતી. પરંતુ હાલ તેમને મહાભૂતે ‘અંડરગ્રાઉન્ડ’ કરી દીધા છે! અને કોણે ઓર્ડર આપ્યો તે સ્પષ્ટ નથી. કેટલાક અહેવાલોમાં ખાનગી બિલ્ડર/લેન્ડ ઓનરના ઈશારે રસ્તો બનાવવા માટે આ ડિમોલિશન કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે.
ભાજપના કતારગામના ધારાસભ્ય વિનુ મોરડીયાએ કહ્યું કે “આ ગંભીર બાબત છે. આ ડિમોલિશન SMCએ નથી કર્યું તો કોણે કર્યું? તપાસ થવી જોઈએ.”
શંકા એવી છે કે ‘આવું રહસ્યમય ડિમોલિશન નાયબ મુખ્યમંત્રીની સૂચના વિના થઈ શકે? એટલે જ પોલીસ/ સુરત મહા નગરપાલિકા/ સુરત કલેક્ટરે પોતાના મોં સીવી લીધા છે!’ જો આવું ન હોય તો ભૂતો ક્યારના જેલમાં હોત!
જે ઘરો તૂટ્યા તે ગરીબોના છે એટલે ઊહાપોહ નહીં થાય/ તપાસ નહીં થાય/ કોર્ટ પણ નહીં જાગે. ખુદ સરકાર ઢાંક પિછોડો કરશે. લોકો પણ આંખ આંડા કાન કરશે! આ દેશમાં ગરીબ હોવું એ જ સૌથી મોટો ગુનો છે! [10 જૂન 2026]
(C) @RameshSavani10
#AsiaNet is also going to become rich like Godi Media by showing Modi Kaka's 12-year-long advertisements in the middle of the main news.
Shame on you @AsianetNewsML@AsianetNewsEN
ભારત સરકારના વિદેશ મંત્રાલય (MEA) દ્વારા સંસદમાં રજૂ કરાયેલા આંકડા મુજબ, 2011 થી 2024 દરમિયાન 20.86 લાખ (2,086,037) ભારતીયોએ ભારતીય નાગરિકતા છોડી (Indian citizenship renounced) હતી, જેનો અર્થ સામાન્ય રીતે ભારતીય પાસપોર્ટ સોંપવો થાય છે.
વર્ષ નાગરિકતા છોડનાર
2011- 1,22,819
2012- 1,20,923
2013- 1,31,405
2014- 1,29,328
2015- 1,31,489
2016- 1,41,603
2017- 1,33,049
2018- 1,34,561
2019- 1,44,017
2020- 85,256
2021- 1,63,370
2022- 2,25,620
2023- 2,16,219
2024- 2,06,378
કુલ (2011–2024)- 20,86,037
#Passport #Surrunder #Citizenship
"सिस्टम आपका, NTA आपका, तो गलती किसकी?" गोदी मीडिया के कुतर्कों और सिस्टम की नाकामी के खिलाफ युवाओं का हल्लाबोल!
जंतर-मंतर पर डटे छात्रों का कहना है कि सरकार भले ही इस्तीफे न देने की जिद पर अड़ी रहे, लेकिन जनता सड़कों पर उतरकर मंत्रियों के मन में जवाबदेही का डर पैदा करके रहेगी। अब सरकार के कुतर्कों को डिफेंड करने वाली गोदी मीडिया से कोई उम्मीद नहीं है। बदलाव जनता खुद लाएगी।
"लड़ेंगे तो जीतेंगे"—इसी भरोसे के साथ देश का युवा आज सड़कों पर है। शिक्षा मंत्री धर्मेंद्र प्रधान के इस्तीफे की मांग पर आपकी क्या राय है? कमेंट में बताएं!
#cocroachjantaparty #कोकरोच_जनता_पार्टी #cjp_पार्टी #JantarMantar @neeraj_jhaa
મોદી સાહેબ જનતાના ટેક્સના પૈસાથી બનેલા એરપોર્ટ, હોસ્પિટલ અને સ્ટેડિયમ પર પોતાનું નામ લખાવે છે.
ત્યારે ખાન સાહેબ, 👇
🏢ગરીબ અને મધ્યમવર્ગીય વિદ્યાર્થીઓને ઓછી ફીમાં અથવા ઘણીવાર મફત શૈક્ષણિક માર્ગદર્શન ઉપલબ્ધ કરાવવું. તેમના ઓનલાઈન વિડિઓ અને ક્લાસીસ દ્વારા લાખો વિદ્યાર્થીઓ સુધી શિક્ષણ પહોંચ્યું છે.
🏥 શિક્ષણ, આરોગ્ય અને સામાજિક સહાયના કાર્યો કરવામાં આવે છે. તે મફત શિક્ષણ, આરોગ્ય શિબિરો, સર્જરી સહાય અને વંચિત વર્ગના વિદ્યાર્થીઓને સહાય પૂરી પાડે છે.
🏪પટનામાં ઓછી કિંમતની આરોગ્યસેવાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો સાથે હોસ્પિટલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં આર્થિક રીતે નબળા વર્ગ માટે સસ્તી સારવાર અને તપાસ સુવિધા પર ભાર મૂકવામાં આવ્યો છે.
🌐COVID-19 દરમિયાન અને અન્ય સંજોગોમાં વિદ્યાર્થીઓને અભ્યાસ ચાલુ રાખવામાં મદદરૂપ થાય તેવા ઓનલાઈન શિક્ષણ અને માર્ગદર્શનના પ્રયત્નો પણ નોંધાયા છે.
🌏તેમને શિક્ષણ ક્ષેત્રે અને યુવાનો માટેના યોગદાન બદલ "Youth Icon Award" જેવા સન્માનો પણ મળ્યા છે.
હવે ખાન સાહેબ સાહેબના ટાર્ગેટ પર છૅ.
નાયબ મુખ્યમંત્રી શ્રી,
@sanghaviharsh
એક ભાજપ સમર્થક ઉદ્યોગપતિએ ઉમરા પોલીસ મથકમાં RTI દ્વારા માહિતી માંગી, તો અરજદારને ધમકાવીને કહેવામાં આવ્યું કે, "અંદર કરી દેશું."
સરકાર અને પોલીસના ભ્રષ્ટાચારને ઢાંકવાના તમારા પ્રયાસો પણ સફળ થયા નથી. 6 લાખ RTI અરજદારોમાંથી તમે ફક્ત 60 કથિત તોડબાજ અરજદારો જ શોધી શક્યા.
એટલે કે RTIનો દુરુપયોગ અમુક લોકો કરતા હોઈ શકે, પરંતુ બાકીના અરજદારો સરકારમાં બેઠેલા અધિકારીઓ અને પદાધિકારીઓને જવાબદાર બનાવે છે. હકીકત એ છે કે RTIથી સત્ય બહાર આવે છે, અને એ જ વાતથી કેટલાક લોકો અસ્વસ્થ થાય છે.
#RTI #RTIActivist #Gujarat #SGCCI
લોકો જાગે ત્યારે સત્તા ડરે છે!
દિલ્હીના જંતર-મંતર પર 6 જૂન 2026ના રોજ એક નવો ઇતિહાસ લખાશે. કોકરોચ આંદોલન શરુ થશે.
સોનમ વાંગચુક 6 જૂને દિલ્હી એરપોર્ટ પર કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક દિપકેનું સ્વાગત કરવા આવી રહ્યા છે.
સોનમ વાંગચુકે કહ્યું કે જંતર-મંતર પર એક વિશાળ આંદોલન થવાનું છે, અને જો સરકાર ઈચ્છે તો તે આ પહેલા પોતાનો સાચો નિર્ણય લઈ શકે છે.
સોનમ વાંગચુકે દેશભરના કોકરોચ કાર્યકર્તાઓ પર એક શરત મૂકી છે: આ આંદોલન સંપૂર્ણ શાંતિ અને સુમેળમાં ચલાવવામાં આવશે. સામી બાજુ બળ અને શસ્ત્રો હશે, પરંતુ આપણી બાજુમાં શાંતિ અને સત્યાગ્રહ હશે. આ આંદોલનમાં બળનો ઉપયોગ થઈ શકે છે, પરંતુ આપણી બાજુથી નહીં, પરંતુ તેમની બાજુથી. આપણે ગાંધીજીની જેમ વિરોધ કરવો જોઈએ, કારણ કે તેમણે શાંતિપૂર્ણ વિરોધ દ્વારા અંગ્રેજો જેવી સરકારને શરણાગતિ સ્વીકારવા મજબૂર કરી હતી.
CJPના દીપકે સંદેશ આપ્યો છે કે “આ આંદોલનમાં અમારી ધરપકડ થઈ શકે છે, પરંતુ અમે આવી રહ્યા છીએ. દરેક માતા-પિતા જેમના બાળકો કોઈપણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમણે પણ આ લડાઈને ટેકો આપવો જોઈએ. આ આંદોલનના મુખ્ય ઉદ્દેશ્યો શિક્ષણ પ્રણાલીમાં સુધારો, પેપર લીક કેસ માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું હશે. કારણ કે અત્યાર સુધીમાં દેશમાં 89 વખત પેપર લીક થયા છે, જે સંયોગ નહીં એક પ્રયોગ હોઈ શકે છે.”
જો પોલીસ જંતર મંતર ખાતે આંદોલનની પરમિશન આપે તો લોકજુવાળ અલગ જોવા મળશે. જો પોલીસ પરમિશન ન આપે તો કોકરોચ આંદોલનના નેતાઓને પોલીસ અટકાયતમાં લેશે જેથી આંદોલનને વધુ વેગ મળશે. લોકો જાગે ત્યારે સત્તા ડરે છે! [4 જૂન 2026]
(C) @RameshSavani10
યાદ છે ના આ વિડિઓ!!!
એમ્બ્યુલન્સમાં રાસ લીલા
સુરતના અડાજણ બ્રિજ ઉપર ચાલુ એમ્બ્યુલન્સમાં મહિલા સાથે નગ્ન નાચ
એમ્બ્યુલન્સ સુરત સિવિલ હોસ્પિટલના નરસિંગ એસોસિએશન ના નામે પાર્સિંગ
એમ્બ્યુલન્સમાં મહિલા સાથે કામલીલા કરનાર નરસિંગનો અગ્રણી હોવાની વાત
વર્ષ 2024 ના ઓક્ટોબર નવેમ્બર મહિનામાં આ વિડીયો વાઇરલ થયા બાદ નરસિંગ અગ્રણીએ પોલીસ અને પ્રેસમાં પૈસાના કવર આપી મેટર દબાવી દીધી
એમ્બ્યુલન્સમાં કહેવાતા નરસિંગ અગ્રણીની વાસનાનો ભોગ બનનાર મહિલા સુરત સિવિલ હોસ્પિટલની નરસિંગ સ્ટાફ હોવાની વાત
મહિલા નરસિંગ સ્ટાફ ની બદલી ની ધાક આપી નરસિંગ અગ્રણી એ અનેક નરસિંગ મહિલાઓનું શારીરિક શોષણ કર્યું હોવાની વાત
ભાજપ નેતા CR પાટીલ અને નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે નજીકનો ઘરેબો ધરાવતો હોવાથી વાસના પીડિત નરસિંગ નેતા સામે સ્ટાફ ની બોલતી બંધ
2 વર્ષ વીતી ગયા બાદ પણ હર્ષ સંઘવી જેવા યુવા નેતા એ વાસના પીડિત નરસિંગ અગ્રણી સામે કોઈ પગલાં નહિ ભરતા અનેક પ્રશ્નો ઉભા થયા
નરસિંગ અગ્રણી વિધર્મી હોવાની વાત
ભાજપ નેતાઓએ વિધર્મી નરસિંગ નેતાને ખોળામાં બેસાડી હિન્દૂ મહિલાઓનું શોષણ કરવાનું લાયસન્સ આપ્યુ હોય તેવી ચર્ચા.
#NewCivilHospital
#Ambulance #ilu_ilu
#Nursingsuperintendent
અમદાવાદ રિંગ રોડના ટોલ નાકા પર ફોર વ્હીલ માટે મુફ્ત હોવા છતાં ટોલ કપાઈ જાય છે!
FASTag માં રૂ. 585/- જેટલું બેલેન્સ છે.
છતાં "બેલેન્સ નથી" એવું બતાવીને વાહનને બ્લેકલિસ્ટ/બ્લોકમાં મૂકી દેવામાં આવે છે.
હવે આ પ્રકારની સરકારી સિસ્ટમને કેમ પહોચવું ?
@NHAI_Official@fastagofficial@FASTag_NETC@nitin_gadkari