દેવભૂમિ દ્વારકા જિલ્લા ની તમામ આંગણવાડી કેન્દ્ર પર આવતા બાળકોને આંગણવાડી કાર્યકર દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણના ભાગરૂપે થીમ મુજબ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને #VGRCCentralGujarat અંતર્ગત છોટાઉદેપુરમાં ‘સ્પોર્ટ્સ ગુડ્સ મેન્યુફેક્ચરિંગ હબ – From Traditional Skills to Industrial Scale’ વિષય પર કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી મનસુખ માંડવિયા, છોટાઉદેપુરના પ્રભારી મંત્રી ડૉ.મનીષાબેન વકીલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સેમિનાર યોજાયો હતો.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'વિકસિત ભારત @ 2047' વિઝનને સાકાર કરવા માટે ગુજરાતે 'વિકસિત ગુજરાત'નો મજબૂત રોડમેપ તૈયાર કર્યો છે, જે અંતર્ગત રાજ્યના સંતુલિત આર્થિક વિકાસ માટે સમગ્ર ગુજરાતને કચ્છ, સૌરાષ્ટ્ર, કોસ્ટલ સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને સુરત એમ 6 મુખ્ય ઇકોનોમિક રીજીયનમાં વહેંચવામાં આવ્યું છે. આ તમામ ક્ષેત્રો માટે 'ફોકસ સેક્ટર' નક્કી કરી તેની વિગતો સત્તાવાર વેબસાઇટ પર પણ ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારની ‘ઔદ્યોગિક નીતિ-2026’ના ઐતિહાસિક પાસાંઓનો સંદર્ભ આપવાની સાથોસાથ વર્ષ 2003 થી શરૂ થયેલ 'વાઇબ્રન્ટ ગુજરાત' પ્લેટફોર્મની સફળતાના કારણે આજે વાઈબ્રન્ટ ગ્લોબલ લેવલનું પ્લેટફોર્મ બની ચૂક્યું હોવાનું જણાવ્યું હતું તેમજ એક સમયે દેશમાં અશક્ય ગણાતી સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાતમાં 4 મોટા પ્લાન્ટ સાથે ધમધમી રહી હોવાનું ગૌરવ વ્યક્ત કર્યું હતું. તેમણે વિકસિત ભારત અને વિકસિત ગુજરાત સપનું સાકાર કરવા સૌને સાથે મળીને આગળ વધવા આહવાન કર્યું હતું.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં ગુજરાત વૈશ્વિક વિકાસનું રોલ મોડેલ બન્યું છે ત્યારે, ઔદ્યોગિક ઉત્કર્ષની નવી ક્ષિતિજો સર કરવા સજ્જ છે મધ્ય ગુજરાત.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે 'ક્ષેત્રીય આકાંક્ષાઓ, વૈશ્વિક મહત્ત્વાકાંક્ષાઓ' સંકલ્પ સાથે વડોદરા ખાતે આજથી પ્રારંભ થશે 'વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ - મધ્ય ગુજરાત'
#VGRCCentralGujarat
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના વિવિધ ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત સ્ટાફ દ્વારા મંજૂર થયેલા આવાસોની મુલાકાત લેવામાં આવી તેમજ કામગીરી પૂર્ણ કરવા સુચન આપવામાં આવ્યું.
@DdoDwarka@COLLECTORDWK@InfoDwarkaGOG@pmay_gujarat@crdgujarat1
સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અંતર્ગત માન. જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા માન.કેબિનેટમંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા તથા માન.ધારાસભ્યશ્રી મૂળુભાઈ બેરા તેમજ રાજ્યસભા સાંસદશ્રી જિતેન્દ્રભાઈ કણઝારીયાને જૂટ બેગ અર્પણ કરવામાં આવી @SBMR_Gujarat@crdgujarat1@DdoDwarka@COLLECTORDWK@InfoDwarkaGOG
માનનીય મંત્રીશ્રી કુંવરજી બાવળિયાએ આજ રોજ, કમિશનર ગ્રામ વિકાસની કચેરી ખાતે સત્તાવાર મુલાકાત લીધી અને ગ્રામ વિકાસ વિભાગ હસ્તકની તમામ મહત્વપૂર્ણ યોજનાઓની કામગીરી તથા પ્રગતિની સમીક્ષા કરી.
#CRD_Gujarat@CMOGuj@kunvarjibavalia