માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજિત 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણી દરમિયાન ઉપસ્થિત જનમેદની સહિત સમસ્ત દેશવાસીઓને રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા માટે 'એકતા શપથ' લેવડાવ્યા હતા.
#RashtriyaEktaDiwas
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણીના ભાગરૂપે વિવિધ રાજ્યોના ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં સરદાર પટેલ સાથે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીની દર્શનીય પ્રતિમા ઉપરાંત સ્મૃતિવન, સોમનાથ, ગુજરાતની હસ્તકલા અને સંસ્કૃતિના નિરુપણ સાથે પ્રસ્તુત કરવામાં આવેલ ગુજરાતનો ટેબ્લો સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો.
#RashtriyaEktaDiwas
રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોબિટીક ટીમ દ્વારા એક અદભુત એર-શોમાં ભારતની હવાઈ શક્તિ, નિપુણતા અને ગૌરવનું પ્રદર્શન કરવામાં આવ્યું.
#RashtriyaEktaDiwas
અંધકાર પર પ્રકાશના વિજયના પ્રતીક, આનંદ-ઉલ્લાસના પર્વ દીપાવલીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
આ પર્વ સૌના જીવનમાં અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી, જ્ઞાનરૂપી પ્રકાશનો સંચાર કરે તેમજ સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે અને સૌના મનમાં હકારાત્મકતાનો દિવ્ય પ્રકાશ સદૈવ પ્રજ્વલિત રહે તેવી પ્રાર્થના.
શુભ દીપાવલી.
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સર્વગ્રાહી, સર્વસમાવેશી અને સાતત્યપૂર્ણ વિકાસ માટે પ્રતિબદ્ધ ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
શાબાશ ગુજરાત..!
કેન્દ્ર સરકારના સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-2025 અંતર્ગત સુરતને સમગ્ર દેશમાં ‘ટોપ-3’ શહેરોમાં સ્થાન પ્રાપ્ત કરવા બદલ નવી દિલ્હી ખાતે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવના વરદ્હસ્તે નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
દેશના 130 શહેરોમાં વિવિધ માપદંડોના આધારે થયેલ #SwachhVayuSarvekshan2025 હેઠળ રાષ્ટ્રીય કક્ષાનું બહુમાન પ્રાપ્ત કરી સ્વચ્છતાનું એક આદર્શ મોડેલ પ્રસ્થાપિત કરી ‘ગ્રીન-ક્લિન ગુજરાત’ના નિર્માણમાં બહુમૂલ્ય યોગદાન આપવા બદલ સુરતવાસીઓ તથા સમગ્ર ‘ટીમ સુરત’ને અભિનંદન.
#શાબાશ_ગુજરાત
પ્રકૃતિના અભિન્ન અંગ સમાન વન સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે મહત્ત્વપૂર્ણ છે.
પ્રાકૃતિક સંપદા એવા વન્ય વિસ્તારો અને સમગ્ર વન્ય સૃષ્ટિના રક્ષણ કરતાં શહાદતને વરેલા વન શહીદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ એટલે આજનો 'રાષ્ટ્રીય વન શહીદ દિવસ'.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વન વિસ્તારોના જતન અને સંવર્ધન માટે પ્રતિબદ્ધ રાજ્ય સરકાર દ્વારા 'વનપાલ સ્મારક'ના નિર્માણ થકી વન શહીદોના સાહસ, શૌર્ય અને બલિદાનની સ્મૃતિને ચિરંજીવ રાખવામાં આવેલ છે.
આવો, આપણે સૌ વન અને વન્યજીવોનું રખોપું કરતા વીર વનકર્મીઓના યોગદાન અને બલિદાનને બિરદાવીએ તથા કુદરતની આ અમૂલ્ય ભેટના રક્ષણ પ્રત્યે વધુ સજાગ અને સંવેદનશીલ બનીએ.
#NationalForestMartyrsDay
માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં 79મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે પોરબંદર ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહાનુભાવોના વરદ્હસ્તે આ અવસરે પોરબંદર જિલ્લામાં કુલ અંદાજે ₹175 કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પોરબંદર નગરપાલિકા, પોરબંદર જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ કાર્યો માટે કુલ ₹7.5 કરોડની ફાળવણી પણ કરવામાં આવી હતી.