પોતાના છબરડા, કૌભાંડ અને પોલ છતી ન થઈ જાય એટલે જ કાયદાના નામે ગુમરાહ કરવાનો આ ખેલ ખેલાઈ રહ્યો છે!
મિત્રો સંદર્ભ વગરનું અડધું સત્ય એ જૂઠાણાં કરતાં પણ વધુ ખતરનાક હોય છે. સુપ્રીમ કોર્ટના સમગ્ર ચુકાદામાંથી મુખ્ય આદેશ અને આત્મા ગાયબ કરી દઈને, માત્ર પોતાની અનુકૂળતા મુજબના બે પેરા (પેરા ૩૭ અને ૩૮) ટાંકી દેવા એ સીધેસીધું ‘ચેરી પિકિંગ’ (Cherry-picking) અને ઉમેદવારોને ભ્રમિત કરવાનો પ્રયાસ છે.
સુપ્રીમ કોર્ટના આખા જજમેન્ટનો સ્પષ્ટ અને સીધો આદેશ એ હતો કે "પરીક્ષાર્થીને પોતાની ઉત્તરવહી જોવાનો અને નકલ મેળવવાનો સંપૂર્ણ મૂળભૂત અધિકાર છે." પરંતુ બોર્ડે તે મુખ્ય આદેશ દબાવી દઈને માત્ર વહીવટી સલાહરૂપ પેરા આગળ ધરી દીધા.
📢આ ગુમરાહ કરવા પાછળનું અસલી કારણ આ છે 👇🏻
📌સવાલ એ થાય છે કે બોર્ડ આટલા હવાલા કેમ આપી રહ્યું છે? સીધો અને કડવો જવાબ એ છે કે: જો ઉત્તરવહી સામે આવી જાય, તો પેપર ચેકિંગના નામે થયેલા છબરડા જગજાહેર થઈ જાય!
📌બિનઅનુભવી મૂલ્યાંકનકારો પાસે પેપર ચેક કરાવીને મનસ્વી રીતે ગુણ કાપ્યા છે તે પોલ પકડાઈ જાય.
📌૧૩૦-૧૪૦ ગુણની અપેક્ષા રાખતા તેજસ્વી ઉમેદવારોને પાસિંગ માર્ક્સમાં કેમ ધકેલી દેવાયા – તેનો કોઈ હિસાબ બોર્ડ પાસે નથી!
👆🏻ટૂંકમાં, પોતાની વહીવટી નબળાઈઓ, ભૂલો અને કૌભાંડ પર ઢાંકપિછોડો કરવા માટે જ કાયદાકીય શબ્દોની જાળ રચીને વિદ્યાર્થીઓને ડરાવવાનો અને ભ્રમિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
"ડોક્ટરે મીઠું ઓછું ખાવાનું કહ્યું, એટલે દર્દીને ખોરાક આપવાનો જ ઇનકાર કરી દેવો!"
ડૉક્ટર દર્દીને કહે કે "તમારે જીવવા માટે પૌષ્ટિક ભોજન લેવું અનિવાર્ય છે, પણ ખોરાકમાં વધુ પડતું મીઠું ન લેવું." હવે હોસ્પિટલનો સ્ટાફ એવું અર્થઘટન કરે કે 'મીઠાની ના પાડી છે, એટલે દર્દીને ભોજન આપવાનું જ બંધ કરી દો!'
*સુપ્રીમ કોર્ટે કહ્યું કે વિદ્યાર્થીને ઉત્તરવહી મેળવવાનો અધિકાર છે, પણ પેરા ૩૭-૩૮ માં માત્ર એટલી સ્પષ્ટતા કરી હતી કે ઉત્તરવહીઓ આજીવન કે અનંતકાળ સુધી સાચવવાની જરૂર નથી. બોર્ડે આ સલાહ પકડીને મૂળ અધિકાર જ છીનવી લીધો જેથી અંદર થયેલી ગરબડો બહાર ન આવે!*
*"ટ્રાફિક વ્યવસ્થા જાળવવાની કહી, એટલે વાહન ચલાવવા પર જ પ્રતિબંધ મૂકી દેવો!"*
મોટર વ્હીકલ એક્ટ મુજબ નાગરિકને વાહન ચલાવવાનો અધિકાર છે, પણ વ્યવસ્થા માટે હેલ્મેટ અને સિગ્નલના નિયમો છે. હવે પોલીસ એમ કહે કે "નિયમોનું પાલન કરાવવામાં મુશ્કેલી પડે છે એટલે કોઈએ ગાડી જ ચલાવવી નહીં", તો તે હાસ્યાસ્પદ ગણાય.
📝સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પરીક્ષકનું નામ ગુપ્ત રાખીને (કાપો મારીને) પેપર આપવું. બોર્ડે પારદર્શિતા રાખવાને બદલે સીધું કહી દીધું કે "પેપર જ નહીં આપીએ", કારણ કે પેપર આપવાથી અંદરની ભૂલો પકડાઈ જવાનો ડર છે!
"ઓપરેશનમાં સાવચેતી રાખવાની કહી, એટલે દર્દીની સારવાર જ બંધ કરી દેવી!"
સર્જરી વખતે સાવચેતી રાખવાની ગાઈડલાઈન હોય, તેનો અર્થ એ નથી કે ડૉક્ટર સારવાર કરવાનો જ ઇનકાર કરી દે. સુપ્રીમ કોર્ટે પેપર ચેકર્સની સુરક્ષા માટે માત્ર નામ ગોપનીય રાખવાની શરત મૂકી હતી. બોર્ડે આ શરતને ઢાલ બનાવીને પોતાની ભૂલો છુપાવવા વિદ્યાર્થીઓ માટે ઉત્તરવહીના દરવાજા જ બંધ કરી દીધા!
*⛔⛔મુદ્દાની વાત👇🏻👇🏻*
જો આદિત્ય બંદોપાધ્યાય કેસમાં પેપર આપવાની ખરેખર મનાઈ જ હોત, તો પછી આખા દેશમાં CBSE, UPSC, GPSC અને અન્ય બોર્ડ RTI હેઠળ ઉત્તરવહીઓની સ્કેન કોપી કયા નિયમથી આપે છે ?
📌માત્ર ગુજરાતનું રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) માટે સુપ્રીમ કોર્ટનો કાયદો અલગ કઈ રીતે હોઈ શકે ? જવાબ સ્પષ્ટ છે: જે સંસ્થા સાચી અને નિષ્પક્ષ હોય તેને પેપર બતાવવામાં ડર ન હોય, પેપર છુપાવવાની જરૂર માત્ર તેને જ પડે જેને પોતાની પોલ ખૂલી જવાનો ભય હોય!
🙏🏻બાકી સમજુને ઇશારો કાફી....આભાર🙏🏻
અસ્તુ
✍🏻યુયુત્સુ