👆🏻આ જવાબ અર્ધ સત્ય છે અને ભ્રામક છે.... પોતાના કૌભાંડ છુપાવા માટે ઉમેદવારોને ગુમરાહ કરવાનું સુનિયોજિત કાવતરું છે
✍🏻યુયુત્સુ
🙏🏻🙏🏻નમસ્કાર મિત્રો🙏🏻🙏🏻
રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા RTI ના જવાબમાં ઉત્તરવહી આપવાનો ઇનકાર કરવા માટે આપેલી આ દલીલનો કાયદાકીય રીતે સંપૂર્ણ રીતે ભ્રામક છે.
ભરતી બોર્ડ અધૂરું જ્ઞાન પીરસી છટકબારી શોધે છે અને તમને ગુમરાહ કરે છે.
ઉપરની RTI માં બોર્ડે ઉત્તરવહી ન આપવા માટે ત્રણ બાબતોનો સહારો લીધો છે: 👇🏻
1. ગુણ ચકાસણીનો વિકલ્પ આપ્યો હતો: બોર્ડ કહે છે કે અમે રીચેકિંગની તક આપી હતી. (પરંતુ રીચેકિંગમાં માત્ર સરવાળો થાય છે, પેપર જોવા મળતું નથી)
2. CBSE vs Aditya Bandopadhyay નો પેરા ૩૭-૩૮: બોર્ડ આ ચુકાદાના અમુક પેરા ટાંકીને એવો ""ભ્રમ"" ઊભો કરે છે કે પેપર આપવાની ના પાડી છે.
3. ગુજરાત હાઈકોર્ટનો વચગાળાનો સ્ટે (SCA 4013 of 2024 - તા. ૧૩/૦૩/૨૦૨૪): માહિતી કમિશનરે (GIC) ઉમેદવારની તરફેણમાં ઉત્તરવહી આપવાનો આદેશ કર્યો હતો, જેની સામે બોર્ડે હાઈકોર્ટમાં જઈને 'વચગાળાનો સ્ટે' (Interim Stay) મેળવી લીધો છે અને આ સ્ટે આગળ ધરીને બધા ઉમેદવારોને પેપર આપવાની ના પાડે છે.
👆🏻 આ જવાબનો સચોટ કાનૂની "તોડ" (Counter-Arguments)
📢📌વાત પહેલી... બોર્ડ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો "ખોટો અને અડધો અર્થઘટન" કરે છે
વાસ્તવિકતા: CBSE vs Aditya Bandopadhyay (2011) કેસમાં સુપ્રીમ કોર્ટની ૩ જજોની બેન્ચે પેરા ૩૬ થી ૪૧ વચ્ચે સ્પષ્ટ ચુકાદો આપ્યો છે કે પરીક્ષાર્થીને પોતાની ઉત્તરવહી જોવાનો અને નકલ મેળવવાનો RTI હેઠળ સંપૂર્ણ ""મૂળભૂત અધિકાર"" છે.
⛔👆🏻પેરા ૩૭-૩૮ માં માત્ર એટલું જ કહેવામાં આવ્યું હતું કે ઉત્તરવહીઓ અનંતકાળ સુધી સાચવી ન શકાય અથવા પરીક્ષકોની ગોપનીયતા (Evaluator's identity) જળવાવી જોઈએ. બોર્ડ પરીક્ષકનું નામ છુપાવીને (Black out/masking કરીને) ઉત્તરવહી આપવા બંધાયેલું છે. સુપ્રીમ કોર્ટે ક્યાંય પેપર આપવાની મનાઈ કરી નથી.
📌📢વાત ૨: "વચગાળાનો સ્ટે" (Interim Stay) એ કોઈ "કાયદો કે આખરી ચુકાદો" નથી
🛡️SCA 4013 of 2024 માં ગુજરાત હાઈકોર્ટે માત્ર તે એક કેસમાં માહિતી કમિશનરના આદેશ સામે વચગાળાનો મનાઈહુકમ (Stay) આપ્યો છે, આખરી ચુકાદો (Final Judgment) નથી આપ્યો.
🛡️કાયદાનો સ્થાપિત સિદ્ધાંત છે કે કોઈપણ હાઈકોર્ટનો વચગાળાનો સ્ટે એ દેશની સર્વોચ્ચ અદાલત (Supreme Court) ના આખરી ચુકાદા કરતાં મોટો હોઈ શકે નહીં. સુપ્રીમ કોર્ટનો ચુકાદો આખા દેશમાં કલમ ૧૪૧ મુજબ તમામ સત્તામંડળો પર બંધનકર્તા છે.
📌📢વાત ત્રીજી અને અતિ મહત્વની: ફીડ્યુશિયરી રિલેશનશિપ (Fiduciary Relationship - કલમ 8(1)(e)) નો દાવો અમાન્ય છે.
બોર્ડ એવી દલીલ કરે છે કે ઉત્તરવહી અને પેપર ચેકર વચ્ચે વિશ્વાસનો સંબંધ છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે આ સંબંધ પરીક્ષક અને બોર્ડ વચ્ચે હોઈ શકે, પણ પરીક્ષાર્થી પોતે જે પેપર લખીને આવ્યો છે તેની માહિતી મેળવવામાં કોઈ વિશ્વાસભંગ થતો નથી.
⛔🛡️આ મુદ્દા સામેના સૌથી ધારદાર અને સ્ટ્રોંગ સુપ્રીમ કોર્ટના ચુકાદા
👇🏻આ જવાબ સામે અપીલ કે કોર્ટમાં રજૂ કરવા જેવા મજબૂત ચુકાદાઓ:
૧. Supreme Court: Kumar Shanu & Anr. vs. CBSE (Contempt Petition No. 1293/2016)
ચુકાદો: સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ તાકીદ કરી હતી કે પરીક્ષા સંસ્થાઓ પોતાની મનસ્વી ફી કે નિયમો બનાવીને વિદ્યાર્થીઓને ઉત્તરવહી આપવાનો ઇનકાર કરી શકે નહીં. ઉત્તરવહી RTI ના નિયત દરે (રૂ. ૨ પ્રતિ પેજ) આપવી ફરજિયાત છે. ઉત્તરવહી ન આપવી એ અદાલતના તિરસ્કાર (Contempt of Court) સમાન છે.
૨. Supreme Court: Institute of Chartered Accountants of India (ICAI) vs. Shaunak H. Satya (2012)
ચુકાદો: સર્વોચ્ચ અદાલતે પુનરોચ્ચાર કર્યો કે પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયા પછી ઉત્તરવહી કે મૂલ્યાંકન પ્રક્રિયા ગુપ્ત રાખવાની કોઈ જરૂર રહેતી નથી. પારદર્શિતાથી જ સંસ્થાની વિશ્વસનીયતા વધે છે.
✍🏻 યુયુત્સુ
પોતાના છબરડા, કૌભાંડ અને પોલ છતી ન થઈ જાય એટલે જ કાયદાના નામે ગુમરાહ કરવાનો આ ખેલ ખેલાઈ રહ્યો છે!
મિત્રો સંદર્ભ વગરનું અડધું સત્ય એ જૂઠાણાં કરતાં પણ વધુ ખતરનાક હોય છે. સુપ્રીમ કોર્ટના સમગ્ર ચુકાદામાંથી મુખ્ય આદેશ અને આત્મા ગાયબ કરી દઈને, માત્ર પોતાની અનુકૂળતા મુજબના બે પેરા (પેરા ૩૭ અને ૩૮) ટાંકી દેવા એ સીધેસીધું ‘ચેરી પિકિંગ’ (Cherry-picking) અને ઉમેદવારોને ભ્રમિત કરવાનો પ્રયાસ છે.
સુપ્રીમ કોર્ટના આખા જજમેન્ટનો સ્પષ્ટ અને સીધો આદેશ એ હતો કે "પરીક્ષાર્થીને પોતાની ઉત્તરવહી જોવાનો અને નકલ મેળવવાનો સંપૂર્ણ મૂળભૂત અધિકાર છે." પરંતુ બોર્ડે તે મુખ્ય આદેશ દબાવી દઈને માત્ર વહીવટી સલાહરૂપ પેરા આગળ ધરી દીધા.
📢આ ગુમરાહ કરવા પાછળનું અસલી કારણ આ છે 👇🏻
📌સવાલ એ થાય છે કે બોર્ડ આટલા હવાલા કેમ આપી રહ્યું છે? સીધો અને કડવો જવાબ એ છે કે: જો ઉત્તરવહી સામે આવી જાય, તો પેપર ચેકિંગના નામે થયેલા છબરડા જગજાહેર થઈ જાય!
📌બિનઅનુભવી મૂલ્યાંકનકારો પાસે પેપર ચેક કરાવીને મનસ્વી રીતે ગુણ કાપ્યા છે તે પોલ પકડાઈ જાય.
📌૧૩૦-૧૪૦ ગુણની અપેક્ષા રાખતા તેજસ્વી ઉમેદવારોને પાસિંગ માર્ક્સમાં કેમ ધકેલી દેવાયા – તેનો કોઈ હિસાબ બોર્ડ પાસે નથી!
👆🏻ટૂંકમાં, પોતાની વહીવટી નબળાઈઓ, ભૂલો અને કૌભાંડ પર ઢાંકપિછોડો કરવા માટે જ કાયદાકીય શબ્દોની જાળ રચીને વિદ્યાર્થીઓને ડરાવવાનો અને ભ્રમિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
"ડોક્ટરે મીઠું ઓછું ખાવાનું કહ્યું, એટલે દર્દીને ખોરાક આપવાનો જ ઇનકાર કરી દેવો!"
ડૉક્ટર દર્દીને કહે કે "તમારે જીવવા માટે પૌષ્ટિક ભોજન લેવું અનિવાર્ય છે, પણ ખોરાકમાં વધુ પડતું મીઠું ન લેવું." હવે હોસ્પિટલનો સ્ટાફ એવું અર્થઘટન કરે કે 'મીઠાની ના પાડી છે, એટલે દર્દીને ભોજન આપવાનું જ બંધ કરી દો!'
*સુપ્રીમ કોર્ટે કહ્યું કે વિદ્યાર્થીને ઉત્તરવહી મેળવવાનો અધિકાર છે, પણ પેરા ૩૭-૩૮ માં માત્ર એટલી સ્પષ્ટતા કરી હતી કે ઉત્તરવહીઓ આજીવન કે અનંતકાળ સુધી સાચવવાની જરૂર નથી. બોર્ડે આ સલાહ પકડીને મૂળ અધિકાર જ છીનવી લીધો જેથી અંદર થયેલી ગરબડો બહાર ન આવે!*
*"ટ્રાફિક વ્યવસ્થા જાળવવાની કહી, એટલે વાહન ચલાવવા પર જ પ્રતિબંધ મૂકી દેવો!"*
મોટર વ્હીકલ એક્ટ મુજબ નાગરિકને વાહન ચલાવવાનો અધિકાર છે, પણ વ્યવસ્થા માટે હેલ્મેટ અને સિગ્નલના નિયમો છે. હવે પોલીસ એમ કહે કે "નિયમોનું પાલન કરાવવામાં મુશ્કેલી પડે છે એટલે કોઈએ ગાડી જ ચલાવવી નહીં", તો તે હાસ્યાસ્પદ ગણાય.
📝સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પરીક્ષકનું નામ ગુપ્ત રાખીને (કાપો મારીને) પેપર આપવું. બોર્ડે પારદર્શિતા રાખવાને બદલે સીધું કહી દીધું કે "પેપર જ નહીં આપીએ", કારણ કે પેપર આપવાથી અંદરની ભૂલો પકડાઈ જવાનો ડર છે!
"ઓપરેશનમાં સાવચેતી રાખવાની કહી, એટલે દર્દીની સારવાર જ બંધ કરી દેવી!"
સર્જરી વખતે સાવચેતી રાખવાની ગાઈડલાઈન હોય, તેનો અર્થ એ નથી કે ડૉક્ટર સારવાર કરવાનો જ ઇનકાર કરી દે. સુપ્રીમ કોર્ટે પેપર ચેકર્સની સુરક્ષા માટે માત્ર નામ ગોપનીય રાખવાની શરત મૂકી હતી. બોર્ડે આ શરતને ઢાલ બનાવીને પોતાની ભૂલો છુપાવવા વિદ્યાર્થીઓ માટે ઉત્તરવહીના દરવાજા જ બંધ કરી દીધા!
*⛔⛔મુદ્દાની વાત👇🏻👇🏻*
જો આદિત્ય બંદોપાધ્યાય કેસમાં પેપર આપવાની ખરેખર મનાઈ જ હોત, તો પછી આખા દેશમાં CBSE, UPSC, GPSC અને અન્ય બોર્ડ RTI હેઠળ ઉત્તરવહીઓની સ્કેન કોપી કયા નિયમથી આપે છે ?
📌માત્ર ગુજરાતનું રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) માટે સુપ્રીમ કોર્ટનો કાયદો અલગ કઈ રીતે હોઈ શકે ? જવાબ સ્પષ્ટ છે: જે સંસ્થા સાચી અને નિષ્પક્ષ હોય તેને પેપર બતાવવામાં ડર ન હોય, પેપર છુપાવવાની જરૂર માત્ર તેને જ પડે જેને પોતાની પોલ ખૂલી જવાનો ભય હોય!
🙏🏻બાકી સમજુને ઇશારો કાફી....આભાર🙏🏻
અસ્તુ
✍🏻યુયુત્સુ
🚨 TAT-HS મુખ્ય પરીક્ષા પરિણામ: મહેનતુ ઉમેદવારો સાથે મોટો અન્યાય કે સિસ્ટમનો મોટો છબરડો ? ❓🚨
⛔રાતોના ઉજાગરા, વર્ષોની તનતોડ મહેનત અને B.Ed. પછી શિક્ષક બનવાનું એક સપનું... પરંતુ જ્યારે રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા TAT-HS મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર થાય છે, ત્યારે મહેનતનું સાચું મૂલ્ય મળવાને બદલે ઉમેદવારો સામે ઊભા થાય છે માત્ર સવાલો અને હતાશા!
⛔આ વિવાદ માત્ર ઓછા ગુણ મળવાનો નથી, પરંતુ આખી #મૂલ્યાંકન_પ્રણાલી અને #પારદર્શિતા સામે ગંભીર સવાલો ઊભા કરતો આક્રોશ છે.
📌 પરિણામના સરવાળામાં સીધી ભૂલ: સત્તાવાર જાહેરાત મુજબ કુલ હાજર ૪૭,૬૪૪ ઉમેદવારો હતા. પરંતુ પાસ (૧૬,૮૮૭) અને નાપાસ (૩૦,૭૫૪) નો સરવાળો કરતાં ૪૭,૬૪૧ થાય છે. આ ૩ ઉમેદવારોનો તફાવત કેમ આવ્યો ?
⛔ટોપર્સ અને અનુભવીઓ નાપાસ: પ્રિલિમ્સના ટોપર્સ, યુનિવર્સિટી ગોલ્ડ મેડાલિસ્ટ્સ અને ૫ થી ૧૦ વર્ષથી શાળાઓમાં ભણાવતા અનુભવી શિક્ષકો વર્ણનાત્મક મુખ્ય પરીક્ષામાં નાપાસ થયા છે અથવા માંડ પાસિંગ માર્ક્સ મેળવી શક્યા છે.
⛔પેપર તપાસણીની ગુણવત્તા: પેપર ચકાસણી બિનઅનુભવી કે નવા શિક્ષકો પાસે કરાવવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો છે. મૌલિક જવાબો લખવા છતાં મનસ્વી રીતે ગુણ કાપી લેવાયા છે.
⛔માર્ક્સની અસ્પષ્ટતા: પેપર-૧ અને પેપર-૨ ના અલગ-અલગ ગુણ આપવાને બદલે માત્ર સંયુક્ત ગુણ આપીને વિગતો છુપાવવાનો પ્રયાસ કેમ ?
⚖️ #RTI અને સુપ્રીમ કોર્ટનો અધિકાર:
સર્વોચ્ચ અદાલત (CBSE vs Aditya Bandopadhyay અને ICAI vs Shaunak H. Satya) ના સ્પષ્ટ ચુકાદા મુજબ દરેક પરીક્ષાર્થીને RTI Act, 2005 હેઠળ પોતાની ચકાસાયેલી ઉત્તરવહી જોવાનો અને તેની પ્રમાણિત નકલ મેળવવાનો કાનૂની અધિકાર છે. તો પછી રિચેકિંગના નામે ઉત્તરવહીઓ બતાવવાથી કેમ ઇનકાર કરવામાં આવે છે અને ઉત્તરવહીઓ નાશ કરવાની આટલી ઉતાવળ શા માટે ?🤔
📢 ઉમેદવારોની સ્પષ્ટ અને ન્યાયી માંગણીઓ:👇🏻
1. પેપર-૧ અને પેપર-૨ ના વ્યક્તિગત ગુણ અલગથી જાહેર કરવામાં આવે.
2. તમામ ઉમેદવારોને તેમની મૂલ્યાંકન કરેલી ઉત્તરવહીની સ્કેન કોપી ઉપલબ્ધ કરાવવામાં આવે.
3. સમગ્ર મુખ્ય પરીક્ષાનું તટસ્થ વિષય નિષ્ણાતો દ્વારા પારદર્શક પુનઃમૂલ્યાંકન (Re-evaluation) થાય.
4. બોર્ડ દ્વારા અધિકૃત મોડેલ Answer Key અને મૂલ્યાંકન માપદંડ જાહેર કરવામાં આવે.
5. વિષયવાર અને કેટેગરીવાર વિગતવાર મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવે.
મિત્રો હવે ચૂપ રહેવાનો સમય નથી. આપણી મહેનત અને આત્મસન્માન માટે અવાજ ઉઠાવવો અનિવાર્ય છે. આ કોઈ વિશેષ સવલતની માંગ નથી, પણ આપણો બંધારણીય અધિકાર અને પારદર્શિતાની લડત છે!
👉યાદ રાખજો #એકતા_જ_સૌથી_મોટી_તાકાત_છે.
#JusticeForTATHSAspirants #TATHS #GujaratEducation #FairEvaluation #Revaluation #RightToJustice #YouthPower #GujaratYouth
@InfoGujarat@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@GSTV_NEWS@sandeshnews@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u@VoraMalhar