❤️ભારત-પાકિસ્તાન બોર્ડર ઉપર આવેલું પ્રથમ ગામ ચતરપૂરા જ્યાં પીવા ના પાણી ની સમસ્યા જોવા મળી હતી.અને ત્યાં બહેન-દિકરીઓ તળાવ માંથી ગંદુ પાણી ભરી ને લાવતી હતી.મારા ધ્યાન માં આવતા ત્યાં થી પાણીનું ટેન્કર મંગાવી ચોમાસા સુધી તેમને એક દિવસ છોડી એક દિવસ પાણી ના ટેન્કર ની વ્યવસ્થા કરી આપી.
એક ખેડૂત પુત્ર હોવાના લીધે વર્તમાન સમયમાં આખા દેશને અન્ન પૂરું પાડનાર અન્નદાતાને જે સમયમાં ખેતી માટે diesel ની ખુબ જ વધારે જરૂરિયાત હોય ત્યારે તેમની ડીઝલ ન મળવાની વેદના અને વ્યથાને લઈને ખરેખર દિલથી ખુબ જ દુઃખ થાઈ છે.
#farmer#gujarat#dieselcrisis
ખેડૂતના હાથમાં માટી છે, પણ આંખોમાં ચિંતા,
ડીઝલના ભાવ અને અછતથી વધી ગઈ વ્યથા…
દિવસ-રાત મહેનત કરે અન્નદાતા આપણો,
પણ આજે એ જ ખેડૂત પૂછે — “કેમ ચાલશે જીવન?” 🚜🌾💔#KhedutNiVedna#FarmerLife#Gujarat#DieselCrisis
"ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ"
આ છે મારું ગુજરાત
રણ અને દરિયા વચ્ચેય ફાટફાટ વિકસતું આ ગુજરાત,
દિવસ હોય કે રાત, સદાય ખિલખિલાટ હસતું આ ગુજરાત,
લલાટ પરના પ્રસ્વેદથી ભાગ્યને ઝળકાવતું મારું આ ગુજરાત,
ભૂકંપ હોય કે વાવાઝોડું - રહેતું અડીખમ આ ગુજરાત,
વિશેષ ભાતીગળ ને અશેષ અસ્મિતા ધરાવતું આ ગુજરાત,
સંઘર્ષના સ્વપ્નમાંથી સાકાર થયેલ હકીકત મારું આ ગુજરાત.
— દીપક મેઘાણી, IPS
🙏🏻👮🏻પોલીસ પ્રશાસનતંત્રનો ખૂબ ખૂબ આભાર કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તમે આટલી તકેદારી લો છો. પત્ર વાંચીને આનંદ થયો કે અમારી '#સુરક્ષા' માટે આટલો મોટો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે! 👮♂️🙏
પણ સાહેબ..
🧑🏻🏫અમે ઉમેદવારો છીએ, આતંકવાદી નથી. 🚫
📝અમારા હાથમાં આવેદનપત્ર છે, કોઈ આઇટમ બોમ્બ કે અણુબોમ્બ નથી. 💣
📌અમે ન્યાય માંગવા આવીએ છીએ, અરાજકતા ફેલાવવા નહીં.🛑
🙏🏻હા, અમે બેરોજગાર જરૂર છીએ, પણ '#શિક્ષિત' છીએ. 📚
અમે માત્ર અમારી વેદનાને વાચા આપવા માંગીએ છીએ.પરીક્ષાની પદ્ધતિ(ઓફલાઇન) માટે અમારે રસ્તા પર ઉતરવું પડે અમને પણ ન ગમે.
🙏🏻તંત્રને નમ્ર વિનંતી કે જેટલી તકેદારી તમે બંદોબસ્તમાં રાખો છો, તેટલી જ તકેદારી જો પરીક્ષાઓ #ઓફલાઇન અને સમયસર લેવામાં આવે તે વાતની પણ રાખવામાં આવે, તો કદાચ અમારે આ આવેદનપત્રો આપવાની જરૂર જ ન પડે!
અને હા,
આ પત્ર સાબિત કરે છે કે અમે CCE પરીક્ષા ઓફલાઇન બાબતે જે મુહિમ ઉપાડી છે, તેની સરકાર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે. જ્યારે પોલીસ તંત્ર આ રીતે લેખિતમાં બંદોબસ્તના આદેશ આપે, ત્યારે તેનો અર્થ એ છે કે અમારો અવાજ સત્તાધીશો સુધી પહોંચી ગયો છે.પોલીસ વિભાગ જ્યારે પણ કોઈ સંગઠન કે વ્યક્તિ દ્વારા મોટા પાયે આવેદનપત્ર કે આંદોલનની જાહેરાત થાય, ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ પ્રકારના પત્રો (Circulars) બહાર પાડે છે. આ પત્રમાં ઉમેદવારોને નુકસાન પહોંચાડવાની વાત નથી, પરંતુ 'કોઈ અનિચ્છનીય બનાવ ન બને' તે માટે તકેદારી રાખવાની સૂચના છે.અમારી પ્રવૃત્તિઓ પર ગુપ્તચર વિભાગ અને પોલીસની નજર છે તે પણ સાબિત થાય છે. અમે પણ સુનિશ્ચિત કરીએ છીએ કે "શિક્ષિત યુવાન હિંસામાં નહીં પણ પોતાના હકમાં માને છે." ગુજરાતના લાખો શિક્ષિત ઉમેદવારોની માગણી બહુ સ્પષ્ટ અને ન્યાયી છે, ભુતકાળના #નોર્મલાઇજેશન ના કડવા અનુભવો ને કારણે #CBRT કોઈપણ સંજોગે મંજૂર નહીં, પરીક્ષા ઓફલાઇન જ લેવામાં આવે તે જ ગુજરાતના દરેક ઉમેદવારની માંગણી છે.
👆🏻લોકશાહીમાં 'લોકમત' સર્વોપરી હોય છે, અને અહીં તો 'યુવામત' સ્પષ્ટ છે.
✍🏻યુવા અધિકાર ન્યાય ચળવળ ✊
શિક્ષિત બેરોજગાર: આતંકવાદી નહીં, પણ આશાવાદી! 🙏🏻
#CCE_Offline #JusticeForStudents #GujaratYouth #યુવા_અધિકાર_ન્યાય_ચળવળ
@Bhupendrapbjp@CMOGuj@GujaratPolice@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u