મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ જિલ્લાના બાવકા ખાતે આવેલા સુપ્રસિદ્ધ અને પૌરાણિક શિવમંદિર ખાતે દર્શન-અર્ચન કરી મહાદેવના ચરણોમાં રાજ્યની સુખ, શાંતિ અને સમૃદ્ધિ તેમજ જનકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ ઐતિહાસિક મંદિર પરિસરનું નિરીક્ષણ કર્યું હતું તેમજ તેના ઐતિહાસિક અને સ્થાપ��્ય વારસાની ઝીણવટભરી જાણકારી મેળવી હતી.
#CMatDahod
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં છોટાઉદેપુર ખાતે આજે ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીની ઉજવણીનો કાર્યક્રમ આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે આ અવસરે આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે ₹2283 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ આદિવાસી બાહુલ્ય ધરાવતા રાજ્યના 14 જિલ્લાઓમાં સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી સરળતાથી લોકો સુધી પહોંચે તે હેતુથી 'શબરી બુથ' તથા આદિવાસી વિસ્તારોના સ્થાનિક અને પરંપરાગત વ્યંજનો અને ઉત્પાદન��ને પ્રોત્સાહન આપવા 'જોહર કેફે'નું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી દ્વારા આ ઉપરાંત વન અધિકાર, આવાસ, કુંવરબાઈનું મામેરું, મહિલા દૂધાળા પશુ યોજના સહિતની યોજનાઓ હેઠળ 27,900થી વધુ લાભાર્થીઓને લાભ અર્પણ કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રી દ્વારા આ અવસરે આદિજાતિ વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, વિકાસ કાર્યો અને પ્રકલ્પોની માહિતી આપતી વિશેષ પ્રદર્શનીનું ઉદઘાટન તેમજ 6 મીની ફાયર ટેન્ડરના વાહનોને ફ્લેગ-ઓફ કરાવી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
#JanjatiyaGauravDiwas
આદિવાસી અસ્મિતા અને અધિકારોના રક્ષણ માટે તથા અંગ્રેજી હકુમતના અન્યાય સામે ક્રાંતિની ચેતના જગાવી પ્રાણનું બલિદાન આપનાર મહાન સ્વાતંત્ર્ય સેનાની અને જનનાયક 'ધરતી આબા' ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી 'જનજાતિય ગૌરવ દિવસ'ની સૌ આદિવાસી બાંધવોને શુભકામનાઓ..!
#JanjatiyaGauravDiwas
LIVE: અમદાવાદ ખાતે ઇન્ડિયન સોસાયટી ઓફ હેમેટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝનના 67મા વાર્ષિક સંમેલન – હેમેટોકોન 2026નું ઉદ્ઘાટન કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. https://t.co/RWAfhws5FI
આદિવાસી સમાજના ગૌરવ, સ્વાભિમાન અને અદમ્ય સંઘર્ષના પ્રતીક ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત કરી રહ્યું છે જનજાતીય ગૌરવ સપ્તાહની વિશેષ ઉજવણી.
આદિવાસી સમાજની સંસ્કૃતિ, સમર્પણ અને સશક્તિકરણને સમર્પિત આ ગૌરવપર્વ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ���યોજિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી બની જનજાતીય ગૌરવની ગાથાને વધુ ઉજાગર કરીએ.
“પ્રકાશના પર્વ પર પોતાની સાથે અન્યોની પણ કાળજી રાખવી તેવી બોટાદના નાગરિકોને અપીલ છે.”–ફાયર વાયરલેસ ઓફિસરશ્રી કુલદીપસિંહ ડોડીયા: આકસ્મિક સ્થિતિમાં મદદ માટે ફાયર વિભાગના ૧૦૧, ૧૧૨ અથવા ૦૨૮૪૯-૨૫૨૪૨૦ નં.પર સંપર્ક કરી શકાશે.
@CMOGuj@InfoGujarat@Rivaba4BJP@Collectorbotad@DDOBOTAD
આજ રોજ બરવાળા તાલુકાના રેફડા ગ્રામ પંચાયત ખાતે દફતર તપાસણી કરી, વિકાસ ના બાકી કામો, જરૂરી જાહેર સુવિધાઓ તેમજ વસૂલાત અંગે સમીક્ષા કરવામાં આવી.
@CMOGuj@Rivaba4BJP@revenuegujarat@InfoBotadGoG