ખેડૂતોને સહાય યોજનાઓના લાભ સમયસર અને પારદર્શક રીતે પહોંચાડવા માટે ગ્રામસેવકો, વિસ્તરણ અધિકારીઓ, અને અધિકારીઓની ટીમ દ્વારા અરજીઓની ચકાસણી, યાદી તૈયારી અને સહાય ચુકવણી જેવી મહત્વપૂર્ણ કામગીરીઓ કચેરી નિરંતર મોડે સુધી કાર્યરત રાખી જવાબદારીપૂર્વક પૂર્ણ કરવામાં આવી રહી છે.
કમોસમી વરસાદથી નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના મોજે રાનકુવા ગામના ખેડૂત શ્રી નિલેશકુમાર ગમનભાઈ પટેલના ડાંગર પાકને નુકસાન થયું હતું. સર્વે બાદ સરકારશ્રી દ્વારા બે હપ્તામાં સહાય સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવી.
આફત ગઈ, સહાય આવી – ખેતીમાં ફરી હરિયાળી લાવી 🌱🌾
પરંપરાગત ખેતીમાંથી આધુનિક અને નફાકારક ખેતી તરફનો સફળ પ્રયાસ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના માણેકપોર ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી હિતેશચંદ્રજી પટેલે કર્યો છે. ડ્રેગન ફ્રૂટ જેવી ઊંચી મૂલ્યવાળી પાકની ખેતી દ્વારા ઓછા પાણીમાં વધુ આવક મેળવી તેઓ અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.
AGR-2 FM યોજનાથી યાંત્રિક ખેતીને નવો વેગ 🚜
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ચોખડ ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી મોહનભાઈ આહીરે AGR-2 FM યોજના હેઠળ કમ્બાઈન્ડ હાર્વેસ્ટર સાધનની સહાયથી પાક કાપણી ઝડપી કરી, ખર્ચ ઘટાડ્યો અને દાણાનું નુકસાન ઓછું કર્યું.
ખેતીમાં આધુનિકતાની પાંખો 🪽🌾
સમય બચાવો, ખર્ચ ઘટાડો – ડ્રોન ટેક્નોલોજી અપનાવો.
ખેરગામ તાલુકાના નડગધરી ગામના પ્રગતિશીલ ખેડૂતો પરંપરાગત ખેતીમાંથી આગળ વધી ડ્રોન ટેક્નોલોજી અપનાવી રહ્યા છે.
દવા છંટકાવમાં સમય બચત, ખર્ચ ઘટાડો અને વધુ અસરકારક પરિણામ.
નવસારી જિલ્લાના ખખવાડા ગામના ખેડૂત વિપીનભાઈ નાયક છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે. દેશી ગાય આધારિત પદ્ધતિથી ખર્ચ ઘટ્યો, જમીન તંદુરસ્ત બની અને નફો વધ્યો.
Back to Nature, Back to Roots 🌱
પ્રાકૃતિક ખેતીમાં નવા આયામો સિદ્ધ કરતા પ્રગતિશીલ ખેડૂત..
પ્રાકૃતિક ખેતીમાં ડ્રોન ટેકનોલોજીના સફળ ઉપયોગ દ્વારા પાકમાં જીવામૃતનો છંટકાવ કરી, પ્રાકૃતિક ખેતી દ્વારા મબલખ પાક ઉત્પાદન મેળવી લાખોની કમાણી કરતા નવસારીના ખેડૂત શ્રી હેમંતભાઈ પટેલ ..
કૃષિ ખાતાના Digital monitoring of Agriculture પ્રોજેકટ અંતર્ગત ની "કૃષિ પ્રગતિ" એપ અને Web portal ની સમજ માટે ખેતીવાડી શાખાના અધિકારીઓ, કર્મચારીઓ તથા પ્રગતિશીલ ખેડૂતો માટે આજે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા મેડમની અધ્યક્ષતામાં Coforge કંપની દ્વારા તાલીમ આયોજિત કરવામાં આવી.
સખીમંડળની બહેનો દ્વારા જીવામૃત ઉત્પાદનના મીની યુનીટ સ્થાપી ખેડૂતોને વેચાણ કરી આત્મનિર્ભરતાનું ઉદાહરણ બન્યો નવસારી જિલ્લો
-
સખીમંડળની બહેનો દ્વારા વ્યાપારીક ધોરણે જીવામૃત ઉત્પાદન કરી જિલ્લાના ખેડૂતોને વિતરણ કરવામા ફરી એકવાર નવસારી જિલ્લો રાજ્યમાં પ્રથમ #teamnavsari#prakrutikkheti
@OfficialGsrtc@CMOGuj@sanghaviharsh@PortsTransport સાહેબશ્રી આ પ્લગ/પોઈન્ટનો ઉપયોગ શેના માટે હોય છે ??? અને જો આ પ્લગનો ખરેખર કંઈ ઉપયોગ હોય અને ચાલતો ન હોય તો શું કરવાનું તે જણાવશો. કંડકટર સાહેબશ્રી અને ડ્રાઈવર શ્રી તો ઊંધા જ જવાબ આપે છે પહેલા આનું નિવારણ લાવો. Bus-Navsari to Rajkot #gsrtc
ખેરગામ તાલુકાના આછવણી ગામે શ્રી મહેશભાઈ એ ૧ એકરમાં કંટોલા અને ભીંડા પાકની સફળ પ્રાકૃતિક ખેતી કરી રુ ૪૫૦૦૦/- ની ચોખ્ખી આવક મેળવી અને સાથે સાથે પ્રાકૃતિક દવા નિમાસ્ત્રના ઉપયોગથી તેના વિસ્તારમાં શાકભાજી પાકમાં આવતી ફળમાખીને અટકાવીને પ્રાકૃતિક ખેતીને સફળ ખેતી બનાવવા યોગદાન પણ આપ્યુ.
" આધુનીક કૃષિ વિકાસની દિશામાં હરણફાળ ભરતા જિલ્લાના ખેડૂતો ".
જિલ્લાના આદિજાતિ વિસ્તારના ખેડૂતો પણ આધુનિક ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ પોતાની ખેતીમાં કરી પોતાના વિકાસની પરિભાષા દર્શાવી રહયા છે.
"સમૃધ્ધ ખેતી સમૃધ્ધ ખેડૂત"