@NilamMakwana28 નીલમબેન એ બધું તો ઠીક, પણ હમણાં આણંદ માં ૫ વર્ષની બાળકી પર દુષ્કર્મ કરી અને હત્યા કરી નાખી નરાધમે, એ આરોપી જ્યારે જેલની બહાર નીકળે છે ત્યાર સરખું ચાલે છે અને પી આઈ શ્રી કાન માં મંત્ર ફૂંકે તરત જ લંગડો ચાલવા માંડે છે ? બસ આવું શરમ વિનાનું તંત્ર થઈ ગયું છે ?
Almost all Industries in India announcing GST cut
except INSURANCE
Extremely immoral, shrewed and inhuman sector, including Govt & Private companies.
ગુજરાતના વર્ગ-૩ નિયત પગાર કર્મચારીઓને બિહાર અને યુપીની સરખામણીમાં ઓછું વેતન!
બિહારમાં 1 વર્ષનો નિયત પગાર, યુપીમાં ઉચ્ચ વેતન.
ગુજરાત સરકારે ન્યાય કરવો જોઈએ!
ગુજરાત મોડેલ વેપાર પૂરતું જ છે કે કર્મચારીઓને પણ આ મોડેલ લાભ મળશે?
#Remove_Fixpay_in_gujarat#REMOVE_FIX_PAY_IN_GUJARAT
આજે વિધાનસભા માં ગુજરાત નાં રોડ રસ્તા નો પ્રશ્ન પૂછ્યો પણ મંત્રીશ્રી ગુજરાત ની વાત ન કરતા બીજા રાજ્યો ની વાત કરી - ભાઈ તમે જે રાજ્ય ના મંત્રી છો એનું કામ કરો ને, તમારી નાકામી છુપાવવા બીજા રાજ્યો ની આડ શા માટે લ્યો છો? આપડે વોટ ગુજરાત ના લોકો આપે છે કે બીજા રાજ્યો ના લોકો?
સચિવાલયના પાર્કિંગમા ગેટ નંબર ૬ તરફ સેંકડો કાર બ્લેક ફિલ્મ + નંબર પ્લેટ વગરની પડી છે.
આ બધી જ કાર પોલીસની નજર સામેથી જ સચિવાલયમાં પ્રવેશી છે. #Gandhinagar#Vidhansabha
કેન્દ્રીય મંત્રી @nitin_gadkari અને CM સર @Bhupendrapbjp, એક વાર બાય રોડ મુલાકાત લેવી જોઈએ,
કોણે ખરડાયું ગુજરાતના રસ્તાઓનું માન?
ગુજરાતના રસ્તાઓથી એક સમયે 'ગૌરવવંતા ગુજરાત' ની વાત થતી હતી
પણ હવે તંત્ર ખાડે ગયું છે એ નક્કી છે
NH 48
રાજસ્થાનથી ગુજરાતમાં રસ્તો
રાજસ્થાનમાં આજ હાઈવે ચકાચક
પણ દુઃખ એ વાતનું છે કે શામળાજીથી ચિલોડા સુધી એક સિંગલ બ્રિજ તંત્ર કહી શકે કે આ ઓકે છે,
એટલા ખરાબ રસ્તા, ખાડાઓ તો એકોએક બ્રિજ પર, નથી કોઈ જ સર્વિસ રોડ ના ઠેકાણા.
એમાં પણ પ્રાંતિજ પાસે નવા બ્રિજના કારણે ઓછામાં ઓછો દરેક માટે અડધો કલાકનો ટ્રાફિક જામ, તેનું પણ કોઈ નિરાકરણ નહીં.
એમાં પાછા જ્યાં ટોલટેક્સ છે તેમને પૈસા પણ ના લેવા જોઈએ એવી સ્થિતિ એના આગળ પાછળના એક કિલોમીટર માં દેખાય છે.
હોઈ શકે કે તમે બ્રિજનું કામ કરી રહ્યા છો પણ જે નથી કરી રહ્યા ત્યાં આવી સ્થિતિ કેમ?
કેમ બીજા રાજ્યોમાં આજ હાઈવે પર આવી સ્થિતિ નથી?
કોને પૈસા ઓછા મળતા આજે લાખો વાહન ચાલકોના મણકા તોડવાનો કોન્ટ્રાક્ટ લીધો?
#Road #Gujarat #Ahmedabad #Sabarkantha #Arvalli #Himmatnagar
જિનિયસ વ્યક્તિત્વ 'સ્ટીવ જોબ્સ' એ કરેલો છેલ્લો ઈ-મેઈલ
5 ઑક્ટોબર, 2011ના દિવસે એમના અવસાનના અમુક દિવસો પહેલા સ્ટીવે પોતાનું આઇપેડ ખોલ્યું અને એક ઈમેઈલ લખ્યો..
ઈમેઈલ [email protected] પરથી પોતાના જ ઈમેઈલ [email protected] પર એ મેસેજ મોકલાયો, જે કદાચ ક્યારેય દુનિયા સામે આવવાનો નહોતો પરંતુ તેમના પત્ની લોરેન, ટિમ કૂક અને જોની આઇવ દ્વારા શરૂ કરેલ 'સ્ટીવ જોબ્સ આર્કાઇવ' ના કારણે આપણને એ માણસનો છેલ્લો સંદેશ જે ખાનગી હતો એ પણ જાણવા મળ્યો.
એ ઈ-મેઈલમાં એણે લખ્યું કે, "હું જે કઈ પણ ખાઉં છું તેમાંથી બહુ ઓછું હું જાતે ઉગાડું છું. અને જે થોડું ઘણું પણ ઉગાડું છું, એના બીજ મેં નથી બનાવ્યા.."
"હું મારા પોતાના કપડાં જાતે નથી બનાવતો, હું જે ભાષા બોલું છું, એની શોધ કે સુધારાણા મેં નથી કરી. હું જે ગણિતનો ઉપયોગ કરું છું, તેની શોધ મેં નથી કરી."
"હું જે આઝાદી અને કાયદાઓ દ્વારા સુરક્ષિત છું, તેની કલ્પના કે રચના મેં નથી કરી. હું જે સંગીતથી પ્રભાવિત થાઉં છું, તે મેં નથી બનાવ્યું.."
"આજે મને જ્યારે તબીબી સારવારની જરૂર છે, ત્યારે હું મારી જાતને બચાવવા માટે લાચાર છું. ટ્રાન્ઝિસ્ટર, માઇક્રોપ્રોસેસર, ઓબ્જેક્ટ-ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ, કે મોટાભાગની ટેકનોલોજી જેની સાથે હું કામ કરું છું, તેની શોધ મેં નથી કરી."
"સમગ્ર માનવજાત, જીવિત કે મૃત, મને તેમના પ્રત્યે પ્રેમ અને આદર છે. મારા અસ્તિત્વ અને કલ્યાણ માટે હું સંપૂર્ણ તેમના પર જ નિર્ભર છું."
આધુનિક જગતનો મહાન 'ક્રિએટર' પોતાની જિંદગીના અંતમાં પોતાની નિર્ભરતાનો સ્વીકાર કરી રહ્યો છે..
બધુ જ બધાનું છે અને, કશું જ કોઈનું નથી..
~ ગામાયણ
👨🏫👩⚕️👮♂️ કર્મચારીઓ સાથે ભેદભાવ કેમ?
📌 ગુજરાતમાં ફિક્સ પે – 5 વર્ષ!
📌 મહાનગરપાલિકાઓમાં ફક્ત – 3 વર્ષ!
📌 અન્ય રાજ્યમાં તો માત્ર – 1 વર્ષ કે સીધા નિયમિત!
➡️એક જ દેશ/રાજ્યમાં અલગ નિયમ કેમ?
#Remove_Fixpay_in_gujarat#Gujarat
જન સત્યાગ્રહ કેમ?
આપડુ ગુજરાત આજે એક કઠિન વાસ્તવિકતા જીવી રહ્યું છે.
યુવાનોને રોજગારના નામે Fix-Pay, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગનુ શોષણ મળે છે.
ખેડૂતોની સહાય અને યોજનાઓ ફક્ત કાગળ પર જ મળે છે.
આદિવાસી અને પછાત સમાજના જંગલ અને જમીનના અધિકાર છીનવાઈ ગયા છે અને આ સરકાર ના બુલડોઝર રાજ માં લોકો ઘર વિહોણા બની રહ્યા છે?
શિક્ષણના ક્ષેત્રમાં શાળાઓ બંધ થઈ રહી છે, હજારો શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. TET-TAT પાસ કરેલા ઉમેદવારો ને વારંવાર આંદોલન પર બેસવાની ફરજ પડે છે. છત્તા પુરતી ભરતી કરવામાં આવતી નથી.
આરોગ્યમાં સરકારી હોસ્પિટલો સ્ટાફ વગર ખાલી પડી છે, ખાનગીકરણના કારણે મધ્યમ વર્ગ માટે સારવાર અસહ્ય બની ગઈ છે.
ભ્રષ્ટાચાર એટલો વધ્યો છે કે મનરેગા જેવી ગરીબો માટેની યોજનામાં પણ ભાજપ સરકાર ના મંત્રીઓના પરિવાર માટે કમાણીનું સાધન બની ગઈ છે.
દારૂબંધીના નામે ગુજરાતને ગેરકાયદેસર રીતે ઠેરઠેર દારૂ અને જુગારના અડ્ડામાં ફેરવી નાખવામાં આવ્યું છે.
કાયદો-વ્યવસ્થાની હાલત એટલી ખરાબ છે કે રસ્તા પર નિર્દોષો પર હુમલા થાય છે અને સરકાર મુકદર્શક બની રહે છે.
આ બધું સહન કરતા કરતા હવે ધીરજનો કાંઠો છલકાઈ ગયો છે. જન સત્યાગ્રહ ફક્ત કોંગ્રેસનો નથી. જન સત્યાગ્રહ દરેક ગુજરાતીનો છે.લોકતંત્ર ને બચાવવા માટે છે. તાનાશાહી ને હરાવવા માટે છે.
લોકશાહી બચાવવા, ભ્રષ્ટાચારને હરાવવા, કાયદો-વ્યવસ્થા સુધારવા અને સામાન્ય લોકોના અધિકારો અપાવવા હવે સમય આવી ગયો છે.
ચાલો ગાંધીનગર… જનસત્યાગ્રહ મા જોડાઈએ.
#JanSatyagrah