"કૃષિ-પ્રગતિ" એપના ઉપયોગ બાબતે જિલ્લાના વિસ્તરણ અધિકારીશ્રી, ગ્રામસેવકશ્રી તેમજ પ્રતિનિધિ સ્વરૂપ પ્રગતિશીલ ખેડૂતભાઈઓને માર્ગદર્શન મળી રહે તે હેતુથી તાલીમ વર્કશોપનું આયોજન બોટાદ ખાતે કરવામાં આવ્યું હતુ.
🚫 Important 🚫
👉આવતી કાલથી આઈ ખેડુત પોર્ટલ કિસાન પરિવહન, ટ્રેકટર ટ્રેલર અને આદીજાતિ પાવર ટીલર માટે ખોલવાનું હતું.
👉તે હવે ફક્ત આદીજાતિ પાવર ટીલર માટે જ ખોલવામાં આવશે.
👉કિસાન પરિવહન યોજનામાં ટ્રેલર (ટ્રોલી) નવું સાધન/ઘટકનો ઉમેરો થયેલ હોવાથી પોર્ટલ પછીથી ખોલવામાં આવશે.
ટેકનોસેવી બોટાદના,
પ્રગતિશીલ ધરતીપુત્રો.
👉રાણપુર તાલુકાના વાવડી ગામના પ્રગતિશીલ ખેડૂતશ્રી રમેશભાઈ બદ્રેશિયા જેમની કામગીરીની નોંધ માન. @Bhupendrapbjp શ્રીએ પણ લીધેલ છે.
👉આજ રોજ માન. @DDOBOTAD શ્રીએ રૂબરૂ મુલાકાત કરી પ્રાકૃતિક કૃષિ અને ટેકનોલોજી થકી કૃષિના વિકાસ અંગે ચર્ચા કરી.
ખેડૂતોને ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીમાં સહાય આપવાની યોજનામાં ગ્રામસેવકશ્રી દ્વારા સાધન વેરિફિકેશનની કામગીરી કરવામાં આવી રહી છે.