સામાજિક વનીકરણ વિભાગ, દેવભૂમિ દ્વારકા હેઠળની સામાજિક વનીકરણ રેન્જ, ભાણવડ દ્વારા વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધારવા અને ટકાઉ જીવનશૈલી માટે પ્રેરિત કરવા માટે “વન ચેતના - યુવા ઉજાગર” કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો, જેમાં 150 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ પદયાત્રા તા. ૧૧/૧૦/૨૦૨૪ ના રોજ અત્રના વિભાગના ‘શહીદ વન’ ખાતે પહોંચતા માન. મંત્રીશ્રી મુળુભાઈ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં તેમજ અન્ય મહાનુભાવોની તથા બહોળી સંખ્યામાં લોકોની હાજરીમાં ભારતના વિકાસ માટે પ્રતિજ્ઞા, વૃક્ષારોપણ વગેરે કાર્યક્રમો યોજાયા.
ગુજરાત સરકાર દ્વારા તા. ૦૭/૧૦/૨૦૨૪ થી તા. ૧૫/૧૦/૨૦૨૪ દરમિયાન ઉજવાયેલ વિકાસ સપ્તાહ અન્વયે સામાજિક વનીકરણ વિભાગ, દેવભૂમિ દ્વારકાની ધ્રોલ રેન્જ અંતર્ગત આવેલ ‘શહીદ વન’ ની રાજ્ય સરકાર દ્વારા ૨૩ આઈકોનિક સ્થળોમાં પસંદગી થતા ‘શહીદ વન’ને રોશનીથી શણગારવામાં આવતા મનમોહક દ્રશ્યો સર્જાયા.
લોકોને વૃક્ષારોપણ અંગે પ્રેરણા તથા આનંદદાયક વાતાવરણ મળી રહે તે માટે સામાજિક વનીકરણ વિભાગ, દેવભૂમિ દ્વારકા દ્વારા ધ્રોલના શ્રી કષ્ટભંજનદેવ શિવમ્ પાર્ક ખાતે ફેન્સિંગ, વૃક્ષારોપણ, પાણીની ડ્રિપની વ્યવસ્થા, ક્રીડાંગણ, બાંકડા, વગેરે સુવિધાઓ સાથે 'પવિત્ર ઉપવન'નું નિર્માણ કરવામાં આવ્યું.
૧૦ ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ, દેવભૂમિ દ્વારકા દ્વારા દેવભૂમિ દ્વારકા, જામનગર તથા પોરબંદર જિલ્લાની વિવિધ શાળાઓમાં બાળકોને સિંહ વિશે માહિતગાર કરી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવેલ હતા.
દેવભૂમિ દ્વારકા, જામનગર તથા પોરબંદર જિલ્લામાં ભારે વરસાદના પગલે સામાજિક વનીકરણ વિભાગ, દેવભૂમિ દ્વારકા દ્વારા વિવિધ રસ્તાઓ પર ધરાશાયી થયેલા વૃક્ષો દૂર કરવાની કામગીરી કરેલ છે.
દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી ખાતે તા. ૦૮/૦૮/૨૦૨૪ ના રોજ ગુજરાત રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને અન્ય મહાનુભાવો અને વિશાળ જનમેદનીની હાજરીમાં ૭૫ મા વન મહોત્સવ અંતર્ગત રાજ્યકક્ષાની ઉજવણી તથા ‘‘હરસિદ્ધિ વન’’નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
My vote is for "Gujarat Forest Department, Government of Gujarat" of "Green Gujarat Android Mobile Application" for #SkochAward 2019 via https://t.co/ouKvPNUenD @SkochSameer@skochgroup
News that will make you thrilled!
Happy to share that the water levels at the Sardar Sarovar Dam have reached a historic 134.00 m.
Sharing some pictures of the breathtaking view, with the hope that you will go visit this iconic place and see the ‘Statue of Unity.'
Excellent news vis-à-vis the ‘Statue of Unity’- it finds a spot in the @TIME 100 greatest places 2019 list.
And, a few days back, a record 34,000 people visited the site in a single day.
Glad that it is emerging as a popular tourist spot!
https://t.co/zLSNmwCKyc