‘કાકા-બાપા’ "મામા-ફોઇ" અને ‘લકી ડ્રો’ યોજના:
ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્ક ભરતીનો ભવ્ય મહોત્સવ!
ગુજરાત સરકારનો પેપર લીક રોકવાનો 'માસ્ટરસ્ટ્રોક':
#કેન્દ્રીયકૃત_પરીક્ષા જ બંધ કરી દો, ઝંઝટ જ પૂરી!
વાહ! સરકારનો આ 'નવતર વિચાર' દાદ માંગે એવો છે.
જો કેન્દ્રીયકૃત પરીક્ષા લઈએ, તો પેપર લીક થાય, તો પરીક્ષા જ ન લો! સંચાલકોને કહી દો કે તમને જે ગમે એને ક્લાર્ક બનાવી દો!
'ડાયરેક્ટ ભરતી' કે 'ડાયરેક્ટ સેટિંગ' ? તે તો કઈ રીતે થાય છે આપ બધા ભૂતકાળ જાણો જ છો.
📝રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ૪૦૦૦ જેટલી #ક્લાર્કની ખાલી જગ્યાઓ ભરવા માટેનો 'ઐતિહાસિક' અને 'વિચારપૂર્વકનો' નિર્ણય આવી ગયો છે.
🧐 #કેન્દ્રીયકૃત_પરીક્ષા વગરની ડાયરેક્ટ ભરતીનો સીધો અર્થ એ થાય છે કે:
📌પેપર લીક રોકવાના નામે કૌભાંડનું સરનામું બદલાયું: પહેલા પેપર લીક કરનારા કાળું નાણું કમાતા હતા, હવે સંચાલકો "ટેબલ નીચેથી" લાખો રૂપિયા કમાશે!
📌મેરિટનું મરણ: રાત-દિવસ એક કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લાખો ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળશે.
📌સરકારી તિજોરી પર બોજ, પણ સત્તા ખાનગી હાથમાં: પગાર તો પ્રજાના ટેક્સમાંથી જ ચૂકવાશે, પણ નોકરી કોને આપવી એ નક્કી સંચાલકના બંગલે થશે!
📌"પેપર લીક રોકવાનો આ ઉપાય નથી, પણ જવાબદારીમાંથી હાથ ધોઈ નાખવાનો રસ્તો છે." : જો સરકાર એવું વિચારતી હોય કે કેન્દ્રીયકૃત પરીક્ષા ન લેવાથી પેપર લીક બંધ થઈ જશે, તો આ તો "માથાનો દુખાવો મટાડવા માટે માથું જ વાઢી નાખવા" જેવો અજીબ તર્ક છે!
હવે શાળા સંચાલકો પોતાની રીતે ભરતી કરશે!
આનાથી મોટા 'ખુશખબર' #સંચાલકો માટે બીજા શું હોઈ શકે ?
સરકારે સીધો '#મેનેજમેન્ટ_કોટા' જ ઓપન કરી દીધો લાગે છે!
🧐વિશ્વસનીયતા ? સંચાલકના પોતાના સગા-સંબંધીઓ કરતાં વધારે વિશ્વસનીય આ દુનિયામાં વળી બીજું કોણ હોય ?
🧐હવે તો ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તકો છોડીને સંચાલકોના ઘરના આંટા મારવાનું અને "કાકા, બાપા, મામા, ફોઈ"ના સંબંધો શોધવાનું શરૂ કરશે. જેનું સગપણ મજબૂત અને જેનું પાકીટ ગરમ, એ જ શાળાનો "ક્લાર્ક" !
🧐"કેન્દ્રીયકૃત સ્પર્ધાત્મક પરીક્ષા આપીને પાસ થાઓ તો તલાટી બનો, પણ સંચાલકના ચરણ સ્પર્શ કરો તો સીધા ગ્રાન્ટેડમાં ગોઠવાઈ જાઓ!"
🧐આ પદ્ધતિથી તો "#પેઢીવાદ 2.O"નો શુભારંભ જ થવાનો છે.
🛑જો સરકાર ખરેખર યુવાનોના હિત અને ભરતીની પારદર્શિતા પ્રત્યે ગંભીર હોય, તો આ 'કાકા-બાપા ગોઠવણ નીતિ' બંધ થવી જોઈએ.
🛑#સેન્ટ્રલાઈઝડ_ભરતી: આ ભરતી કોઈપણ ટ્રસ્ટ કે સંચાલકના હાથમાં આપવાને બદલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) જેવી મધ્યસ્થ સંસ્થા દ્વારા જ લેવાવી જોઈએ.
🛑સ્પર્ધાત્મક પરીક્ષા: યોગ્યતા અને મેરિટના આધારે જ નિષ્પક્ષ પરીક્ષા યોજીને દરેક સામાન્ય ઉમેદવારને સમાન તક મળવી જોઈએ.સંચાલકોના ઘર ભરવા માટે યુવાનોના ભવિષ્યનો બલિડાણ આપવાનું બંધ કરો!
🛑"જો પેપર લીક થવાના ડરે સરકાર #કેન્દ્રીયકૃત પરીક્ષા જ ન લે અને સીધી ભરતી સંચાલકોને સોંપી દે, તો એ તો રોગ મટાડવાને બદલે દર્દીને જ ઘરમાંથી બહાર કાઢી મૂકવા જેવી વાત થઈ!"
🛑યુવાનોના ભવિષ્ય સાથે થતા આ રમત-તમાશા બંધ થવા જોઈએ. ૪૦૦૦ ક્લાર્કની જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા યોજીને, મેરિટના આધારે અને સેન્ટ્રલાઇઝડ પદ્ધતિથી જ ભરાવી જોઈએ!
🛑"જો સિસ્ટમમાં લીકેજ હોય તો લીકેજ બંધ કરાય, પાઇપ જ તોડી ન નંખાય! ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્કની ભરતી માત્ર ને માત્ર સેન્ટ્રલાઇઝડ સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા જ થવી જોઈએ."
✍🏻 યુવરાજસિંહ જાડેજા
@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u@dmpatel1961
આ દુઃખ કેને કેવું કહેવું?😱
આ પીડાને કયા શબ્દોમાં લખવી ? 😱
શું આજના ગુજરાતમાં
જનરલ મેરિટમાં પાસ થવું ગુનો બની ગયો છે?🤔
શું સારા માર્ક્સ લાવવું હવે અપરાધ ગણાય છે?🤔
આજે એક નહીં, બે નહીં, અગણિત ઉમેદવારો એવા છે
જેઓએ તનતોડ મહેનત કરી અને સારમાં સારા માર્ક્સ સાથે પાસ થયા પરંતુ આ સિસ્ટમે એની સાથે અન્યાય કર્યો,
વાત જાણે એમ છે કે..
ઉદાહરણ સાથે સમજીએ...
એક ભાઈ પોલીસ પરીક્ષામાં LRD માટે 22 મિનિટમાં ફિઝિકલ પરીક્ષા પાસ કરી, પછી લેખિત પરીક્ષામાં 135 જેવા ઊંચા માર્ક્સ મેળવી જનરલ મેરિટ લિસ્ટમાં પાસ થયા..
મહેનતનું સન્માન મળવું જોઈએ કે સજા ?
👉 દંડ ! શિક્ષા ! 👉 વતનથી વિખૂટા થવાની સજા મળી !
રાજકોટ જિલ્લાના એક ભાઈ..પરીક્ષા પાસ કરીને પોતાના વતન રાજકોટ આસપાસના માત્ર 5 જિલ્લાઓની જ પસંદગી આપી.
કચ્છ તો એમની પસંદગી યાદીમાં હતું જ નહીં.
પણ સિસ્ટમ કહે છે... “તું વધારે હોશિયાર છે, તું વધારે મહેનતી છે, એટલે તને કચ્છ મોકલીએ છીએ!” 😱
500 કિલોમીટર દૂર!
લગભગ 10 વર્ષ માટે પરિવાર, માતા-પિતા, સમાજ અને હકદાર હોવા છતાં વતનથી વિખૂટા !
અને #irony જુઓ... આ જ ભાઈનો સહપાઠી, જેને 131 માર્ક્સ આવ્યા એને પોતાના વતન રાજકોટ જ મળી ગયું!
તો હવે પ્રશ્ન ઊભો થાય છે…
❓ શું 4 માર્ક્સ વધારે લાવવાનો દંડ છે?
❓ શું મહેનત કરવી ભૂલ હતી ?
❓ શું જનરલ કેટેગરીમાં પાસ થવું પાપ છે?
આજે ઉમેદવાર દુઃખમાં કહે છે —
“આના કરતાં તો ઓછા માર્ક્સ આવ્યા હોત તો સારું હોત.”
આ વાક્ય કોઈ નબળાઈ નથી,
આ સિસ્ટમ સામેની સૌથી મોટી ચાર્જશીટ છે!
સામાન્ય વહીવટ વિભાગ (GAD) જો તમામ ભરતીઓ માટે સર્વોપરી સંસ્થા હોય, તો પછી બે અલગ-અલગ ભરતીઓમાં નિયમોના બેવડા ધોરણો કેમ?
GAD — નિયમ ઘડતરની ‘બાપ’ સંસ્થા કહેવાય છે.
બાપ માટે તો બધા દીકરા સમાન હોય ને?
બાપ ભેદભાવ ન કરે ને?
તો પછી કહો...
❓ એક ભરતી બોર્ડ માટે એક નિયમ
❓ બીજી ભરતી બોર્ડ માટે બીજો નિયમ
❓ શિક્ષક ભરતીમાં જિલ્લા પ્રેફરન્સ + કેટેગરી ક્લેમ
❓ અને LRD જેવી ભરતીમાં જનરલ મેરિટને સજા ?
શિક્ષક ભરતીમાં ઉમેદવારને જિલ્લા પસંદગીમાં પણ પ્રેફરન્સ મળે છે અને કેટેગરીનો ક્લેમ પણ મળે છે તો LRD માં કેમ નિયમ અલગ ?
કાયદો પણ સ્પષ્ટ કહે છે જિલ્લા પ્રેફરન્સ વખતે કેટેગરી ક્લેમ મળવો જોઈએ. તો પછી અહીં કેમ નહીં?
🤔શું GAD બધાં બોર્ડ માટે અલગ-અલગ બંધારણ લખે છે?
ઉમેદવાર જ્યારે ભરતી બોર્ડ પાસે જાય તો જવાબ મળે..
👉 “આ અમારું કામ નથી, વિભાગ પાસે જાઓ.”
વિભાગ પાસે જાય...તો જવાબ મળે
👉 “GPRB એ જે આપ્યું એ પ્રમાણે કર્યું.”
અર્થાત્
બોર્ડ અને વિભાગ એકબીજાને ખો આપતા રહે,
અને વચ્ચે ઉમેદવાર પીસાતો રહે!
ક્યારેય સંકલન નહીં,
ક્યારેય જવાબદારી નહીં,
બન્ને વચ્ચે જાણે બાપે માર્યા વેર હોય!
જો કે આ સંકલનનો અભાવ નથી, પણ જવાબદારીમાંથી છટકવાની બારી છે. શું સરકાર અને બોર્ડ વચ્ચેના વિખવાદનો ભોગ માત્ર ગરીબ અને મધ્યમ વર્ગનો દીકરો કે દીકરી જ બનશે?
ગૃહમંત્રી સાહેબ તો કહેતા જાય
“બધાને ન્યાય મળશે…”
પણ હકીકત એ છે કે ન્યાય બોલવાથી નથી મળતો! અધિકારીઓ તો કરે એટલું જ કે જેટલું એમને કરવું હોય.બાકી નેતા કે મંત્રીનું કોઈ અધિકારી સાંભળતા સુધા નથી, એક કાને થી સાંભળે બીજા કાને થી કાઢી નાખે.
અને જે દિવસ રાત મહેનત કરે, જે વધારે માર્ક્સ લાવે, એજ આજે સૌથી વધારે પીસાય છે.
આજે સ્થિતિ એવી છે કે
વધારે માર્ક્સ લાવનાર ઉમેદવાર અફસોસ કરે છે.
અને ઓછા માર્ક્સ લાવનાર ખુશ છે.
આ સિસ્ટમ ઉમેદવારને શું એવું શીખવે છે ?
👉 “મહેનત ઓછી કર, નહિંતર સજા મળશે !”
આ શું ન્યાય છે?
આ શું બંધારણ છે?
આ શું શાસન છે?
પ્રશ્ન સાવ સાદો છે…
વાંક ખાલી એટલો જ છે કે
કોઈ ઉમેદવારને વધારે માર્ક્સ આવ્યા?
જો હા..તો એ નિયમ નહીં,.એ તો ખુલ્લો અન્યાય છે!
મહેનતનું સન્માન મળવું જોઈએ કે સજા ?🤔
✍🏻 યુવરાજસિંહ જાડેજા
#LRD_Unjustice #JusticeForLRDCandidates #GAD_SameRules_For_All #Merit_Is_Not_A_Crime #GujaratPoliceBharti2024_25 #LRD_District_Allocation_Scam
@GujaratPolice@HMofficeGujarat@HomeGujarat@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u
ખરેખર ગુજરાતના સરકારી કર્મચારીઓ એટલા ગુલામ છે કે શોષણ દેખાય છે છતાં કોઈએ બોલવું નથી. ફિક્સ પે નામનું શોષણ માત્ર ગુજરાતમાં જ છે અને ઘણા વર્ષો થી ચાલે છે. પણ આ માયકાંગલી પ્રજા ક્યારે ગુલામી માંથી બહાર આવશે એ તો સમય જ બતાવશે...
#SIR
માણસને માણસ સમજો, મશીન નહીં. ગીર સોમનાથના કોડીનારના છારા ગામના BLO અરવિંદ વાઢેરે આપઘાત કરી લીધો કારણકે અત્યંત બોજને કારણે તેઓ માનસિક રીતે થાકી ગયાં હતાં. ટોર્ચર માત્ર વર્કલોડથી નહીં, ધમકીઓથી પણ થાય છે. આ માત્ર અરવિંદભાઈની વાત નથી. તમામ BLOની હાલત આવી જ છે. કોડિનાર મામલતદારની સૂચનાની ચેટ છે જેમાં BLO પર કામનુ કેટલુ દબાણ કરાય છે તે દેખાય છે. આ રાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે. ચૂંટણી પંચે સંવેદનશીલ બનવાની જરૂર છે.
#BLO @CEOGujarat@ECISVEEP
5 વર્ષ શાસન કરવાના ધારાસભ્યને 1 લાખથી પણ વધુ પગાર અને આજીવન પેન્શન,..
જ્યારે સરકારી કર્મચારીઓને 5 વર્ષ સુધી ફિક્સ પગાર.
સંવેદનશીલ સરકાર આને કહેવાય?
આ તે કેવું ગુજરાત મોડેલ ?
#Remove_Fixpay_in_gujarat#Remove_Fixpay_in_gujarat
ગુજરાતમાં 25 વર્ષથી ચાલતી ફિક્સ પગાર (પે) ની નીતિ હવે નાબૂદ કરવી જ જોઈએ. કોન્ટ્રેક્ટ પદ્ધતિ, આઉટ સોર્સિંગ અને ફિક્સ પગાર એ યુવાનોનું શોષણ છે . સમાન કામ સમાન વેતન એ બંધારણીય સિદ્ધાંત છે . યુવાનો આ અંગે સોશિયલ મીડિયામાં જે ઝુંબેશ ચલાવે છે તેને સમર્થન આપુ છું . આ મુદ્દા અંગે ભૂતકાળમાં વિધાનસભામાં મેં કરેલી રજૂઆતની જુની વીડિયો પણ આ સાથે એટેચ કરું છું .
#remove_fixpay_in_gujarat
ગુજરાતમાં લાખો કર્મચારીઓ ફિક્સ પગાર પર કામ કરે છે, આરોગ્ય, શિક્ષણ અને પંચાયત વિભાગોમાં.
2024માં કેબિનેટ બેઠકમાં ફિક્સ પગારનો સમયગાળો ઘટાડવાની ચર્ચા થઈ, પરંતુ કોઈ નક્કર નિર્ણય લેવાયો નહીં, જે વહીવટી નિષ્ક્રિયતા દર્શાવે છે.
#Remove_Fixpay_in_gujarat#ભરતી#ફિક્સ_પે@CMOGuj
ગુજરાત સરકાર એ ફિક્સ પે નાબૂદ કરવું જોઇએ.
બિહાર સરકાર ફિક્સ પગારનો સમયગાળો ઘટાડીને 1 વર્ષ કરી શકે તો ગુજરાત સરકાર કેમ નાં કરી શકી
ફિક્સ પગાર નાબૂદ કરો સંવેદનશીલ
ગુજરાત સરકાર ગુજરાતના #ફિક્સ#વેતનવાળા કર્મયોગીઓ માટે #સંવેદનશીલ બનશે ખરી..??
#Remove_Fix_Pay_In_Gujarat@CMOGuj