🛑 "#ફિક્સ_પે" : વિકાસ મોડેલ કે શોષણ મોડેલ ?"
📓 ભારતનું સંવિધાન “કલ્યાણકારી રાજ્ય”ની વાત કરે છે
અને અહીં “#શોષણકારી_રાજ્ય”ના નિયમો લાગુ છે.
🔴ફિક્સ પે પ્રથા – ગુજરાતના કર્મચારીઓ માટે શોષણની પ્રથા.
ગુજરાત રાજ્ય, જેને "વિકાસ મોડેલ" તરીકે પ્રસ્તુત કરવામાં આવે છે, ત્યાં એક ખૂબ જ ગંભીર અને શરમજનક નીતિ વર્ષો થી ચાલુ છે — #ફિક્સ_પે_પ્રથા
દેશના અન્ય રાજ્યોએ કલ્યાણકારી અને કર્મચારી હિતની નીતિઓ અપનાવી છે, જ્યારે ગુજરાતમાં આજે પણ કર્મચારીઓનો પગાર-હક્ક ફગાવામાં આવે છે અને 5 વર્ષ સુધી ‘#ફિક્સ_પગાર’ જેવી શોષણાત્મક વ્યવસ્થા હેઠળ રાખવામાં આવે છે.
📌નવી ભરતી થતાં શિક્ષકો, ક્લાર્કો, પોલીસ, હેલ્થ વર્કર, કંડકટર ........ વગેરેને સંપૂર્ણ પગાર મળતો નથી.
📌તેઓને પહેલા 5 વર્ષ ફિક્સ પગાર પર ફરજ બજાવવી પડે છે —
જે અન્ય રાજ્યો અને મોંઘવારીના પ્રમાણમાં ખૂબ ઓછો હોય છે.
આ દરમિયાન DA, HRA, પ્રાવિડન્ટ ફંડ, ગ્રેચ્યુઈટી, અને અન્ય સુવિધાઓ લાગુ પડતી નથી.
👆🏻જોઈએ તો એ કર્મચારી ગુજરાત રાજ્ય માટે પૂરું સમયસેવી, સંપૂર્ણ ફરજ નિભાવે છે, પણ વળતર અર્ધું પણ નથી.
📌જેને આપણે પછાત રાજ્ય કહીએ છીએ એવા બિહાર રાજ્ય: તાજેતરમાં 5 ફેબ્રુઆરી 2025ના રોજ ગેઝેટ જાહેર કરી બિહાર સરકારે સરકારે કર્મચારીઓ માટે #પ્રોબેશન_પીરિયડ 2 વર્ષમાંથી ઘટાડીને 1 વર્ષ કર્યો છે.ત્યાંની રાજ્ય સરકારે કલ્યાણકારી અભિગમ દાખવી નવરોજગાર કર્મચારીઓને ઝડપથી સંપૂર્ણ હક આપવાનું નક્કી કર્યું છે.
📌“સમાન કામ માટે સમાન વેતન” એ માત્ર આકર્ષક વાક્ય નથી. તે ભારતના સંવિધાનના દિશાનિર્દેશક સિદ્ધાંતોમાં સમાવિષ્ટ મૂલ્ય છે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા આ સિદ્ધાંતની અવગણના કરવામાં આવી રહી છે. 5 વર્ષ સુધી પગારમાં ઓછી રકમ આપવી, તેના પર મોંઘવારીના ભથ્થા પણ ન આપવા, "ફિક્સ પે" નામે એક યોજના નહિ પણ "શોષણ પદ્ધતિ" બની ગઈ છે.
— એક કર્મચારીની કલમમાંથી કટાક્ષમય પુકાર
ક્યારેક કદી ગુજરાત વિકાસ મોડેલ માટે વખાણાય છે... પણ એ વિકાસ કોના માટે છે?
> ભ્રષ્ટાચારીઓને બચાવવો હોય ત્યારે વિકાસ મોડેલ, મિત્ર ઉદ્યોગકારોને જમીન આપવી હોય ત્યારે વિકાસ મોડેલ, પણ કર્મચારીને ન્યાય આપવો હોય ત્યારે ?🤔 — "ભાઈ સરકારી વ્યવસ્થા છે, સમય લાગશે..."
🛑સાચી વાત તો એ છે કે, ગુજરાત આજે પણ કર્મચારીઓને “ફિક્સ પે” નામની શોષણ નીતિ હેઠળ પાંચ વર્ષ સુધી ગુલામ બનાવી રાખે છે.
હા, એ જ ગુજરાત જ્યાં #UPSC જેવા કેન્દ્રિય માપદંડ લાવવા ચર્ચા થાય છે, પણ એક સાદો “સમાન વેતન” નક્કી કરવામાં સૌથી વધુ સમયે લાગે છે.
🧑🏻✈️🧑🏻🏫😞 #કર્મચારીઓની હાલત ?
👉🏻ઓછા પગારને કારણે પરિવાર ન ચલાવી શકાય.
👉🏻લોન માં ફાફા, ભવિષ્ય માટે બચત ન બને.
👉🏻સ્ત્રી કર્મચારીઓ માટે તો માસિક ખર્ચ, બાળકોનો ભવિષ્ય, ભાડાંનું ઘર — બધું વધુ દમનકારક.
👉🏻નિવૃત્તિ સમયે પણ આ 5 વર્ષનાં ઓછા પગારનું અસર પેન્શન પર પડે છે — એટલે કે આર્થિક અંધકાર આખી કારકિર્દી પર છવાઈ જાય છે.
📌 ફિક્સ પે નીતિ સંપૂર્ણ રીતે રદ કરો.
📌 પ્રોબેશન પીરિયડ વધુમાં વધુ 1 વર્ષ કરો.
📌 DA, HRA અને અન્ય ભથ્થાઓ ફિક્સ પે દરમ્યાન પણ આપો.
📌 પગારપંચના લાભો પૂર્ણરૂપે આપો.
📌 UPS લાગુ કરતાં પહેલા ગુજરાતના કર્મચારીનું શોષણ બંધ કરો.
📌 નવીપેઢીના કર્મચારીઓ માટે શોષણવિહોણું સમાન વેતન નક્કી કરો.
📌 જ્યાં અન્ય રાજ્યો ઉદાહરણ બની રહ્યા છે, ત્યાં ગુજરાત પણ પીઠ પાછળ કેમ?🤔
🗣️ ગુજરાતની અસલ અસ્મિતા એ સમાનતા અને કર્મચારીઓના હક્કની રક્ષા છે – ફિક્સ પે નીતિ એ અસ્મિતા પર #કલંક છે. હવે સમય આવ્યો છે કે દરેક કર્મચારી, દરેક શોષિત અવાજ એક બને અને સ્પષ્ટ કહે :- "ફિક્સ પે નાબૂદ કરો!" 🗣️
આજે #remove_fixpay_in_gujarat #Remove_Fix_Pay_Gujarat #Remove_Fix_Pay
#Gujrat_the_only_fixpay_state_in_india જેવા હેશટેગ ફક્ત ડિજિટલ અભિયાન નથી – તે હજારો કર્મચારીઓના ચિત્કાર છે.
🧑🏻🏫ગુજરાતના કર્મચારીની હાલત એવી છે કે
> "સરકારના નિર્માણમાં ભાગીદાર છે, પણ વિકાસમાં ભાગીદાર નથી!"
🧑🏻🏫— ફિક્સ પે : વિકાસના ચમકતાં વિઝન નીચે શોષણની પડછાયાં
જ્યાં ભારતના મોટા ભાગના રાજ્યો કર્મચારીની નિષ્ઠા અને માનવ અધિકારનું મૂલ્ય સમજે છે, ત્યાં ગુજરાત હજુ પણ પોતાના કર્મચારીના શોષણમાં જ સમજે છે.
🧑🏻🏫આ તો ફિક્સ પે હેઠળ કર્મચારીઓની હકીકત છે.
બાકી પેન્શન? ગ્રેચ્યુઈટી? HRA ? એ તો સ્વપ્ન છે સાહેબ... અને “નિષ્ઠાવાન કર્મચારી” એ સસ્તો મજાક.
> પાંજરામાં પાંખો હોય તો એ ઉડાન કહેવાય કે દુઃખ ?
@Bhupendrapbjp@kuberdindor@irushikeshpatel@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@jigneshmevani80@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@Chaitar_Vasava@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@Vivekdoza
Class 3 તલાટી ની પરીક્ષા માં આવો સેલિબસ આ થોડું UPSC GPSC છે
રેવન્યુ તલાટીમાં ક્યાં અમેરિકા માં નોકરી કરવાની હોય તે english ફરજિયાત કર્યું
પગાર ક્લાસ 3 નો આપવો અને એક્ઝામ GPSC જેવી લેવી
છેવાડા ના વિદ્યાર્થી ને સ્પર્ધા માંથી દૂર રાખવાનો ખેલ છે
#Revised_Revenue_Talati_Syllabus
#Revised_Revenue_Talati_Syllabus
ગુજરાત માંગે REVISED SYLLABUS
અગાઉ જેની ભરતી ધોરણ 12 પાસ પર થતી તે રેવન્યૂ તલાટી હવે GPSC https://t.co/6uThfCKDjR. અને નાયબ મામલતદાર જેવી થઈ ગઈ જો વર્ણનાત્મક લેવી હોય તો 4400 ગ્રેડ પે પણ આપો
REVISED REVENUE TALATI SYLLABUS
THANKS GUJARAT
#Revised_Revenue_Talati_Syllabus
મહેસૂલી તલાટી નો નવો અભ્યાસક્રમ આવ્યો છે.
અને તેમાં 200 માર્ક્સ ની પ્રાથમિક પરીક્ષા રાખવામાં આવી છે જેમાં ગુજરાતી, અંગ્રેજી, બંધારણ, ઇતિહાસ , ભૂગોળ, વારસો , અર્થતંત્ર, પર્યાવરણ જેવા બધા વિષયો છે. અને 350 માર્ક્સ ના 3 પેપર રાખવામાં આવ્યા છે જેમાં 100 માર્ક્સ નું ગુજરાતી , 100 માર્ક્સ નું અંગ્રેજી અને 150 માર્ક્સ સામાન્ય અભ્યાસ જેમાં ગુજરાત, ભારત નો ઇતિહાસ,સાંસ્કૃતિક વારસો, ગુજરાત અને દેશ ની ભૂગોળ, વિજ્ઞાન અને ટેક્નોલોજી,બંધારણ, અર્થતંત્ર, જાહેર વહીવટ, ethics
એવા વિષયો છે.
1900 ગ્રેડ પે ની મહેસૂલી તલાટી માં મુખ્ય પરીક્ષા 4400 ગ્રેડ પે ધરાવતા નાયબ મામલતદાર ની મુખ્ય પરીક્ષા જેવી ના હોવી જોઈએ !
પેપર ચેકીંગ માં GPSC જેવી બંધારણીય સંસ્થા પણ 5000-7000 જવાબવહી ચેક કરવામાં ભૂલો કરતી હોય છે કોર્ટ કેસો થતા હોય છે તો અહીં
12000 જવાબવહી ન્યાયપૂર્ણ ચેક થશે એ કઈ રીતે માની લેવું?
લેખિત માં માર્કસ આપવામાં ભ્રષ્ટાચાર થાય અને પોતાના માનીતાંઓ ને લઈ લેવામાં આવે
એવું થાય તો પણ કોઈ ઓબ્જેક્શન ઉઠાવી પણ ના શકાય ,MCQ માં અન્યાય હોય તો ઉમેદવાર કોર્ટ માં પણ જઈ શકે !
છેવાડા ના વિધાર્થી ને સંપૂર્ણ રીતે વર્ગ 3 માંથી પણ નીકાળી ને છેવાડા માં જ રાખવા માટે સુનિયોજિત ષડયંત્ર ઘડાઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે !
GPSC માં અંગ્રેજી નું પેપર ક્વોલિફાઇંગ છે પણ અહીં અંગ્રેજી પેપર mandatory બનાવી દેવામાં આવ્યું છે
તો કઈ રીતે માનવું કે નિયમો બનાવનાર છેવાડા ના વિધાર્થી નું પણ વિચારે છે ?
આ ખરેખર ન્યાયપૂર્ણ નથી, યોગ્ય જગ્યાએ રજૂઆત થવી જ જોઈએ અને જલ્દી થવી જોઈએ ! બાકી ફિડલૂ વાળી દેવામાં આવશે અને ખબર પણ નહીં પડે
રેવન્યુ તલાટી ની આટલી મોટી ભરતી નજીક ના વર્ષો માં ફરીથી નહીં આવે એ નક્કી છે !
1900 ગ્રેડ પે માં 26000 ના ફિક્સ પે ની ક્લાસ 3 ની નોકરી માં 350 માર્ક્સ નું લેખિત એકદમ તર્કસંગત નથી, અને અન્યાયકારી છે.
#રેવન્યુતલાટી
@nidhirpatel6@DDNewsGujarati@News18Guj@News18Guj@SudarshanNewsTV@VtvGujarati@CMOGuj@Bhupendrapbjp
#Revised_Revenue_Talati_Syllabus
4 મુખ્ય પરીક્ષા જો લેખિત લેવામાં આવે તો આ પરીક્ષાની પ્રોસેસ ખૂબ જ લાંબી થઇ જતી હોય છે કારણ કે ૧૦ થી ૧૫ હજાર પીપરો ને તપાસવા એ ખૂબ જટિલ પ્રક્રિયા છે . અને વર્ગ ત્રણની તલાટી જેવી પોસ્ટ માટે લેખિત પરીક્ષા લેવી એ તર્ક વિહીન લાગી રહ્યું છે
હમણાંજ જાહેર થયેલી ગૌણ સેવા ની #મદદનીશ_ઇજનેર ની જગ્યાઓ જેમાં દર મહિને 49000 પગાર છે તો પણ તેમાં ફકત ને ફક્ત #MCQ જ અને એક જ પરીક્ષા છે...
અને એક #રેવન્યુ_તલાટી ખાલી 1900 ગ્રેડ પે અને પગાર 26000 અને એમાં પ્રિલિમ અને મેન્સ
અને મેન્સ mcq પણ નહિ #Revised_Revenue_Talati_Syllabus
#Revised_Revenue_Talati_Syllabus
માનનીય GSSSB અધ્યક્ષ તેમજ સચિવ શ્રી
ગઈ કાલે જાહેર થયેલ મહેસૂલ તલાટી (રેવન્યુ તલાટી) અંગે
આ પરીક્ષાને લઈને આદરભેર સરકારી અધિકારી તરીકે લોકોની સેવામાં પોતાને સોંપવા માંગતા ઉમેદવારો આ પરીક્ષાના તમામ પડાવો પાર કરવા તૈયાર છે પરંતુ ગઈ કાલે જાહેર થયેલ અભ્યાસક્રમને જોઈને આ પરીક્ષા કે જે એક એવાં વર્ગ 3ની પરીક્ષા છે. જેમાં બઢતી મળ્યા બાદ નાયબ મામલતદાર અને DySO તરીકે બઢતી મળે છે તો તમે જ્યારે નાયબ મામલતદાર અને DySO નો અભ્યાસક્રમ બરાબર કઈ રીતે હોઈ શકે ?
જેમ DYSO અને નાયબ મામલતદાર જેમ જ રેવન્યુ તલાટી પ્રિલીમ્સમાં 200 માર્ક્સની પેટર્ન સમાન છે અને મેઈન્સમાં DYSO અને નાયબ મામલતદારમાં 400 માર્ક્સ છે તો રેવન્યુ તલાટીમાં 50 માર્ક્સનો જ તફાવત માત્ર છે
DYSOનો પગાર 49,600 છે અને તલાટીમાં 26,000
તો આ બન્નેનો અભ્યાસક્રમ સમાન કઈ રીતે હોઈ શકે ?
ઉપરાંત હાઈકોર્ટ DySOમાં પણ મેઈન્સમાં MCQ આધારિત સવાલો છે જ્યારે રેવન્યુ તલાટીમાં મેઈન્સમાં ગુજરાતી, અંગ્રેજી અને GS આધારિત 350 માર્ક્સ વર્ણનાત્મક પેપર છે
તો જ્યારે રેવન્યુ તલાટી, આ પદો કરતાં એક સ્ટેપ નીચે છે તો બન્ને પરીક્ષાઓનો અભ્યાસક્રમ કઈ રીતે સમાન જેવો હોઈ શકે ?
@GSSSB@News18Guj@nidhirpatel6@VtvGujarati@YAJadeja@DDNewsGujarati@CMOGuj@Bhupendrapbjp@GSTV_NEWS@Jamawat3
#Revised_Revenue_Talati_Syllabus
હમણાંજ જાહેર થયેલી ગૌણસેવા ની #મદદનીશ_ઇજનેર ની જગ્યાઓ જેમાં દર મહિને 49000 પગાર છે તો પણ તેમાં ફક્ત #MCQ જ અને એક જ પરીક્ષા છે
અને એક #રેવન્યુ_તલાટી 1900 ગ્રેડ પે અને પગાર 26000 એમાં પ્રિલિમ અને મેન્સ #લેખિત
શું ગૌણસેવા આનો કોઈ તર્ક આપી શકશે??