The cadets of the National Cadet Corps (NCC) are joining the #TBMuktBharat Abhiyaan as active advocates, taking the campaign to the last mile. Through rallies, street plays, posters,they are inspiring youth to become Ni-kshay Mitras & promoting TB Mukt BharatApp for TB awareness.
વિશ્વ હેપેટાઇટિસ દિવસ નિમિત્તે ભુજ શારદા સ્કિલ સેન્ટર ખાતે Integrated Wellness Camp યોજાયો.
“Hepatitis: Let’s Break It Down” થીમ હેઠળ HIV,TB,STI અને Hepatitis અંગે જાગૃતિ સત્ર તથા HIV, RPR અને Hepatitis-B સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. DISHAના સહયોગથી 16 લાભાર્થીઓનું ટેસ્ટિંગ થયું.
માધાપર ખાતે મહેશ્વરીવાસ રામમંદિરમાં આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કેમ્પ દરમિયાન અંદાજે 100 લાભાર્થીઓના નિઃશુલ્ક આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા તેમજ યોજનાની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું.
#AyushmanBharat@CdhoKutch@KutchDdo@collectorkut@NHMGujarat
🌿 ભુજ માનસિક હોસ્પિટલ ખાતે એગ્રોસીલ ફાઉન્ડેશન, એગ્રોસીલ કંપની તથા ડૉ. દેવાનંદના સહયોગથી ઇન્ડોર પ્લાન્ટેશન અને વૃક્ષારોપણ મહાઅભિયાન યોજાયું. હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ નિર્માણ માટે સૌએ વૃક્ષારોપણ અને તેનું જતન કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. 🌱
#TreePlantation#GoGreen#Bhuj
PHC ભીરંડીયારા 6 મહિનાની સતત સમજાવટ અને વિશ્વાસના પરિણામે જુણા ગામમાં 7 વર્ષ બાદ પ્રથમ વખત કાયમી કુટુંબ નિયોજન (TL)નો કેસ સફળ રહ્યો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે 2 સફળ TL ઓપરેશન થયા.
વિશ્વાસ, સમજાવટ અને ટીમવર્કથી પરિવર્તન શક્ય છે.
@CdhoKutch@KutchDdo@collectorkut@NHMGujarat
Dr. Veena Dhawan, Addl. Commissioner, CTD, attended the 55th Global Fund Board Meeting as a South Asia East constituency delegate held in Geneva on 9th&10th July 2026. She participated in high-level meetings for strengthening collaboration for TB elimination. #TBMuktBharat
હીપેટાઇટિસ વિશે જાણો, સુરક્ષિત રહો!
હીપેટાઇટિસ અસુરક્ષિત ઇન્જેક્શન, ચેપગ્રસ્ત લોહી, અસુરક્ષિત જાતીય સંબંધો અને સંક્રમિત સાધનો દ્વારા ફેલાઈ શકે છે.
સાવચેતી,સ્વચ્છતા અને સમયસર તપાસથી હીપેટાઇટિસથી બચી શકાય છે.
📞વધુ માહિતી માટે ટોલ ફ્રી હેલ્પલાઇન: 1800-11-6666
#HepatitisAwareness
જ્યારે મન થાકી જાય છે, ત્યારે શરીર પણ સંકેતો આપે છે.
મનના અવાજને અવગણશો નહીં. સમયસર ધ્યાન આપો, તેના વિશે વાત કરો અને જરૂર પડે તો નિષ્ણાતની મદદ લો.
સ્વસ્થ મન • સ્વસ્થ જીવન
@KutchDdo@collectorkut@NHMGujarat
ટીબી કોઈ ચેતવણી આપીને આવતી નથી. કુપોષણ શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પાડે છે, જેનાથી ટીબીનું જોખમ વધી શકે છે.
સમયસર છાતીનો એક્સ-રે કરાવો.
જરૂર હોય તો ટોલ-ફ્રી હેલ્પલાઇન 1800-11-6666 પર સંપર્ક કરો.
વહેલું નિદાન, યોગ્ય સારવાર અને પોષણ — ટીબી સામે સૌથી મજબૂત બચાવ.
#TBMuktBharat
ભા.જ. પાર્ટી, ગુજરાત પ્રદેશના મહામંત્રી તથા માંડવી-મુન્દ્રાના ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવેના હસ્તે ગોધરા ગામે પોલિયો બુથનું ઉદ્ઘાટન કરી ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો.
@infokutchgog@KutchDdo@collectorkut@NHMGujarat