"કિંમત એની નથી હોતી જે જીત્યા પછી હાર પહેરે છે,
કિંમત તો એની છે જે બીજાની જીત માટે રણમેદાનમાં જીવ રેડે છે!"
👤#મયુર_ચુડાસમા : શિક્ષક ભરતીના સંગ્રામનો એક 'નિઃસ્વાર્થ' સારથિ✊🏻
ગુજરાતની શિક્ષક ભરતીના ઇતિહાસમાં જ્યારે પણ સંઘર્ષની વાત આવશે, ત્યારે એક નામ સુવર્ણ અક્ષરે લખાશે "મયુર ચુડાસમા".
(વર્તમાન શિક્ષક ભરતીમાં લાગી ગયેલ શિક્ષકો કદાચ હવે આને ઓળખતા પણ નહીં હોય તે કડવી વાસ્તવિકતા છે.)
આ એક એવા યોદ્ધા છે જેણે ક્યારેય પોતાના માટે મેદાન નથી માર્યું, પણ હજારો પરિવારોમાં રોજગારીનો દીવો પ્રગટે એ માટે પોતાની જાતને સંઘર્ષના અગ્નિમાં હોમી દીધી છે.
આ લડાઈ કોઈ નોકરી માટે નહોતી.
આ લડાઈ કોઈ પદ, પ્રતિષ્ઠા કે નેતાગીરી માટે પણ નહોતી.
આ લડાઈ હતી ન્યાય માટે, પારદર્શક શિક્ષક ભરતી માટે, અને આવતી પેઢીના અધિકાર માટે.
મયુર ચુડાસમા એ વ્યક્તિ છે, જેને પૂરેપૂરી ખબર હતી કે,
જો શિક્ષક ભરતી સાચી રીતે થશે,
જો પ્રક્રિયા સંપૂર્ણ ન્યાયસંગત રહેશે,
તો જ સાચા અને હકદાર વ્યક્તિને નોકરી મળશે,
પોતાને નોકરી મળવાની કોઈ લાલસા નહીં.
સ્વાર્થ નહીં, પણ સમર્પણની પરાકાષ્ઠા
દુનિયામાં ઘણા લોકો લડાઈ લડે છે, પણ મોટાભાગની લડાઈઓ પાછળ 'સ્વ' રહેલો હોય છે. કોઈને નેતા બનવું હોય છે, કોઈને પોતાનો ચહેરો ચમકાવવો હોય છે, તો કોઈને માત્ર પોતાની નોકરી મેળવવી હોય છે. પરંતુ મયુરભાઈનો કિસ્સો સાવ અલગ છે. તેઓ એ સત્યથી વાકેફ હતા કે ગમે એવડી શિક્ષક ભરતી આવે તો પણ તેમને વ્યક્તિગત રીતે કોઈ સીધો ફાયદો નથી મળવાનો. તેમ છતાં, તેમણે આ લડાઈને પોતાની બનાવી લીધી અને બેખોફ રીતે પરિણામ કે કેસની પરવાહ કર્યા વગર લડાઈ લડ્યા, આને જ ખરા અર્થમાં 'પરમાર્થ' કહેવાય.
આંદોલનના મેદાનમાં ઊભા રહેવું સહેલું નથી,
ખાસ કરીને ત્યારે, જ્યારે સામે તંત્ર ઊભું હોય.
ગાંધીનગરના રસ્તાઓ સાક્ષી છે કે મયુર ચુડાસમાએ કેટલી વખત પોલીસના ડંડા ખાધા છે. જ્યારે તંત્રના અધિકારીઓ ગેરવર્તન કરતા, જ્યારે પોલીસ અટકાયત કરતી અને જ્યારે જેલની કોટડીઓ ડરાવવાનો પ્રયત્ન કરતી, ત્યારે આ વ્યક્તિ પર્વતની જેમ અને લોખંડી મનોબળ સાથે તંત્રના અત્યાચાર સામે અડીખમ રહ્યો.
ત્યાં ઘણા 'મોસમી નેતાઓ' પબ્લિસિટી માટે આવતા. જ્યારે પોલીસના દંડા ચાલતા ત્યારે મહિલાઓના પલ્લુ પાછળ સંતાઈ જનારા પણ આ ભરતી એ જોયા છે. પણ એ ભીડમાં મયુર ચુડાસમા અને એના જેવા અન્ય બીજા બાહોશ યોદ્ધાઓ, શરીરે ભલે દુબળા હોય પણ, કાળજું વાઘ અને સિંહ જેવું રાખતા.. જે છાતી ઠોકીને આગળ ઉભા રહ્યા. તેમણે માત્ર શારીરિક પીડા જ નથી સહન કરી, પણ આર્થિક અને માનસિક સંઘર્ષ પણ વેઠ્યો છે.
(મયુર ચુડાસમા આજે પણ ખાનગી નોકરી જ કરે છે.)
મયુર ચુડાસમા એ વાતનું જીવંત ઉદાહરણ છે કે ક્રાંતિ લાવવા માટે પદ કે હોદ્દાની જરૂર નથી હોતી, માત્ર એક સાફ નિયત અને મજબૂત #કાળજું જોઈએ. પોતાનો ખર્ચ, પોતાનો સમય અને પોતાની શક્તિ બધું જ તેમણે ગુજરાતના ભાવિ શિક્ષકો માટે અર્પણ કરી દીધું.
સમાજની જવાબદારી :
જેને પોતે કશું મળવાનું નથી,છતાં પણ જે બધાને મળવા માટે લડે એ નેતા નથી, એ યોદ્ધા છે. ઈતિહાસ એવા લોકોને તરત ઓળખતો નથી, મયુર ચુડાસમા જેવા બાહોશ યોદ્ધાઓ ઈતિહાસમાં બહુ ઓછા મળે છે. તેઓ એ પ્રેરણા છે જે શીખવે છે કે જ્યારે બધા મૌન હોય, ત્યારે અન્યાય સામે અવાજ ઉઠાવવો એ જ સૌથી મોટો ધર્મ છે. ગુજરાતના હજારો શિક્ષકો જે આજે નોકરી કરી રહ્યા છે કે જેઓ આવતીકાલે પણ જોડાશે, એ દરેકના પગારમાં અને ગૌરવમાં મયુર ચુડાસમાના સંઘર્ષનું એક ટીપું તો એક ટીપું રેડાયેલું છે.
જ્યારે ઘણા લોકો “મને શું મળે?” એ હિસાબમાં વ્યસ્ત હતા,
ત્યારે મયુરે એક જ સવાલ કર્યો
“ગુજરાતના બેરોજગાર યુવાનોને શું મળે?”
🙏🏻મયુરભાઈ, તમારી આ નિઃસ્વાર્થ લડતને દરેક સમાજ અને ગુજરાતનો યુવા વર્ગ આદરપૂર્વક વંદન કરે છે.સલામ છે તારી વીરતાને, સલામ છે તમારા નિઃસ્વાર્થ પ્રેમને!🙏🏻
"વીર એ નથી જે પોતાના માટે લડે છે, વીર તો એ છે જે અન્યના આંસુ લૂછવા માટે આખી સલ્તનત સામે અડીખમ ઉભો રહી જાય." @_Mayur_Chudasma
✍🏻 યુવરાજસિંહ જાડેજા
#MayurChudasama
#નિસ્વાર્થ_યોદ્ધા #સાચો_સંઘર્ષ #સિદ્ધાંતની_લડાઈ
🧑🏻🏫 ગ્રાન્ટેડ શાળાઓની ભરતી પાછળ છુપાયેલું “#ઘૃણાસ્પદ_ઓપન_સિક્રેટ”🛡️
#Gujarat ની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકે ભરતી થયેલા ઉમેદવારોએ હમણાં એક રૂઢીગત સિસ્ટમનો સામનો કરવો પડી રહ્યો છે – જેને તમે “#હફ્તા_મોડેલ” કહો કે “શાળા વિકાસના નામે દલાલી”! પણ હકીકત એ છે કે આ લૂંટ છે, અત્યાચાર છે, અને આવી દુકાનદારી માટે મંડળો નહિ, #સરકાર જ જવાબદાર છે.
📌ગુજરાતના શિક્ષણ વિભાગમાં “સબ પૉલમપૉલ ચાલે છે”, પણ આટલો પૉલમપૉલ કે, અહીં “#લાંચિયા_વિકાસ” શાળાના વિકાસથી પણ વધારે વેગે આગળ ધપે છે!
📌સરકાર ભલે કેન્દ્રીયકૃત ભરતી કરે… ગુજરાતનું શિક્ષણ વિભાગ પરીક્ષા લે,પરિણામ આપે, ઓફર લેટર આપે, ફરજનું નિમણૂક પત્ર પણ મળે... છતાં શિક્ષક પોતાની પદવી માટે સ્કૂલ સુધી પહોંચે ત્યાં સુધી “મંડળના માથે બેરોજગારીના ટેક્સ” ભરવાનો થાય છે.
🔹 શિક્ષક ભરતી પછી “#હાજર_થવા” માટે પૈસા માગવામાં આવે !
🔹પૈસા ન હોય તો મંડળો તરફથી લોન અપાય છે – અને પગારમાંથી હપ્તા કપાય છે!
🔹 કેટલાય જગ્યાએ સીધા લાંચ નથી માગતા, પણ “શાળા વિકાસ”ના નામે રૂમ બાંધવા દબાણ થાય છે.
🔹 #દાહોદ , #ખેડા જેવા જિલ્લાઓમાં આ રેકેટ રામરાજ્ય જેવુ ઠેરવાઈ ગયું છે.
🔹 #DEO ઓફિસ સુધી આ માંગણી પહોંચી ગઈ છે.
🔹 વિચારો જરા : સરકાર ભરતી કરે, ઉમેદવાર પસંદ થાય, અને પછી મંડળ કહે કે "તમે અમારા કર્મચારી છો – ચડાવો નિવેદ/હપ્તો!"
🔍 અહીં શિક્ષક બનીએ કે મંડળીનો #લોનદાર ? તે જ ખબર નહીં પડતી.
🔻અને સરકાર શા માટે ચૂપ છે?🤔
🔸 કેમ કે શાળાઓના સંચાલક મંડળ અને સરકાર વચ્ચે સંઘર્ષ નહિ, સહભાગીતા છે.
🔸 ભરતી લેટ કરવાથી સરકારી નાણાં લાંબા સમય સુધી તેઓના ખાતાંમાં રહે છે – વ્યાજના ઉઘાડા માંડીને વહીવટી ખેલ રમાય છે.
🔸 ગુજરાત મોડલમાં આ હક પર ‘#હપ્તાની_હુકમશાહી’ ચાલે છે.
મંડળ દ્વારા કહેવામાં આવે છે.
"અમારે શાળામાં રૂમનું બાંધકામ કરાવવાનું છે એટલે નિવેદ ધરો તો જ હાજર કરીએ."
“ભાઈ, બધા આપે છે, તમે પણ આપી દો…”
અમારે શાળા વિકાસ માં પૈસા ની જરૂર છે હપ્તા આપો.
“નહિ તો… ”
અને એ “નહિ તો...” પાછળ છુપાયેલું ભય એવો છે કે:
🔔NOC નહીં આપે
🔔બદલી અટકાવે
🔔ફુલપે પર સહી ન કરે
🔔ઇજાફો રોકે,
🔔બીજી ત્રીજી રીતે માનસિક રીતે હેરાન પરેશાન કરે.
🔔નેગેટિવ રિમાર્કસ આપીશું.
આવી ધમકીઓ આપે..
📌જમ્યા પહેલા વધાવો લખાવો. ભરતી થયા પહેલા ઓરડો લાંચ રૂપી ભ્રષ્ટાચાર થી ભરી આપો.
📌જે તે જિલ્લાના DEO કચેરીના દરવાજા બહાર પણ સહયોગ મંગાય છે એવી રાવ છે.
🤔શું સંચાલક મંડળોને ભૂલી ગયું કે સરકાર ભરતી કરે છે?
🤔તો આ મંડળો કયા અધિકારથી નોકરી માટે પૈસા માંગે છે?
🤔કે પછી મંડળો અને સરકારની વચ્ચે લપસતી લાઇન છે ?
📌અને જો સરકાર આ ઘટના અંગે આંખ આડા કાન મૂકે… તો સમજો કે ગાંધીનગરની હપ્તાની મટકી ક્યાંક ખખડે છે…
🧑🏻🏫શિક્ષક ભરતી એ હવે મેરીટની લડાઈ રહી નથી.
એ લાંચ માટે મૌન સહમતિનું શિકાર બની રહી છે.
🔥હવે શું કરવું જોઈએ?🤔
✅ જે સ્કૂલો લાંચ માંગે – તેની લેખિત ફરિયાદ કરો.
✅ સોશિયલ મીડિયા અને પત્રકારોને જાણ કરો.
✅ એકત્રિત થઇને સામૂહિક અવાજ ઉઠાવો.
✅ સરકાર પાસે માંગ કરો કે –
🔸 આવી શાળાઓ પર “આજીવન પ્રતિબંધ” લાદો.
🔸 અગાઉ કરેલી ભ્રષ્ટ ભરતીનો વ્યાજ સહીત હિસાબ વસૂલવો.
🔸 જે શિક્ષકો હકીકત બહાર લાવે તેમને સુરક્ષા અને બદલીની સગવડ આપવી.
✅ કોઈ Trust, Mandal, Principal એ પૈસાની સીધી કે આડકતરી માંગ કરે – તો VIDEO RECORDING કરો
✅ લખિત માંગ હોય – તો કાગળ લઈ લો.
✅ DEO, DPEO, Vigilance Cell, ACB અને VSK, શિક્ષણમંત્રી અધિકારી શ્રેણીમાં ફરિયાદ કરો.
⚠️શિક્ષકો માટે કડક સંદેશ:
શિક્ષક જ પ્રમાણિક નહીં રહે તો બાળકો ને શું પ્રામાણિકતાના પાઠ ભણાવશે ?
🛑 જો તમે નોકરી મેળવવા માટે લાંચ આપો છો – તો તમે પણ આ લૂંટના ભાગીદાર છો.
🛑 જો તમે શાંત રહો છો, તો તમે ભવિષ્યના શિક્ષણને મૂંઝવી રહ્યા છો.
🛑 જો તમે ડરો છો કે NOC અટકાવશે, બદલી નહીં કરે, ફુલ પગાર નહીં કરે– તો યાદ રાખો, તમારું મૌન ભવિષ્યના બાળકો અને "તમારા માટે" પણ શ્રાપ બની જશે.
🧭 શિક્ષક, હવે તું મૌન નહીં – મજબૂત અવાજ બંને...
> "શિક્ષક એ દેશનો દીવો હોય છે."
પણ જો દીવો જ લાંચના ઘૂંટમાં બુઝાઈ જાય, તો પ્રકાશ નહીં, પડછાયા ફેલાય.
✒️જેણે લંચ બોક્સ ભરીને નોકરી માટે તૈયારીઓ કરી છે, એ આજે શું લાંચ ભરીને નોકરી શરૂ કરશો ?
✒️આ લાંચિયો લોહાણવો શિક્ષણના મંદિરમાં ન ચાલે.ઉમેદવારોએ મળીને પગરખાંના કીચડ જેવી પદ્ધતિ સામે અવાજ ઊભો કરવો પડશે.
✒️શાળાના ઓરડા લાંચના લાકડા વડે ઊભા ન કરો અને ભાગીદાર પણ ન બનો.
શિક્ષક મિત્રો અંતે એક જ વાત...
નોકરી એ તમારો અધિકાર છે – લાંચ આપીને નહીં, લાયકાતથી મેળવો.
મંડળના ઉપકાર હેઠળ નહિ, નિયમ હેઠળ ભરોસો રાખો.
શિક્ષણ એક સેવા છે, વેપાર નહિ.
શિક્ષક નમ્ર હોય શકે, બેશરમ નહિ.
અને,
નોકરી કોઈની ભીખ નહિ – તમારો હક છે.
આ વાત હંમેશા યાદ રાખો
✍🏻 યુવરાજસિંહ જાડેજા
#Gujarat
ગ્રાન્ટેડ શાળાઓ શિક્ષણ સહાયક ની ભરતીમા શિક્ષકોને હાજર કરવા માટે પૈસાની માગણી કરતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે
કહેવાતા પછાત જિલ્લાઓના મંડળો વધુ માંગણી કરે છે
જો સરકાર જ ભરતી કરી ઉમેદવારોને મોકલે છે તો મંડળો પાસે પૈસા માગવાનો હક ક્યાંથી આવ્યો?
@kuberdindor@prafulpbjp@Bhupendrapbjp
#Gujarat
અભિપ્રાય
નિવૃત્ત શિક્ષકોને કરાર પર રાખવાનો સરકારનો નિર્ણય એ અપરિપક્વતા છે
નિર્ણય લીધા પહેલા એની અસર શું આવશે એની ચિંતા નથી કરી
કાયમી ભરતી ત્યારબાદ જ્ઞાન સહાયક છતાં ખાલી જગ્યાઓ રહે છે એનો મતલબ કે શિક્ષકોની જગ્યાઓ વધુ ખાલી છે
જો જગ્યાઓ આટલી બધી ખાલી છે તો ભરતી કેમ ન કરી
સમયાંતરે ભરતી સરકારે કરી હોત તો આજે આ પરિસ્થિતિ ન હોત
લાંબા સમયથી કાયમી ભરતી ન થઈ અને શિક્ષકો નિવૃત્ત થવાની પ્રક્રિયા શરૂ રહી તેના કારણે જગ્યાઓ વધુ ખાલી થઈ
નિવૃત્ત શિક્ષકોના નિર્ણય થી ઉમેદવારો અને શિક્ષક સંઘો પણ સહમત નથી
સૂત્રો કહે છે કે કેટલાક અધિકારીઓની સલાહથી સીધો નિર્ણય કરાયો છે
હાલની પરિસ્થિતિ જોતા સરકાર આ નિર્ણય પાછો ખેંચે તો નવાઈ નહીં
હાલ જે શિક્ષિત ઉમેદવારો છે એમને કરાર પર રાખી હંગામી વ્યવસ્થા માટે જગ્યાઓ ભરવી જોઈએ ... નિવૃત્ત શિક્ષકો સ્વેચ્છાએ સેવા આપી શકે છે
હજુ પણ દર વર્ષે નિયમિત ભરતી પ્રક્રિયા ચાલુ રાખે તો આ ઘટ્ટ નિવારી શકાશે
@sunnysweet201@OfficialGsrtc ઓનલાઇન બસની ટીકીટ બુકિંગ કરતી વખતે સીટ એરેંજમેન્ટ અને બસનું સિત એરેંજમેન્ટ અલગ હોય.. જેથી પસંદ કરેલી સીટ મળતી નથી... ઘણીવાર વિન્ડો સીટ બુક કરેલી હોય છતા તે અલગ અલગ સીટ એરેંજમેન્ટના કારણે મળતી નથી...@OfficialGsrtc
📌"સરકારી નોકરી વધવાના સ્થાને ઘટી રહી છે" :ભૂપેન્દ્રભાઈ પટેલ
📌સરકારી શાળામાં લોકોનો ક્રેઝ ઘટતો જાય છે : ભૂપેન્દ્રભાઈ પટેલ
🙏🏻ચાલો ભૂપેન્દ્ર સાહેબ તમારી નિખાલસતા ને વંદન કરીએ છીએ🙏🏻
તમે તમારી પાર્ટીની #નિષ્ફળતા સહજ સ્વભાવે સ્વીકારી તો ખરી.
👆🏻હવે તમે જ વિચારો છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં તમારી જ સરકાર છે.
👆🏻તમે કે તમારી પાર્ટીના નેતાઓ એ સત્તત #ખાનગીકરણ ને વેગ આપતી નીતિઓ બનાવી.
👆🏻આજે કોઈપણ વિસ્તાર જોવો જે કે કોઈ ગામડાંમાં સારી સરકારી શાળા ચાલતી હશે ત્યાં જ તમારા નેતાઓ મોટી ખાનગી શાળા ઊભી કરી દીધી હશે.
👆🏻સામાન્ય જનતાને પોતાના બાળકને સરકારી શાળામાં મૂકવા માટેનો ક્રેઝ ઘટતો જાય છે કે #ઘટાડવામાં આવી રહ્યો છે ? તે ખરેખરે મૂળ પ્રશ્ન છે.
👆🏻કેમ ભારતીય જનતા પાર્ટીની સરકાર કે એના અધિકારીઓ સરકારી શાળામાં પ્રવેશ માટે #અભિરુચિ પેદા ન કરી શક્યા ? તે પણ પ્રશ્ન પેદા થવો જોઈએ.
👆🏻સરકાર જ #જ્ઞાન_સાધના જેવા પ્રોજેક્ટ લાવી સરકારી શાળામાં સંખ્યા ઓછી કરવા માટેના એજન્ડા ચલાવામાં આવી રહ્યા છે. સરકારી શાળામાં ભણો તો 5000 અને ખાનગી શાળામાં ભણો તો 20000 શિષ્યવૃતિ તમે જ શરુ કરેલ છે ને....?
📌 સ્કૂલ ઓફ એકસલન્સ ના નામે હોઈ કે #જ્ઞાન_સાધના, સ્કૂલ મર્જ...... જેવા ગતકડાં લાવી સરકારી સંસ્થાઓનું ખાનગીકરણ કરી રહ્યા છે, સરકારી સંસ્થાઓ બંધ કરવામાં આવી રહી છે.
📌 બાળકો ને #ખાનગીકરણ તરફ લાવવા માટે તેમને મોંઘીદાટ ફી ભરવા માં #સરકાર દ્વારા સ્કોલરશીપ અપાય છે. સરકારી માં પૂરતી સુવિધાથી વંચિત રાખવામાં આવે છે.જેથી વખત જતા સરકારી શાળા માં વિધાર્થી ઘટે અને તે #બહાનું આગળ ધરી શિક્ષકો ની સંખ્યા પણ ઘટાડી શકાય...
📌 મજબૂરી માં બાળકો ખાનગી શાળા માં જતાં સરકારી શાળા ધીમે ધીમે બંધ થતી જશે, અને આગળ જતા માત્ર ખાનગી શાળા માં ભણવા સિવાય કોઈ માર્ગ નહીં વધે.
📌 આજ સમયે સહાય પણ બંધ કરી દેવામાં આવશે તો બે જ વિકલ્પ રહેશે, મોંઘી ફી ભરો અથવા અભણ રહો..
🏮પગાર સરકારી શાળાના શિક્ષકોને,
પરંતુ
🏮ત્રણ ગણી શિષ્યવૃત્તિ ખાનગી શાળા ને.
🤔આ તો ક્યાંનો ન્યાય ?
🤔આ તર્ક સમજાતો નથી.
😱૮ ધોરણ પાસ કરેલ વિદ્યાર્થી ને "#જ્ઞાન_સાધના" નામે લટકતું ગાજર દેખાડવામાં આવે, જો સરકારી શાળામાં બાળક ભણે તો ૬૦૦૦ શિષ્યવૃત્તિ અને સરકાર દ્વારા નક્કી કરાયેલ(મીલીભગતયા ની) ખાનગી શાળામાં ૨૦૦૦૦ શિષ્યવૃત્તિ મળે.
🤨આમાં ક્યા વાલી ત્રણ ગણી શિષ્યવૃત્તિ જતી કરી પોતાના બાળકને સરકારી શાળા માં મૂકશે ? આમાં સરકાર જાણી જોઈને ખાનગી શાળાને પ્રોત્સાહન આપે છે અને પાછલા બારણે ખાનગી શાળાને આડકતરી મદદ કરી રહી છે એ સ્પષ્ટ છે.
🙄જ્ઞાન સાધનામાં સરકારી શાળાના જે વિદ્યાર્થી મેરીટ માં આવેલ હોઈ તે સરકારી શાળા છોડી ખાનગી શાળામાં એડમિશન લઈ લે,આમાં #સરકારી_શાળાનું_માખણ એટલે કે હોશિયાર વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં જતા રહે તો સરકારી શાળાનું સ્તર અને પરિણામ ક્યાંથી ઊંચું આવે ?
🌕સરકારી શાળાનો શિક્ષક દિવસ રાત મહેનત કરી વિદ્યાર્થીને આગળ વધારવા પ્રયત્ન કરે, તો આ પ્રકારના પ્રોજેકટ દ્વારા સરકાર સરકારી શાળાની મહેનત નું ફળ ખાનગી શાળાને શા માટે આપવા માંગે છે ?
🛑ગુજરાતમાં તો તમારા જ અધિકારી એ ગોલમાલ કરીને મહેકમ જ ઘટાડી નાખ્યાં છે.
📌 ગુજરાતમાં તો "#ઉલટો_વિકાસ" થઈ રહીયો છે બાળકોની સંખ્યા જેમ જેમ વધે તેમ તેમ સરકારી શાળા અને શિક્ષકોની સંખ્યા ઘટે ! છે ને અદભુત વિકાસ ? 🤔
📌જો આ વાત માં તથ્ય ન હોઈ તો બતાવો તમારા વિસ્તારમાં કોઈ #નવી_સરકારી_શાળા બની ? નવા સરકારી સંસ્થાનો ઊભા થયા ?
એક વાતનું ઉદાહરણ આપી બીજીવાત સમજાવું.
🛑જો પહેલા સરકાર "#આત્મનિર્ભર" બની હોત ને તો આજે JIO નો નહીં BSNL નો ડંકો વાગતો હોત..🔔
☝️આ એક ઉદાહરણ છે બાકી સરકારના તમામ સેક્ટર ખાનગીકરણ તારફ આગળ વધે છે. સરકારી સંસ્થાનું ખાનગીકરણ કરી પુંજીપતી મિત્રોને વેંચી મારવું આ એક એજન્ડા ચાલે છે.
⛔આમાં સરકારી નોકરી દિવસે ને દિવસે ઘટે છે.
⛔સરકારી મહેકમ પણ ઘટે છે. સરકારી કચેરીઓના મહેકમ વસતી વધારા પ્રમાણે વધવા જોઈએ અહીંયા એનાથી ઉલટું છે
📌દર વર્ષે નવી "૨ કરોડ રોજગારી" નો વાયદો તમારા જ કહેવાતા મોટા સાહેબે કર્યો હતો.
📌છેલ્લા 8 વર્ષથી ૯.૮ લાખ સરકારી જગ્યાઓ ખાલી છે,નવી રોજગારી તો દૂર ની વાત છે, ખાલી જગ્યાઓ નથી પુરાતી.
📌રોજગારી આપવાના સ્થાને લાખો લોકોની રોજગારી છીનવાઈ ગઈ, આ પણ એટલી જ કડવી હકીકત છે.
📌આજનું તાજું ઉદાહરણ લઇ લો 2300 જેટલી રેવન્યુ તલાટી ની જગ્યા માટે અરજદારોનો નો આંકડો 5 લાખ ને પર થઇ ગયો છે.🤔
🙏🏻ખોટું લાગ્યું હોય તો માફી ચાહું છું #કડવું_છે_પણ_સત્ય_છે 🙏🏻
@Bhupendrapbjp@kuberdindor@irushikeshpatel@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@jigneshmevani80@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@Chaitar_Vasava
🙏🏻દાદા તમારા શબ્દોમાં રહેલ #ચિંતા માટે આપને વણમાંગયું એક વિનમ્ર સૂચન🙏🏻
ધોરણ ૧ થી ૧૨નો અભ્યાસ જેને સરકારી શાળામાં કર્યો હોય તેને 5 કે 10 માર્ક્સ રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં #ગ્રેસ મળે તેવો નિયમ એકવાર બનાવીને જોઈ લો, તમામ સરકારી શાળા #હકડેઠઠ ન થઈ જાય તો કહેજો..
શરૂવાત શિક્ષકથી કરજો !🫣
👆🏻પોસ્ટ જોનારા મિત્રોનું આ સૂચન ઉપર શું માનવું છે ?🤔
#Privatisation_To_Nationalisation
#સરકારી_શાળા
#સરકારી_નોકરી
@Bhupendrapbjp
તારીખ ૬/૦૬/૨૦૨૫ થી ઉચ્ચ માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડની (#TAT_2) #શાળા_પસંદગીની પ્રક્રિયા શરૂ થયેલ છે. જે અંતર્ગત શિક્ષણ વિભાગ દ્વારા #GIPL નામની ખાનગી એજન્સીને તેનું વેબસાઈટ અને શાળા પસંદગીની કામગીરીનું કોન્ટ્રાક્ટ કામ આપવામાં આવેલ છે.
👆🏻📌આ #એજન્સી પાછળ નાગરિકોના ટેક્સના પૈસા માંથી અધધધ પૈસા વિભાગે ખર્ચ્યા હોવા છતાંપણ વેબસાઈટ થોડાક ઉમેદવારોના ફોર્મનો ભાર પણ ખમી શકતી નથી.
🛑 ૬/૦૬/૨૫ થી ચાલુ કરેલ શાળા પસંદગી પ્રક્રિયામાં શરૂઆતથી જ ઘણાને શાળા પસંદગી જ નથી થતી.
🛑 જે ગણયા ગાઠીયા ને થાય તેને શાળાઓ ઓછી પસંદ થાય.
🛑કોઈક બચારો માંડ પસંદગી આપીને save આપતો હોય અને એ બધી મહેનત પાણી માં જાય છે કેમ કે #save કરતા ની સાથે જ વેબસાઈટ એમ કહી દે something went wrong...ooops
👆🏻રહી વાત આ એજન્સીની તો આ પ્રથમ વાર બન્યું એવું નથી આની પહેલા તારીખ ૧૩/૦૫/૨૦૨૫ ના રોજ સરકારી ઉચ્ચતર માધ્યમિક ની શાળા પસંદગી આપેલ હતી જેમાં આજ રીતે ઉમેદવારોની ભૂંડી હાલત થઈ હતી કેમ કે ત્યારે પણ website ઠીક થી કામ નહોતી કરતી અને ૨ દિવસ વધારાના આપવા પડ્યા હતા...
📍યાદ રાખજો હજી 9 અને 10 સરકારી અને ગ્રાન્ટેડની શાળા પસંદગી બાકી જ છે...
📍ટેકનિકલ ટીમના નંબર ત્યારે પણ સ્વીચ ઓફ જ આવશે...
👆🏻પ્રશ્ન એ છે કે શિક્ષણ વિભાગને ખબર છે કે આપણે નક્કી કરેલ આંકડામાં ઉમેદવારોને શાળા પસંદગી આપવાની છે તો પછી એના માટે પહેલાથી GIPL એજન્સીની સંપૂર્ણ કામગીરીની તૈયારી કેમ હોતી નથી !!? કેમ એટલી સક્ષમ એજન્સી આપડે પસંદ નથી કરી શકતા ?
📌#GSERC વેબસાઈટ પર એજન્સીના બે ટેક્નિકલ નંબર આપેલા છે. પરંતુ તેમાંથી એક પણ મોબાઈલ નંબર ચાલુ નથી. ગમેત્યારે ફોન કરો દરકે વખતે SWITCH OFF જ આવે.
📌નિર્દોષ ઉમેદવારો જાય તો જાય ક્યાં ? છેવટે કંઈ ના થાય તો એક જવાબ......"એક દિવસ વધારી આપશું."....શું આ સોલ્યુશન કેટલું યોગ્ય કહેવાય !?
📌રવિવાર હોય કે રજા નો દિવસ એજન્સી એ વેબસાઈટ ના ચાલે તો કાર્ય કરવાનું જ રહ્યું...છતાં રજાઓના દિવસો ના બહાના કાઢવામાં આવે છે.
📌જો એજન્સી નો જ સાથ દેવો હોય કે ગુણગાન ગાવા હોય તો અધિકારીઓ જવાબ આપે કે રજાઓના દિવસોમાં શાળા પસંદગી આપો છો જ કેમ ??
📌એજન્સી ને આટલા કરોડ રૂપિયા આપો છો તો યોગ્ય કામ આપવાની એની જવાબદેહી અને જવાબદારી ઉપર કેમ પ્રશ્ન નથી કરતા ?
🤔કે પછી શિક્ષણ વિભાગે આમ દિવસો વધારવા જ આપણે એજન્સી ને કામ આપેલા છે !?
🤔આવા કામ માટે જ #ખાનગી_એજન્સીને કોન્ટ્રાક્ટ આપીએ છીએ !? કે પછી નેતા કે અધિકારીઓના કોઈ મામા ભાણિયાની કંપની છે ?
🤔એક ખાનગી એજન્સી જેને લાખો- કરોડો ફાળવ્યા પછી પણ જો કામ ના થતું હોય તો એમાં ઉમેદવારનો શું દોષ???
📌પ્રશ્ન તો એ પણ છે કે કાયમી ભરતી માં જ આ બધું error કેમ?? #જ્ઞાન_સહાયક વખતે તમારી સાઈટ અને એજન્સી માખણ ની જેમ શાળા ફાળવણી કરી દે છે અને ૨/૪ દિવસ માં બધું શિરા ની જેમ પૂર્ણ પણ થઈ જાય છે.
📌પૈસા આપીને પણ અવ્યવસ્થા અને અગવડતા નો સામનો કરવાનો અને એજન્સીને છાવરવાની આ નીતિ કેવી ?
#બકરું_કાઢતા_ઉંટ_પેઠું
@Bhupendrapbjp@kuberdindor@irushikeshpatel@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@jigneshmevani80@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@Chaitar_Vasava@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@GenibenThakor@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9
શિક્ષકોની ભરતી જડપથી પૂર્ણ કરો
વિદ્યાસહાયક ભરતી જિલ્લા પસંદગી બાદ રદ થઇ અને ફરીથી ચાલુ થઈ જશે 5 તારીખથી
જ્યારે શિક્ષણસહાયકમાં TAT(HS) Govt શાળા ફાળવણી બાદ રદ થઈ એને 15 દિવસ થઈ ગયા પણ કોઈ પ્રક્રિયા આગળ વધી નથી
@kuberdindor સાહેબ આપે કરેલ વાયદાઓનું શું?
@Bhupendrapbjp સાહેબ દયા કરો
શિક્ષક ભરતી:૨૦૨૪
@Bhupendrapbjp અને @kuberdindor સાહેબને વિનતી કરીએ છીએ કે શિક્ષણ સહાયક ભરતીને જડપથી પૂર્ણ કરો તમે કરેલ વાયદાઓ પૂર્ણ કરો નવું સત્ર ટુંક સમયમાં ચાલુ થઈ જશે
TAT-HS Govt FML આપ્યા બાદ સ્કૂલ પસંદગી થઈ અને એ રદ થયા પછી 20 દિવસ નીકળી ગયા પણ આગળ કોઈ પ્રક્રિયા ચાલી નથી
#શિક્ષક ભરતી:2024
@Bhupendrapbjp અને @kuberdindor સાહેબને વિનતી કરીએ છીએ કે શિક્ષણ સહાયક ભરતીને ઝડપથી પૂર્ણ કરો તમે કરેલ વાયદાઓ પૂર્ણ કરો નવું સત્ર ટુંક સમયમાં ચાલુ થઈ જશે. TAT-HS Govt FML આપ્યા બાદ સ્કૂલ પસંદગી થઈ અને એ રદ થયા પછી 20 દિવસ નીકળી ગયા પણ આગળ કોઈ પ્રક્રિયા ચાલી નથી.
. "#સરકારી_શિક્ષક"
🚨 નવરંગી સપનાઓથી નહીં, હકીકતના પાયા ઉપર બનો ! 🚨
ખોટા પાયા પર ઊભેલી નોકરી કાગળના મકાન જેવી છે – એક તપાસ... અને બધું બરબાદ!
જે પણ ઉમેદવાર #રેગ્યુલર કોઈપણ "#માસ્ટર_ડિગ્રી" સાથે "જ્ઞાન સહાયક કે અન્ય કોઈપણ રેગ્યુલર નોકરી(સરકારી કે પ્રાઇવેટ)" કરેલ હશે તેને પોતાની ખોટી ડિગ્રી પાછી ખેંચવાની હજી એક તક અપાય છે.
📌પાછી ખેંચવી, ન ખેંચવી તે તમારો અંગત અને વ્યક્તિગત નિર્ણય જરૂર હોઈ શકે છે,પણ યાદ રાખજો આ ફક્ત ગેરકાયદેસર છે એટલું જ નહીં અનૈતિક પણ છે, અને પછી તમે શું ક્લાસરૂમ માં જઈને નૈતિકતા અને પ્રમાણિકતા ના પાઠ ભણાવી શકશો ?
👆🏻જો જવાબ "હા" હોઈ તો તમારા દંભી સ્વભાવ અને ભ્રમ તમને મુબારક !
🛑વિભાગ ધારે તો પણ બોગસ ડિગ્રી ધારક ને શોધી અને દૂર કરી શકે છે.
↪️ટેટ માર્કશીટ નંબર થી તમારી સપૂર્ણ વિગત અને તેના પરથી હાજરી...
↪️તમે ભરેલા ફોર્મ માં નાખેલ વિગત પરથી ૨૦૨૪ માં ઉમેરેલ માસ્ટરની યાદી અને આ યાદી પરથી તમારી હાજરી જ્ઞાન સહાયક માં...
એટલે વિભાગ પાસે દરેક માહિતી છે તમારા હાજર થી લઈને એક એક દિવસની હાજરી અને રજા સુધીની....ધારે તો એક્શન લઈ જ શકે છે.
એક સમય એવું બની શકે વિભાગ છોડી પણ દે એ આંખ આડા કાન પણ કરી દે,કોઈ ભ્રષ્ટાચારી ભ્રષ્ટાચાર કરી દબાવવાનો પ્રયત્ન પણ કરે.
"પરંતુ"
🕵🏻હું નહીં છોડુ તે નક્કી છે, વિભાગ પાસે કદાચ ડેટા નહીં હોય પણ મારા જોડે 2022/23 2023/24 2024/25.....માં કોણે કઈ કઈ યુનિ. માંથી કઈ કઈ માસ્ટર ડિગ્રી મેળવવી છે તેના બધા ડેટા છે. જ્ઞાન સહાયકની ફાઇલ છે, જે પણ ભવિષ્ય માં શિક્ષક બનશે તેની સંપૂર્ણ વિગત મળતા વાર નહીં લાગે.
🌧️ GS with Master(MA/MCOM/MSC) થી લાગેલી નોકરી - વરસાદમાં મકોડાની પાંખ જેવી છે –
⏳ ટૂંકા સમયની ચમક અને અસ્તિત્વ વિહોણી ઉડાન.
⚪સત્યના માર્ગે ચાલો, તો નોકરી ટકશે..
(બાકી મળે તો ઘણા ને છે ટકે છે કે નહિ તે મહત્વનું છે,
અસત્યના રસ્તે આવેલ કોઈપણ વસ્તુ(નોકરી) જાજી ટકતી નથી, જ્યારે જાય છે ત્યારે ફક્ત નોકરી નહીં આબરૂ પણ લેતી જાય છે.)
👤અમૂક લોકો નું એવું કહેવું છે કે અમે ક્યાં જ્ઞાનસહાયક સાથે ડિગ્રી મેળવી છે.......અમે તો પ્રાઇવેટ સ્કૂલ માં નોકરી કરતાં .....એટલે અમને પ્રોબ્લેમ ના આવે........તો એમના માટે એટલું જ કે પ્રાઇવેટ સ્કૂલ કે અન્ય સંસ્થા માં નોકરી કરતા કરતા ડિગ્રી મેળવી છે, ત્યાં પણ શિક્ષક હાજરી પત્રક માં તમારી હાજરી બોલે છે,પગાર લીધો છે, તમારો ટીચર કોડ ત્યાં જનરેટ થયેલ છે, કોઈક તો એવું તમારી આજુબાજુનું હશે જ જે તમારી ઉપર નજર રાખીને જ બેઠું હશે.
એવા વહેમ કે ભ્રમમાં ના રહેવું કે અમારું કશું પણ ના થાય.....
થોડી વાર લાગશે પણ વારો તો બધાનો આવશે.......
🛑5 જૂન સુધી પોતાની ચાલુ નોકરી સાથે મેળવેલ ડિગ્રી સ્વેચ્છાએ દૂર કરવી હોય તો એક તક વિભાગે આપી છે,કોઈને ભ્રાંતિમાં રહીને દૂર ન કરવી હોઈ તો ભોગવવા પણ તૈયાર રહેવું. શિક્ષણ વિભાગ સ્વતઃ સંગ્યાન લઈને જિલ્લા પસંદગી સમિતિ SSA પાસેથી ચાલુ જ્ઞાન સહાયક ના તમામ ડેટા વિભાગે મંગાવી ક્રોસ ચેક પણ કરી શકે અને જો કોઈ ઉમેદવાર પકડાશે તો કાયદાકીય કાર્યવાહી કરી, એની ઉમેદવારી રદ કરી દોષિત પણ ઠેરવવામા આવી શકે.
🛑મારી આ લાઈને યાદ રાખજો..👇🏻
ખોટી લાયકાતના ખચ્ચર ઉપર બેસી અશ્વમેઘ નહીં નચાવી શકો ! 🐎❌
🛑 જ્યારે સત્ય છાપરે ચડી ને પોકારશે ત્યારે નોકરી તો દૂર રહી, સ્વમાન પણ નહીં બચાવી શકો💔
ઉમેદવારોને ટકોર :- દૂધ અને દહીં બંનેમાં હાથ રાખવા વાળાને છેલ્લે છાસ પણ નસીબ નથી થતી એટલે ગમે તે એક બાજુ રહેવું વધારે હિતાવહ.
#વિદ્યા_સહાયક
#શિક્ષણ_સહાયક
#TET #TAT #શિક્ષણનીશુદ્ધિ #FakeDegree #EducationScam #TruthAndMerit
@Bhupendrapbjp@kuberdindor@irushikeshpatel@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@jigneshmevani80@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@Chaitar_Vasava@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@GujaratFirst@Chaitar_Vasava@Jamawat3@nidhirpatel6@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia
@niikunj_v@hdraval93 હા બિલકુલ! જ્યાં લાઈફનો પ્રશ્ન હોય ત્યાં ઉતાવળ ના હોવી જોઈએ... પણ એનો મતલબ એવો ના થાય કે આખી ભરતી પ્રક્રિયા કાચબા ગતિમાં ચલાવવી...