"ફિક્સ પે નામના રાવણનું દહન થશે કે શોષણ ચાલુ રહશે ? એનો નિર્ણય હવે કર્મચારીઓની એકતાની તાકાત કરશે!"
જે રાજ્યમાં અન્ય રાજ્યો કરતાં બમણો વિકાસ હોવાના દાવા થાય છે, ત્યાં પોતાના જ કર્મચારીઓને પૂરો પગાર ન આપવા માટે સુપ્રીમ કોર્ટમાં વકીલો પાછળ એક-એક તારીખે લાખો રૂપિયા પાણીની જેમ વહાવવામાં આવે છે !
📌વર્ષ ૨૦૦૬માં સરકારી તિજોરી પરનો નાણાકીય બોજ ઘટાડવાના હેતુથી વર્ગ-૩ અને વર્ગ-૪ ની ભરતીમાં ૫ વર્ષની ફિક્સ પગાર નીતિ અમલમાં મૂકવામાં આવી હતી. શરૂઆતમાં જે વ્યવસ્થા અલ્પકાલીન આર્થિક ઉપાય તરીકે રજૂ થઈ હતી, તે ધીમે ધીમે કાયમી પ્રથા બની ગઈ.
📌 બંધારણ સમાન કાર્ય માટે સમાન વેતનનો અધિકાર આપે છે. કાર્યાલયમાં સંપૂર્ણ જવાબદારી સાથે પૂરા કલાકો કામ કરતા કર્મચારીને નિયમિત કર્મચારી જેટલું જ કામ કરવા છતાં માત્ર નજીવો ફિક્સ પગાર મળે છે.
📌ફિક્સ પે હેઠળ કામ કરતા કર્મચારીઓને મોંઘવારી ભથ્થું (DA), મકાન ભાડું (HRA), કે વાર્ષિક ઇન્ક્રીમેન્ટ જેવા કોઈ પણ લાભ ૫ વર્ષ સુધી મળતા નથી. આજના મોંઘવારીના યુગમાં આ રકમથી પરિવારનું ભરણપોષણ કરવું અત્યંત કપરું બને છે.
📌યુવાવસ્થાના સૌથી ઊર્જાવાન પાંચ વર્ષ માત્ર ફિક્સ પે માં વીતી જાય છે. આ સમયગાળો પેન્શન કે અન્ય સર્વિસ ગણતરીમાં પણ ધ્યાને લેવાતો નથી, જે નિવૃત્તિ સમયે પણ નુકસાન પહોંચાડે છે.
📌ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૧માં ફિક્સ પે નીતિને ગેરબંધારણીય ગણાવી યુવાનોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને તેને શ્રમનું શોષણ ગણાવ્યું હતું. જોકે, આ બાબત આગળ જતાં સુપ્રીમ કોર્ટમાં પહોંચી અને વર્ષોથી તારીખો અને સુનાવણી વચ્ચે અટવાયેલી છે. ‘ફિક્સ પે પ્રથા નાબૂદી’ નો મૂળ મુદ્દો હજુ પણ વણ ઉકેલાયેલો છે.
📌મિત્રો કોઈપણ રાજ્યની પ્રગતિ તેના સંતુષ્ટ અને સુરક્ષિત કર્મચારીઓ પર નિર્ભર છે. કર્મચારીઓનું શોષણ કરીને આર્થિક બચત કરવાનો વિચાર લાંબાગાળે વહીવટી તંત્રને નબળું પાડે છે. જો યુવા શક્તિના અધિકાર અને આત્મસન્માનનું રક્ષણ કરવું હોય, તો આ પ્રથાનો કાયમી ઉકેલ લાવવો અનિવાર્ય છે.
📌અન્યાય સામે મૌન રહેવું એ અન્યાય સહન કરવા સમાન છે. વર્ગ-૩ અને ૪ ના તમામ કર્મચારીઓ, શિક્ષિત યુવાનો અને પરિવારો પોતાના હક અને સ્વાભિમાન માટે એક તાંતણે બંધાઈ અવાજ બુલંદ કરો!
#Remove5yearfixpay
#Remove_Fix_Pay_Gujarat
#remove_fix_pay_in_gujrat
#RemoveFixPayInGujarat #FixPayબંધકરો #સમાનકામસમાનવેતન #StopFixPayExploitation #GenZAgainstFixPay #GujaratEmployees
@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u@VoraMalhar
ગુજરાત સરકારને નમ્ર વિનંતી છેકે ફિક્સ-પે કર્મચારીઓની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાને ધ્યાનમાં લઈને આ નીતિમાં યોગ્ય સકારાત્મક બદલાવ કરવાનો સમય આવી ગયો છે.
લાખો કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ત્વરિત નિર્ણય લેવામાં આવે એવી નમ્ર વિનંતી.@CMOGuj#Remove_Fixpay_in_gujarat
🛑 "#ફિક્સ_પે" : વિકાસ મોડેલ કે શોષણ મોડેલ ?"
📓 ભારતનું સંવિધાન “કલ્યાણકારી રાજ્ય”ની વાત કરે છે
અને અહીં “#શોષણકારી_રાજ્ય”ના નિયમો લાગુ છે.
🔴ફિક્સ પે પ્રથા – ગુજરાતના કર્મચારીઓ માટે શોષણની પ્રથા.
ગુજરાત રાજ્ય, જેને "વિકાસ મોડેલ" તરીકે પ્રસ્તુત કરવામાં આવે છે, ત્યાં એક ખૂબ જ ગંભીર અને શરમજનક નીતિ વર્ષો થી ચાલુ છે — #ફિક્સ_પે_પ્રથા
દેશના અન્ય રાજ્યોએ કલ્યાણકારી અને કર્મચારી હિતની નીતિઓ અપનાવી છે, જ્યારે ગુજરાતમાં આજે પણ કર્મચારીઓનો પગાર-હક્ક ફગાવામાં આવે છે અને 5 વર્ષ સુધી ‘#ફિક્સ_પગાર’ જેવી શોષણાત્મક વ્યવસ્થા હેઠળ રાખવામાં આવે છે.
📌નવી ભરતી થતાં શિક્ષકો, ક્લાર્કો, પોલીસ, હેલ્થ વર્કર, કંડકટર ........ વગેરેને સંપૂર્ણ પગાર મળતો નથી.
📌તેઓને પહેલા 5 વર્ષ ફિક્સ પગાર પર ફરજ બજાવવી પડે છે —
જે અન્ય રાજ્યો અને મોંઘવારીના પ્રમાણમાં ખૂબ ઓછો હોય છે.
આ દરમિયાન DA, HRA, પ્રાવિડન્ટ ફંડ, ગ્રેચ્યુઈટી, અને અન્ય સુવિધાઓ લાગુ પડતી નથી.
👆🏻જોઈએ તો એ કર્મચારી ગુજરાત રાજ્ય માટે પૂરું સમયસેવી, સંપૂર્ણ ફરજ નિભાવે છે, પણ વળતર અર્ધું પણ નથી.
📌જેને આપણે પછાત રાજ્ય કહીએ છીએ એવા બિહાર રાજ્ય: તાજેતરમાં 5 ફેબ્રુઆરી 2025ના રોજ ગેઝેટ જાહેર કરી બિહાર સરકારે સરકારે કર્મચારીઓ માટે #પ્રોબેશન_પીરિયડ 2 વર્ષમાંથી ઘટાડીને 1 વર્ષ કર્યો છે.ત્યાંની રાજ્ય સરકારે કલ્યાણકારી અભિગમ દાખવી નવરોજગાર કર્મચારીઓને ઝડપથી સંપૂર્ણ હક આપવાનું નક્કી કર્યું છે.
📌“સમાન કામ માટે સમાન વેતન” એ માત્ર આકર્ષક વાક્ય નથી. તે ભારતના સંવિધાનના દિશાનિર્દેશક સિદ્ધાંતોમાં સમાવિષ્ટ મૂલ્ય છે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા આ સિદ્ધાંતની અવગણના કરવામાં આવી રહી છે. 5 વર્ષ સુધી પગારમાં ઓછી રકમ આપવી, તેના પર મોંઘવારીના ભથ્થા પણ ન આપવા, "ફિક્સ પે" નામે એક યોજના નહિ પણ "શોષણ પદ્ધતિ" બની ગઈ છે.
— એક કર્મચારીની કલમમાંથી કટાક્ષમય પુકાર
ક્યારેક કદી ગુજરાત વિકાસ મોડેલ માટે વખાણાય છે... પણ એ વિકાસ કોના માટે છે?
> ભ્રષ્ટાચારીઓને બચાવવો હોય ત્યારે વિકાસ મોડેલ, મિત્ર ઉદ્યોગકારોને જમીન આપવી હોય ત્યારે વિકાસ મોડેલ, પણ કર્મચારીને ન્યાય આપવો હોય ત્યારે ?🤔 — "ભાઈ સરકારી વ્યવસ્થા છે, સમય લાગશે..."
🛑સાચી વાત તો એ છે કે, ગુજરાત આજે પણ કર્મચારીઓને “ફિક્સ પે” નામની શોષણ નીતિ હેઠળ પાંચ વર્ષ સુધી ગુલામ બનાવી રાખે છે.
હા, એ જ ગુજરાત જ્યાં #UPSC જેવા કેન્દ્રિય માપદંડ લાવવા ચર્ચા થાય છે, પણ એક સાદો “સમાન વેતન” નક્કી કરવામાં સૌથી વધુ સમયે લાગે છે.
🧑🏻✈️🧑🏻🏫😞 #કર્મચારીઓની હાલત ?
👉🏻ઓછા પગારને કારણે પરિવાર ન ચલાવી શકાય.
👉🏻લોન માં ફાફા, ભવિષ્ય માટે બચત ન બને.
👉🏻સ્ત્રી કર્મચારીઓ માટે તો માસિક ખર્ચ, બાળકોનો ભવિષ્ય, ભાડાંનું ઘર — બધું વધુ દમનકારક.
👉🏻નિવૃત્તિ સમયે પણ આ 5 વર્ષનાં ઓછા પગારનું અસર પેન્શન પર પડે છે — એટલે કે આર્થિક અંધકાર આખી કારકિર્દી પર છવાઈ જાય છે.
📌 ફિક્સ પે નીતિ સંપૂર્ણ રીતે રદ કરો.
📌 પ્રોબેશન પીરિયડ વધુમાં વધુ 1 વર્ષ કરો.
📌 DA, HRA અને અન્ય ભથ્થાઓ ફિક્સ પે દરમ્યાન પણ આપો.
📌 પગારપંચના લાભો પૂર્ણરૂપે આપો.
📌 UPS લાગુ કરતાં પહેલા ગુજરાતના કર્મચારીનું શોષણ બંધ કરો.
📌 નવીપેઢીના કર્મચારીઓ માટે શોષણવિહોણું સમાન વેતન નક્કી કરો.
📌 જ્યાં અન્ય રાજ્યો ઉદાહરણ બની રહ્યા છે, ત્યાં ગુજરાત પણ પીઠ પાછળ કેમ?🤔
🗣️ ગુજરાતની અસલ અસ્મિતા એ સમાનતા અને કર્મચારીઓના હક્કની રક્ષા છે – ફિક્સ પે નીતિ એ અસ્મિતા પર #કલંક છે. હવે સમય આવ્યો છે કે દરેક કર્મચારી, દરેક શોષિત અવાજ એક બને અને સ્પષ્ટ કહે :- "ફિક્સ પે નાબૂદ કરો!" 🗣️
આજે #remove_fixpay_in_gujarat #Remove_Fix_Pay_Gujarat #Remove_Fix_Pay
#Gujrat_the_only_fixpay_state_in_india જેવા હેશટેગ ફક્ત ડિજિટલ અભિયાન નથી – તે હજારો કર્મચારીઓના ચિત્કાર છે.
🧑🏻🏫ગુજરાતના કર્મચારીની હાલત એવી છે કે
> "સરકારના નિર્માણમાં ભાગીદાર છે, પણ વિકાસમાં ભાગીદાર નથી!"
🧑🏻🏫— ફિક્સ પે : વિકાસના ચમકતાં વિઝન નીચે શોષણની પડછાયાં
જ્યાં ભારતના મોટા ભાગના રાજ્યો કર્મચારીની નિષ્ઠા અને માનવ અધિકારનું મૂલ્ય સમજે છે, ત્યાં ગુજરાત હજુ પણ પોતાના કર્મચારીના શોષણમાં જ સમજે છે.
🧑🏻🏫આ તો ફિક્સ પે હેઠળ કર્મચારીઓની હકીકત છે.
બાકી પેન્શન? ગ્રેચ્યુઈટી? HRA ? એ તો સ્વપ્ન છે સાહેબ... અને “નિષ્ઠાવાન કર્મચારી” એ સસ્તો મજાક.
> પાંજરામાં પાંખો હોય તો એ ઉડાન કહેવાય કે દુઃખ ?
@Bhupendrapbjp@kuberdindor@irushikeshpatel@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@jigneshmevani80@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@Chaitar_Vasava@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@Vivekdoza