🔸5 જૂનના રોજ "વિશ્વ પર્યાવરણ દિવસ"
🔸સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ 1972માં સ્વીડનના સ્ટોકહોમ ખાતે યોજાયેલી પર્યાવરણ પરિષદ બાદ પર્યાવરણ સંરક્ષણ અંગે વૈશ્વિક જાગૃતિ લાવવા માટે આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી. આજે "વિશ્વ પર્યાવરણ દિવસ" વિશ્વના 150થી વધુ દેશોમાં ઉજવાય છે.
🔸ડાંગ જિલ્લો રાજ્યનો સૌથી વધુ વન વિસ્તાર ધરાવતો જિલ્લો ગણાય છે. અહીંના ગાઢ જંગલો, સમૃદ્ધ જૈવ વૈવિધ્યતા, નદીઓ અને કુદરતી સંપદાઓ સમગ્ર ગુજરાત માટે કુદરતી ધરોહર સમાન છે. જિલ્લાના વનો માત્ર પર્યાવરણનું સંતુલન જાળવવામાં જ નહીં પરંતુ આદિવાસી સમાજના જીવન અને આજીવિકાનો પણ આધારસ્તંભ છે. વન સંરક્ષણ, જળ સંચય અને કુદરતી સંસાધનોના ટકાઉ ઉપયોગ માટે જિલ્લાના વિવિધ વિભાગો અને સ્થાનિક સમુદાયો દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
‘ડ્રમ પ્લાન્ટેશન’ થકી ધોલેરાના ખારપાટમાં ખીલી હરિયાળી
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘પર્યાવરણના જતન સાથે પ્રગતિ’ના ધ્યેયમંત્રને અનુસરતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં ગુજરાતમાં ‘ગ્રીન ગ્રોથ'ની સંકલ્પના સાકાર થઈ રહી છે.
દેશના સેમિકંડક્ટર હબ તરીકે ઉભરી રહેલ ધોલેરાની અત્યંત ખારાશ ધરાવતી જમીન અને કઠિન આબોહવામાં, જ્યાંની સૂકી તથા ઉજ્જ્ડ ભૂમિ પર કુદરતી રીતે ઘાસ પણ ઉગી શકતું નથી, ત્યાં રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા નવીન ‘ડ્રમ પ્લાન્ટેશન’ના પ્રયોગ થકી 15થી વધુ પ્રજાતિનાં 3200થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, જે ‘રણમાં મીઠી વિરડી’ કહેવતને સાર્થક કરે છે.
‘ડ્રમ પ્લાન્ટેશન’ના આ પાયલોટ પ્રોજેક્ટની સફળતા બાદ આગામી તબક્કામાં ધોલેરા એક્ટિવેશન વિસ્તારમાં આશરે 50,000થી વધુ રોપાઓ આ જ પદ્ધતિથી વાવવામાં આવશે અને સાથે જ માનનીય વડાપ્રધાનશ્રીની ‘ન્યૂ ઇન્ડિયા’ની પરિકલ્પનાને સાકાર કરતા ધોલેરાનો ‘ગ્રોથ હબ’ની સાથોસાથ ‘ગ્રીન હબ’ તરીકે પણ વિકાસ થશે.
#GreenGujarat
જિલ્લા/ તાલુકા કક્ષાની પુરવઠા ટીમ દ્વારા આંતર તાલુકાની ટીમોની રચના કરી કુલ ૯ વાજબી ભાવની દુકાનો પર ગતરોજ આકસ્મિક રેડ કરવામાં આવેલ જેમાં ૪ દુકાનો (ઘોડવણી , સીતાપુર, કાકડવેરી, પાંચ હાટડી (શ)) માં ગંભીર અનિયમિતતા જણાતા તેમની વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે @CMOGuj
તાલુકા સેવા સદન ચીખલી ખાતે કાર્યરત પ્રાંત કચેરી, મામલતદાર કચેરી અને તે હસ્તકના જનસેવા કેન્દ્ર, ઇ-ધરા કેન્દ્ર તેમજ અન્ય શાખાઓની મુલાકાત લઈ ઉપસ્થિત કર્મચારીઓને કામગીરી સબંધે જરૂરી સૂચનાઓ આપી. અરજદારોના પ્રશ્નોના ઝડપી, હકારાત્મક અભિગમ સાથે નિકાલ માટે સૂચનો કર્યા.
@CMOGuj
ભારતના ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ ઇવીએમ તથા વીવીપેટના સલામતી અને સંગ્રહ માટે વેરહાઉસનું બાહ્ય રીતે માસિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું.
@ECISVEEP@CEOGujarat@SpokespersonECI
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ એ કલોલ તાલુકાના ખાત્રજ ગામ ખાતે અરવિંદ ફાઉન્ડેશનના સહયોગથી હાથ ધરવામાં આવેલ તળાવ નવીનીકરણના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું.
આ સમગ્ર વિસ્તારમાં તળાવોના નિર્માણ તેમજ હરિયાળી વધારવા માટે સરકારની સાથે સમાજનો સુંદર સહકાર મળી રહ્યો છે.
જે મિત્રો મહેસૂલ વિભાગ રેવન્યુ તલાટીમાં જિલ્લા પસંદગી અને ડિપાર્ટમેન્ટ DV પૂર્ણ થયેલ છે એમને નમ્ર વિનંતી કે તારીખ 9 અને 10 જૂન શરૂ થનાર એગ્રીકલ્ચર યુનિવર્સિટી ચોઈસ ફિલિંગમાં ગેર હાજર રહી અન્ય ઉમેદવારોને નોકરીનો મોકો આપો.
ફરી વાર વિનમ્ર ભાવે વિનતી.
નમસ્કાર, નવસારી જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે મેં ચાર્જ લીધો છે. જનસંપર્ક દિવસ(સોમવાર, ગુરુવાર)માં આપ કચેરી ખાતે મને રૂબરૂ મળી શકશો અને મારી જોડે X (Twitter), ઈ-મેઇલ ([email protected]) પર પણ સંપર્ક કરી શકો છો.
- મનીષ ગુરવાની, IAS
@CMOGuj@DdoNavsari
આગામી તા.૦૩/૦૫/૨૦૨૬ ના રોજ યોજાનાર NEET(UG-2026) ની પરીક્ષાના સુચારૂ આયોજન સંદર્ભે સંબધિત અધિકારીશ્રીઓ સાથે વિગતવાર ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી.@CMOGuj@InfoValsadGoG
આજરોજ મોજે-કંબોયા, તા.વાંસદા ખાતે પ્રાથમિક શાળા, આંગણવાડી, આરોગ્ય સબ-સેન્ટર, પશુ દવાખાનું અને ગ્રામપંચાયતની મુલાકાત લીધી તેમજ ત.ક.મંત્રીશ્રીના સામાન્ય દફતરની તપાસણી કરી ગ્રામજનોના પ્રશ્નો રૂબરૂ સાંભળી જરૂરી કાર્યવાહી કરવા સબંધિત અધિકારીશ્રીને જણાવ્યું.
@CMOGuj@JayantiRavi
આજરોજ ગંઘોર તા.ગણદેવી ખાતે લોકસંવાદ કાર્યક્રમ યોજી ગ્રામજનોના પ્રશ્નોના નિરાકરણ માટે સંબધિત વિભાગને સૂચનો કર્યા. તેમજ ગ્રામ પંચાયત કચેરી, આંગણવાડી કેન્દ્ર, અને પ્રાથમિક શાળા અને સસ્તા અનાજની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા.
તા. 26 માર્ચ, ગુરુવારના રોજ રામનવમીની જાહેર રજાના અનુસંધાને માર્ચ-2026નો રાજ્ય સ્વાગત બુધવારે યોજાશે...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો માર્ચ મહિનાનો રાજ્ય સ્વાગત તા. 25 માર્ચ, બુધવારના રોજ યોજાશે...
નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો બુધવાર, તા. 25મી માર્ચના રોજ સવારે 8થી 11 દરમિયાન મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે; મુખ્યમંત્રીશ્રી બુધવારે બપોર બાદ આ રાજ્ય સ્વાગતમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની આવેલી રજૂઆતો સાંભળશે...
#GujaratGovernment #SWAGATonline