➡️પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેસાવાડા દ્વારા ખજુરિયા અને વડવા ગામમાં 191 વ્યક્તિઓનું એક્સ-રે દ્વારા સ્ક્રિનિંગ કરીને ક્ષય રોગનું વહેલું નિદાન થાય તે દિશામાં કાર્ય કરવામાં આવ્યું
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેસાવાડા
તા ગરબાડા
➡️ભારે વરસાદની પરિસ્થિતિમાં સ્થાનિક સ્તરે જ તબીબી સુવિધા મળી રહે તે માટે પ્રા.આ.કેન્દ્ર જેસાવાડાના ખાતે પોર્ટેબલ એક્સ રે ની કામગીરી કરવામાં આવી. મુશળધાર વરસાદ વચ્ચે પણ આરોગ્ય સ્ટાફે ખડેપગે રહીને પોર્ટેબલ એક્સ રે મશીન દ્વારા કુલ ૧૪૬ દર્દીઓના સફળતાપૂર્વક એક્સ રે કરવામાં આવ્યા
રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાના મોટી ખરજની રાહડુંગરી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત વ્હાલા બાળકોની વચ્ચે ઉપસ્થિત રહેવાનો અનેરો આનંદ મળ્યો.
આંગણવાડી, બાળવાટિકા, ધોરણ 1 અને 9 ના બાળકો તેમજ પુનઃપ્રવેશ મેળવનાર ભૂલકાઓ, દીકરા-દીકરીઓને કુમકુમ તિલક કરી અને શૈક્ષણિક કીટ અર્પણ કરીને જ્ઞાનની દુનિયામાં પ્રવેશ કરાવ્યો અને ઉજ્જવળ ભવિષ્યના આશીર્વાદ પાઠવ્યા.
આ પ્રસંગે રમતગમત તેમજ અન્ય ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પ્રતિભાશાળી બાળકોને સન્માનિત કર્યા.
કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા વિશે એક દીકરાએ આપેલું સુંદર વક્તવ્ય અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરતી દીકરીનો આત્મવિશ્વાસ જોઈને ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ખીલી રહેલી નવી પેઢીના સામર્થ્ય અંગેની શ્રદ્ધા વધુ મજબૂત થઈ.
બાળકોમાં સામાજિક જવાબદારી પ્રત્યેની જાગૃતિ વધે તે હેતુથી ઉપસ્થિત સૌ નાગરિકો અને બાળકોને માર્ગ સલામતીના શપથ પણ લેવડાવ્યા.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષો પહેલાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનું જે બીજ રોપ્યું હતું, તે આજે દાહોદ સહિત સમગ્ર આદિવાસી પટ્ટાના અંતરિયાળ વિસ્તારોમાં વટવૃક્ષ બનીને લહેરાઈ રહ્યું છે, તેનો સુખદ સાક્ષાત્કાર થયો.
આવો, સૌ સાથે મળીને શિક્ષણની આ જ્યોતને વધુ પ્રજ્વલિત કરીએ અને ગુજરાતના ભવિષ્યને વધુ સુદ્રઢ બનાવીએ.
#ShalaPraveshotsav2026
➡️ સર્વાઇકલ કેન્સર અટકાવી શકાય તેમ છે અને તેનું રક્ષણ HPV રસી કરે છે. યોગ્ય ઉંમરે છોકરીઓને રસી આપવી એ મોટાભાગના સર્વાઇકલ કેન્સરના કેસોને અટકાવી શકે તેમ છે
ભવિષ્યનું રક્ષણ કરો
#hpvvaccine#cervicalcancer#healthforall❤️
➡️ “લેપ્રસી અવેરનેસ કેમ્પેઇન” (SLAC) – “Ending Discrimination, Ensuring Dignity”
તા.૩૦/૦૧/૨૦૨૬ ના જેસાવાડા પ્રા.આ.કેન્દ્રના વિસ્તારમાં રક્તપિત્ત અંગે લોકોમાં જાગૃતતા કરવામાં આવી અને “કલકંનો
અંત, ગૌરવનો સ્વીકાર ” માટે પ્રતિજ્ઞા કરવામાં આવી
➡️ ખરાબ આદતો છોડી પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત બનીએ...
જંક ફૂડ અને વ્યસન ક્ષણિક સંતોષ આપી શકે છે, પરંતુ ફળો અને શાકભાજી લાંબા ગાળાની ઊર્જા અને રોગપ્રતિકારક શક્તિ આપે છે. આદત બદલો, જીવન બદલો
#healthforall❤️
➡️ 26માં વિશ્વ દ્રષ્ટિ દિવસ 2025 અને નેશનલ પ્રોગામ કંટ્રોલ બલાઇન્ડનેસ અંતર્ગત પ્રા.આ.કેન્દ્ર જેસાવાડા વિસ્તારમાં ગ્રામજનોની આંખોનું બેસિક સ્ક્રીનીંગ કરવામાં આવ્યું
અને આંખોને તંદુરસ્ત રાખવા માટેના સુચન આપવામાં આવ્યા #npcb2025#HealthForAll