માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2025નો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના મંત્રીશ્રીઓ ઉપરાંત સ્ટાર્ટ-અપ ફાઉન્ડર્સ, ઈનોવેટર્સ, વેન્ચર કેપિટાલિસ્ટ્સ અને ઉદ્યોગજગતના અગ્રણીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો.
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રીશ્રી સહિતના મહાનુભાવો દ્વારા આ અવસરે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરાયેલ National Education Policy (NEP) - 2020 Dashboardના લોન્ચિંગ ઉપરાંત i-Hub Gujaratના પ્રયત્નોથી રાજ્યમાં તૈયાર થયેલ મજબૂત ઇકોસિસ્ટમથી સફળ થયેલ સ્ટાર્ટ-અપ્સની પ્રેરણાત્મક ગાથા વર્ણવતી કોફિટેબલ બુક તેમજ નવી શિક્ષણ નીતિના પાંચ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તૈયાર કરવામાં આવેલ મહત્વપૂર્ણ પ્રકાશનોનું વિમોચન કરવામાં આવ્યું હતું.
#StartupConclave2025
#Gujarat
અમદાવાદ જિલ્લામાં ટાટ પાસ ઉમેદવારને નોકરીમાં હાજર કર્યા બાદ પૈસાની માગણી કરનારા આચાર્ય અને ક્લાર્ક ની ધરપકડ
Acb એ દેત્રોજની હાઈસ્કૂલ ના આચાર્ય કમલેશ પટેલ અને ક્લાર્ક વિમલ પટેલ ની ધરપકડ
૩૫ હજાર રૂપિયા માગ્યા હતા બન્ને જણાએ
જાગૃત શિક્ષકો acb ને ફરિયાદ કરી હતી
શહેરોમાં વધતી વસતી અને વાહનોની સંખ્યાને ધ્યાને લઈને પરિવહનના સ્માર્ટ સોલ્યુશન્સ તૈયાર કરવાની દિશામાં રાજ્ય સરકાર કામ કરી રહી છે.
આ માટે મહાનગરોની ફરતે ગ્રીન રિંગ રોડ બનાવવા રાજ્ય સરકારે બજેટમાં રૂ. 200 કરોડનું પ્રાવધાન કર્યું છે.
જે અંતર્ગત, શહેરોના મુખ્ય ભાગમાં પ્રવેશ્યા વિના જ શહેરના વિવિધ વિસ્તારો વચ્ચે ઝડપી કનેક્ટિવિટી પૂરી પાડવાના હેતુથી ગ્રીન રિંગ રોડ બનાવવાનું કામ હાથ ધરાયું છે.
આવા રિંગ રોડ ક્લાયમેટ રેઝિલિયન્ટ અને ઈકોફ્રેન્ડલી ગ્રીન ટેક્નોલોજીના ઉપયોગથી બનાવવાની સરકારની નેમ છે.
આ ‘ગ્રીન રિંગ રોડ વિકાસ યોજના’ હેઠળ માર્ગનિર્માણના અમલની કાર્યપદ્ધતિ - એટલે કે Standard Operating Procedure (SOP) તૈયાર કરવા તજજ્ઞોની એક એડવાઈઝરી કમિટી બનાવવામાં આવી હતી. જેની ભલામણ મુજબની SOPને મંજૂરી આપી છે.
જે અંતર્ગત,
☀️માર્ગ નિર્માણથી શહેરોની સુંદરતા વધે અને ન્યૂનતમ જાળવણી ધરાવતું સસ્ટેનેબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થાય તે બાબત પર પ્રાધાન્ય અપાશે.
☀️કેરેઝ-વે, મીડિયન અને શોલ્ડર્સ, ડ્રેનેજ અને વરસાદી પાણીનું વ્યવસ્થાપન, રોડ યુટીલિટીઝ, વૃક્ષારોપણ તથા ટ્રાફિક વ્યવસ્થાપન અને રોડ સલામતી સુવિધાઓ પણ તેમાં આવરી લેવામાં આવી છે.
☀️રોડ નિર્માણમાં ઉપયોગ થનારા કુલ મટિરીયલના 25 ટકા રિસાયકલ મટિરીયલના ઉપયોગને પ્રાથમિકતા અપાશે.
☀️ગ્રીન રિંગ રોડ પ્રોજેક્ટમાં જે કુલ એનર્જી વપરાશમાં લેવાય તેમાં મહત્તમ રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ થાય તેવું આયોજન કરવા મહાનગરપાલિકાઓને સૂચવવામાં આવ્યું છે.
ક્રિકેટમાં ફરી જોવા મળશે 'દાદા', સૌરવ ગાંગુલી 6 વર્ષ બાદ CABની સંભાળશે કમાન
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નવા પ્રમુખની પસંદગીને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલી ફરી એકવાર સુકાન સંભાળી રહ્યા છે. ભારતીય બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલી ફરી એકવાર ક્રિકેટના બોસ બન્યા છે. પરંતુ આ વખતે તે ભારતીય ક્રિકેટ નહીં, પરંતુ તેમના ગૃહ રાજ્ય બંગાળના ક્રિકેટનું નેતૃત્વ કરી રહ્યા છે. સૌરવ ગાંગુલીએ ફરી એકવાર ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળનો હવાલો સંભાળ્યો છે. ક્રિકેટ એસોસિએશન ઓફ ઈન્ડિયાની 94મી વાર્ષિક સામાન્ય સભા કોલકાતામાં યોજાઈ હતી, જ્યાં સૌરવ ગાંગુલીને ફરીથી પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા હતા. આનાથી ઘણા વર્ષોથી ચાલી રહેલી અટકળોનો ઔપચારિક અંત આવ્યો. સૌરવ ગાંગુલી 6 વર્ષ પછી બંગાળ ક્રિકેટના વડા તરીકે ફરીથી ચૂંટાયા છે. અગાઉ તેમને 2015 થી 2019 સુધી એસોસિએશનના પ્રમુખ તરીકે સેવા આપી હતી. 2019 માં તેમને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનો હવાલો સંભાળ્યો અને ત્રણ વર્ષ સુધી BCCIના પ્રમુખ તરીકે સેવા આપી. સૌરવ ગાંગુલી છેલ્લા ત્રણ વર્ષથી કૂલિંગ-ઓફ સમયગાળામાંથી પસાર થઈ રહ્યા હતા અને પૂર્ણ થયા પછી તેઓ CAB ના વડા તરીકે ફરીથી ચૂંટાયા
#SouravGanguly #DadaReturns #CricketNews #DadaIsBack #sportwithsandeshnews
ત્રીજુ નોરતુ માં ચંદ્રઘંટા
શ્રી દુર્ગાનું ઋતીય સ્વરૂપ શ્રી ચંદ્રઘંટા છે, જેમણે મસ્તક પર ઘંટ ધારણ કરેલ છે, ઘંટનો આકાર અર્ધચંદ્ર છે આથી ચંદ્રઘંટા દેવી કહેવાયા
#Navratri#Navratri2025#ChandraghantaMaa#SandeshNews
📢 રાજ્ય કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતી અપડેટ
રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ (આણંદ, જૂનાગઢ, નવસારી અને સરદાર કૃષિનગર) હેઠળ જુનિયર ક્લાર્ક (વર્ગ-૩) ની સંયુક્ત જાહેરાત ક્રમાંક: ૧/૨૦૨૫ અનુસાર પ્રાથમિક પરીક્ષા (તબક્કો-૧) તા. ૨૧.૦૯.૨૦૨૫ ના રોજ લેવાઈ હતી.
📝 અગાઉ તા. ૦૩.૦૯.૨૦૨૫ ના રોજ મૂકાયેલી સૂચના મુજબ આ પરીક્ષાની Answer Key તા. ૨૩.૦૯.૨૦૨૫ ના રોજ પ્રકાશિત થવાની હતી.
⚠️ પરંતુ હવે નવી સુચના મુજબ, આ આન્સર કી ૨૩મી સપ્ટેમ્બરે જાહેર નહીં થાય. નવી તારીખ પછીથી જાહેર કરવામાં આવશે, અને તે યુનિવર્સિટીઓની સત્તાવાર વેબસાઈટ પર જ મૂકવામાં આવશે.
#ExamUpdate #JuniorClerk
રાજ્ય મંત્રીમંડળની આજની બેઠકમાં ગુજરાતમાં 17 નવા તાલુકાઓની રચનાને મંજૂરી આપવામાં આવી છે, જે ગુજરાતમાં વહીવટી સરળીકરણની દિશામાં ખૂબ મહત્ત્વનો નિર્ણય બની રહેશે.
નવા તાલુકાઓની રચના થકી ગુજરાતમાં હવે તાલુકાઓની સંખ્યા વધીને 265 થશે.
આ વહીવટી વિકેન્દ્રીકરણના લીધે નાગરિકોને નજીકમાં જ નવું તાલુકા મથક મળશે અને વિવિધ સરકારી સેવાઓ મેળવવા માટે દૂરની કચેરીઓ સુધી જવું નહિ પડે.
અંતરિયાળ ગામોમાંથી તાલુકા મથકે આવવા-જવામાં લાગતા સમય, શક્તિ અને નાણાંનો બચાવ થશે. તેમજ, સામાજિક, આર્થિક, આરોગ્ય અને શૈક્ષણિક સહિતની સુવિધાઓમાં વધારો થશે.
નવા તાલુકાઓની રચના થવાથી હાલના 51 વિકાશશીલ તાલુકાઓની સંખ્યામાં 10 તાલુકાઓનો વધારો થશે અને તેમને પણ વિકાસશીલ તાલુકાઓને મળતી ગ્રાન્ટનો લાભ મળશે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત@ 2047’ ના વિઝનને ‘વિકસિત ગુજરાત’ના નિર્માણથી સાકાર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. નવા તાલુકાઓની રચનાથી સ્થાનિક સ્તરે વિકાસને વેગ આપીને વિકસિત ગુજરાતના નિર્માણની દિશામાં આપણે વધુ ઝડપે આગળ વધી શકીશું.