મેઘરજ મામલતદાર કચેરી ખાતે “તાલુકા સ્વાગત અને ફરિયાદ નિવારણ”કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તાલુકા કક્ષાએ આવેલ નાગરિકોના કુલ-12 પ્રશ્નોને
પ્રત્યક્ષ સાંભળી તેમની સમસ્યાઓ બાબતે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી સ્થળ પર હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો. @CMOGuj@SWAGATOnlineGuj
રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ... માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કોઈપણ પ્રકારની અફવાઓથી દોરવાયા વિના કે ગભરાટમાં આવ્યા વગર શાંતિ જાળવવા માટેની નમ્ર અપીલ, તેમજ ઈંધણ પુરવઠો પૂરતો હોવાથી બિનજરૂરી લાઈનો ન લગાવવા માટે જનતાને અનુરોધ...@CollectorArv
ગુજરાત સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મોના ખંધારે જણાવ્યું છે કે , રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલની કોઈ તંગી નથી. તેમણે કહ્યું કે, રાજ્ય પાસે પેટ્રોલ –ડિઝલનો પૂરતો જથ્થો ઉપ્લબ્ધ છે તેમ જ બફર સ્ટોક પણ ઉપ્લબ્ધ છે.@collectorArv
ગુજરાત સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મોના ખંધારે જણાવ્યું છે કે , રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલની કોઈ તંગી નથી. તેમણે કહ્યું કે, રાજ્ય પાસે પેટ્રોલ –ડિઝલનો પૂરતો જથ્થો ઉપ્લબ્ધ છે તેમ જ બફર સ્ટોક પણ ઉપ્લબ્ધ છે.
@CMOGuj
આજરોજ ભિલોડા ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો. વિવિધ વિભાગોને લગતી અરજદારોની રજૂઆતોનો વિવિધ વિભાગના અધિકારીઓની હાજરીમાં જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો.. @CollectorArv@CMOGuj
આજનો દિવસ ઐતિહાસિક છે. આજથી સોમનાથ સ્વાભિમાન પર્વ શરૂ થયું છે. અનેક આક્રમણો છતાં પણ સોમનાથ મંદિર આજે ભારતના સ્વાભિમાનના પ્રતીક રૂપે ઉભું છે. ભારતના વિકાસ અને વિરાસતને આજે વિશ્વભરમાં ગૌરવ પ્રાપ્ત થયું છે.
#SomnathSwabhimanParv
અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજીમાં બે દિવસીય શામળાજી મહોત્સવનો રંગેચંગે શુભારંભ.
શામળાજી મહોત્સવના પ્રથમ દિવસે કૃષ્ણ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.
કૃષ્ણલીલા,કૃષ્ણભક્તિ અને કૃષ્ણ ભજન ખાસ કલાકારો દ્વારા ભજવવામાં આવ્યાં.
@CMOGuj@Bhupendrapbjp@PCBaranda3
જય સોમનાથ
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તારીખ 8 થી 11 જાન્યુઆરી દરમિયાન સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે.
જે અંતર્ગત, સળંગ 72 કલાક સુધી અખંડ ઓમકાર નાદનો જાપ કરવામાં આવશે. ભારતના પ્રમુખ તીર્થો પણ તેમાં જોડાશે.
દ્વાદશ જ્યોતિર્લિંગોમાં પ્રથમ શ્રી સોમનાથ મહાદેવ કરોડો ભક્તો માટે આસ્થાના કેન્દ્ર છે.
આવો, આપણે સૌ આ અખંડ ઓમકાર નાદ જાપમાં જોડાઈએ, અને "અખંડ સોમનાથ, અખંડ ભારત"નો સંકલ્પ લઈએ.
@narendramodi
#SomnathSwabhimanParv
શામળાજી મહોત્સવ ૨૦૨૬ અને માન.મુખ્યમંત્રીશ્રી કાર્યક્રમના સ્થળની માન.પ્રભારી મંત્રીશ્રી રમણભાઈ સોલંકી દ્વારા મુલાકાત લઇને ભવ્ય અને સુવ્યવસ્થિત આયોજન તથા વિવિધ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી જરૂરી સુચનો સહ માર્ગદર્શન આપ્યું. @CMOGuj@ramanjiborsad@sanghaviharsh
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ નાગરિકોનેઅપીલ કરવામાં આવે છે કે તેઓ પણ આ મુહિમમાં જોડાઈને દર રવિવારે "સન્ડે ઓન સાઈકલિંગ"કરી સ્વસ્થ,ફિટ અને પર્યાવરણપ્રિય જીવનશૈલી અપનાવીએ.
@CMOGuj@sanghaviharsh#Arvalli