આજરોજ નવસારી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે SDM નવસારી દ્વારા DySP નવસારી તથા PI નવસારી ટાઉન ની હાજરી માં આગામી ૧૬-૦૭-૨૦૨૬ ના રોજ યોજાનાર રથયાત્રા નિમિત્તે શાંતિ સમિતિ ની બેઠક યોજવામાં આવી જેમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાય તે રીતે ઉજવણી કરવા સૂચન કરવામાં આવ્યા.
@CollectorNav@CMOGuj
જલાલપોર તાલુકાના બોરસી ગામ ખાતે વહીવટી તંત્રની મંજૂરી વિના ગેરકાયદેસર દબાણ કરી ઝીંગા તળાવો બનેલ હતા,જેમાં અત્યાર સુધી કુલ-28 ઝીંગા તળાવોની આશરે-1,85,300 ચો.મી. જમીન જેની અંદાજીત કિંમત રૂ.24,55,22,500/- ખુલ્લી કરવામાં આવી અને સરકાર હસ્તક કબ્જો લેવામાં આવ્યો.
@CMOGuj@JayantiRavi
મોજે-સંદલપોર તા.જલાલપોર ગામે ઉભરાટ બ્રાન્ચ કેનાલની સરકારી જમીન પર પુરાણ અને પાઈપો દૂર કરીને વરસાદી પાણીના કુદરતી વહેણનો સ્વાભાવિક પ્રવાહ પર થયેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું.
@CMOGuj@InfoGujarat@DdoNavsari@InfoNavsariGoG
ભારતમાલા પરિયોજના અંતર્ગત ગુજરાતના હાઈવે બન્યા પ્રગતિના ધોરીમાર્ગ.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની 12 વર્ષની વિઝનરી લિડરશીપમાં ભારતના રોડ નેટવર્કના વિકાસની સ્પીડ અને સ્કેલમાં અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળેલ છે. ગુણવત્તાયુક્ત અને અત્યાધુનિક ટેકનોલોજી આધારિત સુદ્રઢ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ થકી નાગરિકો તેમજ ઉદ્યોગ-વેપાર માટે ‘ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન’ સુનિશ્ચિત કરવાની નેમ સાથે માનનીય વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં વર્ષ 2017માં દેશમાં શરૂ કરવામાં આવી ભારતમાલા પરિયોજના.
ભારતમાલા પરિયોજના હેઠળ ગુજરાતમાં પ્રથમ તબક્કામાં મંજૂર કરવામાં આવેલ ₹65,000 કરોડના ખર્ચે 1557 કિલોમીટરના 45 પ્રોજેક્ટમાંથી 1068 કિલોમીટર માર્ગ નિર્માણનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. આ પરિયોજના અંતર્ગત ગુજરાતના વિકાસને નવી દિશા આપતા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સમાં રાજસ્થાનના સાંચોરથી ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપુર સુધી અંદાજે 125 કિ.મી લંબાઇનો 6-લેન ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે, અમૃતસર-જામનગર વચ્ચે આશરે 1256 કિલોમીટરનો ઇકોનોમીક કોરિડોર, અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેનો સમાવેશ થાય છે, જેમાં વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વેના પેકેજ 6 અને 7નું તાજેતરમાં જ માનનીય વડાપ્રધાનશ્રીના વરદ્હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
'વિકસિત ભારત, વિકસિત ગુજરાત' પરિકલ્પના સાકાર કરવામાં માઇલસ્ટોન સમાન આ પરિયોજના હેઠળ નવનિર્મિત ફ્રેઈટ કોરિડોર અને એક્સપ્રેસ-વેના નેટવર્ક ઉપરાંત મોટાં શહેરો, સરહદી રસ્તાઓ, બંદરો અને દરિયાકાંઠાના રસ્તાઓના નેટવર્ક થકી પ્રશસ્ત થઈ રહ્યો છે ગુજરાતની પ્રગતિનો ધોરીમાર્ગ.
#GujaratSuccessDiary
આજરોજ જિલ્લા પોલીસ સલાહકાર સમિતિ, કાયદો અને વ્યવસ્થા, ડિસ્ટ્રીક્ટ લેવલ કોસ્ટલ સિક્યુરિટી કમિટી, NCORD સમિતિ, વોટર સાઈડ સેફટી કમિટી અને માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ, જેમાં વિવિધ વિષયો વિશે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી તેમજ સંબંધિતોને જરૂરી સૂચનો કર્યા
@CMOGuj@HMofficeGujarat
આજરોજ જિલ્લા સંકલન-વ-ફરીયાદ સમિતિની બેઠક યોજાઈ, બેઠકમાં પદાધિકારીશ્રીઓ દ્વારા રજૂ થયેલા પ્રશ્નો અંગે સંલગ્ન વિભાગો સાથે ચર્ચા કરવામાં આવી તેમજ વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરી.
@CMOGuj@DdoNavsari@InfoNavsariGoG
ભારત સરકાર દ્વારા હાથ ધરનારી જનગણના-2027 અંતર્ગત તા.17 મે 2026 થી 31 મે 2026 દરમિયાન સ્વ-ગણના (Self-Enumeration) સ્વ-ગણતરી પોર્ટલ https://t.co/xeKBDwDhUz પર પોતાની માહિતી ઘરે બેઠા ઓનલાઈન માધ્યમથી પોતાની તથા પરિવારની માહિતી નોંધાવી શકાશે.
@CMOGuj@DdoNavsari@InfoNavsariGoG
Day-2 of Chintan Shibir - Revenue Department concluded with productive exchanges and focused deliberations, reinforcing the spirit of “Collaborate, Innovate & Transform” for Better Land Governance aimed at achieving the goal of 'Viksit Gujarat se #ViksitBharat2047#Vision2030
નવસારી જિલ્લાના દિવ્યાંગ મતદાર ભગવાનભાઈ ભંડારી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરવા અંગે સંકલ્પ અને દિવ્યાંગજનોને મતદાન કરવા અપીલ.
@NavsariNMC@DdoNavsari@InfoNavsariGoG
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ : - મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
- કોઈપણ પ્રકારની અફવાઓથી દોરવાયા વગર કે ગભરાટમાં આવ્યા વગર શાંતિ જાળવવા મુખ્યમંત્રીશ્રીની નમ્ર અપીલ
- વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે પણ ઈંધણ પુરવઠો પૂરતો હોવાથી બિનજરૂરી લાઈનો ન લગાવવા જનતાને અનુરોધ
ગુજરાત સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગના મે.અધિક મુખ્ય સચિવશ્રી મોના ખંધારે જણાવ્યું છે કે , રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલની કોઈ તંગી નથી. તેમણે કહ્યું કે, રાજ્ય પાસે પેટ્રોલ –ડિઝલનો પૂરતો જથ્થો ઉપ્લબ્ધ છે તેમ જ બફર સ્ટોક પણ ઉપ્લબ્ધ છે.
@CMOGuj@NavsariNMC@DdoNavsari
આજ રોજ નવસારી (ગ્રામ્ય) તાલુકામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન મુનસાડ મુકામે કરવામાં આવેલ છે. સિસોદ્રાં(ગ), ઓણચી,ભટ્ટાઇ,ઉન,મોલધરા,નસીલપોર,વીરવાડી,વસર ગામો ના નાગરિકો ને તાલુકાના અલગ અલગ વિભાગો દ્વારા હાજર રહી અને વિવિધ સેવા આપવામાં આવી રહેલ છે.
@CollectorNav@CMOGuj
આજ રોજ જલાલપોર તાલુકામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન મોજે દાંડી મુકામે કરવામાં આવેલ છે જેમાં મટવાડ, કરાડી, સામાપોર, દાંડી, મછાડ, પેથાણ, બોદાલી, કોથમડી, એથાણ, ભુતસાડ ગામો ના નાગરિકોને તાલુકાના અલગ અલગ વિભાગો તેમજ નોટરીશ્રી હાજર રહી અને સેવા આપેલ છે. @CMOGuj@CollectorNav