આજ રોજ માંગવાપાળ ગામ ખાતે પાણી જન્ય રોગ ના ફેલાય અને લોકોનું આરોગ્ય સુરક્ષિત રહે તે માટે પીવાના પાણીના ટાંકામાં સુપર ક્લોરીનેશન કામગીરી કરવામાં આવેલ. @ArunKumar23302@DrRadhaKrishan7@AmreliHealth
આજ રોજ માંગવાપાળ ગામના લાભાર્થી ને આયુષ્માન કાર્ડની ઇમરજન્સી જરૂરિયાત ઊભી થતા સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે તાત્કાલિક પહોચી ને કાર્ડ કાઢી આપેલ.. @AmreliHealth@DrRadhaKrishan7@ArunKumar23302
હાઉસ ટુ હાઉસ ચોથા રાઉન્ડ અંતર્ગત આજ રોજ વરૂડી ગામ ખાતે સર્વેલન્સ કામગીરી કરવામાં આવેલ અને વધારાના નકામા પાત્રોનો નિકાલ કરવામાં આવેલ તેમજ લોકોને વાહકજન્ય રોગો વિશે આરોગ્ય શિક્ષણ આપેલ.
@AmreliHealth@ArunKumar23302@DrRadhaKrishan7
રાજ્ય સરકારના કર્મચારીઓના હિતને ધ્યાને રાખીને સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% નો વધારો કરવાનો, અને છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 5% નો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા. 1 જુલાઈ, 2025 થી આપવામાં આવશે. આ મોંઘવારી ભથ્થાની 3 માસની એટલે કે - 1 જુલાઈ 2025 થી 30 સપ્ટેમ્બર 2025 સુધીની તફાવતની રકમ એક હપ્તામાં ચૂકવવામાં આવશે.
દિવાળી અગાઉ કર્મચારીઓના વ્યાપક હિતમાં લેવામાં આવેલ આ નિર્ણયનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.69 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.82 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓને મળવાપાત્ર થશે.