શિક્ષકોની ભરતી જડપથી પૂર્ણ કરો
વિદ્યાસહાયક ભરતી જિલ્લા પસંદગી બાદ રદ થઇ અને ફરીથી ચાલુ થઈ જશે 5 તારીખથી
જ્યારે શિક્ષણસહાયકમાં TAT(HS) Govt શાળા ફાળવણી બાદ રદ થઈ એને 15 દિવસ થઈ ગયા પણ કોઈ પ્રક્રિયા આગળ વધી નથી
@kuberdindor સાહેબ આપે કરેલ વાયદાઓનું શું?
@Bhupendrapbjp સાહેબ દયા કરો
8 મહિના બાદ સુનિતા વિલિયમ્સ અવકાશ માથી પરત ફરશે.
પણ અહીં 3 વર્ષથી #TET / #TAT ના ઉમેદવારો હજી નોકરી માટે ધક્કા ખાય છે.
1.5 વર્ષ થી #AMC મા વિવિધ ભરતી પક્રિયાઓ હજી લટકેલ છે.
અનેકો ભરતીઓમાં ગુજરાતનો યુવાન ન્યાય માટે ઝંખે છે.
આવી રીતે ગુજરાતમા ઘણી એવી નાની મોટી ભરતી પક્રિયાઓ છે જે હજી સુનિતા વિલિયમ્સ ફરી અવકાશ માં જઈને ફરી પરત આવે તો પણ પુરી થાય એમ નથી.
પણ સિસ્ટમ કે સરકાર કે જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કોઈ કશું બોલતા નહીં ભારત તો વિશ્વગુરુ બનવા ના આઉટર ઉપર જ ઊભુ છે, બોલશો તો દેશદ્રોહી નું સ્ટીકર તૈયાર જ છે.
બસ આપડે બોલો ભારત માતા કી જય...
અરે એમ નહીં બે હાથ ઊંચા કરીને બોલો ભારત માતા કી...
#CCE બાબતે રજૂઆત કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં ઉમેદવારો ગૌણસેવા પસંદગી મંડળ ગાંધીનગર ખાતે પહોંચ્યા.🔥
👉 ગુજરાતના વિવિધ પ્રેસ તથા ડિજિટલ મિડિયાના રિપોર્ટરો ગૌણસેવામાં હાજર.🔥
એક મહિનામાં 24,700 ની ભરતી થઈ જાય તોય ઘણું છે. જો એના થાય તો 9થી12 ની થઈ જાય તોય ઘણું છે. અને એ પણ ન થાય તો જુના શિક્ષકોની થઈ જાય તો પણ ઘણું છે અને એ પણ ન થાય અને આચાર્યની થઈ જાય તો પણ ઘણું છે
ભરતી ની રાહ જોતો ભાવિ શિક્ષક..🙏
@kuberdindor@hdraval93@YAJadeja@prafulpbjp
એકજ સરકાર એકજ રાજ્ય..તો ભરતી માં દોહરી માનસિકતા કેમ..? ઍક વોર્ડ ભરતી પ્રોસેસ શરૂ રાખે અને એક બોર્ડ અચારસહિંતાં ના નામે પ્રોસેસ સ્ટોપ કરે કેમ...?? Code of conduct તો બધા માટે same હોય છે ના..!! @kuberdindor@YAJadeja@Mukeshias@prafulpbjp
ગુજરાતના પલટુરામ કુબેરભાઈ ડિંડોર જે બોલે તે આજ દિન સુધી કરી ને નથી બતાવ્યું આપેલા વચનો 15 દિવસ ની અંદરજ ફરી ગયા ચૂંટણી ની આચારસંહિતા માત્ર શિક્ષણ વિભાગ ને લાગુ પડે છે કેમ..?? @kuberdindor@YAJadeja@prafulpbjp@devanshijoshi71@Mukeshias
મુરખ બનાવવાની સ્કીલ છે આચારસંહિતા માત્ર શિક્ષણ ખાતામાં લાગુ પડે આવું કેમ.? આચારસંહિતામાં આવું ક્યાં લખેલું છે કે જે જાહેરાત પહેલાં થીજ થઈ ગઈ છે એની પ્રોસેસ ના કરી શકાય.?
શિક્ષણ વિભાગ નિમણૂક સિવાય બધી પ્રોસેસ કરી શકે છે પણ કેમ નથી કરી રહ્યાં કદાચ @kuberdindor જી ને ખબર હસે..🙏
📌શિક્ષકો ની ભરતી પ્રક્રીયા માત્ર ને માત્ર કાગળ પર
📌૬ મહિના થી ચાલી રહેલા બદલી કેમ્પના પણ હજુ કોઈ ઠેકાણા નથી.
નોંઘ:- ૨૪,૭૦૦ કાયમી શિક્ષકોની ભરતી ક્યારે પૂર્ણ તો ઠીક પરંતુ ક્યારે ચાલુ થસે એમના કોઈ એંધાણ વર્તાઈ રહ્યાં નથી.
@kuberdindor@Bhupendrapbjp
કોનું ગણિત પાક્કુ ને કોની નિયત કાચી ?
જરા વિચારી અને વાંચીને કહેજો.👇🏻
😅ટેટ ટાટ ભરતીના ઉમેદવાર પૂછતા હતા,
ભરતીની જાહેરાતો પાડીને ભરતી પૂર્ણ ન કરવી કે #નિમણુંક ન આપવામાં સરકારને શું ફાયદો ?🤔
💥જે ભરતી પ્રક્રિયા ૬ મહિનામાં પૂર્ણ થઈ શકે એમ છે એને સરકાર વર્ષો સુધી કોઈને કોઈ ગતકડાં ઉભા કરી કેમ લંબાવે ?🤔
👇એમને મારું એક "#સામાન્ય_ગણિત" છે જરા વિચારજો..🤔
🔴 ધોરણ 1 થી 8 ના કર્મચારીનો પગાર 26000
🙋🏻1 શિક્ષકનો પગાર એક મહિનાનો 26000
💁🏻1000 શિક્ષકનો પગાર એક મહિનાનો 2.6 કરોડ
💁🏻10000 શિક્ષકનો પગાર એક મહિનાનો 26 કરોડ
📌હવે માની લો ધોરણ (1 થી 8)ભરતીને 6 મહિના સુધી લંબાવે તો ?
26 * 6(મહિના) = 156 કરોડ
12 મહિના સુધી લંબાવે તો ?
26 * 12(મહિના) = 312 કરોડ
🔴 ધોરણ 9-10 ના કર્મચારીનો પગાર 40,800
🙋🏻1 શિક્ષકનો પગાર એક મહિનાનો 40,800
💁🏻3500 શિક્ષકનો પગાર એક મહિનાનો 14.28 કરોડ
📌હવે માની લો ધોરણ 9-10 ભરતીને 6 મહિના સુધી લંબાવે તો ?
14.28 * 6(મહિના) = 85.68 કરોડ
12 મહિના સુધી લંબાવે તો ?
14.28 * 12(મહિના) = 171.36 કરોડ
🔴 ધોરણ 11-12 ના કર્મચારીનો પગાર 49,800
🙋🏻1 શિક્ષકનો પગાર એક મહિનાનો 49,800
💁🏻4000 શિક્ષકનો પગાર એક મહિનાનો 19.92 કરોડ
📌હવે માની લો ધોરણ 11-12 ભરતીને 6 મહિના સુધી લંબાવે તો ?
19.92 * 6(મહિના) = 119.52 કરોડ
12 મહિના સુધી લંબાવે તો ?
19.92 * 12(મહિના) = 239.04 કરોડ
🔴💥બધી ભરતી☝️
6 મહિના મોડી જાય તો = 156+85.68+119.52 =🤯 361.2 કરોડ
12 મહિના મોડી જાય તો = 312+171.36+239.04 =🤯 722.4 કરોડ
💔🤫 18 મહિના એટલે કે 1.5 વર્ષ જતું રહ્યું તેનો =🤯 "1083.6 કરોડ" ફાયદો સરકારને અને તમને નુકશાન અત્યાર સુધીમાં થઈ ગયું છે.💔
તો હવે આગળની ગણતરી જાતે કરી લો ભરતી કેટલી મોડી કરવાથી કેટલો ફાયદો થશે...🤔🤔
👨💼 સરકાર જાણી જોઈને #ગતકડાં ઊભા કરી મોડું કર્યા કરે છે. ત્રણ વર્ષથી તો ફક્ત જાહેરાતનાં નામે શિક્ષક ભરતીનું #ગાજર લટકાવી રાખ્યું છે.🤨
. 👇ચોખવટ👇
👉🏼24700 શિક્ષક ની ભરતી કોઈ ખેરાત કે ભીખ નથી, વર્ષોથી નિવૃત્ત થયેલા અને શિક્ષકની ઘટ સામે 25% ની જ ભરતી થઈ રહી છે.બાકી જગ્યા તો વર્ષોથી પુષ્કળ(અંદાજિત 75 હજાર)ખાલી પડેલી છે.😠
👉જે આંકડા છે તે ફક્ત "જાહેરાત" કરેલ શિક્ષક ભરતી ના જ છે, નવી ભરતી ના નહીં.
👉અત્યારે જે મહેકમ અને રોસ્ટર મુજ્બ ભરતી થાય છે તે જૂનું મોડેલ ચાલ્યું આવે છે.
👉🏼સરકારની ઘણી 'કામચલાઉ પ્રથા કાયમી' બનતી જાય છે.
👉🏼 ખાનગીકરણ ને સતત વેગ મળી રહ્યો છે.
👉🏼7 લાખ #કોન્ટ્રેક્ટ - #આઉટસોર્સ ‘સરકારી’ કર્મચારી; પ્રાઇવેટ કંપનીઓ સરકાર પાસેથી કમાઈ રહી છે રૂ. 1000 કરોડ..
🛑બાકી એક વાત કહી દઉં જો પહેલા સરકાર "#આત્મનિર્ભર" બની હોત ને તો આજે JIO નો નહીં BSNL નો ડંકો વાગતો હોત..🏹
☝️આ એક ઉદાહરણ છે બાકી સરકારના તમામ સેક્ટર #ખાનગીકરણ તરફ આગળ વધે છે. સરકારી સંસ્થાનું ખાનગીકરણ કરી પુંજીપતી મિત્રોને વેંચી મારવાનો સુનિયોજિત એજન્ડા ચાલે છે.😒
⛔આમાં "સરકારી નોકરી" દિવસે ને દિવસે ઘટે છે.
⛔સરકારી મહેકમ પણ ઘટે છે. સરકારી કચેરીઓના મહેકમ વસતી વધારા પ્રમાણે વધવા જોઈએ અહીંયા એનાથી ઉલટું છે
⛔ભરતી સમયસર થતી નથી. જાણી જોઈને કર્મચારીઓ ની ઉણપ રાખી હેરાન પરેશાન કરવામાં આવે છે એટલે લોકો મજબૂર બની જાય જેથી સંસ્થા ખાનગી બને.
(નેતાઓ એટલા કપટી હોઈ છે કે સરકારી સંસ્થાની બાજુમાં જ પોતાનું ખાનગી સંસ્થાન ઉભુ કરી દે)
📌નેતાઓ કે પોતાના મળતિયાની ખાનગી સંસ્થાનો માં પ્રોડકેટ્સ ફ્રી કે નીચા ભાવે આપે.
📌તેમાં કામ કરતા લોકોને સરકારી કરતા પગાર ઊંચો આપો.
📌પછી એક સમય એવો "લાવવાનો" કે આજુબાજુ ની સરકારી સંસ્થા બંધ કરી દેવાની.
📌એટલે નેતાઓની પ્રાઇવેટ સંસ્થા ને વેગ મળે અને સરકારી સંસ્થાનું ઉઠમણું થઈ જાય.
📌આમ કરી ખાનગી સંસ્થાનની લત લગાડી દે.
📌પછી મનફાવે એમ લૂંટવાનું.😠
💥ગુજરાત માં #કોન્ટ્રાકટ એજન્સીઓ તમામ કોની ? શું એની ચોખવટ જરૂરી છે ??🤔
👉એક પ્રયોગ કરજો તમારા ગામના તલાટી ને પૂછજો તમારી પાસે કેટલા ગામનો ચાર્જ છે. આજે એક તલાટી પાસે કમ સે કમ 3 થી 4 ગામનો ચાર્જ હસે. એટલે કે જ્યાં 5 કર્મચારી ની જરૂર હોઈ ત્યાં 1 કર્મચારી પાસેથી કામનું ભારણ વધારી નીચોવી લેવાની મેલી નીતિથી તંત્ર ચલાવવા માં આવે છે.આવી હાલત તમામ કચેરી માં છે,
(આ એક ઉદાહરણરૂપ છે.વાસ્તવિકતા આના કરતાં પણ વધુ ભયાવહ છે.)😓
🤨બાકી ઉપર આપેલ સામાન્ય ગણિત વિચારજો, જેટલું મોડુ કરે નુકશાન સરકારને નહીં તમને જ છે, સરકારને તો ફાયદો ને ફાયદો જ છે.
😠સરકારને "સરકારી ભરતીમાં નહીં ફક્ત ને ફક્ત #રાજકીય_ભરતીમાં જ રસ છે."
😒શાળામાં શિક્ષક આવે કે નાં આવે એની કોઈ દરકાર સરકારને ને નથી, આમ પણ તમારો ફાયદો 2027 માં લેવાનો છે, 2022 માં તો ગાજર લટકાળી તમારો સમય તો પસાર કરી નાખ્યો છે.😤
#કડવું_છે_પણ_સત્ય_છે
#Reality_of_Gujarat_Model