રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાના મોટી ખરજની રાહડુંગરી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત વ્હાલા બાળકોની વચ્ચે ઉપસ્થિત રહેવાનો અનેરો આનંદ મળ્યો.
આંગણવાડી, બાળવાટિકા, ધોરણ 1 અને 9 ના બાળકો તેમજ પુનઃપ્રવેશ મેળવનાર ભૂલકાઓ, દીકરા-દીકરીઓને કુમકુમ તિલક કરી અને શૈક્ષણિક કીટ અર્પણ કરીને જ્ઞાનની દુનિયામાં પ્રવેશ કરાવ્યો અને ઉજ્જવળ ભવિષ્યના આશીર્વાદ પાઠવ્યા.
આ પ્રસંગે રમતગમત તેમજ અન્ય ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પ્રતિભાશાળી બાળકોને સન્માનિત કર્યા.
કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા વિશે એક દીકરાએ આપેલું સુંદર વક્તવ્ય અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરતી દીકરીનો આત્મવિશ્વાસ જોઈને ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ખીલી રહેલી નવી પેઢીના સામર્થ્ય અંગેની શ્રદ્ધા વધુ મજબૂત થઈ.
બાળકોમાં સામાજિક જવાબદારી પ્રત્યેની જાગૃતિ વધે તે હેતુથી ઉપસ્થિત સૌ નાગરિકો અને બાળકોને માર્ગ સલામતીના શપથ પણ લેવડાવ્યા.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષો પહેલાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનું જે બીજ રોપ્યું હતું, તે આજે દાહોદ સહિત સમગ્ર આદિવાસી પટ્ટાના અંતરિયાળ વિસ્તારોમાં વટવૃક્ષ બનીને લહે��ાઈ રહ્યું છે, તેનો સુખદ સાક્ષાત્કાર થયો.
આવો, સૌ સાથે મળીને શિક્ષણની આ જ્યોતને વધુ પ્રજ્વલિત કરીએ અને ગુજરાતના ભવિષ્યને વધુ સુદ્રઢ બનાવીએ.
#ShalaPraveshotsav2026
૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ 'ટીબી મુક્ત ભારત અભિયાન' અંતર્ગત સાગારામા સબ સેન્ટર ખાતે આરોગ્ય શિબિર યોજાઈ હતી. જેમાં ૧૫૦ લાભાર્થીઓના પોર્ટેબલ X-ray કરવામાં આવ્યા હતા. આ સાથે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને HIV જેવી તપાસો પણ કરવામાં આવી હતી.
(પીપલોદ) ખાતે ટીબી નિર્મૂલન માટે ખાનગી તબીબો સાથે CME યોજાઈ
CDHO ડૉ. ઉદય ટીલવાતની અધ્યક્ષતામાં IMA અને આયુષ તબીબોને TBના આધુનિક નિદાન (CBNAAT, BPaL) અને સારવાર અંગે માર્ગદર્શન અપાયું.
✅ નિક્ષય પોર્ટલ રજીસ્ટ્રેશન અને નિક્ષય મિત્ર બનવા અપીલ.
✅ 3.5 લાખ લોકોના એક્સ-રેનો ��ક્ષ્યાંક.
SDH દે.બારિયા ખાતે કુટુંબ નિયોજન કેમ્પમાં 18 લાભાર્થીઓના સફળ ઓપરેશન.
✅ ADHO ડૉ. ગિરવર બારીયા દ્વારા હોસ્પિટલનું સરપ્રા��ઝ ઇન્સ્પેક્શન.
✅ OPD, લેબ અને ઇમરજન્સી સેવાની ગુણવત્તા અંગે સ્ટાફને માર્ગદર્શન.
Adho દ્વારા લોકોને શ્રેષ્ઠ અને ઝડપી સારવાર મળી શકે તે અંગે સુચનો આપવામાં આવ્યા.
રક્તપિત્ત શરીર ઉપર આછા,ઝાંખા અથવા રતાશ પડતા ચાઠાંઓ હોય ચાઠાંઓમાં સંવેદનનો અભાવ હોય,જેવા કે ગરમી,ઠંડી સ્પર્શ કે દુઃખાવાનો અભાવ હોય ચાઠાંઓમાં ખંજવાળ નથી હોતી
રક્તપિત્તના દર્દીને પારખવા કે ઓળખવા ઉપરોક્ત લક્ષણો જણાય તો નજીકના સરકારી દવાખાને તપાસ અને સારવાર માટે અચૂક મોકલીએ
@DahodDdo