🙏 માનનીય મંત્રીશ્રી ઈશ્વરભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર 🙏
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ દ્વારા “ગ્રામસેવક ન્યાય લડત” અંતર્ગત ગ્રામસેવક સંવર્ગની પડતર માંગણીઓ અને વિવિધ પ્રશ્નો અંગે કરવામાં આવેલી રજૂઆતોને સમર્થન આપી, ગ્રામસેવકોના પ્રશ્નોને સરકારશ્રી સમક્ષ રજૂ કરવા તથા હકારાત્મક સહયોગ આપવા બદલ માનનીય મંત્રીશ્રી ઈશ્વરભાઈ પટેલ @patelishwarsinh નો ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. 🙏
ગ્રામસેવક સંવર્ગના હિત અને ન્યાય માટે આપશ્રી દ્વારા આપવામાં આવેલ અમૂલ્ય સહયોગ, માર્ગદર્શન અને હકારાત્મક અભિગમ બદલ ખૂબ ખૂબ આભાર.
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ
સેવા • સંગઠન • સહકાર
#GramsevakNyayLadat
@Ishvarbhai7088
🙏 હૃદયપૂર્વક આભાર 🙏
“ગ્રામસેવક ન્યાય લડત” અંતર્ગત ગ્રામસેવક સંવર્ગના હિત અને પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ખભેખભા સાથે ઉભા રહીને સમર્થન, સહયોગ અને માર્ગદર્શન આપનાર તમામનો ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ વતી હૃદયપૂર્વક આભાર.
ખાસ કરીને—
જિલ્લા પ્રમુખશ્રી • તાલુકા પ્રમુખશ્રી • જિલ્લા સદસ્યશ્રી • તાલુકા સદસ્યશ્રી • પ્રમુખશ્રી, કિસાન સંઘ • તમામ સરપંચશ્રી • તમામ લોકપ્રતિનિધિશ્રીઓ ખેડૂત આગેવાન તેમજ ગુજરાત રાજ્ય ના તમામ અન્નદાતા ખેડૂત
આપ સૌએ ગ્રામસેવક સંવર્ગના પ્રશ્નોને સમજીને આપેલ નૈતિક સમર્થન, સહયોગ, સાથ અને હકારાત્મક અભિગમ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ગ્રામસેવક હિત માટેની આ લડતમાં આપ સૌનો સાથ અને સહકાર મળ્યો તે બદલ ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. 🙏
સેવા • સંગઠન • સહકાર • સંઘર્ષ
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ
#GramsevakNyayLadat
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ દ્વારા તમામ જિલ્લાઓમાં પ્રમુખશ્રી તથા મંત્રીશ્રીની આગેવાની હેઠળ ચિંતન શિબિર યોજાઈ. સરકારશ્રી સાથે થયેલી ચર્ચા અને ગ્રામસેવક કેડરના પ્રશ્નો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી.
આંદોલનમાં સહકાર આપનાર તમામ ગ્રામસેવક ભાઈ-બહેનોનો હૃદયપૂર્વક આભાર. 🙏
ગ્રામસેવક કેડરના હિત માટે એકતા સાથે આગળ વધવાનો સંકલ્પ. ✊
#GramsevakNyayLadat #Gramsevak
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળની પડતર માંગણીઓ અને ગ્રામસેવક કેડરના વિવિધ પ્રશ્નો અંગે માનનીય કૃષિ મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજી, પ્રશ્નોને ગંભીરતાપૂર્વક સાંભળી સકારાત્મક અભિગમ સાથે ચર્ચા કરવા બદલ માનનીય કૃષિ મંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર.
ગ્રામસેવક કેડરના પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે આપેલ સમય, સહકાર અને સકારાત્મક પ્રતિસાદ બદલ સમગ્ર ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ આપનો આભાર વ્યક્ત કરે છે.
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ
🙏 આભાર અને અપેક્ષા સાથે…
@Guj_Gramsevak गांव-गांव सरकारी योजनाओं का क्रियान्वयन, किसानों से जुड़ा कार्य, ऑनलाइन पोर्टल और प्रशासनिक जिम्मेदारियां—
ग्राम सेवकों की जिम्मेदारियां लगातार बढ़ी हैं।
अब ₹4200 Grade Pay की मांग पर सरकार को निर्णय लेना चाहिए।
@CMOGuj#4200GradePay#GramsevakNyayLadat