આજરોજ માન.DDOશ્રીના અધ્યક્ષ સ્થાને એક્ઝિક્યુટિવ કમિટીના ભાગરૂપે IDSPબ્રાન્ચ હસ્તકના પ્રોગ્રામની રીવ્યુ બેઠક જિલ્લા પંચાયત ઠક્કરબાપા હોલ ખાતે જેમાં IDSP અંતર્ગત આવતા તમામ પ્રોગ્રામ વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવી અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું @DahodDdo
નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, ગાંધીનગર ઉપક્રમે દાહોદ સિંચાઈ વિભાગ અને પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા આયોજિત મારા મતવિસ્તાર સાલીયા,વાડોદર, ભથવાડા,અને રૂવાબારી ખાતે નવીન ઉદ્ઘવહન સિંચાઈ યોજનાના કામો નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યા
Vanakkam!
I am @chessvaishali and I am thrilled to be taking over our PM Thiru @narendramodi Ji’s social media properties and that too on #WomensDay. As many of you would know, I play chess and I feel very proud to be representing our beloved country in many tournaments.
પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં નિષ્ફળ જતા એક યુવાને આત્મહત્યા કર્યાના સમાચાર મીડિયામાં પ્રકાશિત થયા છે. કોઈપણ નિષ્ફળતા કાયમી હોતી નથી ઘણીવાર તો નિષ્ફળતાને કારણે આપણે જેના માટે પ્રયત્ન કરી રહ્યા હોય તેનાથી વધારે સારી તકો માટેના દરવાજા ખુલી જતા હોય છે. જિંદગી બહુ મૂલ્યવાન છે.
આજે દેવગઢ બારીયા તાલુકાના જે ડી ફાર્મ, ફુલપુરા (ડાંગરીયા) ખાતે સામાજિક વનીકરણ વિભાગ, દાહોદ દ્વારા "કિસાન શિબિર ૨૦૨૫" નું આયોજન કરવામાં આવ્યું જેમાં ખેડૂત મિત્રો સાથે સંવાદ કર્યો અને પ્રાકૃતિક ખેતી વિષે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું.
આજે પીપલોદ ઘનશ્યામ રિસોર્ટ ખાતે ધાનપુર અને દેવગઢ બારીયા તાલુકા ની દૂધ મંડળીઓ ના પ્રમુખશ્રીઓ અને મંત્રીશ્રીઓ ની બેઠક રાખવામાં આવી જેમાં સૌની સાથે સંવાદ કરવામાં આવ્યો તથા દૂધ મંડળીઓ ને વધુ મજબૂત બનાવવા હેતુ સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું.
ઘણા આનંદની વાત છે કે પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી-૨ પંચાયતને માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના વરદ્હસ્તે 'દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સતત વિકાસ પુરસ્કાર 2024' અંતર્ગત સુશાસનની શ્રેણીમાં સમગ્ર દેશમાં પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો છે.
વાવકુલ્લી-૨ ગ્રામ પંચાયતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 250 જેટલા આવાસો ઉપરાંત 29 જેટલા મહત્ત્વના પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે. ગ્રામજનોને ડિજિટલ સેવાઓ પૂરી પાડવામાં તેમજ આરોગ્ય સુવિધાની દ્રષ્ટિએ પણ ગ્રામ પંચાયતે ઉમદા કામગીરી કરી છે.
વાવકુલ્લી-૨ ગ્રામ પંચાયત અને સૌ ગ્રામજનોને ખૂબ ખૂબ અભિનંદન.
#NationalPanchayatAwards2024
પોલીસ ભરતી બોર્ડ ના નવા અધ્યક્ષશ્રી ની જાહેરાત એ પોલીસ ભરતી માટે તૈયારી કરતા મિત્રો માટે આનંદના સમાચાર છે.
આનો અર્થ એવો કાઢી શકાય કે તમારી પાસે સમય ઓછો છે.
#PSI#ASI#સ્પર્ધાત્મક_પોલીસ_પરીક્ષા#જયશ્રીકૃષ્ણ 🪷🌹💐🙏📿🛕🚩
ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત દાહોદ દ્વારા આયોજિત એ.જી.આર-૩ યોજના અંતર્ગત આયોજિત મીલેટ્સ કીટ વિતરણ કાર્યક્રમ શ્રી રાજ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ધાનપુર ખાતે યોજાયો જેમાં ખેડૂતો ને કીટ વિતરણ કરવામાં આવી.
ગુજરાત અને ભારત માટે ગૌરવની ક્ષણ!
UNESCO ખાતે પ્રતિ વર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રના પ્રતિષ્ઠિત Prix Versailles એવોર્ડ અંતર્ગત ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ભારતના કોઈ મ્યુઝિયમને પહેલીવાર આ પ્રકારે સ્થાનિક સંસ્કૃતિ અને પ્રકૃતિ સંરક્ષણની અભિવ્યક્તિ માટે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે, તે ગુજરાત માટે ગર્વની વાત છે.
2001 ના વિનાશક ભૂંકપનો ભોગ બનનાર લોકોની સ્મૃતિમાં અને કચ્છની ખુમારીને વંદન રૂપે મ્યુઝિયમ બનાવવામાં આવે તેવું ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન માનનીય શ્રી @narendramodi નું વિઝન હતું. જે અનુસાર, ભુજમાં સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ભૂજિયા ડુંગર પર હજારો વૃક્ષોની હરિયાળી વચ્ચે નિર્મિત આ મ્યુઝિયમની ડિઝાઈન અદ્ભુત છે. આ મ્યુઝિયમ પડકારોને હિંમતભેર ઝીલીને તેમાંથી નવસર્જન કરવાની ગાથા છે.. આ મ્યુઝિયમ પરમતત્વની અલૌકિક અનુભૂતિ છે.
સ્મૃતિવનના નિર્માણ અને વ્યવસ્થાપન સાથે સંકળાયેલ સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન.
@Smritivan@PrixVersailles
ગુજરાત રાજ્ય તલાટી મહા મંડળ ના પ્રમુખ તરીકે બીજી વાર પંકજભાઈ મોદી સાહેબની બિનહરીફ વરણી કરવામાં આવતા દાહોદ જિલ્લા તલાટી મંડળ તરફથી ખુબ ખુબ શુભેચ્છા 💐💐
@GRTMM1@PankajM17642182
દેવગઢ બારીયા તાલુકાના કેલીયા, સાદરા, નાડાતોડ, આંકલી અને ખાંડણીયા ગામે વિવિધ રસ્તાના કામો ના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા આ રસ્તાઓ થકી ગ્રામજનો ની સિવિધામાં વધારો થશે.
#વિકસિતભારતસંકલ્પયાત્રા
આજ રોજ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો ઘર-ઘર સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નું દાહોદ જિલ્લાના તા.ધાનપુરથી માન.પુરુષોતમભાઇ રૂપાલા ના વરદ હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવ્યું. @skumar_76