Ghee ખતમ છે આયોગ નું
DySO ૦૮/૨૫૨૬: 370 Days
DySO legal ૬૭/૨૪૨૫: 623 Days
DySO PH 127/2425: 514 Days
.
Ineligible લિસ્ટ બધા ના આવ્યા છતાં કયા દુષ્કાળ માં GPSC જતી રહી સમજાતું નથી
આયોગ ખાડા માં છે કે ખાડા માં આયોગ?
રોસ્ટર પ્રથાના નામે OBC સમાજના બંધારણીય અધિકારો પર તરાપ કેમ? 🚨વિદ્યાસહાયક ભરતી 2024/25 માં રોસ્ટરમાં OBC ઉમેદવારોના હકનું હનન થયુ છે. 27% અનામત એ બંધારણીય જોગવાઈ છે, કોઈ વિકલ્પ નહીં. રોસ્ટરપ્રથામાં સુધારો કરીOBC ને યોગ્ય પ્રતિનિધિત્વઆપવામાં આવે #VidyaSahayakBharti2026#OBCઅનામત
ભરતીમાં OBC અનામત સાથે કરવામાં આવતો અન્યાય ક્યાં સુધી ચાલશે? ૨૦૧૭થી અમલમાં આવેલી રોસ્ટર પદ્ધતિમાં સુધારો અનિવાર્ય છે. હજારો શિક્ષિત OBC યુવાનોના ભવિષ્ય સાથેના આ ખેલ બંધ કરો.
અવાજ ઉઠાવો, અન્યાય સામે લડો! 📢 @Bhupendrapbjp@BJP4Gujarat@CMOGuj@Rivaba4BJP
❓ઑનલાઇન લેવાતી પરીક્ષામાં કોઈ ગડબડી નહીં થાય એની લેખિત જવાબદારી શું સામાન્ય વહીવટ વિભાગ અને ગૌણસેવા લેશે ?
❓લેખિત માં #GAD ના હઠાગ્રહી અધિકારી આશ્વાસન આપશે કે ઑનલાઇન પરીક્ષામાં કોઈ ગેરરીતિ નહીં થાય ?
❓જો ગેરરીતિ કે ટેકનિકલ કોઈપણ કૌભાંડ કે છબરડો થશે તો નૈતિક જવાબદારી સમજી આ તમામ અધિકારીઓ #રાજીનામું આપશે ?
❓#નોર્મોલાઈજેશન મેથડ ને કારણે એકપણ ઉમેદવારને અન્યાય નહીં થાય ! શું આની લેખિત બાંયધરી આપશે ?
❓તમામ #પ્રશ્નપત્ર_ભૂલરહિત હસે ? કોઈ સેન્ટર ઉપર ટેકનિકલ ખામી નહીં સર્જાઈ ? કોઈ સેન્ટર હાઈજેક કરીને કૌભાંડીઓના મળતિયાને પાસ કરી દેવામાં નહીં આવે ?
🧾શું લેખિતમાં બાંયધરી અને આશ્વાશન GAD અને ભરતી બોર્ડ આપી શકશે ? જો કોઈ ગરબડ કે વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો તો GAD અને ભરતી બોર્ડના અધિકારીઓ #નૈતિક_જવાબદારી સમજી રાજીનામું આપી દેશે.
🖥️"મહેનત કરવાવાળા માત્ર 'લોગ-ઈન' કરતા રહી જાય,
અને સેટિંગ કરવાવાળા સ્ક્રીન શેર કરીને 'સાહેબ' બની જાય!"
આવું તો નહીં થાય ને ?
✍🏻 યુવરાજસિંહ જાડેજા
સામાન્ય વહીવટ વિભાગ (GAD) અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા NEET પેપરલીક ને નામે ઠીકરું ફોડી અને તેને હાથો અને હથિયાર બનાવીને CCE 2026 પરીક્ષાઓ CBT લેવાની જે હઠ પકડવામાં આવી છે તે ખરેખર અંગત સ્વાર્થ સાધવા અને વિદ્યાર્થીના આંખમાં ધૂળ નાખવા સિવાય બીજું કશું નહીં.
જો NEET ના પેપર પછી GAD અને ગૌણસેવા પસંદગી મંડળ એવું કહેતી હોય કે જો પેપર ઓફલાઈન લેવાય તો લીક થઈ જાય છે એટલે હવે ઓનલાઈન લઈશું...
❓તો છેલ્લા 2 જ મહિનામાં ઑનલાઇન #CBT ના માધ્યમ થી લેવાયેલ #डीएलएड (Deled) પરીક્ષા કૌભાંડ જોઈને શું કરશો ?
❓#SSC GD ની પરીક્ષામાં થયેલ ગોલમાલ વિશે શું કહેશો ?
❓NTPC પરીક્ષા, ઉર્જા વિભાગની CBT ના માધ્યમ થી લેવાયેલ પરીક્ષામાં થયેલા કૌભાંડ અને ગેરરીતિ બાબતે તમારા જોડે કોઈ જવાબ છે ખરી ?
હકીકત તો એ છે કે તે
💻ફક્ત કહેવા ખાતર ઓનલાઇન પરીક્ષાઓને '#પારદર્શક' અને '#ફૂલપ્રૂફ' છે,
🖥️પરીક્ષા કેન્દ્રના કોમ્પ્યુટરમાં જ #Proxy_Server અને #Screen_Sharing Apps ઇન્સ્ટોલ કરી દેવાય છે. ઉમેદવાર માત્ર પૂતળું બનીને સ્ક્રીન સામે બેસે છે અને અસલી 'સોલ્વર' બહાર બેસીને 100% એક્યુરેસી સાથે પેપર સોલ્વ કરી નાખે છે.
🖥️ ઓનલાઈન પરીક્ષા - "Invisible Cheating" નો મહા-ખેલ
➡️Proxy Server - Server ને bypass, કોઈ log નહીં
➡️Screen Sharing - ઉમેદવારની screen બહાર "solver" જોઈ રહ્યો
➡️Remote Answer -Solver online answers મોકલે, ઉમેદવાર click કરે
➡️#Zero_Evidence - Server room માં ઘૂસ, ચોરી કર, નીકળી જા!
❓જે હઢાગ્રહી અધિકારી સતત ઑનલાઇન લેવાની વકીલાત કરે છે અને કોઈનું માનવા તૈયાર નહીં. SSC ઓનલાઇન પરીક્ષાકાંડ પકડાયા પછી જો ગુજરાતના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થશે અને ઓનલાઈન ફ્રોડ થશે તો શું એની જવાબદારી GAD કે GSSSB લેશે ?
પોતાનો વ્યક્તિગત સ્વાર્થ અને લાભ લેવા માટે અને ખાસ કરીન #કંપનીના_લાભ માટે ઉમેદવારોનો ભોગ લઈ રહ્યા છો તે બિલકુલ યોગ્ય નથી.
શું તમારી પાસે કોઈ ફૂલપ્રૂફ સિસ્ટમ છે પણ ખરી ?
💻ઑનલાઇન પરીક્ષામાં થતા હાઇટેક ફ્રોડ જેમ કે રીમોટ એક્સેસ, હેકિંગ, લેબ મેનેજમેન્ટ જેવા ઇસ્યુ આવશે તો જવાબદારી કોણ લેશે ?
🛑બીજી મહત્વની વાત: જે અધિકારીઓ "#વહીવટી_સુધારણા_પંચના_રિપોર્ટને" હથિયાર કે હાથો બનાવીને ઑનલાઇન પરીક્ષા થોપી રહ્યા છે, તેમને આ જ રિપોર્ટના અન્ય મહત્વના પાસાઓ કેમ દેખાતા નથી ?
📌🗣️એ મેડમ/ સાહેબે ને જાણવાનું કે તેજ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે વર્ગ 3 ની પરીક્ષાઓની સંપૂર્ણ પ્રક્રિયા 6 મહિના માં પૂરી થઈ જવી જોઈએ અને ક્લાસ 1-2 ની 1 વર્ષ માં પૂર્ણ કરવી.
👆🏻શું તમે આને ફોલો કરો છો??? કે કરી શકશો???
🚫ત્રણ ત્રણ વર્ષથી ભરતીઓ પેન્ડિંગ પડી છે હજી તે પણ નથી કરી શક્યા.🧐
📌પંચનો જે નિયમ પોતાના પાવર અને ખાનગી કંપનીઓને ફાયદો કરાવવા માટે અનુકૂળ છે તેનો અમલ ત્વરિત થાય છે, પણ જે નિયમ વિદ્યાર્થીઓના હિતમાં સમયસર ભરતી કરવાનો છે, તેના પર તંત્ર કેમ મૌન સેવીને બેઠું છે ? વ્યાજબી શંકા એ છે કે આ આખી કવાયત વિદ્યાર્થીઓના હિત માટે નહીં, પરંતુ ચોક્કસ ટેકનોલોજીકલ કંપનીઓ અને વેન્ડર્સને કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપીને 'વ્યક્તિગત લાભ અને સ્વાર્થ' સાધવા માટેનું માત્ર એક બહાનું તો નથી ને ❓
ભૂતકાળમાં ઑનલાઇન પરીક્ષાઓમાં પણ વ્યાપક ગેરરીતિઓ સામે આવી જ છે. વહીવટી તંત્ર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે પરીક્ષાના મોડલ બદલીને વિદ્યાર્થીઓને #પ્રયોગશાળાના_ઉંદર ન બનાવે. જો તમારી પાસે કોઈ ફૂલપ્રૂફ સિસ્ટમ નથી અને તમે લેખિતમાં જવાબદારી લેવા તૈયાર નથી, તો ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરવાનો અને આત્મનિર્ભર બનવા માંગતા યુવાધનને અંધારામાં ધકેલવાનો તમને કોઈ અધિકાર નથી.
✍🏻 યુવરાજસિંહ જાડેજા
@narendramodi@Bhupendrapbjp
@YAJadeja ખેડા જિલ્લા સી ડી એચ ઓ ભ્રષ્ટાચારી છે
બદલી ના નામ પર ૫૦ હજાર થી લઈને ૧ લાખ ની માંગણી કરે છે...
કોઈ અવાજ ઉઠાવે તો બદલી કરી દેવાની ધમકી આપીને ચૂપ કરાવી દે છે
पेट्रोलियम मिनिस्टर हरदीप पुरी कह रहे थे कि तेल कंपनियों को हर दिन 1000 करोड़ का नुक़सान हो रहा है। ये रिपोर्ट कह रही है कि उनको तो 41% का मुनाफ़ा हुआ है : उमाशंकर सिंह, पत्रकार
2017 में पेट्रोलियम मंत्री रहे व वर्तमान में शिक्षा मंत्री धर्मेंद्र प्रधान की बेटी के इंटरनेशनल सिम कार्ड का 68,424 रूपये का बिल सरकारी कंपनी पेट्रोनेट एलएनजी ने भरा....
मंत्रियों के बच्चों के बिल सरकार भरे और 22 लाख नीट के बच्चों के भविष्य का कोई हिसाब नहीं?
#ઓનલાઈન પરીક્ષા - અપારદર્શિતાનો ખેલ 🎭
"ડિજિટલ ઈન્ડિયા" માં પરીક્ષા માફિયા દ્વારા "#કૌભાંડનું_ડિજિટલાઈઝેશન"!
#CBT પરીક્ષા એટલે માફિયાઓની ખુલ્લી લૂંટ !
'ઓનલાઇન પરીક્ષા'નું એ કડવું સત્ય,
જે છુપાવવામાં આવે છે:👇🏻
કહેવા ખાતર ઓનલાઇન પરીક્ષાઓને '#પારદર્શક' અને '#ફૂલપ્રૂફ' ગણાવવામાં આવે છે, પરંતુ હકીકત એ છે કે તે 😠"#Perfect_Crime" (#પુરાવા_વગરના_ગુના) માટેનું સૌથી સુરક્ષિત માધ્યમ બની ચૂકી છે.😠
🗣️લો સાહેબ! NEET ના 'કાગળિયા ખેલ' પછી હવે #SSC (CAPF, SSF, આસામ રાઇફલ્સ) માં 'ડિજિટલ સેંધમારી'નું નવું સોફ્ટવેર અપડેટ આવી ગયું છે. જ્યાં પ્રામાણિક વિદ્યાર્થીઓ વર્ષો સુધી દિવસ-રાત લોહી-પાણી એક કરે છે, ત્યાં ₹4 લાખ અને એક પ્રોક્સી સર્વર માં દેશની સુરક્ષા વ્યવસ્થા (CAPF) ની નોકરીઓ વેચાઈ રહી છે!
🖥️"મહેનત કરવાવાળા માત્ર 'લોગ-ઈન' કરતા રહી ગયા, અને સેટિંગ કરવાવાળા સ્ક્રીન શેર કરીને 'સાહેબ' બની ગયા!"
💻નોઈડાના Balaji Digital Zone માં STF એ જ્યારે દરોડો પાડ્યો, ત્યારે ખબર પડી કે 💻🖥️Proxy Server + Screen Sharing App = સરકારી નોકરી ₹4 લાખ માં!
🧾લાખો વિદ્યાર્થીઓ વર્ષો સુધી રાત-દિવસ ભણ્યા અને ગઠિયા ગેંગ 2 કલાક માં "solver" બેસાડી પેપર solve કરાવ્યા! 🤡
📌પ્રાથમિક માહિતી👇🏻
🔖1 ડિસેમ્બર 2025ના રોજ ભરતી બહાર પાડવામાં આવી.
🔖જગ્ય(પદ): કુલ 25,487
🔖BSF, CISF, CRPF, ITBP, SSB, SSF અને Assam Rifles....
🔖પરીક્ષા તારીખ: ફેબ્રુઆરી-એપ્રિલ 2026, પછી સ્થગિત થઈ.
🚫હાલ 27 એપ્રિલથી 30 મે 2026 સુધી 4 ફેઝમાં યોજાઈ રહી છે
🚫ઉમેદવારો: લગભગ 48.83 લાખ (48,83,309) અરજીઓ આવી.
🛑પુરાવાઓનો ડિજિટલ '#ગાયબ_ખેલ' : ઓફલાઇન પેપર લીકમાં તો કદાચ પેપરનો ફોટો કે વોટ્સએપ સ્ક્રીનશોટ પુરાવા તરીકે મળી જાય છે. પણ ઓનલાઇન પરીક્ષામાં ? માઉસ ક્યાંક બહારથી હલે છે, સર્વર બાયપાસ થઈ જાય છે અને એક્ઝામ પૂરી થતાં જ બધો ડેટા 'ક્લાઉડ'માં ગાયબ! જો STF ના સમયે પર દરોડો ન પાડે, તો પુરાવા ભૂંસી નાખવા સૌથી સરળ છે.
😠📌હેકિંગ નહીં, '#બાયપાસ'ની રમત: સામાન્ય લોકોને લાગે છે કે સિસ્ટમ હેક કરવી અઘરી છે. પણ અહીં હેકિંગની જરૂર જ ક્યાં છે? નોઈડાના એક્ઝામ સેન્ટરમાં જે થયું તે આંખો ખોલી નાખનારૂં છે 🖥️પરીક્ષા કેન્દ્રના કોમ્પ્યુટરમાં જ #Proxy_Server અને #Screen_Sharing Apps ઇન્સ્ટોલ કરી દેવાય છે. ઉમેદવાર માત્ર પૂતળું બનીને સ્ક્રીન સામે બેસે છે અને અસલી 'સોલ્વર' બહાર બેસીને 100% એક્યુરેસી સાથે પેપર સોલ્વ કરી નાખે છે.
💻ખાનગી સેન્ટરોનો ભ્રષ્ટાચાર: સરકારી એજન્સીઓ પાસે પોતાના કોમ્પ્યુટર સેન્ટર નથી. પરીક્ષાના કોન્ટ્રેક્ટ ગલી-કૂચીઓમાં ખુલેલા પ્રાઇવેટ '#ડિજિટલ_ઝોન'ને આપી દેવાય છે.
🖥️₹50 લાખ રોકડા અને લેપટોપ સાથે પકડાતા આ માફિયાઓ અંદરની મિલીભગત વગર આખી સિસ્ટમને બંધક બનાવી ન શકે !
🔖રેટ કાર્ડ (લાંચ) એક ઉમેદવાર પાસેથી 4 લાખની વસૂલાત (મહેનતુ વિદ્યાર્થીના ભવિષ્યની કિંમત શૂન્ય).
💵કુલ રિકવરી ₹50 લાખ, લેપટોપ અને ડિવાઇસ (આ તો માત્ર એક સેન્ટરનો આંકડો છે, દેશભરમાં કેટલો ખેલ હશે?🤔
⏳દેશની સુરક્ષા સાથે ચેડાં આ કોઈ ક્લાર્કની ભરતી નહોતી, આ દેશના સુરક્ષા દળો (CAPF) ની ભરતી છે. શું દેશની સુરક્ષા હવે 'રિમોટ કંટ્રોલ'થી પાસ થયેલા અયોગ્ય લોકોના હાથમાં જશે?🤔
🖥️ ઓનલાઈન પરીક્ષા — "Invisible Cheating" નો મહા-ખેલ
➡️Proxy Server - Server ને bypass, કોઈ log નહીં
➡️Screen Sharing - ઉમેદવારની screen બહાર "solver" જોઈ રહ્યો
➡️Remote Answer -Solver online answers મોકલે, ઉમેદવાર click કરે
➡️#Zero_Evidence - Server room માં ઘૂસ, ચોરી કર, નીકળી જા!
🧐શું તમામ ઇન્વેસ્ટિગેશન થશે❓
STF એ 7 લોકોને પકડી પાડ્યા એ સારી બાબત છે, પણ અસલી સવાલો તો હવે ઊભા થાય છે:
❓આ નેટવર્ક કેટલા વર્ષોથી સક્રિય હતું?
❓આ જ ટેકનિકનો ઉપયોગ કરીને પાછલા 3-4 વર્ષમાં કેટલા 'ડમી અને અયોગ્ય' લોકો સિસ્ટમની અંદર ઘૂસીને નોકરી મેળવી ચૂક્યા છે?
❓શું સરકાર એવા લોકોને શોધીને હાંકી કાઢવા માટે Reverse Investigation (રિવર્સ તપાસ) કરાવશે?
⚡ માંગ સ્પષ્ટ છે -
✔ Reverse Investigation -આ gang ની મદદ થી અત્યાર સુધી કેટલા "પાસ" થયા, શોધો
✔ Biometric + AI proctoring - Real-time face detection ફરજિયાત
✔ Exam centre ownership audit - Private centres ને government oversight
✔ Strict liability - Platform provider (TCS iON / NTA) ઉપર direct FIR ની જોગવાઈ
CBI અને ED ની આખી તાકાત રાજકીય હિસાબો પૂરા કરવામાં વપરાય છે, પણ યુવાનોના ભવિષ્યને ઉધઈની જેમ કોરી ખાતા આ 'એક્ઝામ માફિયા' માટે કોઈ કાયમી ઇલાજ નથી. જ્યારે પરીક્ષાની સિસ્ટમ જ 'રિમોટ કંટ્રોલ'થી ચાલતી હોય, ત્યારે દેશના પ્રમાણિક યુવાનો પાસે 'આશા છોડવા' સિવાય શું બચશે?
#SSCScam #PaperLeak #DigitalIndia #ExamMafia #CAPF #UPSTF #SystemFailure
✊🏻 પદ નહીં, પણ પીડિતોના ન્યાય માટેની "#જવાબદારી" નો સ્વીકાર!🙏🏻
🙏🏻આ પદ મારા માટે સત્તા નથી, પણ ગુજરાતના લાખો પીડિત, શોષિત અને વિદ્યાર્થીઓનો અવાજ બનવાનું એક પવિત્ર સાધન છે.🙏
🙏🏻મારા પર વિશ્વાસ મૂકી 'આમ આદમી પાર્ટી - ગુજરાત' ના #પ્રદેશ_ઉપપ્રમુખ તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવા બદલ હું કેન્દ્રીય તેમજ પ્રદેશના શીર્ષ નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મારા માટે આ કોઈ રાજકીય હોદ્દો કે વૈભવ નથી, પરંતુ ગુજરાતના લાખો યુવાનો, વડીલો, શોષિતો અને કાર્યકર્તાઓએ મારામાં મૂકેલા ભરોસાનું એક પવિત્ર ઋણ છે.
🙏🏻વર્ષોથી પેપરલીક, ભરતી કૌભાંડો અને અસમાનતા સામે જે લડત આપણે રસ્તા પર લડી છે, હવે તેને સંગઠનના માધ્યમથી વધુ આક્રમક અને નિર્ણાયક બનાવીશું. ગુજરાતની જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી દૂધના માફિયાઓ હોય, ભેળસેળિયા હોય, કૌભાંડીઓ હોય કે વહીવટી તંત્રમાં બેઠેલા ભ્રષ્ટાચારીઓ તેમની સામેનો અમારો પ્રતિકાર હવે વધુ તીવ્ર બનશે.💪🏻
🙏🏻"જે વંચિત છે, પીડિત છે કે જેમનો અવાજ દબાવી દેવામાં આવ્યો છે, તે દરેક સામાન્ય નાગરિકની પડખે સત્તા વિના પણ એક સબળ ઢાલ બનીને ઊભા રહેવાની આપણી પરંપરા ચાલુ રહેશે.🛡️ ન્યાય, પારદર્શિતા અને ઈમાનદારી એ આપણો પાયો છે. આ નવો અધ્યાય ગુજરાતના યુવાનોના સપનાઓને સાર્થક કરવા અને એક ભયમુક્ત, ભ્રષ્ટાચારમુક્ત સમાજ નિર્માણ કરવા માટે સમર્પિત છે."
🙏🏻અપેક્ષા રાખું છું આ સફરમાં પણ આપ સૌનો સાથ, સહકાર અને આશીર્વાદ હંમેશની જેમ મારી સૌથી મોટી શક્તિ બની રહેશે. ચાલો સાથે મળીને, પેપરલીકેજ, કૌભાંડ અને ભ્રષ્ટાચાર મુક્ત, એક નવા, શિક્ષિત અને વિકસિત ગુજરાતનું નિર્માણ કરીએ.
🇮🇳 ઇન્કિલાબ ઝિંદાબાદ! 🇮🇳
🇮🇳વંદે માતરમ!🇮🇳
#AAPGujarat #YouthPower #NewResponsibility #GujaratPolitics #StandWithTruth #GujaratAwaitsChange #CleanPolitics #EducationFirst #YuvrajsinhJadeja
@AamAadmiParty@ArvindKejriwal@isudan_gadhvi@Gopal_Italia@Chaitar_Vasava@KhavaHemat@manoj_sorathiya@SanjayAzadSln@AapKaGopalRai