🌞🌄"'સૂરજના' જીવનમાં સુખનો સૂરજ ઉગ્યો"🌄🌞
📜"જેમ સોનું અગ્નિમાં તપીને કુંદન બને છે, તેમ સૂરજ આજે સંઘર્ષની ભઠ્ઠીમાં તપીને સફળતાનો સૂરજ બનીને ઉગ્યો છે."📜
💐જામનગરને મળશે એક સાચો શિલ્પી....
મારા પરમમિત્ર સૂરજને જામનગર ખાતે શિક્ષક તરીકે નિમણૂક મળી છે, તે બદલ હૃદયના અતલ ઊંડાણથી અભિનંદન! જેણે રસ્તા પર રહીને ન્યાયના પાઠ ભણાવ્યા હોય, એ વર્ગખંડમાં જઈને રાષ્ટ્રનું નિર્માણ કેવી રીતે કરશે એ કલ્પના જ ગર્વ અપાવે તેવી છે.
આજે જ્યારે મારો પરમ મિત્ર સૂરજ સોની જામનગરમાં શિક્ષક તરીકે ઓર્ડર લઈને ઉભો છે, ત્યારે મને એ દિવસો યાદ આવે છે જ્યારે આંદોલનના મેદાનમાં હવામાં લાઠીઓ વીંઝાતી હતી ત્યારે મેદાનમાં બેખોફ ગર્જના કરતો એ હતો સૂરજ સોની. આજે જે ખુશી છે એ માત્ર એક નોકરી મળવાની ખુશી નથી, પણ એક સાચા, નિઃસ્વાર્થ અને અડીખમ યોદ્ધાના ન્યાયની ખુશી છે. "સૂરજ સોની" એક એવું નામ જે ગુજરાતની શિક્ષક ભરતીના આંદોલનોમાં માત્ર ચહેરો નહીં, પણ એક મજબૂત આધાર સ્તંભ બનીને ઉભો રહ્યો.
🦁આજે દુનિયા ફક્ત પરિણામને જોવે અને સફળતાને પૂજે છે, પણ આ સફળતા પાછળના કાળા ડાઘ અને લોહીના ટીપાં મેં નજીકથી જોયા છે, સૂરજ નિઃસ્વાર્થ ભાવે લડતો હતો. મેં જોયું છે કે જ્યારે પોલીસના દંડા વરસતા, ત્યારે કહેવાતા અનેક ખેરખાંઓ મહિલાઓના પલ્લુ પાછળ સંતાઈ જતા, પણ આ સૂરજ છાતી કાઢીને લાઠીઓ સામે ઉભો રહેતો.
🛡️સાથે આંદોલનો કર્યા છે, સાથે અટકાયતો વહોરી છે. પોલીસની ક્રૂરતા પણ જોઈ છે, શિક્ષણ અધિકારીઓના ગેરવર્તનને ગળી જઈને પણ આશાવાદી રહેતા જોયો છે. દિલીપ, નેહા અને સૂરજની એ ત્રિપુટીને કોણ ભૂલી શકે? રસ્તાઓ પર રેલીઓ હોય, સરકાર સામે ન્યાયની માંગણી હોય કે કડકડતી ઠંડીમાં આંદોલનની રાતો... સૂરજ સોનીએ માત્ર પોતાની નોકરી માટે નહીં, પણ હજારો બેરોજગાર યુવાનોના ભવિષ્ય માટે લોહી-પરસેવો એક કર્યો છે. પોલીસનું દમન સહ્યું, અનેક ત્યાગ આપ્યા, પણ ક્યારેય મેદાન છોડીને ભાગ્યો નહીં.સૂરજ તો 'પરમાર્થ' માટે ગુજરાતના હજારો બેરોજગારોના હક માટે પોતાના ખર્ચે લડતો કદાચ એટલે જ આજે એનું પરિણામ એને મળ્યું છે.
🏠એક બાજુ ઘરનો આર્થિક બોજ, પરિવારની આશાભરી આંખો અને બીજી બાજુ રસ્તા પરનો સંઘર્ષ. આટલી માનસિક તાણ હોવા છતાં ક્યારેય હિંમત હારી નથી. એના માટે આ ઓર્ડર એ માત્ર કાયમી શિક્ષકની નોકરી નથી, પણ એના વર્ષોના ત્યાગ અને સમર્પણનો જવાબ છે.
🌝જામનગરને હવે એક એવો શિક્ષક મળશે જેણે જીવનના પાઠ પુસ્તકોમાંથી નહીં, પણ સંઘર્ષના મેદાનમાંથી શીખ્યા છે. સૂરજની આ સફળતા એ દરેક યુવાન માટે પ્રેરણા છે જે મુશ્કેલીઓ જોઈને હિંમત હારી જાય છે.
સૂરજ, તારી આ જીત તારા ધૈર્ય, તારા મમ્મી-પપ્પાના આશીર્વાદ અને તારા અડગ વિશ્વાસનું પરિણામ છે.તને ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ! 💐 દિલથી અભિનંદન, સૂરજ સોની! 🦁 💐
@indiasoni9
"કિંમત એની નથી હોતી જે જીત્યા પછી હાર પહેરે છે,
કિંમત તો એની છે જે બીજાની જીત માટે રણમેદાનમાં જીવ રેડે છે!"
👤#મયુર_ચુડાસમા : શિક્ષક ભરતીના સંગ્રામનો એક 'નિઃસ્વાર્થ' સારથિ✊🏻
ગુજરાતની શિક્ષક ભરતીના ઇતિહાસમાં જ્યારે પણ સંઘર્ષની વાત આવશે, ત્યારે એક નામ સુવર્ણ અક્ષરે લખાશે "મયુર ચુડાસમા".
(વર્તમાન શિક્ષક ભરતીમાં લાગી ગયેલ શિક્ષકો કદાચ હવે આને ઓળખતા પણ નહીં હોય તે કડવી વાસ્તવિકતા છે.)
આ એક એવા યોદ્ધા છે જેણે ક્યારેય પોતાના માટે મેદાન નથી માર્યું, પણ હજારો પરિવારોમાં રોજગારીનો દીવો પ્રગટે એ માટે પોતાની જાતને સંઘર્ષના અગ્નિમાં હોમી દીધી છે.
આ લડાઈ કોઈ નોકરી માટે નહોતી.
આ લડાઈ કોઈ પદ, પ્રતિષ્ઠા કે નેતાગીરી માટે પણ નહોતી.
આ લડાઈ હતી ન્યાય માટે, પારદર્શક શિક્ષક ભરતી માટે, અને આવતી પેઢીના અધિકાર માટે.
મયુર ચુડાસમા એ વ્યક્તિ છે, જેને પૂરેપૂરી ખબર હતી કે,
જો શિક્ષક ભરતી સાચી રીતે થશે,
જો પ્રક્રિયા સંપૂર્ણ ન્યાયસંગત રહેશે,
તો જ સાચા અને હકદાર વ્યક્તિને નોકરી મળશે,
પોતાને નોકરી મળવાની કોઈ લાલસા નહીં.
સ્વાર્થ નહીં, પણ સમર્પણની પરાકાષ્ઠા
દુનિયામાં ઘણા લોકો લડાઈ લડે છે, પણ મોટાભાગની લડાઈઓ પાછળ 'સ્વ' રહેલો હોય છે. કોઈને નેતા બનવું હોય છે, કોઈને પોતાનો ચહેરો ચમકાવવો હોય છે, તો કોઈને માત્ર પોતાની નોકરી મેળવવી હોય છે. પરંતુ મયુરભાઈનો કિસ્સો સાવ અલગ છે. તેઓ એ સત્યથી વાકેફ હતા કે ગમે એવડી શિક્ષક ભરતી આવે તો પણ તેમને વ્યક્તિગત રીતે કોઈ સીધો ફાયદો નથી મળવાનો. તેમ છતાં, તેમણે આ લડાઈને પોતાની બનાવી લીધી અને બેખોફ રીતે પરિણામ કે કેસની પરવાહ કર્યા વગર લડાઈ લડ્યા, આને જ ખરા અર્થમાં 'પરમાર્થ' કહેવાય.
આંદોલનના મેદાનમાં ઊભા રહેવું સહેલું નથી,
ખાસ કરીને ત્યારે, જ્યારે સામે તંત્ર ઊભું હોય.
ગાંધીનગરના રસ્તાઓ સાક્ષી છે કે મયુર ચુડાસમાએ કેટલી વખત પોલીસના ડંડા ખાધા છે. જ્યારે તંત્રના અધિકારીઓ ગેરવર્તન કરતા, જ્યારે પોલીસ અટકાયત કરતી અને જ્યારે જેલની કોટડીઓ ડરાવવાનો પ્રયત્ન કરતી, ત્યારે આ વ્યક્તિ પર્વતની જેમ અને લોખંડી મનોબળ સાથે તંત્રના અત્યાચાર સામે અડીખમ રહ્યો.
ત્યાં ઘણા 'મોસમી નેતાઓ' પબ્લિસિટી માટે આવતા. જ્યારે પોલીસના દંડા ચાલતા ત્યારે મહિલાઓના પલ્લુ પાછળ સંતાઈ જનારા પણ આ ભરતી એ જોયા છે. પણ એ ભીડમાં મયુર ચુડાસમા અને એના જેવા અન્ય બીજા બાહોશ યોદ્ધાઓ, શરીરે ભલે દુબળા હોય પણ, કાળજું વાઘ અને સિંહ જેવું રાખતા.. જે છાતી ઠોકીને આગળ ઉભા રહ્યા. તેમણે માત્ર શારીરિક પીડા જ નથી સહન કરી, પણ આર્થિક અને માનસિક સંઘર્ષ પણ વેઠ્યો છે.
(મયુર ચુડાસમા આજે પણ ખાનગી નોકરી જ કરે છે.)
મયુર ચુડાસમા એ વાતનું જીવંત ઉદાહરણ છે કે ક્રાંતિ લાવવા માટે પદ કે હોદ્દાની જરૂર નથી હોતી, માત્ર એક સાફ નિયત અને મજબૂત #કાળજું જોઈએ. પોતાનો ખર્ચ, પોતાનો સમય અને પોતાની શક્તિ બધું જ તેમણે ગુજરાતના ભાવિ શિક્ષકો માટે અર્પણ કરી દીધું.
સમાજની જવાબદારી :
જેને પોતે કશું મળવાનું નથી,છતાં પણ જે બધાને મળવા માટે લડે એ નેતા નથી, એ યોદ્ધા છે. ઈતિહાસ એવા લોકોને તરત ઓળખતો નથી, મયુર ચુડાસમા જેવા બાહોશ યોદ્ધાઓ ઈતિહાસમાં બહુ ઓછા મળે છે. તેઓ એ પ્રેરણા છે જે શીખવે છે કે જ્યારે બધા મૌન હોય, ત્યારે અન્યાય સામે અવાજ ઉઠાવવો એ જ સૌથી મોટો ધર્મ છે. ગુજરાતના હજારો શિક્ષકો જે આજે નોકરી કરી રહ્યા છે કે જેઓ આવતીકાલે પણ જોડાશે, એ દરેકના પગારમાં અને ગૌરવમાં મયુર ચુડાસમાના સંઘર્ષનું એક ટીપું તો એક ટીપું રેડાયેલું છે.
જ્યારે ઘણા લોકો “મને શું મળે?” એ હિસાબમાં વ્યસ્ત હતા,
ત્યારે મયુરે એક જ સવાલ કર્યો
“ગુજરાતના બેરોજગાર યુવાનોને શું મળે?”
🙏🏻મયુરભાઈ, તમારી આ નિઃસ્વાર્થ લડતને દરેક સમાજ અને ગુજરાતનો યુવા વર્ગ આદરપૂર્વક વંદન કરે છે.સલામ છે તારી વીરતાને, સલામ છે તમારા નિઃસ્વાર્થ પ્રેમને!🙏🏻
"વીર એ નથી જે પોતાના માટે લડે છે, વીર તો એ છે જે અન્યના આંસુ લૂછવા માટે આખી સલ્તનત સામે અડીખમ ઉભો રહી જાય." @_Mayur_Chudasma
✍🏻 યુવરાજસિંહ જાડેજા
#MayurChudasama
#નિસ્વાર્થ_યોદ્ધા #સાચો_સંઘર્ષ #સિદ્ધાંતની_લડાઈ
"વીર બાળ દિવસ" અંતર્ગત બાળકો દ્વારા વિવિધ વેશભૂષા રજૂ કરવામાં આવી...
વિવિધ વેશભૂષા,અદભૂત આત્મવિશ્વાસ
અને નાનકડાં વીરોથી સજ્જ અમારી પ્રાથમિક શાળા... 🇮🇳✨
🔥આદિજાતિ બાળકોના હકો માટેનો #ઐતિહાસિક સંઘર્ષ અને સત્યની જીતની શરૂઆત!🔥
શિક્ષકોની હિંમતને સલામ,
અન્યાયની સામે આજે બધા મૌન બેસીને જ્યારે તમાશો જોયા રાખતા હોય છે ત્યારે આ શિક્ષકોએ ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો એટલું જ નહીં જ્યાંસુધી યોગ્ય પગલાં ન લેવાયા ત્યાંસુધી સત્તત લડત ચાલુ રાખી અને જીત તરફ આગળ વધ્યા.
🛑📌આજે ભ્રષ્ટાચારી સંચાલકો વિરુદ્ધ #FIR દાખલ થઈ,
🛑📌ભ્રષ્ટાચાર કરનાર શિક્ષકો પણ #ફરજ_મોકૂફ થયા,
🛑📌બાળકો અને શિક્ષકોનું ભવિષ્ય તથા શિક્ષણકાર્ય ન બગડે તથા શિક્ષકોની સુરક્ષા ને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવશે..
🛑📌રાજકીય વગનો ઉપયોગ કરી જે એક બાઘડ બિલ્લા બચવા માટે જ્યાં ત્યાં હવાતિયા મારી રહ્યા છે તે પણ કાયદાકીય રીતે સંકજામાં આવતા વાર નહીં લાગે.
વલસાડ જિલ્લાના કપરાડામાં ચાલતી આશ્રમશાળાઓમાં વર્ષોથી ચાલતા
📌 ફરજિયાત ઉઘરાણા
📌 શિક્ષકો પર આર્થિક–માનસિક ત્રાસ
📌 બાળકો પાસેથી ગેરકાયદેસર એડમિશન ફી
📌 સરકારની ગ્રાન્ટ વચ્ચે પણ શિક્ષકો પાસેથી લાઈટબીલ–ભોજનબીલ–લાકડાંના તથા અનાજ ભાડાનું બિલ
📌 શાળા વિકાસ ફાળાના નામે રૂપિયાની ફરજિયાત ઉઘરાણી તથા લોન/હપ્તા રૂપે રૂપિયાની ઉઘરાણી
📌 24 કલાકની ફરજ હોવા છતાં આચાર્યોની ગેરહાજરી
📌 ધમકી, દંડ, નોટિસો અને ‘પગાર અટકાવી દેવો, ખોટા કેસ માં ફસાવી દેવા' જેવા ત્રાસ
જેવા ગંભીર ભ્રષ્ટાચારનો મુદ્દો ખુલ્લેઆમ ઉઠાવ્યો.
👆🏻આ લડત સરળ નહોતી…
પણ બાળકોના ભવિષ્ય, શિક્ષકોની ઇજ્જત, અને આશ્રમશાળાઓની શુદ્ધતા માટે આ સત્યબોલવાની અગ્નિપરીક્ષા હતી🔥
અને આ અગ્નિપરીક્ષામાં
✊ સોલંકી રીના લક્ષ્મણભાઈ
✊ પરમાર કલ્પેશકુમાર ભગવાનદાસ
✊ પટેલ તેજસભાઈ મગનભાઈ
(આશ્રમશાળા – સુથારપાડા)
✊ અભાણી મુકુંદભાઈ રમેશભાઈ
✊ હિતેન્દ્રભાઈ ભગવતીપ્રસાદ પટેલ
(આશ્રમશાળા – આસલોણા)
એવા સાહસિક શિક્ષકો આગળ આવ્યા – ધમકીઓનો ડર ન રાખતા, નોકરીનો ભય ન રાખતા, સત્ય માટે ઉભા રહેતા!
આવા હિંમતવાન શિક્ષકોને
🙏 હૃદયપૂર્વક વંદન
અને
🙏અભીનંદન.
🙏કાર્યવાહી બદલ અધિકારીઓનો વિશેષ આભાર
આ તકે વિશેષ આભાર એ અધિકારીઓનો જેને આં મુદ્દાની ગંભીરતા સમજી અને પીડિત શિક્ષકોના નિવેદન ના આધારે ફરિયાદ નોંધવા અને સસ્પેન્ડ કરવા સુધીના એક્શન લીધા. આશ્રમશાળાઓમાં થયેલી ગેરવર્તણૂક, 50,000ની ઉઘરાણી, ત્રાસ, દબાણ, RTE એક્ટનો ભંગ, ગ્રાન્ટનો દુરુપયોગ, બાળકોની સુવિધાઓમાં બેદરકારી જેવા ગંભીર મુદ્દાઓને ધ્યાનમાં લઈ —
✔️ શિક્ષકોની ફરીયાદ સ્વીકારી
✔️ FIR દાખલ કરી
✔️ સંકળાયેલા ભ્રષ્ટાચારીઓને ફરજ પરથી દૂર કર્યા
✔️ અને બાળકો તથા શિક્ષકોનું ભવિષ્ય અને શિક્ષણકાર્ય ન બગડે તે માટે ની કાર્યવાહી શરૂ કરી
આ ન્યાયની ઐતિહાસિક શરૂઆત છે.
આ કાર્ય માટે સંબંધિત અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર.
આ ખાલી ફરજ નહીં - પરંતુ માનવતા અને સત્ય પ્રત્યેની નિષ્ઠા છે.
📌બાકી ઘણી જગ્યાએ અધિકારીઓના આંખની નીચે કૌભાંડો ચાલતા હોય છે એકશન લેવામાં નથી આવતા પરંતુ આ અધિકારીઓ એ ખૂબ કડકાઇ અને બારીકાઇ થી કામ લીધું તે બદલ વિશેષ આભાર આ અધિકારીઓનો પણ. તમારી જવાબદારી અને ઝડપી પ્રતિભાવથી આશ્રમશાળાઓમાં સુધારાની આશા પ્રગટ થઇ છે.
🌟 હિંમત, સત્યતા અને સંઘર્ષની જીત 🌟
આજે આશ્રમશાળાઓની અંદર વર્ષોથી ચાલતા ભ્રષ્ટાચાર, ત્રાસ, ઉઘરાણી અને ગેરવ્યવહાર સામે ન્યાયનો પહેલો કિરણ ફાટ્યો છે. આ અવાજને દબાવવા અનેક પ્રયાસ થયા, ધમકીઓ આપવામાં આવી પરંતુ સત્ય બોલવાની હિંમત કોઈ રોકી શક્યું નહીં.
આ લડત કોઈ એક વ્યક્તિની નહીં, પરંતુ હિંમત, નૈતિકતા અને શિક્ષણના પવિત્ર ધર્મની લડત હતી અને આજે આ લડતનું પરિણામ સૌને પ્રેરણા આપે છે.
આ લડત વ્યક્તિ વિરુદ્ધ નથી,
આ લડત છે
📌 સિસ્ટમને શુદ્ધ કરવાની,
📌 બાળકોના હકો બચાવવા,
📌 શિક્ષકોને સન્માન અપાવવાની.
આ સંઘર્ષમાં standing ovation તો તે લોકોને મળે છે જે ધમકીઓ વચ્ચે પણ સત્ય બોલે છે.
✊ આજના સમયમાં સત્ય બોલવું સૌથી મોટું બળવાન કાર્ય છે, અને તમે સૌએ તે સાબિત કરી બતાવ્યું.
✊ તમારો હિંમતભર્યો અવાજ જ આવતી પેઢી માટે સલામત ભવિષ્ય લખશે.
✊ આશ્રમશાળાના બાળકોના ભવિષ્ય માટે, શિક્ષણની પવિત્રતા માટે અને ભ્રષ્ટાચાર સામેના સંઘર્ષ માટે તેમની હિંમત પ્રશંસનીય છે.
🔥 ભ્રષ્ટાચાર સામેનો માર્ગ હજુ લાંબો છે...
પણ આજે લેવાયેલું પ્રથમ પગલું ઐતિહાસિક છે.
ચુપ રહી જવાથી દુર્નિતિ મજબૂત બને છે પણ આવાજ ઉઠાવવામાં આવે ત્યારે જ પરિવર્તન જન્મે છે તે સાબિત થાય છે
આ હિંમતવાન શિક્ષકોને મારી તરફથી
ભારે અભિનંદન અને અનંત પ્રેરણા.
✍🏻 યુવરાજસિંહ જાડેજા
#ન્યાયની_જીત
#SaveAdivasiSchools #TruthWillPrevail #આભાર_યોદ્ધાઓ #JusticeForTeachers #ProtectAdivasiChildren #FightForTruth #YuvrajsinhJadeja
@Bhupendrapbjp@CMOGuj@Rivaba4BJP@tv9gujarati@sandeshnews@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@hdraval93@gopimaniar@Chaitar_Vasava@Gopal_Italia
ગાંધીનગર SOG માં ફરજ બજાવતા પોલીસકર્મી
શ્રી #નરેન્દ્રસિંહ ઈશ્વરસિંહ ચાવડાના આપઘાતના સમાચાર અત્યંત વ્યથિત અને દુઃખદ છે.
😥બે દીકરી અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. તેમના પરિવારમાં પત્ની, બે દીકરી અને દોઢ વર્ષનો એક દીકરો છે.😰
સેવામાં સમર્પિત, શાંત સ્વભાવના અને કર્તવ્યનિષ્ઠ એવા નરેન્દ્રસિંહજીએ અગમ્ય પરિસ્થિતિઓ વચ્ચે જીવન ટૂંકાવ્યું હોય તે વાત હૃદયને ઊંડી ચોટ પહોચાડે છે.
👮🏻પોલીસ વિભાગે એક કર્તવ્યનિષ્ઠ સાથી ગુમાવ્યો છે.🙏🏻
આ કરુણ ઘટનાથી ચાવડા પરિવારે પોતાના વહાલસોયા સ્વજનની છત્રછાયા ગુમાવી છે. તેમના પત્ની, બે દીકરીઓ અને માત્ર દોઢ વર્ષના દીકરા પર પડેલી આ આકસ્મિક આફતનું દુઃખ વર્ણવી શકાય તેમ નથી.
પરિવાર પર આવી પડેલા આ આઘાતમાં અમે સૌ તેમની સાથે છીએ. દિવંગત આત્માને પરમ શાંતિ મળે અને પરમ કૃપાળુ પરમાત્મા તેમના પરિવારજનોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે, તે જ પ્રાર્થના.🙏🏻
#ૐ_શાંતિ 🙏
🙏🏻નવ નિયુક્ત #શિક્ષણમંત્રીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે #સાવચેતીભરી_ટકોર🙏🏻
આશા રાખું છું અમારા જેવા શિક્ષણના શુદ્ધિકરણ સાથે સંકળાયેલા ક્રાંતિકારીની ટીકા કે આલોચનાને તમે સકારાત્મક રીતે લેશો. અમારે વ્યક્તિગત કોઈ સાથે રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ છે નહીં, અમે ખોટી સિસ્ટમના વિરોધમાં ચોક્કસ છીએ જેના શુદ્ધિકરણ માટેની અમારી આ લડાઈ છે.
🛑તમારે પ્રથમ ગ્રાસે મક્ષિકા ન આવે તે માટે એક #સાવચેતીભરી_ટકોર👇🏻
શિક્ષણમંત્રીશ્રી,
તમારા જ વિભાગમાં હાલ ચાલી રહેલી #કચ્છ_સ્પેશિયલ_શિક્ષક_ભરતી પ્રક્રિયામાં ગંભીર અનિયમિતતાઓ સામે આવી છે જેમાં નિયમોનું ખૂલ્લેઆમ ભંગ કરીને ભરતી થઈ રહી છે. કચ્છ સ્પેશિયલ શિક્ષક ભરતી પ્રક્રિયામાં શિક્ષણ વિભાગના સ્થાપિત નિયમો અને નામદાર હાઇકોર્ટના આદેશોનું ગંભીર અને #શંકાસ્પદ ઉલ્લંઘન થયેલ હોવાનું ધ્યાન પર આવેલ છે,આ ભરતીમાં જ્ઞાન સહાયક (અથવા ચાલુ નોકરી દરમિયાન) ફરજ સાથે મેળવેલ રેગ્યુલર માસ્ટર ડિગ્રીના ગુણ ઉમેરો કરીને અનીતિ અને નિયમ વિરોધ નોકરી મેળવવાનો કારસો રચાયો છે. શિક્ષણ વિભાગના સ્પષ્ટ આદેશો અને નામદાર હાઇકોર્ટના ચુકાદા મુજબ - કરાર કે કાયમી નોકરી તરીકેની ફરજ બજાવવાના સમયગાળા દરમિયાન કોઈપણ ઉમેદવારે મેળવેલ રેગ્યુલર માસ્ટર ડિગ્રી (M.A./M.Sc..) શિક્ષક ભરતીના મેરિટ માટે માન્ય ગણી શકાતી નથી.
📌બંને પ્રવૃત્તિઓ (ફુલ-ટાઇમ નોકરી અને રેગ્યુલર ડિગ્રી અભ્યાસ) એકસાથે કરી શકાતી નથી. નામદાર હાઇકોર્ટના આદેશ અનુસાર સામાન્ય TET અને TAT ભરતીમાં આ નિયમ અમલ કરવામાં આવ્યો હતો. પરંતુ કચ્છની ભરતીમાં આ મૂળભૂત નિયમને #જાણીજોઈને_અવગણવામાં આવ્યો છે.સૂત્રો દ્વારા મળતી માહિતી આધારે આશરે ૧૫૦+ જેટલા ઉમેદવારોએ નોકરીની ફરજ બજાવતા રેગ્યુલર માસ્ટર ડિગ્રી મેળવી, અને તેના ગુણ પોતાના મેરિટમાં ઉમેરાવી લીધા છે - અર્થાત્
"ફુલ-ટાઇમ નોકરી પણ, ફુલ-ટાઇમ ડિગ્રી પણ!"
❓ આ ગેરરીતિના કારણે ખરેખર લાયક ઉમેદવારોનો હક છીનવાઈ રહ્યો છે, અને "શિક્ષણ વિભાગ તમામ બાબતો જાણતો હોવા છતાં આંખ આડા કાન કેમ છે તે શંકાનો પ્રશ્ન છે ?!"
📢અને હા, એવું પણ નથી કે જાગૃત ઉમેદવારોએ શિક્ષણ અધિકારીને જાણ નથી કરી, લેખિત અને મૌખિક બંન્ને જાણ કરવા ઉમેદવારો પહોંચ્યા હતા તો ઊલટાનું અધિકારીઓએ #નફ્ફટાઈથી રજૂઆત કરવા આવેલ ઉમેદવારો પાસેથી પુરાવા માંગ્યા, મોઢા તોડી લીધા, ધમકાવ્યા અને અપમાનિત કરી રોફ જમાવી હડધૂત કરી કાઢી મૂક્યા....
🙏🏻આપ શ્રી ધારાસભ્ય માંથી શિક્ષણમંત્રી બન્યા અને આપ પણ જાણો છો #પુરાવા આપવાની જવાબદારી કોઈ ઉમેદવારની ન હોય, કોઈ વ્યક્તિ શિક્ષણ વિભાગને સંદેહ વ્યક્ત કરે છે તો તપાસ કરવાની જવાબદારી ચોક્કસ શિક્ષણ વિભાગની બંને છે, સામાન્ય ભરતીમાં જે રીતે કડકાઇથી ચેક કરીને આવા લોકોને દૂર કરવામાં આવ્યા છે તો સ્પેશિયલ કચ્છ શિક્ષક ભરતીમાં કેમ દૂર કરવામાં નથી આવતા ? શું આ ઉમેદવારો કોઈ અધિકારીના સ્પેશિયલ છે ?🤔
🧾વાત રહી પુરાવાની👇🏻
સૌથી ગંભીર બાબત એ છે કે, શિક્ષણ વિભાગ પાસે તમામ ઉમેદવારોના જ્ઞાન સહાયકની સેવા (હાજરીનો રેકોર્ડ) અને તેમની શૈક્ષણિક લાયકાત (માર્કશીટ, ડિગ્રી) ના સંપૂર્ણ ડેટા ઉપલબ્ધ છે. તેમ છતા વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારનું સ્વયંસંચાલિત અને પારદર્શી ક્રોસ-વેરિફિકેશન (#Cross_Verification) કરવામાં આવ્યું નથી,
🙏🏻મંત્રશ્રી, મેરિટની ખરાઈ કરવી, યુનિવર્સિટી અને શાળાના રેકોર્ડનું વેરિફિકેશન કરવું એ સંપૂર્ણપણે શિક્ષણ વિભાગની વૈધાનિક અને નૈતિક જવાબદારી (#Accountability) છે.તમામ સરકારી મશીનરી અને ક્રોસ ચેક કરવા માટેના આધાર પુરાવા ઉપલબ્ધ હોવા છતાં, વિભાગ દ્વારા ઉમેદવારો પાસેથી પુરાવા માંગવા એ પ્રક્રિયાની પારદર્શિતા અને વિભાગના ઇરાદા સામે ગંભીર શંકા ઊભી કરે છે. શું વિભાગ સ્વયં તપાસ કરવા અસમર્થ છે કે પછી તેમાં પણ કોઈ આંતરિક મિલીભગત છુપાયેલી છે, તેની તપાસ થવી પણ અનિવાર્ય છે.
🙏🏻મંત્રીશ્રી, તમારા દામન ઉપર આ કાળા છાંટા ઉડાડવા કેટલાક અધિકારીઓ તત્પર છે, અધિકારીઓના વાંકે શિક્ષણમંત્રીના કાર્યકાળની શરૂઆતમાં જ તમને #કાળી_ટીલી લાગી શકે છે, જો સમયસર તપાસ નહીં થાય, તો આવતીકાલે આ શિક્ષણ વિભાગની વિશ્વસનીયતા માટે કાળો અધ્યાય બની જશે.
👆🏻અમારા જેવા કોઈ જાગૃત નાગરિક આ બધું ઉઘાડું પાડશે તો શિક્ષણ વિભાગના અધિકારીઓ આમાં બદનામ નહીં થાય, આમાં #બદનામ મંત્રીશ્રી તમે થશો,અધિકારીઓ તો ગમે તે #અંડાકંડા કરીને ગોળી પીવડાવી દેશે.
👆🏻શિક્ષણ વિભાગમાં ‘#અધિકારીરાજ’ એટલો હાવી છે કે તમારા પૂર્વગામી મંત્રીશ્રી કુબેરભાઈ હોય કે પ્રફુલભાઈ - બંને પાસે પણ ઈરાદો હતો કંઈક સકારાત્મક કરવાનો, પરંતુ શિક્ષણ વિભાગના કેટલાક અધિકારીરાજના બેફામ વલણને કારણે અનેક મહત્વનાં નિર્ણય અધૂરા રહી ગયા. પરિણામે તેમને ફક્ત વિભાગના આંતરિક ષડયંત્રો નહીં, પણ મુખ્યમંત્રી સુધીના ઠપકા પણ ખાવા પડ્યા.
✍🏻 યુવરાજસિંહ જાડેજા
#TransparencyNeeded
#EducationDept
@Rivaba4BJP@drpradyumanvaja
શિક્ષણ વિભાગના "#ડોક્ટર" બદલાયા -
જુના ડૉક્ટર ગયા, નવા ડૉકટર (પ્રદ્યુમન વાજા) આવ્યા !
હવે જોવું એ રહ્યું કે શિક્ષણ વિભાગની “#બીમારી” સાજી થાય છે કે ફરી કોઈ નવો “એક્સપેરિમેન્ટ”(પ્રયોગ) શરૂ થાય છે! 🙄
🤔શિક્ષણપ્રેમી મિત્રો તમારું શું માનવું છે ?❓
તમારું શું કહેવું!?🤔🤔🤔
☝️કોઈપણ પ્રકારનું વિઘ્ન વગર સત્વરે "ટૂંકનો પણ ટૂંક સમયમાં" એટલે કે બે ત્રણ દિવસની અંદર જ સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી નિમણૂક એનાયત કરી દેવામાં આવતી રાજ્યની એકમાત્ર ભરતી એટલે "નવું મંત્રીમંડળ..."🎉🚀😅🥹
✴️ કાલે રાજીનામું અને આજે નિમણૂક...
📍 ફોર્મ ભરવાની માથાકૂટ નહીં.
📍 ચલણ ભરવામાંથી મુકિત.
📍કોઈપણ સિલેબસ નહીં.
📍 કોઈપણ ક્લાસીસમાં રોકાણ નહીં.
📍કોઈપણ પ્રકારની આવેદનો કે રજૂઆતો નહીં
📍 કોઈપણ પ્રકારના આંદોલન કે ધરણા નહીં.
📍 પેપર લીકના તો ચાંસ જ રહેતા નથી.
📍 ફિક્સ પ્રથા જેવું કોઈ બંધન નહીં.
📍 પ્રિલિમ્સ, મેન્સ, ઇન્ટરવ્યૂ કે આંદોલન જેવું અહીંયા કશું જ ટેન્શન નહીં.
📍સામાન્ય કે સ્પે. કચ્છ ભરતી જેવું તો કશું નહીં.
🎉 નવી સફર માટે નવા ચહેરાઓને એડવાન્સમાં ખૂબ ખૂબ અભિનંદન.... આપનું અને બધાનું કલ્યાણ થાય અને સાથે "ભૂલો ભલે બીજું બધું પણ ગુજરાતના નવ યુવાનો અને ખેડૂતોનું કલ્યાણ કરવાનું ભૂલશો નહીં."✍️
☝️સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોએ આ મેસેજ માંથી કંઈક શીખવા જેવું છે. 😂
#TET_2#Updates
ન્યાયતંત્રના આદેશ અનુસાર રચાયેલી કમિટી પોતાનો નિર્ણય તથા એફિડેવિટ રાજ્ય સરકાર અને ન્યાયતંત્ર સમક્ષ રજૂ કરીને ભરતી અન્વયે આગળની કામગીરી હાથ ધરાશે.
મળતી માહિતી મુજબ,
➡️ કમિટીના અહેવાલને આધારે જિલ્લા ફાળવણી માટેના નવા કોલ લેટર જાહેર થવાની શક્યતા છે.
➡️ FML માં ફેરફાર આવતા, નવા મેરીટ પ્રમાણે કોલ લેટર જાહેર થઈ શકે.
➡️ એટલે આવતા અઠવાડિયામાં અટકેલી ભરતી પ્રક્રિયા આગળ વધવાની પૂરી સંભાવના છે.
🪔 નવરાત્રિમાં લોકો ગરબા રમશે, ઉમેદવારો 👉 “ઘુમતા ઘુમતા જિલ્લા વેરિફિકેશન” કરાવતા હસે.😅
🎇ઉમેદવારોની સાચી દિવાળી તો દિવાળી પછી જ જોવા મળશે! 🎉
#TET2 #TeacherRecruitment #JusticeDelayed