આજ તા. ૨૧-૦૮-૨૦૨૬ના રોજ અત્રેના જિલ્લાના ધંધૂકા તાલુકાની કોટડા તથા જસકા ગ્રામ પંચાયતની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી, મુલાકાત દરમિયાન શાળામાં ઉપલબ્ધ શૈક્ષણિક સુવિધાઓ, વર્ગખંડોની વ્યવસ્થા, વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ તથા શાળા પરિસરની સ્વચ્છતા અને સુવિધાઓ અંગે સ્થળ પર સમીક્ષા કરી.
આ ઉપરાંત, વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તથા શાળામાં સ્વચ્છ, સુરક્ષિત અને શૈક્ષણિક વાતાવરણ જળવાઈ રહે તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી. શાળાના પ્રાથમિક માળખાકીય તથા અન્ય જરૂરી પ્રશ્નો અંગે સંબંધિત કક્ષાએ જરૂરી કાર્યવાહી કરવા સૂચના પણ આપી.
@CMOGuj@InfoGujarat@infoahdgog
આજ રોજ અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે માન. પ્રમુખશ્રીના વરદહસ્તે ભારતના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવપૂર્ણ અને હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. પ્રસંગે રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન સાથે શહીદો તથા સ્વાતંત્ર્ય સેનાનીઓના અમૂલ્ય યોગદાનને શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન દેશની એકતા, અખંડિતતા અને લોકશાહી મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો.
#IndiaIndependenceDay
@CMOGuj@InfoGujarat@infoahdgog
આજ તા. ૨૯-૦૭-૨૦૨૬ ના રોજ અત્રેના જિલ્લાના ધોળકા તાલુકામાં થયેલા અતિભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિના અનુસંધાને બદરખા તથા ચલોડા ગામની સ્થળ મુલાકાત લઈ અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરી ઉપરાંત બદરખા ગામમાં હજુ પણ પાણી ભરાયેલા વિસ્તારોનું નિરીક્ષણ કરી સ્થળાંતર કરાયેલા પરિવારો સાથે રૂબરૂ મુલાકાત લીધી તેમજ થયેલ નુકસાનીનો સર્વે ઝડપથી પૂર્ણ કરી પાત્ર લાભાર્થીઓને સરકારશ્રીની સહાય તાત્કાલિક ચૂકવવામાં આવે તે માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી.
ચલોડા ગામમાં વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે તાત્કાલિક જરૂરી કાર્યવાહી હાથ ધરવા તેમજ જ્યાં પાણી ઓસર્યું છે તે વિસ્તારોમાં સફાઈ, દવા છંટકાવ અને પીવાના પાણીના સ્ત્રોતોમાં ક્લોરીનેશનની કામગીરી ઝડપથી પૂર્ણ કરી જન આરોગ્ય સુરક્ષિત રહે તે માટે સંબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી.
#Dholka #AhmedabadDistrict #ReliefWork #PublicHealth #CleanlinessDrive #Chlorination
@CMOGuj@infoahdgog@InfoGujarat
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા ભારે વરસાદને અનુસંધાને જાહેર આરોગ્યના હિતમાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પ્રતિરોધાત્મક કામગીરી હાથ ધરવામાં આવી છે. મચ્છરજન્ય રોગોના નિયંત્રણ અને નિવારણ માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા ફોગિંગ કામગીરી કરવામાં આવી રહી છે.
જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખી જરૂરી જાહેર આરોગ્ય સેવાઓ સમયસર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જેથી વરસાદ બાદ સંભવિત રોગચાળાને અસરકારક રીતે અટકાવી શકાય.
#AhmedabadRain
@CMOGuj@infoahdgog@InfoGujarat@CollectorAhd
જિલ્લામાં અતિ ભારે વરસાદને અનુલક્ષીને સાવચેતીના ભાગરૂપે સાણંદ તાલુકાના મોડાસર ગામની સગર્ભા માતા શ્રીમતી પૂજાબેન કમલેશભાઈ દેવીપૂજકનું આરોગ્ય નિરીક્ષણ કરવામાં આવ્યું. હાલ તેમની તબિયત સ્થિર અને કોઈ તકલીફ ન હોવા છતાં, લાભાર્થીની સંમતિ મેળવી સુરક્ષાને પ્રાથમિકતા આપતા PHC એમ્બ્યુલન્સ મારફતે CHC સાણંદ ખાતે રિફર કરવામાં આવ્યા, જેથી જરૂરિયાત સમયે તાત્કાલિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થઈ શકે.
#PublicSafety #Heavyrain #Rainalert #AhmedabadRain
@CollectorAhd@CMOGuj@infoahdgog@InfoGujarat
જિલ્લાના સાણંદ તાલુકાના નળસરોવર રોડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની પરિસ્થિતિની સ્થળ મુલાકાત લઈ વિસ્તૃત સમીક્ષા કરી. આ દરમિયાન પાણીના નિકાલની વ્યવસ્થા, અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ તથા વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે હાથ ધરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને તાત્કાલિક અને અસરકારક પગલાં લેવા, સતત મોનિટરિંગ જાળવવા તેમજ નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તમામ જરૂરી કામગીરી સમયસર પૂર્ણ કરવાની સૂચના આપી.
#Sanand #Heavyrain #Rainalert #AhmedabadRain
@CMOGuj@infoahdgog@InfoGujarat
*નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર* તથા *જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, અમદાવાદ* ના માર્ગદર્શન હેઠળ આજ તા. 10/07/2026 ના રોજ *આયુષગ્રામ, શિયાળ* ખાતે *વૃક્ષારોપણ કાર્યક્રમ* નું આયોજન કરવામાં આવેલ. જે અંતર્ગત *નિમ્બ, આરગ્વધ, કરંજ, ચિંચા, અર્જુન* જેવી વિવિધ ઔષધિઓના *120
“શાળા પ્રવેશોત્સવ – શિક્ષણનો ઉત્સવ, ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ”
આજ તા. ૨૪-૦૬-૨૦૨૬ ના રોજ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું અત્રેના જિલ્લાના માંડલ તાલુકાની ઉઘરોજ પ્રાથમિક શાળામાં આયોજન થયું, કાર્યક્રમ દરમિયાન શાળામાં પ્રવેશ લઈ રહેલા વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ કરવામાં આવ્યું સાથે ગુણવત્તાસભર શિક્ષણ અને ડ્રોપઆઉટમુક્ત શિક્ષણના સંકલ્પ સાથે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી તથા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું.
“દરેક બાળક શાળાએ આવે, ભણે અને આગળ વધે – એ જ આપણો સંકલ્પ.”
#ShalaPraveshotsav2026
@CMOGuj@infoahdgog@InfoGujarat
*૧૨મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ*
*વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું વર્ચ્યુઅલ સંબોધન સાંભળ્યું*
*સ્વસ્થ, સંસ્કારી અને સમૃદ્ધ ગુજરાતના સંકલ્પને યોગના માધ્યમથી સાકાર કરી શકીશું*
જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અત્રેના જિલ્લામાં નરોડામાં આવેલા દાસ્તાન ફાર્મ ખાતે કરવામાં આવી, આ પ્રસંગે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન શ્રી હિમાંજય પાલીવાલ, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ અને કલેક્ટર શ્રી ભવ્ય વર્માની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં યોગાભ્યાસ કરવામાં આવ્યો.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનાં સંબોધનોનું લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું, ઉપસ્થિત સૌએ મહાનુભાવોના વર્ચ્યુઅલ સંબોધનોને સાંભળ્યાં હતાં.
@infoahdgog@InfoGujarat@CMOGuj@PMOIndia
#internationalyogaday
“શાળા પ્રવેશોત્સવ – શિક્ષણનો ઉત્સવ, ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ”
આજ તા. ૨૩-૦૬-૨૦૨૬ ના રોજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું અત્રેના જિલ્લાના દસક્રોઇ તાલુકાની વિશલપુર પ્રાથમિક શાળામાં આયોજન થયું, કાર્યક્રમ દરમિયાન શાળામાં પ્રવેશ લઈ રહેલા વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ કરવામાં આવ્યું તથા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું.
“દરેક બાળક શાળાએ આવે, ભણે અને આગળ વધે – એ જ આપણો સંકલ્પ.”
#ShalaPraveshotsav2026
@CMOGuj@infoahdgog@InfoGujarat
આજ તા. ૨૭-૦૫-૨૬ ના રોજ અત્રેના જિલ્લાના ધોળકા તાલુકાની સરોડા ગ્રામ પંચાયતની મુલાકાત લીધી, મુલાકાત દરમિયાન ગામના તળાવ અને આરોગ્ય કેન્દ્રની સ્થળ પર જઈ સમીક્ષા કરી તથા તળાવની સ્વચ્છતા, પાણી સંગ્રહ ક્ષમતા તથા જાળવણી અંગે જરૂરી સૂચના આપી ઉપરાંત આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક આરોગ્ય સેવાઓ, દવાઓની ઉપલબ્ધતા, સ્વચ્છતા અને દર્દીઓને આપવામાં આવતી સેવાઓ અંગે માહિતી મેળવી કામગીરીનું મૂલ્યાંકન કર્યું સાથે ગામના વિકાસ કાર્યો અને સ્થાનિક સુવિધાઓને વધુ અસરકારક બનાવવા અંગે ચર્ચા કરી.
@CMOGuj@infoahdgog@InfoGujarat
લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી શરૂ થયેલી સોમનાથની આ યાત્રાને આજે માનનીય વડાપ્રધાનશ્રી નવી ઊંચાઈઓ પર લઈ ગયા છે.
વિનાશની શક્તિ કરતા સર્જનની શક્તિ પ્રબળ હોય છે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે સોમનાથ...
#SomnathVirasatke75Years@CMOGuj@infoahdgog@InfoGujarat