આજરોજ "જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ" ની બેઠક યોજવામાં આવી. જેમાં માન. પદાધિકારીશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લાના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરી અને સંબ��િત અધિકારીશ્રીઓ પાસેથી વિવિધ પ્રશ્નોનો રિવ્યૂ લીધો અને ઝડપથી નિકાલ કરવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું.
@CMOGuj
@sanghaviharsh
@JayantiRavi
@revenuegujarat
@InfoGujarat
@InfoSuratGOG
સુરત જીલ્લામાં થયેલ અતિભારે વરસાદને કારણે વાણિજ્ય, વેપાર અને સેવાકીય અસરગ્રસ્તો ને થયેલ નુકશાની માટે જનહિતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્રારા તા.૧૫/૭/૨૦૨૬ ના રોજના ઠરાવથી આર્થિક તેમજ પુનઃ વસન સહાય પેકેજ જાહેર કરવામાં આવેલ છે.
ઉક્ત ઠરાવ મુજબ લારી/રેકડી/કેબીન/નાની-મોટી દુકાન એમ કુલ-૭ પ્રકાર મુજબ અલગ અલગ સહાય જાહેર કરેલ છે.
તે કેટેગરી-૧ થી ૪ મુજબની ઉચ્ચક સહાય તથા કેટેગરી-૫ થી ૭ મુજબની વ્યાજ સહાય મેળવવા અરજી કરવા અંગે જીલ્લા વહીવટી તંત્ર-સુરત તથા સુરત મહાનગરપાલિકા દ્રારા આયોજન કરવામાં આવેલ છે. ઉક્ત મુજબની સહાય મેળવવા અરજી કરવાની Weblink https://t.co/9Ea637R3bL શરૂ કરવામાં આવેલ છે. જે લિન્ક કલેક્ટર-સુરતની વેબ સાઇટ https://t.co/9lb3IUWVez તેમજ https://t.co/sJtZYxG1qA અને સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ https://t.co/UfBHtslsw8 માં POP UP તરીકે મૂકવામાં આવેલ છે. ઉક્ત લિન્ક પર ક્લિક કરીને લિન્ક ઓપન કરી મોબાઈલ નંબર આધારે login કરી નામ-સરનામું, ધંધાના સ્થળની વિગત તેમજ લારી/રેકડી/કેબીન/નાની-મોટી દુકાન નો પ્રકાર તેમજ થયેલ નુકશાની ની વિગત અને બેન્ક એકાઉન્ટની વિગત ભરીને સહાય અરજી કરવાની પ્રક્રિયા ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
વેબલિન્કમાં ગુજરાતી/હિન્દી/ઇંગ્લિશ માં ટાઈપ કરવાથી વિગતો આપમેળે ગુજરાતીમાં લખાઈ જશે અને ફોર્મ સબમિટ થયા પછી તે અંગેની વિગતોનું ફોર્મ PDF જનરેટ કરી ડાઉનલોડ કરી શકાશે.
ધંધાના સ્થળના લોકેશન પર સર્વેયર ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ કમિટી દ્રારા અરજી અંગે નિર્ણય લઈ સહાય ચુકવણી અંગે કાર્યવાહી કરવામાં આવશે. જે અંગેનું સ્ટેટસ ઉક્ત લિન્કમાં login કરી જોઈ શકાશે.
ઉચ્ચક રોકડ સહાય માટે અરજી કરવાની સમયમર્યાદા તા.૩૦/૯/૨૦૨૬ સુધીની છે (કેટેગરી-૧ થી ૪)
વ્યાજ સહાય સહાય માટે અરજી કરવાની સમયમર્યાદા ઠરાવ તારીખ થી ૬-મહિના સુધીની છે (i.e તા.૧૫/૭/૨૦૨૬ થી તા.૧૪/૦૧/૨૦૨૭ સુધી)
સહાય મેળવવા ONLINE અરજી કરવાની Weblink https://t.co/9Ea637R3bL
@CMOGuj@sanghaviharsh@revenuegujarat@InfoGujarat@InfoSuratGOG
જાહેર સૂચના
આપ સૌને જાણ કરવામાં આવે છે કે સુરત જ��લ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ થી અસરગ્રસ્ત વાણિજ્ય હેતુ ધરાવતી સંસ્થાઓને સરકારી સહાય માટે અરજી કરવાની પ્રક્રિયા સરળ અને સુલભ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર, સુરત અને સુરત મહાનગર પાલીકા દ્વારા SDRP પોર્ટલ કાર્યાન્વિત કરવામાં આવ્યું છે.
આ પોર્ટલના માધ્યમથી અરજદારો ઓનલાઈન અરજી કરી શકશે તેમજ અરજીથી લઈને સમગ્ર પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરી શકશે.
અસરગ્રસ્ત તમામ પાત્ર વાણિજ્ય હેતુ ધરાવતી સંસ્થાઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ SDRP પોર્ટલનો ઉપયોગ કરીને સમયમર્યાદામાં પોતાની અરજી નોંધાવે અને સરકાર દ્વારા ઉપલબ્ધ સહાયનો લાભ મેળવે.
પોર્ટલ લિંક:
https://t.co/m5MbsiIzB1
આજરોજ સુરત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરીંગ કમિટી(દિશા)ની બેઠક સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાઈ. જેમાં સાંસદશ્રીએ કેન્દ્ર પુરસ્કૃત વિવિધ ��નકલ્યાણ યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી. બેઠકમાં સાંસદશ્રીએ કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના તમામ લોકોને મળી રહે તે દિશામાં આયોજન કરી પાયાની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવાની હિમાયત કરી હતી.
@CMOGuj
@sanghaviharsh
@revenuegujarat
@InfoGujarat
@InfoSuratGOG
'સ્ટ્રેટેજિક રોડમેપ-2030': ગિફ્ટ સિટીના સર્વગ્રાહી વિકાસનું લક્ષ્ય
માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શ��� હેઠળ ગિફ્ટ સિટીના ટકાઉ અને લાંબાગાળાના વિકાસ માટે તૈયાર કરાયેલા 'સ્ટ્રેટેજિક રોડમેપ-2030' હેઠળ વૈશ્વિક કનેક્ટિવિટી અને ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટને મળશે વેગ...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરત જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની ��્થિતિથી અસરગ્રસ્ત વેપાર, વાણિજ્ય અને સેવાકીય એકમોને પૂર્વવત કરવા ઉદારતમ પુનઃવસન સહાય પેકેજ જાહેર કર્યું...
પુનઃવસન સહાય પેકેજની વિગતો આપતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે,
🔹 લારી/રેંકડી, નાની કેબિન, મોટી કેબિનધારકોને ઉચ્ચક રોકડ સહાય અપાશે.
🔹 છેલ્લા ત્રિમાસિકનું GST રીટર્ન ભરેલ હોય તેવા દુકાનધારકોને ઉચ્ચક રૂપિયા 1 લાખની રોકડ સહાય ચૂકવાશે. તા. 30/09/2026 સુધીમાં અરજી કરવાની રહેશે.
🔹 જેમણે છેલ્લાં ત્રિમાસિકનું GST રીટર્ન ભરેલ હોય તેવા અસરગ્રસ્તોએ વ્યાજ સહાય મેળવવા માટેની અરજી પેકેજનો ઠરાવ થયાની તારીખથી છ માસ સુધીમાં અરજી કરવાની રહેશે.
🔹 સુરત શહેરના અસરગ્રસ્ત રહેણાંક અને વાણિજ્ય વિસ્તારો માટે એક વર્ષ માટે વેરા માફ કરવાનો નિર્ણય.
🔹 અત્યારસુધીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં 19256 પરિવારોને ઘરવખરી સહાય અને 39237 વ્યક્તિઓને કેશડોલ પેટે કુલ 13.15 કરોડ રૂપિયાની રોકડ સહાય ચૂકવાઈ.
#Surat #GujaratInformation
• ઈ–ગવર્નન્સ, ઇફેક્ટિવ ગવર્નન્સને અનુસરતા ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે,
એક QR આધારિત ફીડબેક સિસ્ટમ, REVA – એટલે કે Revenue Voice and Assistance.
• મહેસૂલી કચેરીઓની સેવાઓ અંગે નાગરિકોને સીધા પ્રતિભાવો આપવાની ડિજિટલ વ્યવસ્થા એટલે REVA.
@MLASanjaysinh
*તા.૧૨મી જૂલાઈના રોજ શહેરના છ તાલુકામાં ૩૬૯૦ લાભાર્થીઓને કુલ રૂ. ૮૩.૯૩ લાખથી વધુની આર્થિક સહાય પેટે કેશડોલ્સ-ઘરવખરી સહાયનું વિતરણ*
-------------
*અત્યાર સુધીમાં શહેરના છ તાલુકામાં ૨૦૭૪૫ અસરગ્રસ્તોને કુલ રૂ. ૪.૬૮ કરોડથી વધુની આર્થિક સહાયની ચૂકવણી કરાઈ*
-------------
સુરત શહેરમાં અને તેના આજુબાજુના વિસ્તારોમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિને ધ્યાને રાખીન��, રાજ્ય સરકારના દિશા-નિર્દેશો અનુસાર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત નાગરિકોને ત્વરિત આર્થિક રાહત આપવાની કામગીરી અત્યંત વેગવંતી બનાવવામાં આવી છે. સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારના મ��ર્ગદર્શન હેઠળ તા.૧૨મી જુલાઈના રોજ શહેરના છ અસરગ્રસ્ત તાલુકાઓમાં કુલ ૩૬૯૦ અસરગ્રસ્ત લાભાર્થીઓને કુલ રૂ. ૮૩.૯૩ લાખથી વધુની આર્થિક સહાય પેટે કેશડોલ્સ તેમજ ઘરવખરી નુકસાનીની સહાય ચૂકવવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેરના છ તાલુકામાં કુલ ૨૦૭૪૫ અસરગ્રસ્તોને કુલ રૂ. ૪.૬૮ કરોડથી વધુની આર્થિક સહાયની ચૂકવણી કરવામાં આવી છે.
આજરોજ હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત સાંજના ૫.૦૦ વાગ્યા સુધીમા શહેરના ૬ અસરગ્રસ્ત તાલુકા વિસ્તારોમાં કુલ ૨૪૫૯ લાભાર્થી કુટુંબોને ત્વરિત આર્થિક રાહત પૂરી પાડવા માટે રૂ. ૨૨.૧૩ લાખથી વધુની કેશડોલ્સ સહાય ચૂકવવામાં આવી છે. તાલુકાવાર વિગતો જોઈએ તો, કતારગામ તાલુકામાં ૨૮ અસરગ્રસ્તોને રૂ. ૨૫૨૦૦, પુણા તાલુકામાં ૮૪૯ લાભાર્થીઓને રૂ. ૭.૬૪ લાખથી વધુની રોકડ સહાય ચૂકવવામાં આવી છે. મજુરા તાલુકામાં ૧૮૪ લાભાર્થીઓને રૂ. ૧,૬૫,૬૦૦ તેમજ અબ્રામા તાલુકામાં ૧૦૮ લાભાર્થીઓને રૂ. ૯૭૨૦૦ સહાય પેટે ચૂકવાયા છે. સૌથી વધુ સહાય ઉધના તાલુકામાં ૧૨૯૦ અસરગ્રસ્તોને રૂ.૧૧.૬૧ લાખથી વધુની રોકડ કેશડોલ્સ સહાય ચૂકવીને પૂરપીડિતોને આફતના સમયે મોટી રાહત આપવામાં આવી છે. વિશેષ રૂપે, આજે દિવસ દરમિયાન સર્વેની કામગીરીની સાથે-સાથે વહીવટી તંત્ર દ્વારા ઘરવખરી સહાય પણ ચૂકવવામાં આવી છે. #surat #infosurat #gujarat #gujaratinformation
@CMOGuj
@sanghaviharsh
@revenuegujarat
@InfoGujarat
@InfoSuratGOG
સુરતના અસરગ્રસ્ત વિસ્તારોમાં પહ��લા જ દિવસે ૨,૫૦૦ થી વધુ પરિવારોને ₹૧.૫ કરોડની કેશડોલ અને ઘરવખરીનું વિતરણ. જ્યાં સુધી દરેક અસરગ્રસ્ત વિસ્તારના ઘર સુધી કેશડોલ નહીં પહોંચે ત્યાં સુધી આ કાર્ય અટકવાન��ં નથી. બાકીના વિસ્તારોએ ચિંતા કરવાની જરૂર નથી, તંત્ર આપની સાથે છે.
#surat #flood #help #Government
@CMOGuj
@sanghaviharsh
@revenuegujarat
@InfoGujarat
@InfoSuratGOG