#Gujarat
અભિપ્રાય
નિવૃત્ત શિક્ષકોને કરાર પર રાખવાનો સરકારનો નિર્ણય એ અપરિપક્વતા છે
નિર્ણય લીધા પહેલા એની અસર શું આવશે એની ચિંતા નથી કરી
કાયમી ભરતી ત્યારબાદ જ્ઞાન સહાયક છતાં ખાલી જગ્યાઓ રહે છે એનો મતલબ કે શિક્ષકોની જગ્યાઓ વધુ ખાલી છે
જો જગ્યાઓ આટલી બધી ખાલી છે તો ભરતી કેમ ન કરી
સમયાંતરે ભરતી સરકારે કરી હોત તો આજે આ પરિસ્થિતિ ન હોત
લાંબા સમયથી કાયમી ભરતી ન થઈ અને શિક્ષકો નિવૃત્ત થવાની પ્રક્રિયા શરૂ રહી તેના કારણે જગ્યાઓ વધુ ખાલી થઈ
નિવૃત્ત શિક્ષકોના નિર્ણય થી ઉમેદવારો અને શિક્ષક સંઘો પણ સહમત નથી
સૂત્રો કહે છે કે કેટલાક અધિકારીઓની સલાહથી સીધો નિર્ણય કરાયો છે
હાલની પરિસ્થિતિ જોતા સરકાર આ નિર્ણય પાછો ખેંચે તો નવાઈ નહીં
હાલ જે શિક્ષિત ઉમેદવારો છે એમને કરાર પર રાખી હંગામી વ્યવસ્થા માટે જગ્યાઓ ભરવી જોઈએ ... નિવૃત્ત શિક્ષકો સ્વેચ્છાએ સેવા આપી શકે છે
હજુ પણ દર વર્ષે નિયમિત ભરતી પ્રક્રિયા ચાલુ રાખે તો આ ઘટ્ટ નિવારી શકાશે
#Remove_Fixpay_in_gujarat#remove_fixpay_in_gujarat
"ફિક્સ પે: ગુજરાતના વિકાસનો ઢોલ અને શોષણની ચાબુક"
👆🏻પૂરા ભારતમાં આ મુદ્દો ટ્રેન્ડ થઈ રહ્યો છે ત્યારે ઘણા લોકો સોશિયલ મીડિયા ઉપર જે ફિક્સ પે પ્રથાને લઈને ભ્રમ ફેલાવી રહ્યા છે તથા ઘણા ફિક્સ પે ના પગારદારો જે ખોટા ખર્ચ ના વિતર્ક આપી રહ્યા છે એના માટે અમુક તાર્કિક વાત 👇🏻
🛑📌#ફિક્સ_પે પ્રથા દૂર કરવાની માંગણી શા માટે ?❓❓
📌આ માંગણી અન્ય રાજ્યોની સામે ગુજરાતની ભેદભાવની નીતિ સામે છે. પૂરા ભારતમાં ફક્ત ગુજરાતના કર્મચારીઓ માટે જ ફિક્સ પે નામની કુવ્યવસ્થા શા માટે ?
📌 "મોસાળ માં જમણવાર, અને પીરસનાર માં" છે તો આવું ઓરમાયું વર્તન વાઈબ્રન્ટ ગુજરાતના કર્મચારીઓ સાથે કેમ ?🤔
📌ભારતના બીજા રાજ્યોની #સાપેક્ષમાં ગુજરાતમાં #પગારધોરણ પણ ખૂબ ઓછું છે. બીજા રાજ્યોમાં શિક્ષક, કલાર્ક, પોલીસ કોન્સ્ટેબા, કે વર્ગ 3 ના આરોગ્ય કર્મચારી તરીકે પણ નોકરી લાગો તો 40 હજાર કરતા વધારે પગાર મળતો હોય છે.
📌બીજા રાજ્યોની જેમ મોડલ સ્ટેટ ગુજરાતના કર્મચારી પણ સરકારના હાથ પગ જ છે માટે "ઘર ના છોકરા ઘંટી ચાટે....પાડોશી ને આંટો..." આવી નીતિ પણ ન હોવી જોઈએ.🤔
👆🏻એટલા માટે અન્ય રાજ્યોની સાપેક્ષ માં મોડલ સ્ટેટ ગુજરાતમાં ફિકસ પે નીતિનો વિરોધ છે.
🛑જે ઓછા પગાર સામે તોતિંગ ખર્ચનો ખોટો તર્ક આપી રહ્યા છે એના માટે અમુક તાર્કિક વાત 👇🏻
📌ફિક્સ પે ના પગારદારો કે ભાજપ આઇટી સેલના અમુકુ ટ્વીટર આઇડી જે કહી રહ્યા છે કે અમારો પગાર 26000 છે અને મકાન ભાડું 25000 છે તો કેમ પૂરું કરવું ? બીજા ખર્ચા છે ને કેમ પોહચી વળવું ?
👆🏻તે મિત્રોને એટલું જ કહેવાનું આવા નવાબી શોખ રાખવાની કોઈ જરૂર નથી.
👆🏻અમે ગુજરાતના પાટનગર ગાંધીનગર માં રહીએ છીએ અહીંયા પણ 2 BHk સુધીની સારી સુવિધા વાળુ રહેવા લાયક મકાન કે ફ્લેટ વધુ માં વધુ 12000 સુધી મળી જાય છે.એટલે બીજા જિલ્લા માં પણ આના કરતાં ઓછા ભાડે મળી જતા હશે એવું માનું છું. બાકી બિઝનેસ ક્લાસની મુસાફરી કે સુવિધા જોઈતી હોય બિઝનેસ પણ કરી શકો છો.
👆🏻માટે આવા તર્ક વગરની વાતો રહેવા દો, અને મુખ્ય જે મુદ્દો છે એને વળગી સત્ય અને તથ્ય આધારે ન્યાયપૂર્ણ વાત કરો તો જીત મળશે.
📣 મોટી વાત એ છે કે – ફિક્સ પે એ માત્ર પગારની ચર્ચા નથી, એ છે માનવ અધિકાર, શ્રમનું માન અને #કર્મચારીનો_હક્કની વાત છે.
🔷 ભારતના બીજા તમામ રાજ્યોમાં ફરજ બજાવનાર કર્મચારીને નિયમિત પગાર, ભથ્થાં, ગ્રેચ્યુઈટી, પેન્શન જેવી બધી સુવિધાઓ મળે છે.ત્યારે ગુજરાતના કર્મચારીઓને ફિક્સ પે પ્રથા જેવી શરમજનક શરતો શા માટે ? આ ફિક્સ પે નીતિ એ ગુજરાતની અસ્મિતા પર એક કલંક છે. એક એવું કલંક જે હજારો કર્મચારીઓના ચિત્કારને દબાવી દે છે.
📌ગુજરાત, એ રાજ્ય છે જેના નામે "#વિકાસ_મોડેલ"નો ઢોલ દેશભરમાં વગાડવામાં આવે છે. ચમકતા ફ્લાયઓવર, ભવ્ય ઔદ્યોગિક ઝોન, અને "વાયબ્રન્ટ ગુજરાત"ની ચળકતી બ્રાન્ડિંગ! પણ આ ચળકાટની પડછાયામાં એક એવું અંધારું સત્ય દબાઈ રહ્યું છે, જેનું નામ છે **ફિક્સ પે પ્રથા**—એક એવી નીતિ જે ગુજરાતના કર્મચારીઓની મહેનતને મજાક બનાવે છે, અને વિકાસના નામે શોષણની ચાબુક ચલાવે છે. આપણે એવા દેશમાં રહીએ છીએ જ્યાં ભારતનું સંવિધાન "કલ્યાણકારી રાજ્ય"નું સ્વપ્ન દેખાડે છે. પરંતુ ગુજરાતમાં આ સ્વપ્ન ફક્ત કાગળ પર જ રહે છે. અહીં તો "શોષણકારી રાજ્ય"ના નિયમો ચાલે છે. એટલા માટે ફિક્સ પે પ્રથા દૂર થવી ખૂબ જરૂરી છે.
#Remove_Fix_Pay
#Remove_Fix_Pay_Gujarat
#FixPayIsExploitation
#Remove_Fixpay_in_gujarat #REMOVE_FIX_PAY_IN_GUJARAT
#Gujarat
@Bhupendrapbjp@kuberdindor@irushikeshpatel@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@jigneshmevani80@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@Chaitar_Vasava@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@GenibenThakor@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9
રાજ્યના તમામ IAS, IPS અધિકારીઓ અને સચિવોને ફિક્સ પગારમાં રાખ્યા હોય તો ખબર પડે કે #Remove_Fixpay_in_gujarat ની કેમ તાતી જરૂરિયાત છે!
હે શોષણખોરો હવે તો સુધરો! @CMOGuj
#સમાન_કામ_સમાન_વેતન મેળવવા નિર્ણાયક લડાઈ લડવાનો સમય આવી ગયો છે.
કર્મચારીઓની વર્ષોની પીડા અને શોષણ સામેની લડાઈમાં હંમેશા @IncGujarat સાથે રહી છે.ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ અને આઉટ સોર્સિંગ પ્રથા નાબૂદ કરવા અમે સંકલ્પબદ્ધ છે.
મારું #remove_fixpay_in_gujarat અભિયાનને સમર્થન છે
ગુજરાતમાં લાખો કર્મચારીઓ ફિક્સ પગાર પર કામ કરે છે, આરોગ્ય, શિક્ષણ અને પંચાયત વિભાગોમાં.
2024માં કેબિનેટ બેઠકમાં ફિક્સ પગારનો સમયગાળો ઘટાડવાની ચર્ચા થઈ, પરંતુ કોઈ નક્કર નિર્ણય લેવાયો નહીં, જે વહીવટી નિષ્ક્રિયતા દર્શાવે છે.
#Remove_Fixpay_in_gujarat#ભરતી#ફિક્સ_પે@CMOGuj
ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ને વિનંતી કે વિકસિત ગુજરાતના યુવાનોનું આર્થિક અને માનસિક શોષણ કરતી #ફિક્સ_પે નીતિ નાબૂદ કરીને મક્કમ નિર્ણય લેશો એવી વિનંતી. #remove_fixpay_in_gujarat@CMOGuj
"છેલ્લા 25 વર્ષથી ગુજરાતના યુવાઓને ફિક્સ-પેના નામે શોષણ નીતિને હવે તાત્કાલિક નાબૂદ કરવી જ જોઈએ. ક્યાં સુધી સુધી યુવાનોને ન્યાયથી વંચિત રાખશો? હવે ગુજરાતના યુવાનો જાગી ગયા છે — હવે ફિક્સ-પે દૂર કરો!"
#Remove_Fixpay_in_gujarat