૦૭/૦૬/૨૬ની પરીક્ષામાં ઉમેદવાર પારદર્શક પાઉચ, પારદર્શક પેડ, પારદર્શક પાણીની બોટલ, પાઉચમાં રોકડ અને પોતાનું ઓળખ કાર્ડ સાથે રાખી શકશે, પરંતુ વોલેટ, સ્માર્ટ વોચ કે અન્ય ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જેવી પ્રતિબંધિત સામગ્રી સાથે રાખી શકશે નહીં.
રાજ્યના મહેસુલ વિભાગના કર્મયોગીઓ સાથે નવી ઊર્જા અને નવા સંકલ્પોનો સમન્વય!
મહેસુલ વિભાગના કર્મનિષ્ઠ કર્મચારીઓની 'ચિંતન શિબિર' ના સમાપન પ્રસંગે સહભાગી થઈ સૌ સાથીઓ સાથે સીધો સંવાદ સાધ્યો. પ્રત્યેક વિભાગની કાર્યપદ્ધતિ એવી હોવી જોઈએ કે નાગરિકને કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને કચેરી પોતે જ નાગરિકોના પ્રશ્નોના ઉકેલ માટે સજ્જ હોય અને વિશેષમાં સરકારી તંત્રની સફળતાનો આધાર તેના કર્મચારીની નિષ્ઠા અને સક્રિયતા પર હોય છે.
આ શિબિર રાજ્યના વિકાસમાં મહેસુલ વિભાગની ભૂમિકાને વધુ વેગવંતી બનાવવાનું એક સબળ માધ્યમ બની રહેશે તેવો વિશ્વાસ છે. વિકસિત ગુજરાતના નિર્માણ માટે નવીન વિચારો અને ટેકનોલોજીના વિનિયોગ સાથે આગળ વધવા બદલ વિભાગને અભિનંદન.