🫂 LRD ભરતી 2025 – “#OPT_OUT” માટે લાગણીસભર અપીલ
“એક OPT OUT = એક પરિવારનું સપનું સાકાર”
“OPT OUT – ત્યાગ નહીં, દાયિત્વ”
અલગ અલગ ભરતીના પ્રિય કોમન ઉમેદવાર મિત્રો,
આજે રાજ્યની મોટાભાગની ભરતીમાં એક જ સમસ્યા ઘેરવતી જાય છે એક જ ઉમેદવાર અનેક ભરતીમાં પસંદ થાય છે, પરંતુ અંતે પોતાની ઈચ્છા મુજબ ઊંચી કેડરની નોકરી જ પસંદ કરે છે. પરિણામે, LRD જેવી ભરતીમાં સોંથી વધુ સીટો અનાવશ્યક રીતે બ્લોક થતી જાય છે, જ્યારે બીજી તરફ બોર્ડર વિસ્તારમાંથી આવેલા સાચા જરૂરિયાતમંદ યુવાનો માત્ર એક તકની રાહમાં નિરાશ થવા મજબૂર બને છે.
LRD જેવી multi-cadre ભરતીમાં waiting list નથી.
તમે સીટ છોડો નહિ ત્યાં સુધી બીજા ઉમેદવારનો હક અટકી રહે છે. જો તમે આજે નોકરીમાં છો એટલે ખબર છે બેરોજગારીનો દાઝ કેટલો નિર્દયી હોય છે. તમારો એક “OPT OUT” કોઈકના પરિવારના ભવિષ્યને ઉજાસ આપી શકે છે.
🤝 અમારી નમ્ર વિનંતી
જો તમે…
✔ પહેલેથી જ સરકારી ��ોકરીમાં છો,
✔ અથવા CCE / PSI / AMC / High Court / GPSC / શિક્ષક જેવી ઉચ્ચ ભરતીમાં પસંદ થયા છો,
✔ અથવા fixed pay પર સેવા આપી રહ્યા છો અને આગળની મોટી તક માટે તૈયાર છો,
👉 તો LRD ભરતી 2025 માં યોગ્ય કેડર ન મળે અથવા તમે ઉત્તમ હોદ્દા પર હો, તો કૃપા કરીને OPT OUT કરો.
આ ત્યાગ નથી. આ સમાજ પ્રત્યેનો નૈતિક ફરજ છે.
આ કોઈકના જીવનમાં પ્રકાશ પ્રગટાવવાનો અવસર છે.
🌟 OPT OUT = #Opportunity_For_One_More_Life
એક ખાલી સીટ ≠ એક પરિવારને રોજગારી
એક ખાલી સીટ = એક ઘરના સપના, એક બાળકોનો ભવિષ્ય, એક પરિવારની આશા
🙏 મિત્રો,
ઘણાં ભરતી બોર્ડની ભૂલોથી repetition થતું હોય છે, waiting list ન હોય છે, scheduling clash હોય છે, પરંતુ આ તંત્રની ખામીઓથી બીજો બેરોજગાર સજા ભોગવે એ યોગ્ય નથી.
અપણે પોતાના સ્તરે ઓછામાં ઓ���ું એક નૈતિક નિર્ણય લઈ શકીએ છીએ.
તમારા નિર્ણયથી જો કોઈકના ઘરમાં રોજગારનો દીવો પ્રગટે
તો એ જ સાચી ઉજવણી. એ જ સાચો અજવાળો.
✍🏻 યુવરાજસિંહ જાડેજા
#એકસીટ_એકજીવન
#OPT_OUT #LRD2025 #FairChanceForAll #NoSeatBlocking #YouthEmployment #OpportunityForAll #GPRB #LRD2025_OPT_OUT
#opt out કરી નાખજો ભાઈઓ 2022 ભરતી જેવું ન કરતા
2022 માં 1200+ લોકો જિલ્લાની રાહે બેઠા સારી પોસ્ટની રાહે બેઠા અને અંતે ટ્રેનિગમાં હાજર ન થયા એનું પરિણામ એ આવ્યું કે 1200+ જગ્યા ખાલી રહી
મતલબ કે તમારી માટે ખાલી એક જગ્યા છે પરંતુ પોઈન્ટ માટે રહી જતો હોઈ એના માટે આખી જિંદગી છે
👮🏻♂️LRD ભરતી 2025 – “#OPT_OUT” માટે લાગણીસભર અપીલ...
આવતી કાલે opt out કરવા માટે નો છેલ્લો દિવસ છે બાકી છે બધા opt out કરે એવી વિનંતી...
સરકારશ્રી ને એક લાગણીભરી વિનંતી કે Psi નું પરીણામ સત્વરે જાહેર કરો સાથે opt out ની મુદ્દત પણ વધારો..
તાજેતરમાં #LRD ની પ્રોવિઝનલ લિસ્ટ જાહેર કરવામાં આવી છે. હાઈકોર્ટ એસિસ્ટન્ટ, AMC, #CCE ગ્રુપA/ B પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોના નામ પણ સામેલ છે.
તમામ ઉમેદવારોને વિનંતી કરીએ છીએ કે જો તમે કૃપા કરીને LRDની પ્રોવિઝનલ લિસ્ટમાંથી #OPTOUT કરો, જેથી અન્ય ઉમેદવારોને તક મળી શકે.
પોલીસ ભરતી બોર્ડ અમે વિદ્યાર્થીઓ વિનંતી કરીએ છીએ ચાલુ ભરતી PSI અને LRd જલ્દી પૂર્ણ કરો સાથે OUP PUT ઓપ્શન પણ આપો જેથી વધારે વિદ્યાર્થીઓ નોકરી તક મળે.. #LRd#PSI@GPRB_GNR
મિત્ર જે રીતે તમે અને તમારી ટીમ દ્વારા CCE માં OPT OUT માં મહેનત કરી ને 400-500 લોકો ને નોકરી અપાવી એમની ઘરથી મહાત્મા મંદિર સુધીની સફરમાં ભા��ીદાર બન્યા છ�� એવી જ રીતે પોલીસ ભરતીમાં પણ જો ઓપ્શન આપે તો opt out કરવામાં મદદ કરશો એવી અપેક્ષા સહ...🙏🙏❤️
#પોલીસ ભરતી બોડે ને વિદ્યાર્થીઓ ની એક વિનંતી છે હવે ફાઇનલ રીઝલ્ટ માં સમય તો લાગ્યો છે પણ એકવાર જે અન્ય પરીક્ષા માં પાસ છે તેવા વિદ્યાર્થીઓ માટે #OUPPUT ઓપ્શન જરૂર આપજો જેથી કરી ને અન્ય વધારે વિદ્યાર્થીઓ સરકારી નોકરી તક મળે..
#LRd#PSI#GujaratPolice@GPRB_GNR
#પોલીસ ભરતી મહા અભિયાન 2025
ભરતી બોર્ડ ને વિદ્યાર્થીઓ ની ન્રમ વિનંતી છે જલ્દી #PSI નું #ડોક્યુમેન્ટ બાબતે અને #LRD ફાઇનલ મેરિટ બાબતે ભલે વાર થવાની હોય પણ અપડેટ આપી દે આટલા સમય માં બધું આવી જશે. તો વિદ્યાર્થીઓ ચિન્તા દૂર થઈ જાય.
@GPRB_GNR#GujaratPolice