આજુબાજુ કેટલાક ગામોના લોકો આ મુખ્ય માર્ગ થી ઘણા જ હેરાન છે, છેલ્લા 5 વર્ષથી અનેકવાર એક્સીડન્ટ થયેલા છે. આમ રજૂઆત છતા તંત્ર હોય કે નેતા કોઈ સાંભળતું નથી.. આપ સાહેબશ્રી ને અપીલ છે કે બિસ્માર રસ્તાને લિધે કોઈનું મૃત્યુ થાય એ પહેલાં આ મુખ્ય માર્ગ બનાવવામાં આવે એવી નમ્ર વિનંતી છે
આ મુખ્ય માર્ગ બન્યો ત્યારે પણ તેની કોઈ ચકાસણી કરેલ નથી અને દર વર્ષે રજૂઆત કરવા છતાય આ રસ્તો નવો બનાવતા નથી, દર વખતે ખાલી સમારકામ ના નામે પથ્થર માટી નું મિક્ષ્ચર નાખી જાય અને તેના ઉપર પાતળો ડામર ફાતરી ને જતા રહે છે.
આ માર્ગ ઉપર આ વર્ષે 4 વાર સમારકામ કરેલ છે, અમે આ માર્ગ ઉપર રોજ પસાર થઈએ છીએ અને અમે જોયું છે કે રસ્તા બનાવ્યો હતો તે સમયે પણ હલકી કક્ષાનુ મટીરીયલ ઉપયોગ કરી ને માર્ગ બનાવ્યો હતો જેમાં ભ્રષ્ટાચાર આંખે ઉડીને જોવાય છે અને સમારકામ મા પણ ભ્રષ્ટાચાર કર્યો છે.
આજુબાજુ કેટલાક ગામોના લોકો આ મુખ્ય માર્ગ થી ઘણા જ હેરાન છે, છેલ્લા 5 વર્ષથી અનેકવાર એક્સીડન્ટ થયેલા છે. આમ રજૂઆત છતા તંત્ર હોય કે નેતા કોઈ સાંભળતું નથી.. આપ સાહેબશ્રી ને અપીલ છે કે બિસ્માર રસ્તાને લિધે કોઈનું મૃત્યુ થાય એ પહેલાં આ મુખ્ય માર્ગ બનાવવામાં આવે એવી નમ્ર વિનંતી છે.