🌞🌄"'સૂરજના' જીવનમાં સુખનો સૂરજ ઉગ્યો"🌄🌞
📜"જેમ સોનું અગ્નિમાં તપીને કુંદન બને છે, તેમ સૂરજ આજે સંઘર્ષની ભઠ્ઠીમાં તપીને સફળતાનો સૂરજ બનીને ઉગ્યો છે."📜
💐જામનગરને મળશે એક સાચો શિલ્પી....
મારા પરમમિત્ર સૂરજને જામનગર ખાતે શિક્ષક તરીકે નિમણૂક મળી છે, તે બદલ હૃદયના અતલ ઊંડાણથી અભિનંદન! જે��ે રસ્તા પર રહીને ન્યાયના પાઠ ભણાવ્યા હોય, એ વર્ગખંડમાં જઈને રાષ્ટ્રનું નિર્માણ કેવી રીતે કરશે એ કલ્પના જ ગર્વ અપાવે તેવી છે.
આજે જ્યારે મારો પરમ મિત્ર સૂરજ સોની જામનગરમાં શિક્ષક તરીકે ઓર્ડર લઈને ઉભો છે, ત્યારે મને એ દિવસો યાદ આવે છે જ્યારે આંદોલનના મેદાનમાં હવામાં લાઠીઓ વીંઝાતી હતી ત્યારે મેદાનમાં બેખોફ ગર્જના કરતો એ હતો સૂરજ સોની. આજે જે ખુશી છે એ માત્ર એક નોકરી મળવાની ખુશી નથી, પણ એક સાચા, નિઃસ્વાર્થ અને અડીખમ યોદ્ધાના ન્યાયની ખુશી છે. "સૂરજ સોની" એક એવું નામ જે ગુજરાતની શિક્ષક ભરતીના આંદોલનોમાં માત્ર ચહેરો નહીં, પણ એક મજબૂત આધાર સ્તંભ બનીને ઉભો રહ્યો.
🦁આજે દુનિયા ફક્ત પરિણામને જોવે અને સફળતાને પૂજે છે, પણ આ સફળતા પાછળના કાળા ડાઘ અને લોહીના ટીપાં મેં નજીકથી જોયા છે, સૂરજ નિઃસ્વાર્થ ભાવે લડતો હતો. મેં જોયું છે કે જ્યારે પોલીસના દંડા વરસતા, ત્યારે કહેવાતા અનેક ખેરખાંઓ મહિલાઓના પલ્લુ પાછળ સંતાઈ જતા, પણ આ સૂરજ છાતી કાઢીને લાઠીઓ સામે ઉભો રહેતો.
🛡️સાથે આંદોલનો કર્યા છે, સાથે અટકાયતો વહોરી છે. પોલીસની ક્રૂરતા પણ જોઈ છે, શિક્ષણ અધિકારીઓના ગેરવર્તનને ગળી જઈને પણ આશાવાદી રહેતા જોયો છે. દિલીપ, નેહા અને સૂરજની એ ત્રિપુટીને કોણ ભૂલી શકે? રસ્તાઓ પર રેલીઓ હોય, સરકાર સામે ન્યાયની માંગણી હોય કે કડ��ડતી ઠંડીમાં આંદોલનની રાતો... સૂરજ સોનીએ માત્ર પોતાની નોકરી માટે નહીં, પણ હજારો બેરોજગાર યુવાનોના ભવિષ્ય માટે લોહી-પરસેવો એક કર્યો છે. પોલીસનું દમન સહ્યું, અનેક ત્યાગ આપ્યા, પણ ક્યારેય મેદાન છોડીને ભાગ્યો નહીં.સૂરજ તો 'પરમાર્થ' માટે ગુજરાતના હજારો બેરોજગારોના હક માટે પોતાના ખર્ચે લડતો કદાચ એટલે જ આજે એનું પરિણામ એને મળ્યું છે.
🏠એક ��ાજુ ઘરનો આર્થિક બોજ, પરિવારની આશાભરી આંખો અને બીજી બાજુ રસ્તા પરનો સંઘર્ષ. આટલી માનસિક તાણ હોવા છતાં ક્યારેય હિંમત હારી નથી. એના માટે આ ઓર્ડર એ માત્ર કાયમી શિક્ષકની નોકરી નથી, પણ એના વર્ષોના ત્યાગ અને સમર્પણનો જવાબ છે.
🌝જામનગરને હવે એક એવો શિક્ષક મળશે જેણે જીવનના પાઠ પુસ્તકોમાંથી નહીં, પણ સંઘર્ષના મેદાનમાંથી શીખ્યા છે. સૂરજની આ સફળતા એ દરેક યુવાન માટે પ્રેરણા છે જે મુશ્કેલીઓ જોઈને હિંમત ���ારી જાય છે.
સૂરજ, તારી આ જીત તારા ધૈર્ય, તારા મમ્મી-પપ્પાના આશીર્વાદ અને તારા અડગ વિશ્વાસનું પરિણામ છે.તને ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ! 💐 દિલથી અભિનંદન, સૂરજ સોની! 🦁 💐
@indiasoni9
"કિંમત એની નથી હોતી જે જીત્યા પછી હાર પહેરે છે,
કિંમત તો એની છે જે બીજાની જીત માટે રણમેદાનમાં જીવ રેડે છે!"
👤#મયુર_ચુડાસમા : શિક્ષક ભરતીના સંગ્રામનો એક 'નિઃસ્વાર્થ' સારથિ✊🏻
ગુજરાતની શિક્ષક ભરતીના ઇતિહાસમાં જ્યારે પણ સંઘર્ષની વાત આવશે, ત્યારે એક નામ સુવર્ણ અક્ષરે લખાશે "મયુર ચુડાસમા".
(વર્તમાન શિક્ષક ભરતીમાં લાગી ગયેલ શિક્ષકો કદાચ હવે આને ઓળખતા પણ નહીં હોય તે કડવી વાસ્તવિકતા છે.)
આ એક એવા યોદ્ધા છે જેણે ક્યારેય પોતાના માટે મેદાન નથી માર્યું, પણ હજારો પરિવારોમાં રોજગારીનો દીવો પ્રગટે એ માટે પોતાની જાતને સંઘર્ષના અગ્નિમાં હોમી દીધી છે.
આ લડાઈ કોઈ નોકરી માટે નહોતી.
આ લડાઈ કોઈ પદ, પ્રતિષ���ઠા કે નેતાગીરી માટે પણ નહોતી.
આ લડાઈ હતી ન્યાય માટે, પારદર્શક શિક્ષક ભરતી માટે, અને આવતી પેઢીના અધિકાર માટે.
મયુર ચુડાસમા એ વ્યક્તિ છે, જેને પૂરેપૂરી ખબર હતી કે,
જો શિક્ષક ભરતી સાચી રીતે થશે,
જો પ્રક્રિયા સંપૂર્ણ ન્યાયસંગત રહેશે,
તો જ સાચા અને હકદાર વ્યક્તિને નોકરી મળશે,
પોતાને નોકરી મળવાની કોઈ લાલસા નહીં.
સ્વાર્થ નહીં, પણ સમર્પણની પરાકાષ્ઠા
દુનિયામાં ઘણા લોકો લડાઈ લડે છે, પણ મોટાભાગની લડાઈઓ પાછળ 'સ્વ' રહેલો હોય છે. કોઈને નેતા બનવું હોય છે, કોઈને પોતાનો ચહેરો ચમકાવવો હોય છે, તો કોઈને માત્ર પોતાની નોકરી મેળવવી હોય છે. પરંતુ મયુરભાઈનો કિસ્સો સાવ અલગ છે. તેઓ એ સત્યથી વાકેફ હતા કે ગમે એવડી શિક્ષક ભરતી આવે તો પણ તેમને વ્યક્તિગત રીતે કોઈ સીધો ફાયદો નથી મળવાનો. તેમ છતાં, તેમણે આ લડાઈને પોતાની બનાવી લીધી અને બેખોફ રીતે પરિણામ કે કેસની પરવાહ કર્યા વગર લડાઈ લડ્યા, આને જ ખરા અર્થમાં 'પરમાર્થ' કહેવાય.
આંદોલનના મેદાનમાં ઊભા રહેવું સહેલું નથી,
ખાસ કરીને ત્યારે, જ્યારે સામે તંત્ર ઊભું હોય.
ગાંધીનગરના રસ્તાઓ સાક્ષી છે કે મયુર ચુડાસમાએ કેટલી વખત પોલીસના ડંડા ખાધા છે. જ્યારે તંત્રના અધિકારીઓ ગેરવર્તન કરતા, જ્યારે પોલીસ અટકાયત કરતી અને જ્યારે જેલની કોટડીઓ ડરાવવાનો પ્રયત્ન કરતી, ત્યારે આ વ્યક્તિ પર્વતની જેમ અને લોખંડી મનોબળ સાથે તંત્રના અત્યાચાર સામે અડીખમ રહ્યો.
ત્યાં ઘણા 'મોસમી નેતાઓ' પબ્લિસિટી માટે આવતા. જ્યારે પોલીસના દં���ા ચાલતા ત્યારે મહિલાઓના પલ્લુ પાછળ સંતાઈ જનારા પણ આ ભરતી એ જોયા છે. પણ એ ભીડમાં મયુર ચુડાસમા ��ને એના જેવા અન્ય બીજા બાહોશ યોદ્ધાઓ, શરીરે ભલે દુબળા હોય પણ, કાળજું વાઘ અને સિંહ જેવું રાખતા.. જે છાતી ઠોકીને આગળ ઉભા રહ્યા. તેમણે માત્ર શારીરિક પીડા જ નથી સહન કરી, પણ આર્થિક અને માનસિક સંઘર્ષ પણ વેઠ્યો છે.
(મયુર ચુડાસમા આજે પણ ખાનગી નોકરી જ કરે છે.)
મયુર ચુડાસમા એ વાતનું જીવંત ઉદાહરણ છે કે ક્રાંતિ લાવવા માટે પદ કે હોદ્દાની જરૂર નથી હોતી, માત્ર એક સાફ નિયત અને મજબૂત #કાળજું જોઈએ. પોતાનો ખર્ચ, પોત��નો સમય અને પોતાની શક્તિ બધું જ તેમણે ગુજરાતના ભાવિ શિક્ષકો માટે અર્પણ કરી દીધું.
સમાજની જવાબદારી :
જેને પોતે કશું મળવાનું નથી,છતાં પણ જે બધાને મળવા માટે લડે એ નેતા નથી, એ યોદ્ધા છે. ઈતિહાસ એવા લોકોને તરત ઓળખતો નથી, મયુર ચુડાસમા જેવા બાહોશ યોદ્ધાઓ ઈતિહાસમાં બહુ ઓછા મળે છે. તેઓ એ પ્રેરણા છે જે શીખવે છે કે જ્યારે બધા મૌન હોય, ત્યારે અન્યાય સામે અવાજ ઉઠાવવો એ જ સૌથી મોટો ધર્મ છે. ગુજરાતના હજારો શિ���્ષકો જે આજે નોકરી કરી રહ્યા છે કે જેઓ આવતીકા��ે પણ જોડાશે, એ દરેકના પગારમાં અને ગૌરવમાં મયુર ચુડાસમાના સંઘર્ષનું એક ટીપું તો એક ટીપું રેડાયેલું છે.
જ્યારે ઘણા લોકો “મને શું મળે?” એ હિસાબમાં વ્યસ્ત હતા,
ત્યારે મયુરે એક જ સવાલ કર્યો
“ગુજરાતના બેરોજગાર યુવાનોને શું મળે?”
🙏🏻મયુરભાઈ, તમારી આ નિઃસ્વાર્થ લડતને દરેક સમાજ અને ગુજરાતનો યુવા વર્ગ આદરપૂર્વક વંદન કરે છે.સલામ છે તારી વીરતાને, સલામ છે તમારા નિઃસ્વાર્થ પ્રેમને!🙏🏻
"વીર એ નથી જે પોતાના માટે લડે છે, વીર તો એ છે જે અન્યના આંસુ લૂછવા માટે આખી સલ્તનત સામે અડીખમ ઉભો રહી જાય." @_Mayur_Chudasma
✍🏻 યુવરાજસિંહ જાડેજા
#MayurChudasama
#નિસ્વાર્થ_યોદ્ધા #સાચો_સંઘર્ષ #સિદ્ધાંતની_લડાઈ
ભારત દેશના સૌથી ગરીબ રાજ્ય બિહારમાં ફિક્સ પગાર નથી છે તો પ્રોબેશન પિરિયડ એ પણ ફક્ત એક વર્ષનો....
સાથે જ ભારતના કોઈપણ રાજ્યમાં બે વર્ષથી વધુ ફિક્સ પગારનો કાર્યકાળ નથી.
તો આપણા વિકસિત અને મોડલ સ્ટેટ ગુજરાતમાં શા માટે??!!
@CMOGuj@sanghaviharsh#Remove_Fix_Pay_Gujarat
🙏🏻 કચ્છ જિલ્લા પસંદગી દરમિયાન ફરી એકવાર સાવચેતીભરી ટકોર 🙏🏻
#EducationDept#TransparencyNeeded
શિક્ષણમંત્રીશ્રી,
અમારા તરફથી અગાઉ પણ આ મુદ્દે લેખિ�� રજૂઆત કરી છે. આજે ગાંધીનગર ખાતે કચ્છ જિલ્લા પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ ફરી એવું દેખાઈ રહ્યું છે કે કેટલાક અધિકારીઓ જૂની જ સ્ટાઇલમાં તમારી આંખમાં ધૂળ નાખવાના મિશન પર છે.
📌 આ મુદ્દો કોઈ ‘નવો’ નથી - પરંતુ ‘નવો બહાનું’ જરૂર બનતો ગયો છે.
શિક્ષણ વિભાગ પાસે
• તમામ ઉમેદવારોની હાજરીનો રેકોર્ડ,
• રેગ્યુલર સર્વિસ,
• રેગ્યુલર ડિગ્રીની સમયરેખા,
• અને મેરિટ ગણતરી માટે જરૂરી તમામ ડેટા ઉપલબ્ધ છે…
તો પછી પણ પારદર્શી Cross Verification કરવાની તેમની ઇચ્છા જ કેમ દેખાતી નથી ?
શું કોઈને બચાવવાનો પહેલેથી જ ‘ઇશારો’ મળી ગયો છે? 🤔
🛑 રજુઆત કરવા આવેલા લાયક ઉમેદવારને મોઢા તોડવાની ધમકી આપવી, પુરાવા માંગવા, રોફ જમાવ���ો - આ વર્તન માત્ર ગેરવહીવટ નહીં, એથી પણ વધારે ગંભીર બાબત છે.
કારણ કે પુરાવા આપવાની જવાબદારી કદી પણ ઉમેદવારની નથી તપાસ કરવાની જવાબદારી શિક્ષણ વિભાગની છે.
❗અને હવે જ્યારે જિલ્લા પસંદગી શરૂ થઈ ગઈ છે, ત્યારે વધુ એક વખત સ્પષ્ટ લાગી રહ્યું છે કે:
“ફુલ-ટાઇમ નોકરી + ફુલ-ટાઇમ રેગ્યુલર ડિગ્રી” કરનારા ઉમેદવારોને દૂર કરવાની પ્રક્રિયાને અથવા તો અવગણવામાં ��વે છે, અથવા તો જાણેજોઈને કુંડળી માં ગોળ ભાંગવામાં આવી રહ્યો છે.
❓શું આ ગેરલાયક ઉમેદવારો ખરેખર એટલા સામાન્ય છે? કે પછી કોઈના "સ્પેશિયલ"?
🙏🏻મંત્રીશ્રી,
હમેંશા જેવી આ વખતે પણ અમારી ટકોર વ્યક્તિગત નથી સિસ્ટમ શુદ્ધિકરણ માટે છે. જો આ ગેરરીતિઓ પર સમયસર એક્શન નહીં લેવાય, તો આવતીકાલે તેનો દોષ ‘અધિકારીરાજ’ પર નહીં,
સીધો શિક્ષણમંત્રીના કાર્યકાળ પર લખાશે.
અને હા
👇🏻
આગળથી કહી દઈએ:
જો ગેરરીતિથી કોઈ���ે નિમણુંક અપાઈ જશે, તો અમે તે બાબત નિર્દાક અને પુરાવા સાથે જાહેર કરીશું.
પછી એ ન કહેતા કે “અમને ખબર ન હતી”.
ખબર તો હતી કારણ કે અમે અગાઉથી લેખિતમાં ફરિયાદ પણ કરી ચૂક્યા છીએ.
✍🏻 યુવરાજસિંહ જાડેજા
#Accountability
#EducationReform
#StopIrregularities
#TransparencyNeeded
#EducationDept
@Rivaba4BJP
@drpradyumanvaja
શાળામાં જવાનું મન જ ન હતું તો જિલ્લા પસંદગીમાં જઈને ફોટા પડાવવાની શું જરૂર હતી!? 🤔
કોઈને મદદ ન કરી શકો તો ચાલે, પણ બીજાની સીટ શું કામ બ્લોક કરી દીધી? 😔
કુદરત જ્યારે બહુ બધું આપી દે છે, ત્યારે માણસ ભૂલી જાય છે કે ક્યારેક એ જ કુદરત સામે હાથ જોડીને ઉભો હતો... 🙏
અમુક જૂજ લોકોના આવા “પ્રયોગો”માટે જ કોઈના દીકરી-દીકરા ન્યાય લેવા માટે રસ્તા પર ઢસડાતા હોય છે!? 🥺💔
અનુભવની કલમે ✍️
નવી પેઢી તો 4 વર્ષ સરકારી નોકરીની તૈયારી કરી માડ માડ નોકરી મળ્યા બાદ ફરી 5 વર્ષ માટે 26 હજાર ફિક્સ પે માં શોષાઈ રહી છે. યુવાનીના 8 થી 9 અમૂલ્ય વર્ષ અસંતુલિત રહ્યા.તમે ઉજવો વિકાસ સપ્તાહ.
ગુજરાત ના ધારાસભ્ય ને પણ fix પે ���ાખો તો ખબર પડે જીવન કેવી ��ીતે જીવાય
#Remove_Fix_Pay_Gujarat
📝 #LRD ભરતી અંગે મારું વ્યકિતગત આંકલન
🔹 હાલ જાહેર થયેલ યાદી ફાઈનલ મેરિટ લિસ્ટ નથી.
આ ફક્ત 2 ગણા ઉમેદવારો માટેનું Document Verification (#DV) લિસ્ટ છે.
ઘણાને નહીં ગમે પર��તુ વાસ્તવિકતા હજી કહું છું👉🏻 અંતિમ મેરિટ લિસ્ટ ઘણું ઊંચું જ રહેશે, ખાસ કરીને પુરુષ ઉમેદવારોમાં.
📌 #પારદર્શિતા અંગે પ્રશ્ન છે છે અને છે જ👇🏻
🚫અત્યાર સુધી મેરિટમાં નામ, બેઠક ક્રમાંક, કેટેગરી વગેરે તમામ માહિતી જાહેર થતી હતી.
🚫આ વખતે ફક્ત બેઠક ક્રમાંક જાહેર કરાયો છે, જેથી પારદર્શિતાનો અભાવ ચોક્કસ રીતે જોવા મળે છે.
🚫ખરેખર આ બાબત ભરતી બોર્ડ ઉપર ઘણા ગંભીર પ્રશ્નાર્થ પેદા કરે છે !
🛑વાત ગઈકાલે આવેલ #LRD મેરીટની તો👇🏻
👩🏻 #મહિલા_ઉમેદવાર
કુલ જગ્યા : 3353
DV માટે બોલાવેલા : 4353
જગ્યા કરતા 1000 જેટલા જ વધારે ઉમેદવાર બોલાવ્યા છે. કેમ કે અલગ અલગ ફિલ્ટરને કારણે પસંદગી ન પામ્યા હોય.
👉🏻 તેથી DV કટ ઓફ અને ફાઈનલ કટ ઑફમાં ખાસ મોટો તફાવત નહીં રહે.( વધીને 2 3 માર્ક્સ તે પણ અમુક જ કેટગરીમાં)
👉🏻જેનું જેનું આ લિસ્ટમાં નામ છે તે મહિલા ઉમેદવાર માટ�� આ સુવર્ણ તક છે.
👨🏻 પુરુષ ઉમેદવાર
કુલ જગ્યા : 8647
DV માટે બોલાવેલા : 17784
👉🏻 એટલે જગ્યા કરતા 10,000 જેટલા વધારે ઉમેદવાર બોલાવ્યા છે.
👉🏻 તેથી પુરુષ ઉમેદવારોમાં માર્ક્સમાં વેરિએશન બહુ વધારે જોવા મળશે.
👉🏻ST કેટેગરીને બાદ કરતાં ફાઈનલ મેરિટ લિસ્ટ પુરુષ ઉમેદવારોમાં #ત્રિપલ_ડિજિટમાં જઈ શકે છે.
👉🏻 ST કેટેગરીમાં જગ્યા : 1800. DV માટે બોલાવેલા : 1682
80 માર્ક્સ ઉપરના તમામ ઉમેદવારને નોકરી મળવાની લગભગ ખાતરી છે. બાકી ઘણ��� ��ગ્યાઓનું ST કેટેગરીમાં આ 2 તબ્બકાની ફિલ્ટર પદ્ધતિને કારણે નુકશાન જઈ શકે છે.
⚪ જનરલ કેટેગરી
જગ્યા : 5128
DV માટે બોલાવેલા : 10333
DV માટે કટ ઑફ : 120.50+
👉🏻 અહીં સાચો ખેલ જોવા મળશે – કારણ કે અન્ય કેટેગરીના ઘણા ઉમેદવાર પણ હાલના #DV ના કટ ઓફ લિસ્ટમાં 120+ માર્ક્સ સાથે જનરલમાં સ્પર્ધા કરે છે. જ્યારે વાસ્તવિક રીતે ફાઇનલ મેરીટ લિસ્ટમાં જે જનરલનું કટ ઓફ હસે તેની નીચેના તમામ માર્ક્સના ઉમેદવારો પોતાની કેટેગરીની સીટમા��� સેટ થશે. ત્યારે ઘણો મોટો ઉલટફેર જોવા મળશે
🛑એક ટકોર - જે ઉમેદવારો અત્યારે લિસ્ટમાં નામ જોઈને હરખ માં આવી પોતાના સોશિયલ મીડિયા ઉપર એવું લખી રહ્યા છે ને KHAKHI LOADING અથવા ‘Lrd Officer Loading....’
મુકતાં પહેલાં યાદ રાખજો –આ લોડિંગ બહુ લાંબું છે,
“હજુ તો ફક્ત DV નું બોલાવણું છે, એને નોકરી સમજીને પેંડા-જલેબી વેંચી દેતા નહીં કેમ કે મંઝિલ હજી ઘણી દૂર છે,
✍🏻 યુવરાજસિંહ જાડેજા (યુયુત્સુ)
#કોન્ટ્રાકટ_પ્રથા#જ્ઞાન_સહાયક
🔴જે લોકો જ્ઞાન સહાયક તરીકે જઈ રહિયા છે.
તે પોતાના પગ ઉપર જ કુહાડો મારી રહિયા છે.
🔴જેટલી જગ્યા જ્ઞાન સહાયક રોકશે
તેટલી કાયમી ભરતી ઓછી આવશે.
🔴જ્ઞાન સહાયક પ્રોજેકટ એટલે દાળિયાગીરી,
શિક્ષણ સિવાયનું તમામ કામ એમની પાસે લેવામાં આવશે.
🔴વર��ગ -4 ને દિવાળી બોનસ મળશે
જ્યારે જ્ઞાન સહાયક ને દિવાળી નો પગાર પણ નહિ મળે.
🏮સરકારે એક અફવા ફેલાવી કે કોન્ટ્રાકટ ને કાયમી કરવામાં આવશે. શબ્દની માયાજાળમાં ફસાવી દીધા. અમુક માધ્યમો એ અર્થઘટન ખોટું કરી લખી નાખ્યું ક��� ""#કોન્ટ્રાકટ_કર્મચારી"" ને કાયમી કરવામાં આવશે, જ્યારે GR માં સ્પષ્ટ લખ્યું છે ""#કોન્ટ્રાકટ_જગ્યાને"" કાયમી કરશે.
🏮હા હજી તો વિચારણા હેઠળ છે અને બજેટ માં આ પ્રસ્તાવ મૂકવામાં આવશે.
🔴અંગ્રેજો એ ઇસ્ટ ઇન્ડિયા કંપની ની સ્થાપના સમયે ગુલામ બનાવવાની વાત નોહતી કરી, એને વેપાર કરવાની વાત કરી હતી, પછી કાળા કાયદા લાવી લાવી ગુલામ બનાવી નાખ્યા હતા. આ સરકાર પણ આ પ્રકારના કાળા કાયદા લાવી ગુલામ બનાવવા અને ��ોષણગીરી કરી રહી છે.
🔴આટલી જગ્યાઓ ખાલી હતી એ છતાં આપડે કરાર પર જઈને જગ્યા ભરાવી દઈએ તો ક્યાંથી મોટી ભરતી આવશે.
🔴યોજના માં 21 થી 24 હજાર પગાર ની લાલચ આપી બેરોજગાર યુવાનોની બેરોજગારી અને નબળી આર્થિક સ્થિતિ નો ફાયદો ઉઠાવી રહ્યા છે.
🔴બેરોજગારી એટલી ચરમસીમા પર પહોંચી ગઈ છે કે યુવાનો પરિવાર ને ચલાવવા આવી કુપ્રથા નો ભોગ બની રહ્યા છે.
@kuberdindor
🙏🏻ગુજરાત શિક્ષણ વિભાગના સચિવ તથા સંબંધિત અધિકારીઓએ આ મુદ્દે રસ દાખવી, યોગ્ય તપાસ કરી અને ભરતી પ્રક્રિયામાં થયેલી ગેરરીતિઓ અંગે સમયસર યોગ્ય કાર્યવાહી કરી તે બદલ આભાર વ્યક્ત કરીએ છીએ🙏🏻
હવે આવશ્યક પગલાં
📌 હવે આવશ્યક છે કે જે જવાબદાર અધિકારીઓએ ભરતી પ્રક્રિયામાં સ્પષ્ટપણે નિયમોનો ભંગ કર���યો છે, તેમના સામે ત્વરિત અને #કડક_કાનૂની_કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ગેરરીતિઓની પુનરાવર્તન ન થાય.
📌હવે નીચેના જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની દિશામાં આગળ વધવું અનિવાર્ય છે:
1. ભરતી વખતે કાર્યરત કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર
2. મહેકમ વિભાગના ડેપ્યુટી રજિસ્ટ્રાર અથવા અસિસ્ટન્ટ રજિસ્ટ્રાર
3. ભરતી માટે રચાયેલી પસંદગી સમિતિના તમામ સભ્યો
4. જો ભરતી પ્રક્રિયાને બહાલી મળી હો��, તો બહાલી આપનાર સિન્ડિકેટના તમામ સભ્યો
5. અરજીપત્રો અને દસ્તાવેજોની તપાસ કરનાર સ્ક્રુટિની કમિટીના તમામ સભ્યો
👆🏻ભંગ અને કાનૂની પગલાં👇🏻
ઉપરોક્ત શિક્ષણવિદો અને કર્મચારીઓએ સાંઠગાંઠ કરીને અથવા ગ્રુપ બનાવીને ષડયંત્રપૂર્વક, નિયમ વિરુદ્ધ ઉમેદવારની પસંદગી કરી છે — જે કાનૂની રીતે ગંભીર ગુનો છે.
📌આ મામલે તાત્કાલિક:
પોલીસ ફરિયાદ નોંધવી
📌ગુનાહિત કાવતરુ, ઠગાઈ અને જાહેર નાણાંની હેરાફેરી સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરવી
અત્યંત જરૂર�� છે.
📌વેતન વસુલાત અંગે સૂચન
એક આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર તથા ચાર સેક્શન ઓફિસરને, જેમની ગેરકાયદેસર ભરતી થઈ હતી, તેમને છેલ્લા આઠ મહિનામાં ચૂકવાયેલો સમગ્ર પગાર પાછો વસૂલવો જોઈએ.
📌જો તેમની પાસેથી પગારની વસુલાત ન થઈ શકે, તો:
👉🏻ભરતી માટે જવાબદાર સમિતિના તમામ સભ્યો
👉🏻ઉપરોક્ત યાદીમાં દર્શાવેલ અધિકારીઓ
પાસેથી સંયુક્ત રીતે વસુલાત કરવાની કાર્યવાહી હાથ ધરવી જોઈએ.
📌 નિષ્કર્ષ:
આ મુદ્દે રાજ્ય સરકાર અને શ���ક્ષણ વિભાગે પહેલ કરી છે, પરંતુ સત્ય અને ન્યાય પૂર્ણ થવા માટે ગુનાહિત તબક્કે પહોંચીને કાનૂની કાર્યવાહી અને આર્થિક વસુલાત — બંને તાત્કાલિક કરવી અનિવાર્ય છે.
આજે લીધેલા કડક પગલાં જ ભવિષ્યમાં ગેરરીતિને અટકાવવાના મજબૂત પાયાના પથ્થર બનશે.
#GUJARAT
@CMOGuj
@EduMinOfIndia
@Bhupendrapbjp
@kuberdindor
@irushikeshpatel
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@jigneshmevani80
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@Chaitar_Vasava
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@GenibenThakor
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
@dhruv_rathee