🙏🏻#LRD ભરતી 2025 #OPT_OUT માટે લાગણીસભર અપીલ🙏🏻
"એક OPT OUT = એક પરિવારનું સપનું સાકાર"
"OPT OUT – ત્યાગ નહીં, દાયિત્વ"
મિત્રો,
👉 હાલની પરિસ્થિતિ એ છે કે અનેક ઉમેદવારો એકસાથે ઘણી સરકારી પરીક્ષાઓમાં સફળ થઈ રહ્યા છે – CCE, PSI, AMC, High Court, GPSC, શિક્ષક ભરતી વગેરે...... એમાં મોટાભાગના ઉમેદવારોનું અંતિમ લક્ષ્ય ઉચ્ચ હોદ્દા વાળી નોકરી જ હોય છે.
👉 પરિણામે, આવા ઉમેદવારો પ્રમાણપત્ર ચકાસણી કે નિમણુંક ના અંતે #LRD જેવી નોકરી માટે હાજર રહેતા નથી. પરંતુ ત્યાં સુધી અનેક ખાલી જગ્યાઓ બ્લોક થઈ જાય છે અને યોગ્ય પરંતુ રાહ જોઈ રહેલા બેરોજગાર અને બોર્ડર ઉપર રહેલ યુવાનોને તક મળતી નથી.
📌 હકીકત એ છે કે LRD જેવી ભરતીમાં multi-cadre પોસ્ટ હોવાને કારણે waiting list નથી. એટલે જો કોમન ઉમેદવાર પોતાની જગ્યા છોડે નહીં, તો એ સીધો બીજા ઉમેદવારનો હક છીનવી લે છે.
🤝 અમારી વિનંતી –દરેક કોમન ઉમેદવારોને 🙏🏻
👉 જો તમે પહેલાથી જ કોઈ સરકારી નોકરીમાં છો,
👉 અથવા તમે CCE Group A / PSI / AMC / High Court / GPSC / શિક્ષક જેવી ઉચ્ચ ભરતીમાં પસંદ થયા છો,
👉 અથવા તમે હાલના fixed pay પર 2-3 વર્ષથી સેવા આપી રહ્યા છો અને આગળની ઉત્તમ તકો માટે લક્ષ્ય રાખ્યું છે,
👆🏻🙏🏻તો નમ્ર વિનંતી છે કે LRD ભરતી 2025ના દસ્તાવેજ ચકાસણી કે વિભાગીય પસંદગી વખતે હાજર ન રહો અથવા તમને યોગ્ય કેડર ન મળે તો OPT OUT કરી દો. 🙏
---
🫂 OPT OUT કેમ જરૂરી છે ?
✅ તમે આજે નોકરીમાં છો, એટલે તમને ખબર છે કે બેરોજગારીની સ્થિતિ કેટલી કઠિન હોય છે.
✅ તમારું એક “OPT OUT” કોઈ બીજાને જીવનનો નવો રસ્તો આપશે.
✅ એક ઘરના સપના સાકાર થશે, એક પરિવારનો દીવો પ્રગટશે.
✅ આ તમારો ત્યાગ નહીં, પણ સમાજ પ્રત્યેનો દાયિત્વ છે.
👉 LRDમાં waiting list નથી, એટલે સાચા બેરોજગારનો હક સીધો છીનવાય જાય છે તે માટે ⚠️ #સરકાર/ #ભરતી_બોર્ડની પણ જવાબદારી છે અને જો આ બન્ને ધારે તો આ અટકી પણ શકે અને મહત્તમ સીટો ભરાય પણ જાય. જે માટે અમુક ચૂચાનો👇🏻
📌PSIનું પરિણામ પ્રથમ જાહેર કરવામાં આવે તો કોમન ઉમેદવારોનો નિર્ણય સ્પષ્ટ થઈ જાય અને એક સીટ ન બગડે અને LRD ભરતીમાં સીધી રીતે બેરોજગાર યુવાનોને લાભ મળે.
📌કોમન ઉમેદવારના ડેટા સરકાર કે ભરતી બોર્ડ જ જાહેર કરવામાં આવે જેથી ઉમેદવારોને પ્રત્યક્ષ ન્યાય મળે.
📌 OPT OUT સિસ્ટમ
– ઉમેદવાર પોતાની પસંદગીની પોસ્ટ પસંદ કરે અને બાકી જગ્યાઓ તુરંત બીજા ઉમેદવારોને મળે તે માટે કઈક નવી વ્યસ્થા કે અમુક સમય માટે રીસફલીંગ જેવો વિકલ્પ મળે અથવા બીજો કોઈ વિકલ્પ સરકાર કે ભરતી બોર્ડ દ્વારા જ આપવામાં આવે જેથી ત્વરિત નોકરીનો લાભ ઉમેદવારને મળી શકે.
📌 Bond/Agreement સિસ્ટમ
– જો ઉમેદવાર એક ભરતીમાં જોડાય તો નિશ્ચિત સમયગાળા સુધી બીજી ભરતીમાં ન જોડાઈ તે માટે શિક્ષક ભરતી, પંચાયત ભરતી બોર્ડ માં ચાલતી બોન્ડ સિસ્ટમની અમલવારી કરવામાં આવે જેથી “repetition” અટકશે અને અન્ય લાયક જરૂરિયાતમંદ ઉમેદવારને પણ રોજગારી મળી શકે તથા તકનું ન્યાયપૂર્ણ વિતરણ થશે.
📌 વિવિધ ભરતી બોર્ડમાં સંકલનની જરૂરિયાત
– એક બોર્ડ બીજી ભરતીના શેડ્યૂલ/રિઝલ્ટ બધા માટે સંકલન હોવું જોઈએ. પારદર્શકતા અને નીતિ-નિયમોના કડક અમલથી જ વિશ્વાસ વધશે.
👮🏻કોમન ઉમેદવારોના પુનરાવર્તનને અટકાવ્યા વિના ભરતી કદી નિર્ધારિત લક્ષ્યાંક સુધી પોહચી શક્તિ નથી.
👮🏻સરકારે હવે કડક નીતિ લાવવી જ જોઈએ –
👉 જેથી મોટી ભરતીમાં પસંદ થયેલા ઉમેદવારો ફરીથી LRD અથવા અન્ય જગ્યા “બ્લોક” ન કરે.આથી હજારો યુવાનોને ન્યાય મળશે અને ભરતી પ્રણાલી પરનો વિશ્વાસ પુનઃસ્થાપિત થશે.
🌟 એક પેઢી માટે ઉજાસ
મિત્રો સ્વેચ્છાએ આપણે પણ કરવું પડશે, આ નાનકડું કાર્ય ઈશ્વરના ચોપડે તમારી પુણ્યકર્મોની યાદીમાં ઉમેરાશે.
👉 તમે પણ ક્યારેક બેરોજગાર હતા, આજે નોકરીમાં છો.
👉 હવે કોઈ બીજાને એ જ આનંદનો હક આપો.
👉🏻 ખોટી રીતે એક સીટ બ્લોક, હજાર આશાઓનો અંત
👮🏻LRD 2025 ભરતીમાં વધારેમાં વધારે કોમન ઉમેદવારો OPT OUT કરે,તો જ ન્યાય મળશે, પારદર્શિતા આવશે અને હજારો યુવાનોને રોજગારનો માર્ગ ખુલશે.👮🏻
🪔2025ની આ દિવાળી પર, કોઈકના ઘરમાં દીવો તમારા નિર્ણયથી પ્રગટે — એ જ સાચી દિવાળી. 🪔
✍🏻 યુવરાજસિંહ જાડેજા
#એકસીટએકજીવન
#ISupportOptOut #LRD2025 #OPT_OUT #YouthEmployment #FairOpportunity #OpportunityForAll #GPRB #LRD2025_OPT_OUT
#NoSeatBlocking #FairChanceForAll
@grok@ModerateIndian1@NalinisKitchen Nahi @grok you are wrong, Image is of Swami Shree Nirdoshanand Manavseva Hospital, Umrala, Timbi, District - Bhavnagar, Gujarat 364320
@CP_SuratCity@sanghaviharsh@GujaratPolice@CMOGuj કોઈ ગુનેગારને આટલો મોટો થવા જ શું કામ દો છો કે લોકો ત્રાહિમામ પોકારી જાય, એની ધરપકડ થવા પર હાશકારો અનુભવે અને પછી પકડીને પાછા ગૌરવ લઈ રહ્યા છો..!
જો #બિહાર માં શિક્ષકોની આટલા મોટા પાયે કાયમી ભરતી થતી હોય તો કહેવાતા મોડેલ સ્ટેટ #ગુજરાતમાં કેમ નહીં ?
કેમ શિક્ષકોને #જ્ઞાન_સહાયક ના નામે કોન્ટ્રાક્ટ ઉપર લેવામાં આવે છે ?
કેમ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી ?
પ્રવાસી શિક્ષકના નામે શરૂ કરેલ વૈકલ્પિક વ્યવસ્થા ક્યાં સુધી ?
@ramjubha Bilkul strictly tapas karvama nathi aavi rahi..!
Jo strictly tapas karvama aave to only Bhavnagar na 1,500 thi vadhu aava loko aaj ni tarikhe pan already nokri kari rahya ce..!
@YAJadeja e badha proof aapya ce to pan summens suddha nathi pathavavama aavya..!
ઘર પરીવાર થી દુર રહી ને પોતાની જાત ઘસી ને એક નાની એવી સરકારી નોકરી માટે તનતોડ મહેનત કરતા યુવાનો વર્ષો મોટા શહેર માં રહી ને નોકરી વગર ઘરે પાછા જાય છે અને આખી જિંદગી અફસોસ કરે છે કે 1 માર્ક માટે મેરિટ થી બહાર રહી ગયો..
મહેનતુ ઉમેદવારોના આ અફસોસ માટે આવા રાક્ષસો જવાબદાર છે..