"ફિક્સ પે નામના રાવણનું દહન થશે કે શોષણ ચાલુ રહશે ? એનો નિર્ણય હવે કર્મચારીઓની એકતાની તાકાત કરશે!"
જે રાજ્યમાં અન્ય રાજ્યો કરતાં બમણો વિકાસ હોવાના દાવા થાય છે, ત્યાં પોતાના જ કર્મચારીઓને પૂરો પગાર ન આપવા માટે સુપ્રીમ કોર્ટમાં વકીલો પાછળ એક-એક તારીખે લાખો રૂપિયા પાણીની જેમ વહાવવામાં આવે છે !
📌વર્ષ ૨૦૦૬માં સરકારી તિજોરી પરનો નાણાકીય બોજ ઘટાડવાના હેતુથી વર્ગ-૩ અને વર્ગ-૪ ની ભરતીમાં ૫ વર્ષની ફિક્સ પગાર નીતિ અમલમાં મૂકવામાં આવી હતી. શરૂઆતમાં જે વ્યવસ્થા અલ્પકાલીન આર્થિક ઉપાય તરીકે રજૂ થઈ હતી, તે ધીમે ધીમે કાયમી પ્રથા બની ગઈ.
📌 બંધારણ સમાન કાર્ય માટે સમાન વેતનનો અધિકાર આપે છે. કાર્યાલયમાં સંપૂર્ણ જવાબદારી સાથે પૂરા કલાકો કામ કરતા કર્મચારીને નિયમિત કર્મચારી જેટલું જ કામ કરવા છતાં માત્ર નજીવો ફિક્સ પગાર મળે છે.
📌ફિક્સ પે હેઠળ કામ કરતા કર્મચારીઓને મોંઘવારી ભથ્થું (DA), મકાન ભાડું (HRA), કે વાર્ષિક ઇન્ક્રીમેન્ટ જેવા કોઈ પણ લાભ ૫ વર્ષ સુધી મળતા નથી. આજના મોંઘવારીના યુગમાં આ રકમથી પરિવારનું ભરણપોષણ કરવું અત્યંત કપરું બને છે.
📌યુવાવસ્થાના સૌથી ઊર્જાવાન પાંચ વર્ષ માત્ર ફિક્સ પે માં વીતી જાય છે. આ સમયગાળો પેન્શન કે અન્ય સર્વિસ ગણતરીમાં પણ ધ્યાને લેવાતો નથી, જે નિવૃત્તિ સમયે પણ નુકસાન પહોંચાડે છે.
📌ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૧માં ફિક્સ પે નીતિને ગેરબંધારણીય ગણાવી યુવાનોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને તેને શ્રમનું શોષણ ગણાવ્યું હતું. જોકે, આ બાબત આગળ જતાં સુપ્રીમ કોર્ટમાં પહોંચી અને વર્ષોથી તારીખો અને સુનાવણી વચ્ચે અટવાયેલી છે. ‘ફિક્સ પે પ્રથા નાબૂદી’ નો મૂળ મુદ્દો હજુ પણ વણ ઉકેલાયેલો છે.
📌મિત્રો કોઈપણ રાજ્યની પ્રગતિ તેના સંતુષ્ટ અને સુરક્ષિત કર્મચારીઓ પર નિર્ભર છે. કર્મચારીઓનું શોષણ કરીને આર્થિક બચત કરવાનો વિચાર લાંબાગાળે વહીવટી તંત્રને નબળું પાડે છે. જો યુવા શક્તિના અધિકાર અને આત્મસન્માનનું રક્ષણ કરવું હોય, તો આ પ્રથાનો કાયમી ઉકેલ લાવવો અનિવાર્ય છે.
📌અન્યાય સામે મૌન રહેવું એ અન્યાય સહન કરવા સમાન છે. વર્ગ-૩ અને ૪ ના તમામ કર્મચારીઓ, શિક્ષિત યુવાનો અને પરિવારો પોતાના હક અને સ્વાભિમાન માટે એક તાંતણે બંધાઈ અવાજ બુલંદ કરો!
#Remove5yearfixpay
#Remove_Fix_Pay_Gujarat
#remove_fix_pay_in_gujrat
#RemoveFixPayInGujarat #FixPayબંધકરો #સમાનકામસમાનવેતન #StopFixPayExploitation #GenZAgainstFixPay #GujaratEmployees
@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u@VoraMalhar
@YAJadeja જો આ આખી પ્રકિયામાં બધા જ ઉમેદવારો માટે એક સમાન છે તો એ માત્ર ટેટ પરીક્ષા. ઘણા ઉમેદવારો એમ કહેશે કે કોલેજમાં અમે મહેનત કરી માર્ક્સ લાવ્યા છીએ, તો એ મહેનત ટેટ પરીક્ષામાં પણ ચોક્કસ કામ આવી જ હશે. યોગ્ય ઉમેદવારો મેળવવા માટે આ મેરિટ પદ્ધતિમાં બદલાવ જરૂરી છે.
@YAJadeja ફાઈનલ મેરિટ માત્ર ને માત્ર ટેટ પરીક્ષાના માર્કસની આધારે જ બનાવવું જોઈએ. જેથી આવા કોઈ પ્રશ્ન જ ન ઉદભવે. રાજ્યના તમામ ઉમેદવારો માટે ટેટ પરીક્ષા જ એક સમાન છે. બી.એડ, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન જેવી તમામ ડિગ્રીના યુનિવર્સિટી મુજબ અલગ માપદંડ છે. એમાં પણ પ્રાઈવેટ, સરકારી તો ખરું જ.
@YAJadeja ઘણી કોલેજો, યુનિવર્સિટીમાં માત્ર પૈસાના જોરે ડિગ્રી તથા સારા માર્ક્સ મળી જાય છે. ઉપરાંત ઉમેદવારોના ગ્રેજ્યુએશનના વિષયનો પણ અંતિમ ટકાવારીમાં અગત્યનો રોલ હોઈ છે. કોઈ યુનિવર્સિટીમાં માં 60% એ ગોલ્ડ મેડલ તો કોઈ જગ્યાએ 90%. તો આવા ઉમેદવારોને મેરિટ યાદીમાં અગ્રતા તો ચોક્કસ મળવાની જ.
@YAJadeja આતે કેવી વાહિયાત અને હલકી મનાસિકતા છે કે 🛑હમણાં કરપશન કરવું નહીં🛑
આખી નોકરી દરમિયાન ભરષ્ટાચાર કરવો જ ના જોઈએ
જો આ નવી પેઠી પણ આવી હલકી માનસિકતા લઈને ચાલતી હશે તો થઇ રહ્યો ઉદ્ધાર
🛑 "#ફિક્સ_પે" : વિકાસ મોડેલ કે શોષણ મોડેલ ?"
📓 ભારતનું સંવિધાન “કલ્યાણકારી રાજ્ય”ની વાત કરે છે
અને અહીં “#શોષણકારી_રાજ્ય”ના નિયમો લાગુ છે.
🔴ફિક્સ પે પ્રથા – ગુજરાતના કર્મચારીઓ માટે શોષણની પ્રથા.
ગુજરાત રાજ્ય, જેને "વિકાસ મોડેલ" તરીકે પ્રસ્તુત કરવામાં આવે છે, ત્યાં એક ખૂબ જ ગંભીર અને શરમજનક નીતિ વર્ષો થી ચાલુ છે — #ફિક્સ_પે_પ્રથા
દેશના અન્ય રાજ્યોએ કલ્યાણકારી અને કર્મચારી હિતની નીતિઓ અપનાવી છે, જ્યારે ગુજરાતમાં આજે પણ કર્મચારીઓનો પગાર-હક્ક ફગાવામાં આવે છે અને 5 વર્ષ સુધી ‘#ફિક્સ_પગાર’ જેવી શોષણાત્મક વ્યવસ્થા હેઠળ રાખવામાં આવે છે.
📌નવી ભરતી થતાં શિક્ષકો, ક્લાર્કો, પોલીસ, હેલ્થ વર્કર, કંડકટર ........ વગેરેને સંપૂર્ણ પગાર મળતો નથી.
📌તેઓને પહેલા 5 વર્ષ ફિક્સ પગાર પર ફરજ બજાવવી પડે છે —
જે અન્ય રાજ્યો અને મોંઘવારીના પ્રમાણમાં ખૂબ ઓછો હોય છે.
આ દરમિયાન DA, HRA, પ્રાવિડન્ટ ફંડ, ગ્રેચ્યુઈટી, અને અન્ય સુવિધાઓ લાગુ પડતી નથી.
👆🏻જોઈએ તો એ કર્મચારી ગુજરાત રાજ્ય માટે પૂરું સમયસેવી, સંપૂર્ણ ફરજ નિભાવે છે, પણ વળતર અર્ધું પણ નથી.
📌જેને આપણે પછાત રાજ્ય કહીએ છીએ એવા બિહાર રાજ્ય: તાજેતરમાં 5 ફેબ્રુઆરી 2025ના રોજ ગેઝેટ જાહેર કરી બિહાર સરકારે સરકારે કર્મચારીઓ માટે #પ્રોબેશન_પીરિયડ 2 વર્ષમાંથી ઘટાડીને 1 વર્ષ કર્યો છે.ત્યાંની રાજ્ય સરકારે કલ્યાણકારી અભિગમ દાખવી નવરોજગાર કર્મચારીઓને ઝડપથી સંપૂર્ણ હક આપવાનું નક્કી કર્યું છે.
📌“સમાન કામ માટે સમાન વેતન” એ માત્ર આકર્ષક વાક્ય નથી. તે ભારતના સંવિધાનના દિશાનિર્દેશક સિદ્ધાંતોમાં સમાવિષ્ટ મૂલ્ય છે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા આ સિદ્ધાંતની અવગણના કરવામાં આવી રહી છે. 5 વર્ષ સુધી પગારમાં ઓછી રકમ આપવી, તેના પર મોંઘવારીના ભથ્થા પણ ન આપવા, "ફિક્સ પે" નામે એક યોજના નહિ પણ "શોષણ પદ્ધતિ" બની ગઈ છે.
— એક કર્મચારીની કલમમાંથી કટાક્ષમય પુકાર
ક્યારેક કદી ગુજરાત વિકાસ મોડેલ માટે વખાણાય છે... પણ એ વિકાસ કોના માટે છે?
> ભ્રષ્ટાચારીઓને બચાવવો હોય ત્યારે વિકાસ મોડેલ, મિત્ર ઉદ્યોગકારોને જમીન આપવી હોય ત્યારે વિકાસ મોડેલ, પણ કર્મચારીને ન્યાય આપવો હોય ત્યારે ?🤔 — "ભાઈ સરકારી વ્યવસ્થા છે, સમય લાગશે..."
🛑સાચી વાત તો એ છે કે, ગુજરાત આજે પણ કર્મચારીઓને “ફિક્સ પે” નામની શોષણ નીતિ હેઠળ પાંચ વર્ષ સુધી ગુલામ બનાવી રાખે છે.
હા, એ જ ગુજરાત જ્યાં #UPSC જેવા કેન્દ્રિય માપદંડ લાવવા ચર્ચા થાય છે, પણ એક સાદો “સમાન વેતન” નક્કી કરવામાં સૌથી વધુ સમયે લાગે છે.
🧑🏻✈️🧑🏻🏫😞 #કર્મચારીઓની હાલત ?
👉🏻ઓછા પગારને કારણે પરિવાર ન ચલાવી શકાય.
👉🏻લોન માં ફાફા, ભવિષ્ય માટે બચત ન બને.
👉🏻સ્ત્રી કર્મચારીઓ માટે તો માસિક ખર્ચ, બાળકોનો ભવિષ્ય, ભાડાંનું ઘર — બધું વધુ દમનકારક.
👉🏻નિવૃત્તિ સમયે પણ આ 5 વર્ષનાં ઓછા પગારનું અસર પેન્શન પર પડે છે — એટલે કે આર્થિક અંધકાર આખી કારકિર્દી પર છવાઈ જાય છે.
📌 ફિક્સ પે નીતિ સંપૂર્ણ રીતે રદ કરો.
📌 પ્રોબેશન પીરિયડ વધુમાં વધુ 1 વર્ષ કરો.
📌 DA, HRA અને અન્ય ભથ્થાઓ ફિક્સ પે દરમ્યાન પણ આપો.
📌 પગારપંચના લાભો પૂર્ણરૂપે આપો.
📌 UPS લાગુ કરતાં પહેલા ગુજરાતના કર્મચારીનું શોષણ બંધ કરો.
📌 નવીપેઢીના કર્મચારીઓ માટે શોષણવિહોણું સમાન વેતન નક્કી કરો.
📌 જ્યાં અન્ય રાજ્યો ઉદાહરણ બની રહ્યા છે, ત્યાં ગુજરાત પણ પીઠ પાછળ કેમ?🤔
🗣️ ગુજરાતની અસલ અસ્મિતા એ સમાનતા અને કર્મચારીઓના હક્કની રક્ષા છે – ફિક્સ પે નીતિ એ અસ્મિતા પર #કલંક છે. હવે સમય આવ્યો છે કે દરેક કર્મચારી, દરેક શોષિત અવાજ એક બને અને સ્પષ્ટ કહે :- "ફિક્સ પે નાબૂદ કરો!" 🗣️
આજે #remove_fixpay_in_gujarat #Remove_Fix_Pay_Gujarat #Remove_Fix_Pay
#Gujrat_the_only_fixpay_state_in_india જેવા હેશટેગ ફક્ત ડિજિટલ અભિયાન નથી – તે હજારો કર્મચારીઓના ચિત્કાર છે.
🧑🏻🏫ગુજરાતના કર્મચારીની હાલત એવી છે કે
> "સરકારના નિર્માણમાં ભાગીદાર છે, પણ વિકાસમાં ભાગીદાર નથી!"
🧑🏻🏫— ફિક્સ પે : વિકાસના ચમકતાં વિઝન નીચે શોષણની પડછાયાં
જ્યાં ભારતના મોટા ભાગના રાજ્યો કર્મચારીની નિષ્ઠા અને માનવ અધિકારનું મૂલ્ય સમજે છે, ત્યાં ગુજરાત હજુ પણ પોતાના કર્મચારીના શોષણમાં જ સમજે છે.
🧑🏻🏫આ તો ફિક્સ પે હેઠળ કર્મચારીઓની હકીકત છે.
બાકી પેન્શન? ગ્રેચ્યુઈટી? HRA ? એ તો સ્વપ્ન છે સાહેબ... અને “નિષ્ઠાવાન કર્મચારી” એ સસ્તો મજાક.
> પાંજરામાં પાંખો હોય તો એ ઉડાન કહેવાય કે દુઃખ ?
@Bhupendrapbjp@kuberdindor@irushikeshpatel@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@jigneshmevani80@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@Chaitar_Vasava@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@Vivekdoza
@patel_dp111@YAJadeja માત્ર ને માત્ર ટેટ પરિક્ષા માર્ક્સ ને જ ભરતીમાં ધ્યાને લેવા જોઈએ. કેમ કે માત્ર આ પરીક્ષા જ દરેક ઉમેદવાર માટે સમાન છે. જ્યારે ગ્રેજ્યુએશન, બી. એડ/પી.ટી.સી., પોસ્ટ ગ્રેજ્યુએશન જેવા તમામ કોર્સમાં સરકારી તથા પ્રાઇવેટ કોલેજ/યુનિવર્સિટીમાં માર્કિંગ સિસ્ટમ એક સમાન નથી.
@YAJadeja અમે રેગ્યુલર માં બેચલર માસ્ટર કર્યું ...ટેટ માં માર્કસ પણ 110 છતાં અમારું મેરિટ 73 + નથી થતું...તો લોકો નુ મેરિટ આટલું હાઈ કેમ?રેગ્યુલર માં તો માસ્ટર માં 75% એ ગોલ્ડ medalist hoy..
. "#સરકારી_શિક્ષક"
🚨 નવરંગી સપનાઓથી નહીં, હકીકતના પાયા ઉપર બનો ! 🚨
ખોટા પાયા પર ઊભેલી નોકરી કાગળના મકાન જેવી છે – એક તપાસ... અને બધું બરબાદ!
જે પણ ઉમેદવાર #રેગ્યુલર કોઈપણ "#માસ્ટર_ડિગ્રી" સાથે "જ્ઞાન સહાયક કે અન્ય કોઈપણ રેગ્યુલર નોકરી(સરકારી કે પ્રાઇવેટ)" કરેલ હશે તેને પોતાની ખોટી ડિગ્રી પાછી ખેંચવાની હજી એક તક અપાય છે.
📌પાછી ખેંચવી, ન ખેંચવી તે તમારો અંગત અને વ્યક્તિગત નિર્ણય જરૂર હોઈ શકે છે,પણ યાદ રાખજો આ ફક્ત ગેરકાયદેસર છે એટલું જ નહીં અનૈતિક પણ છે, અને પછી તમે શું ક્લાસરૂમ માં જઈને નૈતિકતા અને પ્રમાણિકતા ના પાઠ ભણાવી શકશો ?
👆🏻જો જવાબ "હા" હોઈ તો તમારા દંભી સ્વભાવ અને ભ્રમ તમને મુબારક !
🛑વિભાગ ધારે તો પણ બોગસ ડિગ્રી ધારક ને શોધી અને દૂર કરી શકે છે.
↪️ટેટ માર્કશીટ નંબર થી તમારી સપૂર્ણ વિગત અને તેના પરથી હાજરી...
↪️તમે ભરેલા ફોર્મ માં નાખેલ વિગત પરથી ૨૦૨૪ માં ઉમેરેલ માસ્ટરની યાદી અને આ યાદી પરથી તમારી હાજરી જ્ઞાન સહાયક માં...
એટલે વિભાગ પાસે દરેક માહિતી છે તમારા હાજર થી લઈને એક એક દિવસની હાજરી અને રજા સુધીની....ધારે તો એક્શન લઈ જ શકે છે.
એક સમય એવું બની શકે વિભાગ છોડી પણ દે એ આંખ આડા કાન પણ કરી દે,કોઈ ભ્રષ્ટાચારી ભ્રષ્ટાચાર કરી દબાવવાનો પ્રયત્ન પણ કરે.
"પરંતુ"
🕵🏻હું નહીં છોડુ તે નક્કી છે, વિભાગ પાસે કદાચ ડેટા નહીં હોય પણ મારા જોડે 2022/23 2023/24 2024/25.....માં કોણે કઈ કઈ યુનિ. માંથી કઈ કઈ માસ્ટર ડિગ્રી મેળવવી છે તેના બધા ડેટા છે. જ્ઞાન સહાયકની ફાઇલ છે, જે પણ ભવિષ્ય માં શિક્ષક બનશે તેની સંપૂર્ણ વિગત મળતા વાર નહીં લાગે.
🌧️ GS with Master(MA/MCOM/MSC) થી લાગેલી નોકરી - વરસાદમાં મકોડાની પાંખ જેવી છે –
⏳ ટૂંકા સમયની ચમક અને અસ્તિત્વ વિહોણી ઉડાન.
⚪સત્યના માર્ગે ચાલો, તો નોકરી ટકશે..
(બાકી મળે તો ઘણા ને છે ટકે છે કે નહિ તે મહત્વનું છે,
અસત્યના રસ્તે આવેલ કોઈપણ વસ્તુ(નોકરી) જાજી ટકતી નથી, જ્યારે જાય છે ત્યારે ફક્ત નોકરી નહીં આબરૂ પણ લેતી જાય છે.)
👤અમૂક લોકો નું એવું કહેવું છે કે અમે ક્યાં જ્ઞાનસહાયક સાથે ડિગ્રી મેળવી છે.......અમે તો પ્રાઇવેટ સ્કૂલ માં નોકરી કરતાં .....એટલે અમને પ્રોબ્લેમ ના આવે........તો એમના માટે એટલું જ કે પ્રાઇવેટ સ્કૂલ કે અન્ય સંસ્થા માં નોકરી કરતા કરતા ડિગ્રી મેળવી છે, ત્યાં પણ શિક્ષક હાજરી પત્રક માં તમારી હાજરી બોલે છે,પગાર લીધો છે, તમારો ટીચર કોડ ત્યાં જનરેટ થયેલ છે, કોઈક તો એવું તમારી આજુબાજુનું હશે જ જે તમારી ઉપર નજર રાખીને જ બેઠું હશે.
એવા વહેમ કે ભ્રમમાં ના રહેવું કે અમારું કશું પણ ના થાય.....
થોડી વાર લાગશે પણ વારો તો બધાનો આવશે.......
🛑5 જૂન સુધી પોતાની ચાલુ નોકરી સાથે મેળવેલ ડિગ્રી સ્વેચ્છાએ દૂર કરવી હોય તો એક તક વિભાગે આપી છે,કોઈને ભ્રાંતિમાં રહીને દૂર ન કરવી હોઈ તો ભોગવવા પણ તૈયાર રહેવું. શિક્ષણ વિભાગ સ્વતઃ સંગ્યાન લઈને જિલ્લા પસંદગી સમિતિ SSA પાસેથી ચાલુ જ્ઞાન સહાયક ના તમામ ડેટા વિભાગે મંગાવી ક્રોસ ચેક પણ કરી શકે અને જો કોઈ ઉમેદવાર પકડાશે તો કાયદાકીય કાર્યવાહી કરી, એની ઉમેદવારી રદ કરી દોષિત પણ ઠેરવવામા આવી શકે.
🛑મારી આ લાઈને યાદ રાખજો..👇🏻
ખોટી લાયકાતના ખચ્ચર ઉપર બેસી અશ્વમેઘ નહીં નચાવી શકો ! 🐎❌
🛑 જ્યારે સત્ય છાપરે ચડી ને પોકારશે ત્યારે નોકરી તો દૂર રહી, સ્વમાન પણ નહીં બચાવી શકો💔
ઉમેદવારોને ટકોર :- દૂધ અને દહીં બંનેમાં હાથ રાખવા વાળાને છેલ્લે છાસ પણ નસીબ નથી થતી એટલે ગમે તે એક બાજુ રહેવું વધારે હિતાવહ.
#વિદ્યા_સહાયક
#શિક્ષણ_સહાયક
#TET #TAT #શિક્ષણનીશુદ્ધિ #FakeDegree #EducationScam #TruthAndMerit
@Bhupendrapbjp@kuberdindor@irushikeshpatel@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@jigneshmevani80@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@Chaitar_Vasava@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@GujaratFirst@Chaitar_Vasava@Jamawat3@nidhirpatel6@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia
કેમ છો ભાવિ #કાયમી_શિક્ષક મિત્રો?
લોલીપોપ ચગળવાની મજા તો આવે છે ને મારા વાલા?
કોઈ કહેતું હતું ને "દર વર્ષના જૂન મહિનામાં અમે કાયમી શિક્ષકો ની ભરતી કરીએ છીએ!"
કેટલા જૂન મહિના ગયા ને કેટલી ભરતીઓ આવી?
કેટલા શિક્ષક છૂટા થયા ને કેટલા લાગ્યા જરા હિસાબ કર્યો હોઈ તો કહેજો ને મારા વાલા.🤔
કોઈ કહેતું હતું ને "૨૪૭૦૦ ની ભરતી 2024 ડિસેમ્બર મહિના પહેલા તો પૂર્ણ થઈ જશે ને તમે શાળામાં શિક્ષક તરીકે ભણાવતા હસો"
તો મજા આવે છે ને ભણાવવા ની મારા વાલા શિક્ષકો?🤔
જાહેરાત થયા બાદ તો ઘણાએ પેંડા વેચી નાખ્યાતાં.
તો પેંડા ઓગળી ગયા કે હજી માવો બચ્યો છે મારા વાલા ?🤔
હજી તો જૂના શિક્ષકો ની ભરતી(ઓહો માફ કરજો બદલી) નો બેડો પાર નથી થયો,
આચાર્ય ની ભરતી કે બદલી પ્રક્રિયા હજી પૂરું નથી થઈ,
જૂના શિક્ષકની ભરતીનું FML પણ નથી આવ્યું,
પ્રક્રિયા હજી પૂર્ણ થતાં થતાં ફેબ્રુઆરી મહિનો થાય તો પણ નવીન નહિ.
☝️આચાર્ય અને જૂના શિક્ષક નું જે શિક્ષણ વિભાગ નો હિસ્સો છે, જેની ૦૧/૦૮/૨૦૨૪ પ્રોસેસ શરૂ થઈ હતી જે હજી પૂરી નથી થઈ અને તમે તો નવા વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક નાં સપના જોવો છો વાલા ?
જૂના શિક્ષક અને આચાર્ય માં આટલો સમય લાગ્યો તો તમારી ભરતી માં કેટલો સમય લાગી શકે વિચારજો હોં !
આચાર્યોના ઈન્ટરવ્યુ ની તારીખો બદલાશે એવું નોટીફિકેશન આપ્યા પછી રાતોરાત પાછું ખેંચાઈ ગયું.
ઘણા જિલ્લામાં તો પ્રાથમિકનાં બદલી કેમ્પની પ્રોસેસ ઑનલાઇન કેમ્પ થઈ ગયા તો ઓફ્લાઇન કેમ્પ બાકી છે,અમુક માં તો બન્ને બાકી છે.
કોઈ ઊડતું ઊડતું તો એવું કહે છે કે હજી 9 થી 12 સરકારી સ્કૂલોમાં પણ બદલી કેમ્પ આવી શકે.(આગળ શું થાય તે તો રામ જાણે)
#TAT ભરતી નું હજુ તો,
DV બાકી
PML બાકી
FML બાકી
ને ઓર્ડર મળ્યાના દીવાસ્વપ્ન સપનાં જોઈ રહ્યા છો મારા વાલા?
તમારી તો હજી DV ની તારીખો પણ નક્કી નથી.
DV માં ઓછામાં ઓછા 20 દિવસ તો થાય ને?
આમાં #ક્રમીક ભરતી રામ જાણે ક્યારે થશે !
📌11-12 ની આખી ભરતી બાકી
📌પછી 9-10 નો વારો
📌6 થી 8 વાળા રાહ જોવો
📌1 થી 5 વાળા ક્યારે વારો આવશે એના સપનાં જોતા રહો.
કોઈ પૂછજો ને ! જનરલ મેરીટ લિસ્ટ આવ્યું એને મહિનો થયો ને હવે અરજીમાં સુધારો કરવાનું નોટિફિકેશન આપ્યું, અત્યાર સુધી શું કર્યું?
ઉમેદવાર શું કરે ખબર છે?🤔
સોશિયલ મીડિયા માં ચર્ચાઓ કરે
હે એલા PML ક્યારે આવશે?
જ્ઞાન સહાયક ક્યારે રીન્યુ કરશે? પગાર આવ્યો?
જેના મેરીટ નીચા છે તે કહે સાવ આટલી ભરતી હોઈ જગ્યા માં વધારો કરો.
અલગ અલગ વિષયની જગ્યા વાળા,
"#ગુજરાતી" ગુજરાતી તો આપણી માતૃભાષા કહેવાય ! જગ્યામાં વધારો કરો.
"#સંસ્કૃત" આ તો આપણી આદિ અનાદી કાળ ની ભાષા કહેવાય અને સવા આટલી જ જગ્યા. નહીં સહન કરીએ જગ્યા માં વધારો કરો.
"#અંગ્રેજી" વર્તમાન યુગ માં તો અંગ્રેજી વગર ચાલે જ નહીં અને સાવ આટલી જ જગ્યા નાં ચાલે જગ્યા વધારો.
"#હિન્દી" હિન્દી તો આપણી રાષ્ટ્રભાષા કહેવાય અને આ શિક્ષણ વિભાગ ને તો કઈ પડી જ નથી. જગ્યા વધારો.
અરે સાહેબ "ટેટ-૧" વાળા સાથે ઘોર અન્યાય થઇ રહ્યો છે. સાવ આવી હાલત ? અમે આંદોલન કરીશું જગ્યા વધારો.
ઊંચા મેરીટ અને TAT-2 વાળા કહે જ્યારે આવે ત્યારે, પહેલા તો આપડી જ જગ્યા ભરાવવાની ને ? આપડે કોઈ આંદોલન નહિ કરવું, આપડો તો મેડ પડી જ જવાનો છે.
સરકારને એવું લાગે આ ટેટ વાળા કે અન્ય અમારો સરકારી કાર્યક્રમ બગાડશે એટલે એના ફોલડરયા દ્વારા એક અફવાનું ગતકડું વાઇરલ કરે "જગ્યા વધારાની ફાઈલ CMO માં ગઈ છે એટલે કદાચ જગયા વધી શકે."
થોડા ને શાંત કરી દેવાના,
થોડા ને ભરમાવી દેવાના,
બાકીના કોઈ ઊંચા નીચા થાય તો કાયદાનાં દંડ અને દંડા નો ડર તો છે જ
જ્ઞાન સહાયક ની પ્રોસેસ એક મહિનામાં થઈ જાય પણ કાયમી શિક્ષકની પ્રોસેસ થોડી એક મહિનામાં થઈ જવાની છે ?
ભાવિ શિક્ષકો ને કહી દઉં👇
સરકારની સ્થાનિક સ્વરાજ ભરતી(રાજકીય) તે તો સમયસર જ આવશે.
બોર્ડ પરીક્ષા પણ સમયસર જ આવવાની.
શિક્ષકોનું વેકેશન પણ પણ સમયસર આવવાનું.
બાકી પિટિશન પણ ઊભી ને ઊભી જ.
ઉમેદવારો ને જવાબ દેવા માટે તો "સરકારી જવાબ" નક્કી જ છે👇
સાઇટ જોતા રહો.
ટુંક સમયમાં આવી જશે.
એલા ભાઈ શું રોજ રોજ આવી જાવ છો સરકારી કામકાજ છે થોડુ તો વેલા મોડું થવાનું
અધૂરા માં પૂરું તો👇😀
જૂની ભરતી ની "ફક્ત જાહેરાત" માં 2 વર્ષ કાઢી નાખ્યા,
2025 માં જાહેર કરેલ ભરતી પૂરી થશે કે કેમ તે સવાલ છે ?
ત્યાં તો
શિક્ષણનાં દુકાનદારો નવી ભરતી ની પ્રોડક્ટ લઈને ઊભા રહી ગયા.
2025 માં નવી ટેટ અને ટાટ આવે છે.
અમારી પ્રોડક્ટ લઈ લો.
અમારી પ્રોડક્ટ માં આટલું ડિસ્કાઉન્ટ મેળવો.
બાકી તમારું જે થવું હોય તે થાય,
અમારે તો અમારો ધંધો ચાલવો જોઈએ.
બાકી એક સત્ય હકીકત કહી દઉં મારા વાલા.
નવી ભરતી હોઈ કે જૂની ભરતી
તમારો લાભ તો 2027 ની ચૂંટણી માં લેવાનો છે.🙇🏼
મજા આવે છે ને #તરકટ જોવાની મારા વાલા
તો બોલો ભારત માતા કી જય🫡
🫡એમ નહીં, બે હાથ ઊંચા કરીને🫡
#વિદ્યાસહાયક ભરતી જાહેર
#Congratulations#TET
🎉🎉દરેક વિદ્યાસહાયક ઉમેદવારો ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.🎉🎉
🏤માતાજી ને પ્રાર્થના કે ઝડપથી પ્રોસેસ પૂર્ણ કરી સ્કૂલમાં આપ બધા હાજર થઈ જાવ.🎉
બસ આ સંઘર્ષને જીવનભર યાદ રાખી બાળકોમાં ક્રાંતિકારી અને મૂલ્યવાન શિક્ષણનું સિંચન અવશ્ય કરજો.🤗
દિવાળીના વેકેશનમાં પણ સરકારી #શિક્ષકોને વેકેશન નહીં, શિક્ષકોને #e_KYC કરવાનો પરિપત્ર થયો છે ત્યારે આ એક વાલીનો વાઈરલ ઓડિયો સાંભળવા જેવો છે.👇
🗣️#eKYC બાબતે વાલી ની પ્રતિક્રિયા :: --
# અમારે શિષ્યવૃત્તિ જોઈતી નથી ...
KYC બાબતે અમોને ફોન કરવો નહી !
અમારુ બાલક સ્કૂલે ન આવે તો જ જાણ કરવી/
લેશન કર્યા વગર આવે તો જ ફોન કરવો ....
📌અહીંયા મૂળ વાત એ પણ છે કે જે વિભાગ નું કામ છે તે કામ તે વિભાગ નથી કરતું અને બીજા વિભાગ(#શિક્ષણ) ઉપર #થોપી બેસાડવામાં આવે છે !
🖥️એ પણ સનાતન સત્ય છે કે ડિજિટલ ગુજરાત કે ડિજિટલ ઇન્ડિયા ની વાતો કરીએ છીએ પરંતુ આજે પણ ગુજરાત ના અનેક એવા ગામડા ને શહેર છે ત્યાં મોબાઈલ નેટવર્ક સુધા નથી આવતું.
📋વેકેશન તો શિક્ષકો નો મળવા પાત્ર અધિકાર છે તે પણ છીનવવા માં આવે છે.
શિક્ષકો પાસે #અન્ય_કામગીરી તો ઊભી ને ઊભી👇
👉🏻સરકારી કાર્યક્ર્મ માં ભીડ ભેગી કરવાનું કામ.
👉🏻તીડ ઉડાડવાની જવાબદારી.
👉🏻વસતી ગણતરી ની કામગીરી.
👉🏻શૌચાલય ગણાવની કામગીરી
👉🏻બાળકોને પંચર કરતા શીખવાડવું..
👉🏻ખુલ્લી જગ્યાની બોરવેલ શોધી ને બંધ કરાવવાની કામગીરી.
👉🏻પશુ ગણતરી ની કામગીરી.
👉🏻સસ્તા અનાજ ની દુકાન ઉપર લાઈન કરાવવાનું કામ........
📌E-KYCની કામગીરી સરકારના અન્ય વિભાગોનું કામ હોવા છતાં શિક્ષકો કામગીરીમાં સહભાગી જરૂર થયા છે. ત્યારે વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિઓના નામે શિક્ષકો સાથે અન્યાય કરવામાં આવે તે બાબત પણ અયોગ્ય છે.સરકાર દ્વારા તાત્કાલિક આદેશ પરત ખેંચવામાં આવે.