જે અધિકારીઓ પોતાના સ્વાર્થ, ફાયદો, અને ઘમંડ સંતોષવા અને ખાસ કરીને એક કંપની ને લાભ કરાવી મલાઈ ખાટવા વિદ્યાર્થીઓના સપનાઓ સાથે રમત રમી રહ્યા છે તે ચેતી જજો. તમારા લાભ માટે ઉમેદવારોની બલી ન ચડાવો.
#NO_CBRT_IN_GUJRAT
ગુજરાતના પરીક્ષાર્થીઓ 'ગિનીપિગ' નથી, કારકિર્દીના સપનાઓ છે!
જેમને હજુ પણ #CBRT (Computer Based Recruitment Test) ના ઓવારણાં લેવા ગમે છે, એમણે કદાચ ભૂતકાળના '#ઘાતક_પ્રયોગો' પર નજર નાખવાની તરસદી લીધી નથી. ફોરેસ્ટ બીટગાર્ડ અને CCE_2024 ના જે હાલ થયા છે, એ જોયા પછી પણ જો તમે CBRT ના આગ્રહી હોવ, તો યાદ રાખજો કે આ પરીક્ષા પદ્ધતિ નથી, પણ ઉમેદવારોના ભવિષ્ય સાથે રમાતી 'ડકવર્થ-લુઈસ' જેવી જુગારની રમત છે !
⚠️ CBRT ગુજરાતના વિદ્યાર્થીઓ માટે 'ઘાતક ઘા'
🚫૧. નોર્મલાઈઝેશન કે માર્કસનો 'ચકડોળ'? 🎡
કોઈના માર્ક્સ 27 વધે ને કોઈના 52 ઘટે! આ કેવું ગણિત? જ્યારે લાખો ઉમેદવારો હોય ત્યારે મલ્ટી-શિફ્ટ પરીક્ષામાં નોર્મલાઈઝેશન એ પારદર્શિતા નહીં, પણ ઉમેદવારોનો 'ભોગ' લેવાની પદ્ધતિ સાબિત થઈ છે.
🚫૨. 'ગોપનીયતા' કે 'ગોટાળા'ની બારી? 🫣
તમારા અસલ (Raw) માર્કસ કેટલા? એ તો રામ જાણે! એજન્સી 'ગોપનીયતા'ના નામે જે પીરસે એ સ્વીકારી લેવાનું? જ્યાં ટ્રાન્સપરન્સી નથી, ત્યાં વિશ્વાસ ક્યાંથી હોય?
🚫૩. ૩૦ કરોડનો ધુમાડો અને ટેકનિકલ ઠેંગો! 💸
TCS જેવી મોટી એજન્સીઓને કરોડો ચૂકવ્યા પછી પણ જો સર્વર ડાઉન થાય, કોમ્પ્યુટર હેંગ થાય અને ChatGPT થી બેઠું ભાષાંતર કરી ભૂલો પીરસવામાં આવે, તો આ પ્રજાના પૈસાનો વ્યય નથી તો શું છે ?
🚫૪. પરીક્ષા કે ગૂગલ ટ્રાન્સલેટનું પ્રદર્શન? 🤖
પ્રશ્નોમાં અસંખ્ય ભૂલો, ભાષાંતરના ઠેકાણા નહીં અને પ્રશ્નોનું પુનરાવર્તન... શું આટલી મોટી ભરતી પ્રક્રિયા કોઈ ગંભીરતા વગર ચાલે છે?
🚫૫. એક શિફ્ટ, એક પેપર - એ જ સાચો ન્યાય! ✅
તાજેતરમાં ગૌણ સેવા પસંદગી મંડળે રેવેન્યુ તલાટીની પરીક્ષા ઓફલાઈન લઈને સાબિત કરી દીધું કે '#સિંગલ_પેપર' કૌભાંડ વગર લઈ શકાય છે અને તે જ શ્રેષ્ઠ છે. તો પછી ફરીથી CBRT ના નામે ઉમેદવારોને 'પ્રયોગશાળાના ઉંદર' કેમ બનાવવામાં આવે છે?
અત્યારે જે અધિકારીઓ #CBRT ના ગુણગાન ગાય છે, તેને વધારે શિફ્ટમાં લેવામાં આવેલ ફોરેસ્ટ બીટ ગાર્ડ અને CCE 2024નું #નોર્મલાઈઝેશન જોઈ લેવું જોઈએ અને વિચારવું જોઈએ કે જો તમારી પરીક્ષામાં આવું #નોર્મોલાઇઝેશન થયું હોત તો ?
#NO_CBRT_IN_GUJRAT #CCE2026 #JusticeForCandidates #GSSSB #GujaratModel #CancelCBRT #OfflineExamOnly
@CMOGuj@InfoGujarat@mygovindia@Bhupendrapbjp@jitu_vaghani@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u
CBRT પરીક્ષા પ્રક્રિયામાં વારંવાર ઉભા થતા પ્રશ્નો યુવાનોનો વિશ્વાસ તોડે છે. દરેક વિદ્યાર્થી માટે એક સમાન જ પેપર હોવું જોઈએ તમારા નોર્મલાઈઝેશન ના માર્ક્સ ગેપિંગ કાંડ લીધે ઘણા નિર્દોષ યુવાનોનું ભવિષ્ય બગડે છે.. ઓનલાઇન પેપર આ સ્વીકાર્ય નથી.
#NO_CBRT_IN_GUJRAT#GSSSB
CBRT પરીક્ષા પ્રક્રિયામાં વારંવાર ઉભા થતા પ્રશ્નો યુવાનોનો વિશ્વાસ તોડે છે. દરેક વિદ્યાર્થી માટે એક સમાન જ પેપર હોવું જોઈએ તમારા નોર્મલાઈઝેશન ના માર્ક્સ ગેપિંગ કાંડ લીધે ઘણા નિર્દોષ યુવાનોનું ભવિષ્ય બગડે છે.. ઓનલાઇન પેપર આ સ્વીકાર્ય નથી.
#NO_CBRT_IN_GUJRAT#GSSSB
તલાટી...
કોઈ એ વિચાર્યું હતું કે આવા સાવ નવા જ રૂપ-રંગ માં આવશે???
ફક્ત એક ઇન્ટરવ્યુ ની કમી છે બાકી ક્લાસ 1-2 ની પરીક્ષા વાળી ફીલિંગ્સ આવી જાત...
જે અધિકારી એ આવા સૂચન કર્યા હોય અને જે મંત્રીએ માન્ય રાખ્યા હોય તે લોકોએ પણ એક વાર આ પરીક્ષા આપવી જોઈએ એટલે પાણી મપાઈ જાય...
રેવન્યુ તલાટીનો નવો અભ્યાસક્રમ ખૂબ જ અણધાર્યો અને નવો છે.
છેવાડાના અને સીમિત સંસાધનો વાળા વિદ્યાર્થીઓ માટે આ બદલાવ અન્યાય સમાન છે.
વિદ્યાર્થીઓને બદલાવ નહિ, ન્યાય જોઈએ છે!
#Revised_Revenue_Talati_Syllabus
#બિહાર સરકાર દ્વારા તાજેતર માં સરકારી કર્મચારીઓનો પ્રોબેશન પીરીયડ 2 વર્ષ થી ઘટાડી એક વર્ષ કરવામાં આવ્યો
આપણે #ગુજરાત માં તો 5 વર્ષ પ્રોબેશન છે તો એ ઘટાડી 2 વર્ષ પણ નથી કરી શકતા?
અહી ના કર્મચારીઓ એ તમારું શું બગાડ્યું છે ત્યાં પણ તમારી જ સરકાર છે ને તો ભેદભાવ કેમ?
#REMOVE_FIX_PAY_IN_GUJARAT
#Remove_Fix_Pay_Gujarat
@narendramodi@CMOGuj@sanghaviharsh
આવું જો ગુજરાતમાં થાય તો બધા ભરતી બોર્ડ નું દેવાળું ફૂકાય જાય કે નઈ ?🤔
જે બદલાવ લાવવાની મોટી મોટી ડંફાસ મારે છે ને તે બહુ પાક્સાફ હોઈ તો આ બદલાવ લાવીને બતાવે.
ગુજરાતમાં મૂલ્યાંકન તો દૂરની વાત છે પરંતુ અહીંયા તો પ્રશ્ન પૂછ્યો હોઈ એનો સાચો જવાબ લખ્યો હોઈ એને માર્કસ ન મળે પણ ખોટા લખનાર ને માર્કસના ઢગલા કરી નાખ્યાં હોઈ એવા હજારો દાખલા છે.
#WithdrawObjectionFee
માનનીય @Hasmukhpatelips સાહેબ, ઉમેદવારોની રજૂઆત આપને સમયનો વેડફાટ(ટાઇમપાસ) લાગે છે, પરંતુ સામન્ય માણસ એ ભૂલની કિંમત શું લેવા ચૂકવે જે ભૂલ આયોગે કરી હોય ?
આ બાબતે ફેરવિચાર કરવા અને અન્ય ઉકેલ શોધવા આપને વિનમ્ર અપીલ છે. આભાર🙏
@YAJadeja@hdraval93
અત્યારે #વાવ માં ચૂંટણી છે ત્યારે મંત્રી શ્રી વોટ માંગી રહ્યા છે પરંતુ એમને એ ખ્યાલ નહી હોય ત્યાંના #ફોરેસ્ટ#CCE ના ઉમેદવારો પણ હતા જે ન્યાય માટે લડ્યા પરંતુ તમે એમને ના સાંભળ્યા
#ફિક્સ_પે ના કર્મચારી ઓ પણ #ફિક્સ_પે થતું શોષણ બંદ કરી નાબૂદ કરવામાં આવે એ માટે માંગણી કરી રહ્યા છે પરંતુ તમે એમને પણ ન્યાય ના આપ્યો
#remove_fixpay_in_gujarat #No_More_FixPay_in_RICH_Gujarat
@Bhupendrapbjp@sanghaviharsh