ડાંગ જિલ્લામાં સતત ભારે વરસાદને કારણે કેટલાક માર્ગો પર વૃક્ષો અને પથ્થરો પડતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. જિલ્લા વહીવટી તંત્ર, વન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તથા નેશનલ હાઈવે-953ની ટીમો સંયુક્ત રીતે માર્ગો પરથી અવરોધો દૂર કરી વાહન વ્યવહાર પુનઃસ્થાપિત કરવાની કામગીરી હાથ ધરેલ છે.
મહારાષ્ટ્રથી આવેલા સરોજબેન કહે છે, "આટલું સુંદર આયોજન પહેલા ક્યારેય નથી જોયું!" સખી મંડળની બહેનોના સ્ટોલથી લઈને વહીવટી તંત્રની વ્યવસ્થા સુધી—બધું જ એકદમ ખાસ.
તમે ડાંગ દરબારની મુલાકાત લીધી કે નહીં? કોમેન્ટમાં જણાવો!
@InfoGujarat@CMOGuj@CollectorDan@ddo_dangs@PrantAhwa
"ડાંગ દરબાર-૨૦૨૬" ની પૂર્વતૈયારીના ભાગરૂપે મનોરંજન માટેની જગ્યા પસંદ કરવા, પ્લોટ ફાળવવા તથા ફાળવેલ પ્લોટની દેખરેખ અંગેની સમિતિના સભ્યો સાથે બેઠક યોજી. ડાંગ દરબાર વખતે કાયદો વ્યવસ્થા, લોકોની સેફટી, સલામતી જળવાય રહે એ વિશે વિગતવાર ચર્ચા કરી આગામી આયોજન કર્યું.
આજરોજ કલેકટર કચેરી ખાતે SIR અંતર્ગત ડ્રાફ્ટ મતદાર યાદીની પ્રસિદ્ધિ કરવામા આવી જેમા હાજર રહેલ ભારતીય જનતા પાર્ટી ડાંગના કાર્યાલય મંત્રી દ્વારા SIRની કાર્યવાહી બાબતે સંતોષ વ્યક્ત કર્યો તથા ડ્રાફ્ટ મતદાર યાદી તથા ASD મતદારોની યાદી આપવામાં આવી.@CMOGuj@CEOGujarat@ECISVEEP
આજરોજ રાજકીય પક્ષો સાથે બેઠક કરી અને મતદારયાદી ખાસ સઘન સુધારણા(SIR) અંતર્ગત તૈયાર થયેલ મુસદ્દા મતદારયાદીની તથા મૃત્યુ પામેલ/ગેરહાજર/કાયમી સ્થળાંતર કરેલ મતદારોની વિગત દર્શાવતી યાદીની નકલ તેઓને આપવામાં આવી.
@CMOGuj@ECISVEEP@CEOGujarat@InfoGujarat@InfoDangGog
આજરોજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special intensive Revision ) સંદર્ભેની બેઠકમાં માહિતી આપી પ્રતિનિધિઓ સાથે જરૂરી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.
આજરોજ વઘઈ ખાતે "એક પેડ માં કે નામ "અભિયાન અંતર્ગત માન.રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં વઘઈના ગાંધી ઉદ્યાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
માન. રાજ્યપાલશ્રીએ રાજેન્દ્રપૂર ખાતે સાયજુબેન સોનુભાઈ ભોયેના ઘર પરિવાર સાથે મુલાકાત કરી પંરપરાગત ડાંગી ભોજન કર્યું. પરિવારના સભ્યએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા.
આજરોજ ડાંગ જિલ્લાના આહવા નગર ખાતે સ્વતંત્રતા દિન પૂર્વે “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગ તિરંગા”યાત્રાની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાના વિધાર્થીઓ,પોલીસ તથા વન વિભાગના કર્મચારીઓ,અધિકારીશ્રીઓ ભવ્ય તિરંગા યાત્રામાં જોડાયા હતા.