મેસવાણ ગામે મુખ્ય રસ્તાને જોડતા મહત્વના પુલ ઉપર નદીમાં વૃક્ષ ફસાયેલ હોવાથી TCM દ્વારા કેશોદ Atdo તથા કંટ્રોલ રૂમનો સંપર્ક કરતા ફોરેસ્ટ વિભાગના કર્મચારીશ્રીઓ સ્થળ ઉપર પહોંચી અને નડતર વૃક્ષ ને દૂર કરી ફરી અવરજવર શરૂ કરાવવામાં આવેલ છે. @DdoJunagadh@TDO_MANGROL_JND@collectorjunag
કેશોદ તાલુકાના માણેકવાડા અને મઘરવાડા ગામે નદીમાં પૂરના કારણે લોકો ફસાઈ ગયેલ હતા. ગ્રામ પંચાયત મંત્રી દ્વારા સમયસૂચકતા વાપરી તાલુકા પંચાયત અને કંટ્રોલ રૂમમાં જાણ કરી. જેથી તાત્કાલિક NDRF દ્વારા લોકોને બચાવી લેવામાં આવેલ છે @TDO_MANGROL_JND@DdoJunagadh@NDRFHQ@esdmkeshod@GRTMM1
શ્રી કેશોદ તાલુકા પંચાયતની તલાટી રિવ્યૂ મિટિંગ દરમ્યાન તાલુકા વિકાસ અધિકારી શ્રી ઓડેદરા સાહેબ દ્વારા શ્રેષ્ટ કામગીરી કરનાર તલાટી મંત્રી શ્રીઓને સન્માનિત કરવામાં આવ્યા. તમામ તલાટી મંત્રી શ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન.
@TDO_MANGROL_JND@TdoKeshod@mamkeshod@DdoJunagadh@esdmkeshod
કેશોદ તાલુકાના મેસવાણ ગામે ગ્રામ પંચાયત અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં લોકોના આરોગ્ય અને સુખાકારી માટે ફોગિંગ કરવામાં આવ્યું. @DdoJunagadh
ખાસ ઝુંબેશના દિવસો - 23/11/24 અને 24/11/24
જો આપની ઉમંર 01/01/2025 ના રોજ 18 વર્ષ કે તેથી વધુ થતી હોય અને જો આપનું નામ મતદાર યાદીમાં ના હોય તો આપના વિસ્તારના મતદાર મથકની મુલાકાત લઈ આપનું નામ મતદારયાદીમાં નોંધાવી મતદાનનો અધિકાર મેળવો.(1/2)
@ECISVEEP@CEOGujarat@SpokespersonECI
કેશોદ તાલુકાના મેસવાણ ગામે 'સ્વચ્છતા હી પ્રભુતા ' સૂત્ર ને સાકાર કરવા સરપંચ શ્રી દ્વારા જાહેર જગ્યામાં સફાઈ કામ કરવામાં આવેલ છે. આ લોકસેવા માં તાલુકા વિકાસ અધિકારીશ્રી Ird/SBM સ્ટાફ કેશોદ તથા તલાટી કમ મંત્રી અને ગામ લોકો પણ શ્રમદાન કરવા જોડાયેલ હતા.@DdoJunagadh
अब हर ग्राम पंचायत के लिए अलग से मौसम पूर्वानुमान उपलब्ध होगा। ग्रामीण ईग्राम स्वराज पोर्टल और मेरी पंचायत मोबाइल ऐप पर अपने गांव का मौसम जान सकेंगे। यह सुविधा किसानों को कृषि में मदद करेगी और दैनिक जीवन में भी सहायक होगी।
#Panchayat#PanchayatWeather#MoPR#IMD
આજ રોજ મેસવાણ ગામે આસિસ્ટન્ટ કલેકટર સાહેબ (પ્રાંત અધિકારી સાહેબ કેશોદ) દ્વારા ગ્રામ પંચાયત કચેરી , પ્રાથમિક શાળા, પ્રાઇમરી હેલ્થ સેન્ટર, આંગણવાડી અને સસ્તા અનાજ ની દુકાનની મુલાકાત કરી જરૂરી સમીક્ષા કરવામાં આવી હતી. @DdoJunagadh@collectorjunag@esdmkeshod
03/09/24 ના રોજ સરોડ થી પાડોદર તરફ માર્ગ ઉપર પસાર થતાં પુલ થોડો બેસી ગયેલ હોવાનું તલાટી મંત્રી શ્રી ભૂમિબેન વાળા ને જણાયું આથી તાત્કાલિક ધોરણે તલાટી મંત્રી શ્રી દ્વારા રસ્તો બંધ કરાવી GSRTC ને જાણ કરી તથા R&B વિભાગમાં જાણ કરી મોટી દુર્ઘટના અટકાવી હતી.@collectorjunag@DdoJunagadh
પ્રજાજનોને જાગૃત અને સાવચેત રહેવાની નમ્ર અપીલ...
ભારે વરસાદની સ્થિતિમાં સ્થાનિક પ્રશાસન દ્વારા કરવામાં આવતી કામગીરીમાં આપનો સહયોગ આપી જવાબદાર નાગરિક બનીએ. @CMOGuj@InfoGujarat@GujDCoffice#RainAlertinGujarat
જૂનાગઢ જિલ્લા માં વરસી રહેલા વરસાદથી સાવધ રહેવા નાગરિક ને અપીલ કરતાં જિલ્લા કલેકટર
તા. ૨૬,૨૭,૨૮ ઓગસ્ટ ત્રણ દિવસ જુનાગઢ જિલ્લામાં રેડ એલર્ટ સંદર્ભે છુટા છવાયા સ્થળોએ અતિભારે વરસાદ ની સંભાવના
@CMOGuj@InfoGujarat@collectorjunag@DdoJunagadh
જૂનાગઢ ની આજુ બાજુ ના વિસ્તાર માં ભારે વરસાદ ની આગાહી હોય, સૌ એ સાવચેતી રાખવાની અને કોઈ પણ વિપરીત પરિસ્થિતિ બને, તો તમારા તાલુકાના મામલતદાર કચેરી ની હેલ્પલાઇન અથવા TDOશ્રી ને સંપર્ક કરવાનો રહેશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં ઇમ્પેક્ટ ફી અંગેના કાયદાને વધુ લોકાભિમુખ બનાવવા મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, જેને નિયમાનુસારની કાર્યવાહીને અનુસરીને ટૂંક સમયમાં અમલી કરાશે.
આ નિર્ણય અનુસાર,
ગામતળ વિસ્તારમાં બિનરહેણાંક બિનઅધિકૃત બાંધકામના વપરાશ કરતા લોકોના 4.5 FSI સુધીના બિનઅધિકૃત બાંધકામો હવે નિયમિત થઇ શકશે.
બિનઅધિકૃત રહેણાંક માટે 2000 ચો. મીટર સુધીના ખુટતાં પાર્કિંગ માટે અને બિનઅધિકૃત બિન રહેણાંક માટે 1000 ચો. મીટર સુધીના ખુટતા પાર્કિંગ માટે ફી લઇને બિનઅધિકૃત બાંધકામ નિયમિત કરવાની જોગવાઇ કરવામાં આવી છે.
અગાઉ ખુટતા પાર્કીંગના 50% જે તે પ્લોટમાં અથવા તો 500 મીટરની હદમાં પાર્કિંગની જોગવાઇ કરવી ફરજીયાત હતી, અને બાકીના 50% ખુટતા પાર્કીંગ માટે ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ 2022ના જાહેરનામાંથી પાર્કીંગ નિયમિત કરવા માટેની નક્કી કરાયેલી ફી વસુલ લઇને બિનઅધિકૃત બાંધકામ નિયમિત કરવાની પ્રવર્તમાન જોગવાઇ હતી.
ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ 2022ને વ્યાપક પ્રતિસાદ મળે અને વધુમાં વધુ લોકો આ અધિનિયમનો લાભ મેળવી શકે તેવા ઉદ્દેશ્ય સાથે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
કેશોદ તાલુકાના મેસવાણ ગામે ગ્રામ પંચાયત દ્વારા ક્લોરીનેશન ની કામગીરી કરવામાં આવી તેમજ પ્રાથિમક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડોર ટુ ડોર વિઝીટ કરી એન્ટિવાયરલ એક્ટિવિટી તથા વોટર ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવી. @DdoJunagadh@TdoKeshod