રસ્તા પર ચાલનાર દરેક રાહદારી કે વાહનચાલક પોતાના ઘરે સુરક્ષિત પહોંચે એ જરૂરી છે.
ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી કોઈનું ગળું ન કપાય, કોઈનો જીવ ન જોખમાય, એ માટે સુરત RTO ટીમે રાહદારી વાહનચાલકોને સેફ્ટી બેલ્ટ બાંધીને સુરક્ષા અને જાગૃતિનો સંદેશ આપ્યો.
આ સુંદર પહેલ માટે ટીમના સૌ સભ્યોને હાર્દિક અભિનંદન. આ એક નાની પહેલ અનેક જિંદગીઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શકે છે.