"સરકારનું અજબ ગજબનું ગણિત!" 🤔
કર્મચારી કહે: "સાહેબ, મોંઘવારી વધી ગઈ છે, ઘર ચલાવવું મુશ્કેલ છે, "#ફૂલ_પગાર" આપો ને!"
સરકાર: "ખજાનો ખાલી છે ભાઈ, થોડું સમજો!" 🙅♂️
વકીલ કહે: "સાહેબ, તમારી સામે લડતા કર્મચારીઓને સન્માનીય ફૂલ પગાર ન આપવો પડે, એના માટે હું સુપ્રીમ કોર્ટમાં દલીલ કરીશ. એક હિયરિંગના(મુદ્દત) ૨ લાખ થશે!"
સરકાર: "અરે સાહેબ, ૨ નહીં ૫ લાખ લો, પણ પેલા ગરીબ કર્મચારીને પૂરો પગાર ન મળવો જોઈએ!" 💸✅😥
ધન્ય છે આ 'વિકાસ'ને, જ્યાં મહેનત કરનાર માટે '#ફિક્સ_પે' અને લડાવનાર માટે 'મિક્સ' (કરોડો રૂપિયા) છે! કર્મચારીને ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ નહીં, પણ ફિક્સ પે રાખનાર માટે લડનારને તો આખું બગીચું! 🥀🏛️
📌શોષણની પ્રથા: ફિક્સ પે પ્રથા એ સરકારી કર્મચારીઓનું આર્થિક શોષણ છે. વર્ષો સુધી સખત મહેનત કરવા છતાં કર્મચારીઓને પૂરતો પગાર મળતો નથી, જેના કારણે તેમનું અને તેમના પરિવારનું જીવન નિર્વાહ મુશ્કેલ બને છે.
📌સમાન કામ, સમાન વેતનનો અભાવ: ગુજરાત હાઈકોર્ટે ૨૦૧૨માં ચુકાદો આપ્યો હતો કે 'સમાન કામ માટે સમાન વેતન' મળવું જોઈએ, પરંતુ સરકાર આ ચુકાદાને માનવાને બદલે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારે છે.
📌કર્મચારીઓની હાલાકી: કર્મચારીઓ રવિવારે પણ કામ કરે છે, ભીડ ભેગી કરવા જેવા રાજકીય કાર્યોમાં જોતરાય છે અને ઓવરટાઈમ કરે છે, છતાં તેમને હકનો પૂરો પગાર મળતો નથી.
📌ગુજરાતના ફિક્સ પે ના કર્મચારીઓ છેલ્લા ૧૫ વર્ષથી ન્યાયની રાહ જોઈ રહ્યા છે... અને સરકાર? સરકાર 'ન્યાય ન મળે' એના માટે કરોડો રૂપિયા પાણીની જેમ વહાવી રહી છે! 🌊💰
🛑કર્મચારીનો આખો મહિનો = ₹૨૦,૦૦૦ (અંદાજે)
🛑સરકારી વકીલની એક હિયરીંગની હાજરી = ₹૨,૦૦,૦૦૦ થી ૫,૦૦,૦૦૦
વિચારો, જે પૈસા ફૂલ પે રોકવા માટે જાય છે, એ જો કર્મચારીઓના પગારમાં ગયા હોત તો આજે કેટલાય મધ્યમવર્ગીય પરિવારોના ચૂલા સારી રીતે સળગતા હોત. આને જ કહેવાય "દીવો તળે અંધારું!"🪔
સરકાર પોતાના જ કર્મચારીઓને પૂરો પગાર ન આપવો પડે તે માટે સુપ્રીમ કોર્ટમાં નામાંકિત વકીલો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહી છે.પોતાના જ સંતાનો (કર્મચારીઓ) સામે લડવા માટે ભાડે રાખેલા 'યોદ્ધાઓ' પાછળ આટલો ખર્ચ? વાહ રે સરકાર, વાહ! 👏
😥આ શોષણ નહીં તો બીજું શું છે? "સમાન કામ, સમાન વેતન" માત્ર કાગળ પર જ કેમ? હવે તો હદ થાય છે! 😡
#FixPay #Gujarat #EmployeeRights #Justice
#GujaratGovernment #Exploitation #JusticeDelayed #FixedSalary #SocialJustice
#GovernmentEmployees #JusticeForEmployees
#Remove_Fix_Pay_Gujarat
#Remove_Fix_Pay
#Remove_FixPay_In_Gujarat
#REMOVE_FIX_PAY_IN_GUJARAT
@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u
વિધાનસભામાં ચર્ચા; સ્ટેડિયમમાં ટિકિટની વ્યવસ્થા તો થઈ જશે, પણ શાળાઓમાં શિક્ષકોની વ્યવસ્થા ક્યારે? ગુજરાતના બાળકોનું ભવિષ્ય મેચની હાર-જીત કરતા વધુ મહત્વનું છે. શિક્ષિત બેરોજગારોની મજાક બંધ કરો અને જલ્દી ભરતી કરો! #TET1Recruitment2026#ટેટ1_વિધ્યાસહાયક_ભરતી_જાહેર_કરો@Rivaba4BJP
એક તરફ રાજ્યમાં શિક્ષકોની 13 હજારથી વધુ જગ્યાઓ ખાલી છે. બીજી તરફ 10 હજાર ટેટ પાસ યુવાનો વય મર્યાદા વટાવતા અન્ય ધંધા, મજૂરી તરફ વળ્યા. કારણ કે સરકાર ભરતી કરતી નથી. આજનું દિવ્ય ભાસ્કર.
"સાહેબ, ડિગ્રી છે, ટેલેન્ટ છે અને TET પાસ પણ છીએ... બસ, નથી તો માત્ર તમારી ભરતીની મોટી જાહેરાત! 📜
ભરતીની રાહ જોવામાં ૧૦,૦૦૦ ઉમેદવારોની ઉંમર વીતી ગઈ. આજે લાયક શિક્ષકો મજૂરી કરવા મજબૂર છે. શું આ જ છે શિક્ષિત ગુજરાતનું ભવિષ્ય?" 🤔
#TET1Recruitment2026@Rivaba4BJP@Divya_Bhaskar
ફિક્સ પગારના કર્મચારીઓ ની વેદના સરકાર સમક્ષ રજૂ કરવા બદલ ખુબ ખુબ આભાર.@Gopal_Italia .સરકાર ક્યારે આવા ગંભીર બાબતે યોગ્ય નિર્ણય લેશે? ગુજરાત સરકાર આ બાબતે યોગ્ય નિર્ણય લે એવી વર્ગ 3 અને 4 ના કર્મચારીઓની લાગણી અને માંગણી છે 🙏 @Bhupendrapbjp@sanghaviharsh@INCGujarat
गुजरात की @BJP4Gujarat सरकार ने भी विद्यासहायक भर्ती में भी #OBC or #sc की सीटे कम करके ओर उसको open में जगह ना मिलने से जनरल का 52% ओर OBC का 69% के ऊपर कटऑफ रहा।
हमने @Bhupendrapbjp से मांग की पर पिछड़ों को पिछड़ा रखने के लिए उसने हमारी एक ना सुनी।
@prajaptiinder
રાજ્યમાં 13,154 શિક્ષકોની જગ્યા ખાલી, પણ ભરતીમાં વિલંબથી 10 હજાર ટેટ ઉમેદવાર 38 વર્ષની વય મર્યાદા વટાવી ગયા હવે કોઈ હેલ્પર તો કોઈ એસિડ વેચવા મજબૂર🥹
31 માર્ચ સુધીમાં ભરતી નહીં થાય તો વધુ 3500 વય મર્યાદા પાર કરશે.😳🤔
@Bhupendrapbjp@Rivaba4BJP
રાજ્યમાં 13,154 શિક્ષકોની જગ્યા ખાલી, પણ ભરતીમાં વિલંબથી 10 હજાર ટેટ ઉમેદવાર 38 વર્ષની વય મર્યાદા વટાવી ગયા હવે કોઈ હેલ્પર તો કોઈ એસિડ વેચવા મજબૂર🥹
31 માર્ચ સુધીમાં ભરતી નહીં થાય તો વધુ 3500 વય મર્યાદા પાર કરશે.😳🤔
🛑સોર્સ: દિવ્ય ભાસ્કર ન્યૂઝ